P24 News Gujarat

‘મારી છોકરી તો લાખો કમાતી હતી’:સોનમનાં માતા-પિતા પહેલીવાર ખૂલીને બોલ્યાં, કહ્યું- રાજ 17-18 હજાર કમાતો હતો, છેલ્લાં 3 વર્ષથી રાખડી બંધાવતો હતો

આ બધી અફવાઓ છે. સોનમનું રાજ સાથે અફેર હતું એ પાયાવિહોણું જૂઠાણું છે. 17-18 હજાર રૂપિયા કમાતો રાજ, મારી દીકરી લાખો રૂપિયા કમાતી હતી. રાજમાં શું હતું કે સોનમ તેની સાથે લગ્ન કરવા માટે હા કહેશે? તે શું જોઈને આવું કરશે? તે ક્યાં ને અમે ક્યાં ? આ શબ્દો સોનમ રઘુવંશીના પિતા દેવી સિંહના છે. મેઘાલયમાં હનિમૂન દરમિયાન રાજા રઘુવંશીની હત્યા પછી પહેલીવાર સોનમનાં માતા અને પિતાએ દિવ્ય ભાસ્કર સાથે ખૂલીને વાત કરી છે. સોનમનાં માતા-પિતા અને ભાઈ તેને એકવાર પૂછવા માગે છે કે છેવટે રાજાને કોણે માર્યો? તેણે તેને કેમ માર્યો? તેમજ આખો પરિવાર રાજ સાથેના તેના અફેરના સવાલને નકારી રહ્યો છે. ખરેખર રાજા હત્યાકેસમાં સોનમના પરિવાર પર સવાલો ઊભા થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે સોનમનાં માતા-પિતાને તેમની પુત્રીના અફેરની જાણ હતી, પરંતુ તેમણે બળજબરીથી તેમની પુત્રીના લગ્ન રાજા રઘુવંશી સાથે કરાવી દીધા. શરૂઆતમાં સોનમની માતા સંગીતા રઘુવંશીએ વાત કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પછીથી આખા પરિવારે વાત કરી. સોનમની માતા સંગીતા રઘુવંશી સાથેની વાતચીત વિગતવાર વાંચો … સોનમની માતા સંગીતા રઘુવંશીએ કહ્યું હતું કે ફેબ્રુઆરી મહિનાની વાત હશે. અમને રાજાની માતાનો ફોન આવ્યો. તેમણે રઘુવંશી સમુદાય પાસેથી માહિતી મેળવી હશે. તેમણે કહ્યું, તમારી દીકરીને પણ મંગળ છે, અમારો દીકરાને પણ મંગળ છે. અમે કહ્યું, ઠીક છે. પહેલા અમે તેમના ઘરે ગયા. બધાને મળ્યા. અમને પરિવાર ગમ્યો. ત્યાર બાદ તેઓ અમારા ઘરે આવ્યા. જ્યારે આ સંબંધની વાતો ચાલી રહી હતી ત્યારે રાજા અને સોનમ બંનેને પૂછવામાં આવ્યું કે શું તેઓ લગ્ન કરવા માગે છે. બંને એકબીજાને પસંદ કરતાં હતાં. આ પછી સંબંધ નક્કી થયો અને લગ્ન નક્કી થયાં પછી મેં રાજા સાથે પણ વાત કરી. સોનમ અને રાજા એક-બેવાર ખરીદી કરવા ગયાં. અમે રાજાને બજારમાં પણ મળ્યા. તેની માતા પણ બજારમાં મળી હતી. સાસરામાંથી પાછા ફર્યા પછી સોનમ ખુશ હતી. તે અમારી સાથે સારી રીતે વાત કરી રહી હતી. તે તેનાં માતા-પિતાના ઘરે ફક્ત બે-ચાર દિવસ રહી, પછી તેમણે હનિમૂન પર જવાનો પ્લાન બનાવ્યો. શું તેમને ખબર હતી કે તેઓ બંને ટ્રિપ પર જઈ રહ્યાં છે? તો તેમણે કહ્યું- જવાના એક દિવસ પહેલાં તેમણે મને કહ્યું હતું કે અમે ફરવા જઈ રહ્યાં છીએ. અમે ત્યાં કામાખ્યા દેવીનાં દર્શન કરીશું. સોનમે કહ્યું