દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવાં પહાડી રાજ્યોમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. હિમાચલના મંડીમાં 4 સ્થળે વાદળો ફાટ્યાં હતાં. કુકલાહમાં પુલ સહિત અનેક વાહનો તણાઈ ગયા હતા. અહીં ભૂસ્ખલન બાદ ટેકરીનો કાટમાળ મનાલી-મંડી ફોર લેન હાઇવે પર બનેલી ટનલ પર પડ્યો હતો. આગળના ફોટામાં વરસાદથી લઈને વિનાશ સુધીની પરિસ્થિતિ જુઓ… હિમાચલ પ્રદેશ વાદળ ફાટવાથી તબાહી, ઘરો, વાહનો અને પુલ ધોવાયાં સમગ્ર હિમાચલ પ્રદેશમાં છેલ્લા 48 કલાકથી વરસાદ ચાલુ છે. સોમવારે સવારે હિમાચલના મંડીમાં 4 સ્થળે વાદળો ફાટ્યાં હતાં. કુકલાહમાં પુલ સહિત અનેક વાહનો તણાઈ ગયાં હતાં. ઘરની જગ્યાએ ફક્ત કાટમાળ જ દેખાઈ રહ્યો છે. મંડી શહેરમાં નાળાં છલકાઈ રહ્યાં છે. અત્યારસુધીમાં 3 લોકોનાં મોત થયાં છે, જ્યારે 10થી વધુ લોકો ગુમ છે. અહીં ભૂસ્ખલન બાદ મનાલી-મંડી ફોરલેન હાઇવે પર બનેલી સુરંગ પર કાટમાળ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે હિમાચલમાં વરસાદ માટે રેડ એલર્ટ છે. ઉત્તરાખંડ: બદ્રીનાથ હાઇવે પર જામ, ઉત્તરકાશીમાં કામદાર ગુમ હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ છે. બાગેશ્વર જિલ્લામાં સરયૂ નદી પૂરની સ્થિતિમાં છે. ઉત્તરકાશીના સિલાઈ બંધ પાસે વાદળ ફાટવાની ઘટનામાં ગુમ થયેલા લોકો માટે બચાવ કામગીરી ત્રીજા દિવસે પણ ચાલુ છે.