ઇંગ્લેન્ડે બીજી યુથ વન-ડેમાં ભારતની અંડર-19 ટીમને એક વિકેટથી હરાવી છે. આ જીત સાથે ઇંગ્લેન્ડે પાંચ મેચની વન-ડે સિરીઝ 1-1થી બરાબર કરી લીધી. ભારતે પહેલી મેચ જીતી હતી. સોમવારે નોર્થમ્પ્ટનમાં રમાયેલી મેચમાં, ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 49 ઓવરમાં 10 વિકેટે 290 રન બનાવ્યા હતા. જેમાં વિહાન મલ્હોત્રાએ સૌથી વધુ 49 રન બનાવ્યા હતા.
જવાબમાં, ઇંગ્લેન્ડે 49.3 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 291 રન બનાવ્યા અને મેચ જીતી લીધી. કેપ્ટન આયુષ મ્હાત્રે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો
ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રે પહેલા બોલ પર આઉટ થઈ ગયો. એલેક્સ ફ્રેન્ચે તેને બોલ્ડ કર્યો. ખરાબ શરૂઆત છતાં, વૈભવ સૂર્યવંશી અને વિહાન મલ્હોત્રાએ ઇનિંગ્સ સંભાળી. ભારતની બીજી વિકેટ 69 રન પર પડી. સૂર્યવંશી 35 બોલમાં 45 રન બનાવીને આઉટ થયો. વિહાન પણ 119 રનના સ્કોર પર આઉટ થયો. તેણે 68 બોલનો સામનો કરીને 49 રન બનાવ્યા. આ પછી મૌલ્યરાજસિંહ ચાવડા અને અભિજ્ઞાન કુંડુએ ઇનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કર્યો. ચાવડાને એલેક્સ ગ્રીને બોલ્ડ કર્યો. તે 43 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે કુંડુ 41 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 32 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રાહુલ કુમાર અને કનિષ્ક ચૌહાણે પણ ભારતને 290 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી. રાહુલે 47 બોલમાં 47 રન અને કનિષ્ક ચૌહાણે 40 બોલમાં 45 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ તરફથી એલેક્સ ફ્રેન્ચે સૌથી વધુ 4 વિકેટ લીધી જ્યારે જેક હોમ અને એલેક્સ ગ્રીને 3-3 વિકેટ લીધી. કેપ્ટન થોમસ રિયુની વિનિંગ સેન્ચુરી
291 રનના ટાર્ગેટને ચેઝ કરતી વખતે ઇંગ્લેન્ડના કેપ્ટન થોમસ રિયુએ સદી ફટકારીને ટીમને વિજય તરફ દોરી હતી. તેણે 89 બોલમાં 131 રન બનાવ્યા હતા. અગાઉ ઇંગ્લેન્ડે 47 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ થોમસ રિયુ અને રોકી ફ્લિન્ટોફે ઇનિંગ સંભાળી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 128 બોલમાં 123 રનની ભાગીદારી થઈ. રોકી ફ્લિન્ટોફે 68 બોલમાં 39 રન બનાવ્યા. તેના સિવાય જોસેફ મોર્સે 13 રન, રાલ્ફી આલ્બર્ટે 18 રન, જેક હોમે 3 રન અને એલેક્સ ગ્રીને 12 રન બનાવ્યા. ભારત તરફથી આરએસ અંબરીશે 4 વિકેટ લીધી જ્યારે હેનિલ પટેલ અને યુદ્ધજીત ગુહાએ 2-2 વિકેટ લીધી. આ ઉપરાંત કનિષ્ક ચૌહાણે એક વિકેટ લીધી.