હતું કે રાજાએ ટિકિટ બુક કરાવી છે. તે કોઈની સાથે વધારે વાત કરતી નહોતી. જ્યારે તે સ્કૂલે જતી હતી ત્યારે સ્કૂલથી પાછા ફર્યા પછી ઘરે જ રહેતી હતી. જ્યારે તેણે સ્કૂલ છોડી દીધી ત્યારે તેના ભાઈ સાથે ઓફિસ જવાનું શરૂ કર્યું. તે સવારે 10 વાગ્યે ઓફિસ જતી હતી અને સાંજે 7 વાગ્યા સુધીમાં ઘરે પાછી આવી જતી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું સોનમ જીદ્દી હતી? તેમણે કહ્યું- તે ક્યારેય ક્યાંય એકલી જતી નહોતી. તે હંમેશાં મારી સાથે જતી હતી. તે ફક્ત ઓફિસે જ એકલી જતી હતી. સંગીતાએ કહ્યું, બિલકુલ નહીં, મેં ક્યારેય તેના પર દબાણ કર્યું નહોતું. અમે બંનેને બંધ રૂમમાં સામસામે બેસાડ્યાં હતાં. તેમણે એક કલાક વાત કરી. મેં સોનમને પૂછ્યું કે શું તેને છોકરો ગમે છે? તેણે કહ્યું- હા, મને તે ગમે છે. સોનમની માતાને પૂછ્યું- શું તમને ખબર છે કે રાજ અને સોનમ વચ્ચે કંઈક ચાલી રહ્યું છે? તે રાજ સાથે લગ્ન કરવા માગે છે? સંગીતા રઘુવંશીએ કહ્યું- ના, જો મને ખબર હોત તો શું હું આ થવા દેત? જો મને ખબર હોત તો મેં તેને કહ્યું હોત કે તેને જે છોકરો ગમતો હોય તેની સાથે જ લગ્ન કરે. જ્યારે સોનમે રાજા સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો ત્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેણે ના કહ્યું, આવી કોઈ વાત ક્યારેય થઈ નહોતી. શું તમે સોનમને મળવા માગો છો? જ્યારે સોનમની માતા સંગીતા રઘુવંશીને પૂછવામાં આવ્યું કે તેના જીવનમાં આવેલા ફેરફારો વિશે તેઓ શું વિચારે છે, ત્યારે તેમણે કહ્યું- જો હું તેના વિશે વિચારીશ તો શું થશે? મને કંઈ સમજાતું નથી. એક મહિનો થઈ ગયો છે જ્યારે હું તેના વિશે વિચારી રહી છું. આ શું થઈ ગયું, કેવી રીતે થયું છે? શું તમે સોનમને મળવા માગો છો? આના પર સંગીતાએ કહ્યું- હવે મળીને શું કરવાનું છે? અમારી સામે જે કંઈ આવ્યું, જે કંઈ સાંભળી રહ્યા છીએ… અમે કંઈ કહી શકતાં નથી. તમે જે કંઈ કહી રહ્યા છો, અમે પણ એ જ સાંભળી રહ્યા છીએ. અમે તો હજી વાત કરી નથી. હવે બધું ભગવાનના હાથમાં છે. સોનમ અને રાજને મળશો ત્યારે તમે શું પૂછશો? સંગીતાએ કહ્યું- હું પૂછીશ કે શું થયું? પણ હવે અમે ક્યાં મળીશું… હું ક્યારેય રાજને મળવા માગતી નથી. જો હું તેને મળીશ તો હું બંને પાસેથી જાણવા માગું છું કે તેમણે આવું કેમ કર્યું? તેમણે જ કર્યું છે કે કોઈ બીજાએ? હવે સોનમના પિતા દેવી સિંહ સાથેની વાતચીત વાંચો… સોનમના પિતા દેવી સિંહ રઘુવંશીએ કહ્યું- મને હજુ પણ વિશ્વાસ નથી આવતો. મને સમજાતું નથી કે મારી દીકરી આવું કરી શકે છે. બીજો કોઈ ફોલ્ટ છે. એમાં કોઈ શંકા