P24 News Gujarat

ગુજરાતી ફિલ્મ ‘મહારાણી’નું પોસ્ટર રિલીઝ:લીડ રોલમાં માનસી પારેખ-શ્રદ્ઘા ડાંગર, પહેલી ઓગસ્ટે થિયેટરમાં આવશે

ગુજરાતી ફિલ્મ ‘મહારાણી’નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની જાહેરાત બે મહિના પહેલા કરવામાં આવી હતી. ફિલ્મ પહેલી ઓગસ્ટ, 2025એ રિલીઝ થશે. ગુજરાતી ચાહકો આ ફિલ્મ અંગે ખાસ્સા ઉત્સુક છે. પોસ્ટરમાં બે મહિલાઓ બતાવવામાં આવી છે, જેમાં લેપટોપ સ્ક્રીન આગળ માનસી પારેખ તથા હાથમાં અલગ-અલગ વસ્તુઓ પકડી શ્રદ્ધા ડાંગર ઊભી છે. શ્રદ્ધા ડાંગરનું પાત્ર એક મહિલાની વિવિધ ભૂમિકાઓ હોવાનો ઉલ્લેખ કરે છે. આજની મહિલા કેવી રીતે ઘર ને કામ વચ્ચે બેલેન્સ જાળવે છે તે આ ફિલ્મના હાર્દ છે. ફિલ્મ વીમેન એમ્પાવરમેન્ટની વાત કરે છે. પેનારોમા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત ‘મહારાણી’નું પ્રોડક્શન મંકી ગોડ એન્ટરટેઈનમેન્ટ, સમિટ સ્ટુડિયો અને એક્કા એન્ટરટેઈનમેન્ટ હેઠળ થયું છે. આ ફિલ્મના પ્રોડ્યુસર્સ કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, પ્રિતેશ ઠક્કર, મધુ શર્મા અને વિરલ શાહ તથા કો-પ્રોડ્યુસર્સ મુરલીધર છટવાની, ચંદ્રેશ ભાનુશાલી, સુચિન આહલુવાલિયા અને માસુમેહ માખીજા છે. કલાકારોની વાત કરીએ તો, માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરડિયા છે. આ ફિલ્મનું ડિરેક્શન નેશનલ અવૉર્ડ વિનર વિરલ શાહે કર્યું છે અને ફિલ્મની સ્ટોરી રામ મોરી ને હાર્દિક સાંગાણીએ લખી છે.

​ગુજરાતી ફિલ્મ ‘મહારાણી’નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની જાહેરાત બે મહિના પહેલા કરવામાં આવી હતી. ફિલ્મ પહેલી ઓગસ્ટ, 2025એ રિલીઝ થશે. ગુજરાતી ચાહકો આ ફિલ્મ અંગે ખાસ્સા ઉત્સુક છે. પોસ્ટરમાં બે મહિલાઓ બતાવવામાં આવી છે, જેમાં લેપટોપ સ્ક્રીન આગળ માનસી પારેખ તથા હાથમાં અલગ-અલગ વસ્તુઓ પકડી શ્રદ્ધા ડાંગર ઊભી છે. શ્રદ્ધા ડાંગરનું પાત્ર એક મહિલાની વિવિધ ભૂમિકાઓ હોવાનો ઉલ્લેખ કરે છે. આજની મહિલા કેવી રીતે ઘર ને કામ વચ્ચે બેલેન્સ જાળવે છે તે આ ફિલ્મના હાર્દ છે. ફિલ્મ વીમેન એમ્પાવરમેન્ટની વાત કરે છે. પેનારોમા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત ‘મહારાણી’નું પ્રોડક્શન મંકી ગોડ એન્ટરટેઈનમેન્ટ, સમિટ સ્ટુડિયો અને એક્કા એન્ટરટેઈનમેન્ટ હેઠળ થયું છે. આ ફિલ્મના પ્રોડ્યુસર્સ કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, પ્રિતેશ ઠક્કર, મધુ શર્મા અને વિરલ શાહ તથા કો-પ્રોડ્યુસર્સ મુરલીધર છટવાની, ચંદ્રેશ ભાનુશાલી, સુચિન આહલુવાલિયા અને માસુમેહ માખીજા છે. કલાકારોની વાત કરીએ તો, માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરડિયા છે. આ ફિલ્મનું ડિરેક્શન નેશનલ અવૉર્ડ વિનર વિરલ શાહે કર્યું છે અને ફિલ્મની સ્ટોરી રામ મોરી ને હાર્દિક સાંગાણીએ લખી છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *