ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ 2 જુલાઈથી બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાશે. 143 વર્ષ જૂના આ ઐતિહાસિક મેદાન પર ભારતીય ટીમનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. ટીમને આ મેદાન પર એક પણ જીત મળી નથી. હાલમાં, શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ 5 મેચોની સીરિઝમાં 1-0થી પાછળ છે. ટીમને પહેલી ટેસ્ટમાં 5 વિકેટની હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે બીજી ટેસ્ટ જીતવી જ પડશે. વર્તમાન સ્ક્વોડમાં સામેલ 18માંથી 11 ભારતીય ખેલાડીઓને આ મેદાન પર રમવાનો અનુભવ નથી. મેચની ડિટેઇલ્સ, બીજી ટેસ્ટ
ENG Vs IND
તારીખ: 2-6 જુલાઈ, 2025
સ્ટેડિયમ: એજબેસ્ટન, બર્મિંગહામ
સમય: ટૉસ- બપોરે 3:00 વાગ્યે, મેચ શરૂ- બપોરે 3:30 વાગ્યે એજબેસ્ટન મેદાન પર ભારતે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં જીત નથી મેળવી
ભારતીય ટીમ બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર છેલ્લા 58 વર્ષથી ટેસ્ટ મેચ રમી રહી છે. ટીમે અહીં ઇંગ્લેન્ડ સામે પહેલી મેચ 58 વર્ષ અગાઉ 1967માં રમી હતી. ત્યારથી અત્યાર સુધી ભારતીય ટીમે આ મેદાન પર 8 ટેસ્ટ મેચ રમી, પરંતુ કોઈ પણ મેચમાં જીત મળી નથી. ભારતીય ટીમે અહીં 39 વર્ષ પહેલાં 1986માં એક ડ્રો મેચ રમી હતી. ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો, ભારતીય ટીમે ઇંગ્લેન્ડમાં પોતાની સફર 1932માં શરૂ કરી હતી. ત્યારથી અત્યાર સુધી બંને ટીમ વચ્ચે કુલ 137 ટેસ્ટ મેચ રમાઈ છે. તેમાંથી 52 ઇંગ્લેન્ડે જીતી, જ્યારે 35 મેચ ટીમ ઈન્ડિયાએ જીતી. 50 ટેસ્ટ ડ્રો રહી. ભારતે ઇંગ્લેન્ડની ધરતી પર 68 ટેસ્ટ રમી, જેમાંથી માત્ર 9 મેચ જીતી, પરંતુ ટીમે અહીં 22 ટેસ્ટ ડ્રો પણ કરાવી છે. 37 મેચમાં ઇંગ્લેન્ડને જીત મળી. એક વર્ષમાં પંતે સૌથી વધુ રન બનાવ્યા
છેલ્લા એક વર્ષમાં રિષભ પંતે ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 11 મેચમાં 46.45ની એવરેજથી 929 રન ફટકાર્યા છે. એટલું જ નહીં, પંતે પાછલી મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. તેના સિવાય, યશસ્વી જયસ્વાલે 1 જૂન, 2024 પછી ભારત તરફથી 41.66ની એવરેજથી 875 રન બનાવ્યા છે. જયસ્વાલે પાછલી મેચમાં સેન્ચુરીની ઇનિંગ્સ રમી હતી. આ બંને ઉપરાંત, ચાહકોની નજર કેએલ રાહુલ અને કેપ્ટન શુભમન ગિલ પર રહેશે. આ બંનેએ પણ પાછલી મેચમાં સદી ફટકારી હતી. બોલિંગની વાત કરીએ તો, જસપ્રીત બુમરાહ ભારતના પેસ એટેકની આગેવાની કરી શકે છે, જોકે તેના રમવા કે ન રમવા અંગે નિર્ણય થયો નથી. બુમરાહે ગયા એક વર્ષમાં રમેલી 10 મેચમાં 51 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની ઇકોનોમી માત્ર 2.84 રહી છે. બુમરાહ ઉપરાંત ટીમમાં મોહમ્મદ સિરાજ, આકાશદીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને અર્શદીપ સિંહના નામ છે. સ્પિનર્સમાં કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા મહત્ત્વના સાબિત થઈ શકે છે. રૂટે પાછલી મેચમાં ફિફ્ટી ફટકારી હતી
ઇંગ્લેન્ડના અનુભવી બેટર જો રૂટે પાછલા એક વર્ષમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 14 મેચમાં 1351 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 5 અડધી સદી સામેલ છે. રૂટે લીડ્સ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં 28 અને બીજી ઇનિંગ્સમાં અણનમ 53 રન બનાવ્યા હતા. રૂટ ઉપરાંત, પાછલી મેચમાં સદી ફટકારનાર ઓલી પોપ, ઝેક ક્રાઉલી અને હેરી બ્રૂક જેવા બેટર્સ પર પણ નજર રહેશે. પાછલા એક વર્ષની વાત કરીએ તો, ઇંગ્લિશ ટીમ માટે સૌથી વધુ વિકેટ જેમ્સ એટકિન્સને ઝડપી છે. જોકે, તેને બીજી ટેસ્ટની પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યો નથી. સ્પિનર શોએબ બશીરનું નામ તેના પછી આવે છે. બશીરે 14 મેચમાં 44 વિકેટ લીધી છે. પિચ રિપોર્ટ: ટૉસ જીત્યા પછી બોલિંગ કરવાનું પસંદ કરશે
સામાન્ય રીતે એજબેસ્ટન સ્ટેડિયમની પિચ બેટર્સને સપોર્ટ કરે છે, પરંતુ અહીં ટૉસ જીતનાર ટીમ બોલિંગ કરવાનું પસંદ કરશે. 1882માં બનેલા આ મેદાન પર અત્યાર સુધીમાં 60 ટેસ્ટ મેચ રમાઈ છે. આમાંથી 19 મેચ પહેલા બેટિંગ કરનારી ટીમે જીતી છે, જ્યારે 23 મેચ પહેલા બોલિંગ કરનારી ટીમે જીતી છે. મેદાન પર પ્રથમ ઇનિંગમાં સરેરાશ સ્કોર 302 રન છે, જ્યારે બીજા ઇનિંગમાં સરેરાશ સ્કોર 315 રન છે. આ એ જ મેદાન છે જ્યાં ઇંગ્લેન્ડે 2022માં ભારત સામે 378 રનનો સ્કોર કર્યો હતો. આ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો સૌથી મોટો રન ચેઝ છે. વેધર રિપોર્ટ: 5માંથી 3 દિવસ વરસાદની શક્યતા
બર્મિંગહામમાં રમાનારી આ મેચમાં વરસાદની સંભાવના છે. ટેસ્ટ મેચના પહેલા અને બીજા દિવસે 80%થી વધુ વરસાદની શક્યતા છે. ત્રીજા દિવસે હવામાન ચોખ્ખું રહેશે, પરંતુ ચોથા અને પાંચમા દિવસે ફરી વરસાદની આગાહી છે. ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર નહીં પ્લેઇંગ-11: બેન સ્ટોક્સ (કેપ્ટન), ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર. ભારતની સંભવિત પ્લેઇંગ-11: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.