નથી. એ કદાચ તેમના તરફથી પણ હોઈ શકે છે. મને લાગે છે કે મારી દીકરી આવું ન કરી શકે. તેને બળજબરીથી ઢસેડવામાં આવી રહી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કયા ફોલ્ટ વિશે વાત કરી રહ્યા છે, ત્યારે તેમણે કહ્યું- તેઓ (રાજાનો પરિવાર) મીડિયામાં અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. તેમના તરફથી કોઈને કોઈ ફોલ્ટ હશે. મારી પુત્રી લગ્ન પહેલાં બિલકુલ ઠીક હતી. લગ્ન પછી જ આવું કેમ બન્યું? તેઓ નિવેદનો આપી રહ્યા છે કે તેમણે કંઈક કરાવી દીધું. તેઓ તાંત્રિકોમાં માને છે. દેવી સિંહે કહ્યું- હા. હું મારી દીકરીને એકવાર મળીશ. હું તેને પૂછીશ કે આ બધું કેવી રીતે થયું, કેમ થયું? જો તારે આ જ કરવાનું જ હતું તો તારે અમને એક વાર કહેવું જોઈતું હતું. અમને કહ્યા વિના તે આટલું મોટું પગલું કેવી રીતે ભર્યું? જો તે કહે કે મેં આ નથી કર્યું, તો અમે આગળ જોઈશું કે અમારે શું કરવું જોઈએ? અમે જો તે હા કહે, તો તેને આગળ મળવાનો કોઈ અર્થ નથી. સોનમના પિતાએ કહ્યું – બિલકુલ નહીં. તેઓ બંને આઠ-પંદર દિવસમાં એકાદ વાર મળતા. રાજ જ્યારે પણ ઓફિસ જતો ત્યારે મળતો. રાજનું કામ ગોડાઉનમાં હતું. સોનમનું કામ ઓફિસમાં બેસવાનું હતું. તેઓ ફોન પર વાત કરતા કે ક્યાં માલ મોકલવો, કેટલો મોકલવો… વગેરે. તેઓ આઠ-પંદર દિવસમાં એકવાર રૂબરૂ મળતાં. સોનમનું રાજ સાથે અફેર હતું એ બધી અફવા છે. સોનમ સામે રાજ શું દેખાતો હતો. તે મહિને 17-18 હજાર રૂપિયા કમાતો. મારી દીકરી લાખો રૂપિયા કમાતી. રાજની શું હેસિયત હતી કે સોનમ તેની સાથે લગ્ન કરવાનું કહેતી. તે તેની સાથે કેવી રીતે લગ્ન કરી શકે? તે ક્યાં ને અમે ક્યાં? આટલી સમજણ તો તેનામાં પણ હતી, તે અભણ નહોતી. દેવી સિંહ વધુમાં કહે છે- જો બંને વચ્ચે કોઈ સંબંધ હોત તો તે કોઈ મિત્રને કહેત કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. ગોડાઉનમાં, ઓફિસ, ઘરમાં બધે કેમેરા લાગેલા છે. કેમેરામાં આવું કંઈ ક્યારેય જોવા મળ્યું નથી. જો કંઈ થાય છે, તો તે કંઈ છુપાઈને તો થતું નથી. જો તેઓ ક્યારેય ફરવા જતાં હોત તો અમને પણ ખબર પડી હોત. સોનમ ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે જતી. રાજ પણ ગોડાઉનથી ઘરે અને ઘરેથી ગોડાઉનમાં જતો. અમે જ્યારે તેને ફોન કરતા ત્યારે જ તે ઘરે આવતો. આ બધી બનાવેલી વાતો છે. રાજ ત્રણ વર્ષથી સોનમ પાસે રાખડી બંધાવી રહ્યો હતો. જે રાખડી બંધાવે, તે આવું કરશે? ઇન્દોર આવ્યા પછી સોનમ કેમ છુપાઈને રહી? દેવી સિંહે કહ્યું- આ બધું જુઠ્ઠું છે. છોકરી ઇન્દોર આવી નહોતી. જો છોકરી ઇન્દોર આવી હોત તો તે ઘરે આવી હોત. તે તેનાં માતા-પિતાને મળી હોત. તે મારા ઘરે આવી હોત. અહીં ઇન્દોરમાં તેને કોણ મદદ કરતું હોત? તે મને કહેત કે પપ્પા, આ ભૂલ થઈ ગઈ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ઘટનાના એક મહિના પછી તેઓ શું કહેશે, ત્યારે તેમણે જવાબ આપ્યો – હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. મને કંઈ સમજાતું નથી. કોણે કર્યું અને કોણે નહીં. સોનમના ભાઈ ગોવિંદ રઘુવંશીએ ભાસ્કરને શું કહ્યું? સોનમના ભાઈ ગોવિંદે મેઘાલય પોલીસને અરજી આપીને તેની બહેનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ગોવિંદ કહે છે, અમે સોનમ માટે કોઈ વકીલ રાખ્યો નથી. મેં પોલીસને અરજી આપી છે કે હું સોનમને એકવાર મળવા માગું છું. તમે જ્યારે પણ મને કહેશો ત્યારે હું તેને મળીશ. મારે જાણવું છે કે આ બધા પાછળનું રહસ્ય શું છે? આ બધું કેવી રીતે બન્યું? દુનિયા જાણવા માગે છે, હું પણ જાણવા માગું છું કે આ બધું કેવી રીતે બન્યું? આ પ્લાન કેવી રીતે ઘડવામાં આવ્યો? તેણે શા માટે હત્યા કરી? તેણે કેવી રીતે હત્યા કરી? હું આ બધું જાણવા માગું છું. ગોવિંદે કહ્યું- સોનમ અને રાજ ફેક્ટરીના કામની જવાબદારી પૂરી પ્રામાણિકતાથી નિભાવી રહ્યાં હતાં. તેઓ દરેક બાબતના પુરાવા આપી રહ્યાં હતાં. રાજ જે પણ કામ કરતો હતો એ પણ પૂરી પ્રામાણિકતાથી કરતો હતો. ધરપકડના બે દિવસ પહેલાં તે દુકાનનું 2 લાખ રૂપિયાનું પેમેન્ટ મારા ઘરે લાવ્યો હતો. પેમેન્ટ કોઈ પાર્ટી તરફથી આવ્યું હતું. તે પેમેન્ટ સંભાળતો હતો. સોનમ ઓફિસનું કામ કરતી હતી. તે ગ્રાહક અને કર્મચારીનું મેનેજ કરતી હતી. રાજ વેરહાઉસમાં કામ કરતો હતો. રાજ ડિસ્પેચનું કામ જોતો હતો. કેટલો માલ ક્યાંથી આવી રહ્યો છે અને કેટલો ક્યાં જઈ રહ્યો છે એ જોવાની જવાબદારી રાજની હતી. બંને વચ્ચે 5થી 10 કિલોમીટરનું અંતર હતું. રાજ ઓફિસે નહોતો આવતો, સોનમ ગોડાઉનમાં નહોતી આવતી. તે એક કે બે મહિનામાં એકવાર રાઉન્ડમાં આવતી. રાજા હત્યાકેસ સંબંધિત આ સમાચાર પણ વાંચો… શિલોમના ઘરેથી સોનમનું લેપટોપ અને ઘરેણાં મળ્યાં: પત્ની, બહેન અને સાળીની પણ પૂછપરછ ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી હત્યા કેસની તપાસ કરી રહેલી શિલોંગ પોલીસની SIT એ ઇન્દોરમાં શિલોમ જેમ્સના ઘર અને રતલામમાં સાસરિયાંના ઘરની તપાસ કરી. શિલોમના સાસરિયાંના ઘરેથી સોનમનું લેપટોપ, ઘરેણાં અને પેનડ્રાઇવ જપ્ત કરવામાં આવ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજા અને સોનમની શિલોંગની હનિમૂન ટ્રિપ માટેની ટિકિટ આ લેપટોપથી બુક કરવામાં આવી હતી. તેની બ્રાઉઝર હિસ્ટ્રી પણ ડિલિટ કરવામાં આવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…

​આ બધી અફવાઓ છે. સોનમનું રાજ સાથે અફેર હતું એ પાયાવિહોણું જૂઠાણું છે. 17-18 હજાર રૂપિયા કમાતો રાજ, મારી દીકરી લાખો રૂપિયા કમાતી હતી. રાજમાં શું હતું કે સોનમ તેની સાથે લગ્ન કરવા માટે હા કહેશે? તે શું જોઈને આવું કરશે? તે ક્યાં ને અમે ક્યાં ? આ શબ્દો સોનમ રઘુવંશીના પિતા દેવી સિંહના છે. મેઘાલયમાં હનિમૂન દરમિયાન રાજા રઘુવંશીની હત્યા પછી પહેલીવાર સોનમનાં માતા અને પિતાએ દિવ્ય ભાસ્કર સાથે ખૂલીને વાત કરી છે. સોનમનાં માતા-પિતા અને ભાઈ તેને એકવાર પૂછવા માગે છે કે છેવટે રાજાને કોણે માર્યો? તેણે તેને કેમ માર્યો? તેમજ આખો પરિવાર રાજ સાથેના તેના અફેરના સવાલને નકારી રહ્યો છે. ખરેખર રાજા હત્યાકેસમાં સોનમના પરિવાર પર સવાલો ઊભા થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે સોનમનાં માતા-પિતાને તેમની પુત્રીના અફેરની જાણ હતી, પરંતુ તેમણે બળજબરીથી તેમની પુત્રીના લગ્ન રાજા રઘુવંશી સાથે કરાવી દીધા. શરૂઆતમાં સોનમની માતા સંગીતા રઘુવંશીએ વાત કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પછીથી આખા પરિવારે વાત કરી. સોનમની માતા સંગીતા રઘુવંશી સાથેની વાતચીત વિગતવાર વાંચો … સોનમની માતા સંગીતા રઘુવંશીએ કહ્યું હતું કે ફેબ્રુઆરી મહિનાની વાત હશે. અમને રાજાની માતાનો ફોન આવ્યો. તેમણે રઘુવંશી સમુદાય પાસેથી માહિતી મેળવી હશે. તેમણે કહ્યું, તમારી દીકરીને પણ મંગળ છે, અમારો દીકરાને પણ મંગળ છે. અમે કહ્યું, ઠીક છે. પહેલા અમે તેમના ઘરે ગયા. બધાને મળ્યા. અમને પરિવાર ગમ્યો. ત્યાર બાદ તેઓ અમારા ઘરે આવ્યા. જ્યારે આ સંબંધની વાતો ચાલી રહી હતી ત્યારે રાજા અને સોનમ બંનેને પૂછવામાં આવ્યું કે શું તેઓ લગ્ન કરવા માગે છે. બંને એકબીજાને પસંદ કરતાં હતાં. આ પછી સંબંધ નક્કી થયો અને લગ્ન નક્કી થયાં પછી મેં રાજા સાથે પણ વાત કરી. સોનમ અને રાજા એક-બેવાર ખરીદી કરવા ગયાં. અમે રાજાને બજારમાં પણ મળ્યા. તેની માતા પણ બજારમાં મળી હતી. સાસરામાંથી પાછા ફર્યા પછી સોનમ ખુશ હતી. તે અમારી સાથે સારી રીતે વાત કરી રહી હતી. તે તેનાં માતા-પિતાના ઘરે ફક્ત બે-ચાર દિવસ રહી, પછી તેમણે હનિમૂન પર જવાનો પ્લાન બનાવ્યો. શું તેમને ખબર હતી કે તેઓ બંને ટ્રિપ પર જઈ રહ્યાં છે? તો તેમણે કહ્યું- જવાના એક દિવસ પહેલાં તેમણે મને કહ્યું હતું કે અમે ફરવા જઈ રહ્યાં છીએ. અમે ત્યાં કામાખ્યા દેવીનાં દર્શન કરીશું. સોનમે કહ્યું હતું કે રાજાએ ટિકિટ બુક કરાવી છે. તે કોઈની સાથે વધારે વાત કરતી નહોતી. જ્યારે તે સ્કૂલે જતી હતી ત્યારે સ્કૂલથી પાછા ફર્યા પછી ઘરે જ રહેતી હતી. જ્યારે તેણે સ્કૂલ છોડી દીધી ત્યારે તેના ભાઈ સાથે ઓફિસ જવાનું શરૂ કર્યું. તે સવારે 10 વાગ્યે ઓફિસ જતી હતી અને સાંજે 7 વાગ્યા સુધીમાં ઘરે પાછી આવી જતી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું સોનમ જીદ્દી હતી? તેમણે કહ્યું- તે ક્યારેય ક્યાંય એકલી જતી નહોતી. તે હંમેશાં મારી સાથે જતી હતી. તે ફક્ત ઓફિસે જ એકલી જતી હતી. સંગીતાએ કહ્યું, બિલકુલ નહીં, મેં ક્યારેય તેના પર દબાણ કર્યું નહોતું. અમે બંનેને બંધ રૂમમાં સામસામે બેસાડ્યાં હતાં. તેમણે એક કલાક વાત કરી. મેં સોનમને પૂછ્યું કે શું તેને છોકરો ગમે છે? તેણે કહ્યું- હા, મને તે ગમે છે. સોનમની માતાને પૂછ્યું- શું તમને ખબર છે કે રાજ અને સોનમ વચ્ચે કંઈક ચાલી રહ્યું છે? તે રાજ સાથે લગ્ન કરવા માગે છે? સંગીતા રઘુવંશીએ કહ્યું- ના, જો મને ખબર હોત તો શું હું આ થવા દેત? જો મને ખબર હોત તો મેં તેને કહ્યું હોત કે તેને જે છોકરો ગમતો હોય તેની સાથે જ લગ્ન કરે. જ્યારે સોનમે રાજા સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો ત્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેણે ના કહ્યું, આવી કોઈ વાત ક્યારેય થઈ નહોતી. શું તમે સોનમને મળવા માગો છો? જ્યારે સોનમની માતા સંગીતા રઘુવંશીને પૂછવામાં આવ્યું કે તેના જીવનમાં આવેલા ફેરફારો વિશે તેઓ શું વિચારે છે, ત્યારે તેમણે કહ્યું- જો હું તેના વિશે વિચારીશ તો શું થશે? મને કંઈ સમજાતું નથી. એક મહિનો થઈ ગયો છે જ્યારે હું તેના વિશે વિચારી રહી છું. આ શું થઈ ગયું, કેવી રીતે થયું છે? શું તમે સોનમને મળવા માગો છો? આના પર સંગીતાએ કહ્યું- હવે મળીને શું કરવાનું છે? અમારી સામે જે કંઈ આવ્યું, જે કંઈ સાંભળી રહ્યા છીએ… અમે કંઈ કહી શકતાં નથી. તમે જે કંઈ કહી રહ્યા છો, અમે પણ એ જ સાંભળી રહ્યા છીએ. અમે તો હજી વાત કરી નથી. હવે બધું ભગવાનના હાથમાં છે. સોનમ અને રાજને મળશો ત્યારે તમે શું પૂછશો? સંગીતાએ કહ્યું- હું પૂછીશ કે શું થયું? પણ હવે અમે ક્યાં મળીશું… હું ક્યારેય રાજને મળવા માગતી નથી. જો હું તેને મળીશ તો હું બંને પાસેથી જાણવા માગું છું કે તેમણે આવું કેમ કર્યું? તેમણે જ કર્યું છે કે કોઈ બીજાએ? હવે સોનમના પિતા દેવી સિંહ સાથેની વાતચીત વાંચો… સોનમના પિતા દેવી સિંહ રઘુવંશીએ કહ્યું- મને હજુ પણ વિશ્વાસ નથી આવતો. મને સમજાતું નથી કે મારી દીકરી આવું કરી શકે છે. બીજો કોઈ ફોલ્ટ છે. એમાં કોઈ શંકા નથી. એ કદાચ તેમના તરફથી પણ હોઈ શકે છે. મને લાગે છે કે મારી દીકરી આવું ન કરી શકે. તેને બળજબરીથી ઢસેડવામાં આવી રહી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કયા ફોલ્ટ વિશે વાત કરી રહ્યા છે, ત્યારે તેમણે કહ્યું- તેઓ (રાજાનો પરિવાર) મીડિયામાં અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. તેમના તરફથી કોઈને કોઈ ફોલ્ટ હશે. મારી પુત્રી લગ્ન પહેલાં બિલકુલ ઠીક હતી. લગ્ન પછી જ આવું કેમ બન્યું? તેઓ નિવેદનો આપી રહ્યા છે કે તેમણે કંઈક કરાવી દીધું. તેઓ તાંત્રિકોમાં માને છે. દેવી સિંહે કહ્યું- હા. હું મારી દીકરીને એકવાર મળીશ. હું તેને પૂછીશ કે આ બધું કેવી રીતે થયું, કેમ થયું? જો તારે આ જ કરવાનું જ હતું તો તારે અમને એક વાર કહેવું જોઈતું હતું. અમને કહ્યા વિના તે આટલું મોટું પગલું કેવી રીતે ભર્યું? જો તે કહે કે મેં આ નથી કર્યું, તો અમે આગળ જોઈશું કે અમારે શું કરવું જોઈએ? અમે જો તે હા કહે, તો તેને આગળ મળવાનો કોઈ અર્થ નથી. સોનમના પિતાએ કહ્યું – બિલકુલ નહીં. તેઓ બંને આઠ-પંદર દિવસમાં એકાદ વાર મળતા. રાજ જ્યારે પણ ઓફિસ જતો ત્યારે મળતો. રાજનું કામ ગોડાઉનમાં હતું. સોનમનું કામ ઓફિસમાં બેસવાનું હતું. તેઓ ફોન પર વાત કરતા કે ક્યાં માલ મોકલવો, કેટલો મોકલવો… વગેરે. તેઓ આઠ-પંદર દિવસમાં એકવાર રૂબરૂ મળતાં. સોનમનું રાજ સાથે અફેર હતું એ બધી અફવા છે. સોનમ સામે રાજ શું દેખાતો હતો. તે મહિને 17-18 હજાર રૂપિયા કમાતો. મારી દીકરી લાખો રૂપિયા કમાતી. રાજની શું હેસિયત હતી કે સોનમ તેની સાથે લગ્ન કરવાનું કહેતી. તે તેની સાથે કેવી રીતે લગ્ન કરી શકે? તે ક્યાં ને અમે ક્યાં? આટલી સમજણ તો તેનામાં પણ હતી, તે અભણ નહોતી. દેવી સિંહ વધુમાં કહે છે- જો બંને વચ્ચે કોઈ સંબંધ હોત તો તે કોઈ મિત્રને કહેત કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. ગોડાઉનમાં, ઓફિસ, ઘરમાં બધે કેમેરા લાગેલા છે. કેમેરામાં આવું કંઈ ક્યારેય જોવા મળ્યું નથી. જો કંઈ થાય છે, તો તે કંઈ છુપાઈને તો થતું નથી. જો તેઓ ક્યારેય ફરવા જતાં હોત તો અમને પણ ખબર પડી હોત. સોનમ ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે જતી. રાજ પણ ગોડાઉનથી ઘરે અને ઘરેથી ગોડાઉનમાં જતો. અમે જ્યારે તેને ફોન કરતા ત્યારે જ તે ઘરે આવતો. આ બધી બનાવેલી વાતો છે. રાજ ત્રણ વર્ષથી સોનમ પાસે રાખડી બંધાવી રહ્યો હતો. જે રાખડી બંધાવે, તે આવું કરશે? ઇન્દોર આવ્યા પછી સોનમ કેમ છુપાઈને રહી? દેવી સિંહે કહ્યું- આ બધું જુઠ્ઠું છે. છોકરી ઇન્દોર આવી નહોતી. જો છોકરી ઇન્દોર આવી હોત તો તે ઘરે આવી હોત. તે તેનાં માતા-પિતાને મળી હોત. તે મારા ઘરે આવી હોત. અહીં ઇન્દોરમાં તેને કોણ મદદ કરતું હોત? તે મને કહેત કે પપ્પા, આ ભૂલ થઈ ગઈ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ઘટનાના એક મહિના પછી તેઓ શું કહેશે, ત્યારે તેમણે જવાબ આપ્યો – હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. મને કંઈ સમજાતું નથી. કોણે કર્યું અને કોણે નહીં. સોનમના ભાઈ ગોવિંદ રઘુવંશીએ ભાસ્કરને શું કહ્યું? સોનમના ભાઈ ગોવિંદે મેઘાલય પોલીસને અરજી આપીને તેની બહેનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ગોવિંદ કહે છે, અમે સોનમ માટે કોઈ વકીલ રાખ્યો નથી. મેં પોલીસને અરજી આપી છે કે હું સોનમને એકવાર મળવા માગું છું. તમે જ્યારે પણ મને કહેશો ત્યારે હું તેને મળીશ. મારે જાણવું છે કે આ બધા પાછળનું રહસ્ય શું છે? આ બધું કેવી રીતે બન્યું? દુનિયા જાણવા માગે છે, હું પણ જાણવા માગું છું કે આ બધું કેવી રીતે બન્યું? આ પ્લાન કેવી રીતે ઘડવામાં આવ્યો? તેણે શા માટે હત્યા કરી? તેણે કેવી રીતે હત્યા કરી? હું આ બધું જાણવા માગું છું. ગોવિંદે કહ્યું- સોનમ અને રાજ ફેક્ટરીના કામની જવાબદારી પૂરી પ્રામાણિકતાથી નિભાવી રહ્યાં હતાં. તેઓ દરેક બાબતના પુરાવા આપી રહ્યાં હતાં. રાજ જે પણ કામ કરતો હતો એ પણ પૂરી પ્રામાણિકતાથી કરતો હતો. ધરપકડના બે દિવસ પહેલાં તે દુકાનનું 2 લાખ રૂપિયાનું પેમેન્ટ મારા ઘરે લાવ્યો હતો. પેમેન્ટ કોઈ પાર્ટી તરફથી આવ્યું હતું. તે પેમેન્ટ સંભાળતો હતો. સોનમ ઓફિસનું કામ કરતી હતી. તે ગ્રાહક અને કર્મચારીનું મેનેજ કરતી હતી. રાજ વેરહાઉસમાં કામ કરતો હતો. રાજ ડિસ્પેચનું કામ જોતો હતો. કેટલો માલ ક્યાંથી આવી રહ્યો છે અને કેટલો ક્યાં જઈ રહ્યો છે એ જોવાની જવાબદારી રાજની હતી. બંને વચ્ચે 5થી 10 કિલોમીટરનું અંતર હતું. રાજ ઓફિસે નહોતો આવતો, સોનમ ગોડાઉનમાં નહોતી આવતી. તે એક કે બે મહિનામાં એકવાર રાઉન્ડમાં આવતી. રાજા હત્યાકેસ સંબંધિત આ સમાચાર પણ વાંચો… શિલોમના ઘરેથી સોનમનું લેપટોપ અને ઘરેણાં મળ્યાં: પત્ની, બહેન અને સાળીની પણ પૂછપરછ ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી હત્યા કેસની તપાસ કરી રહેલી શિલોંગ પોલીસની SIT એ ઇન્દોરમાં શિલોમ જેમ્સના ઘર અને રતલામમાં સાસરિયાંના ઘરની તપાસ કરી. શિલોમના સાસરિયાંના ઘરેથી સોનમનું લેપટોપ, ઘરેણાં અને પેનડ્રાઇવ જપ્ત કરવામાં આવ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજા અને સોનમની શિલોંગની હનિમૂન ટ્રિપ માટેની ટિકિટ આ લેપટોપથી બુક કરવામાં આવી હતી. તેની બ્રાઉઝર હિસ્ટ્રી પણ ડિલિટ કરવામાં આવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો… 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *