P24 News Gujarat

Editor’s View: મોદી, ટ્રમ્પ ને મમદાની:33 વર્ષના યુવાન પર બે મોટા નેતાની નજર, ન્યૂયોર્કના મેયરનો જંગ જીતવા ઝોહરાને ભારત મોડલ અપનાવ્યું, ગુજરાત સાથે ખાસ કનેક્શન

અમેરિકામાં જ નહીં, ભારત, પાકિસ્તાનમાં ને દુનિયાભરના સોશિયલ મીડિયામાં એક નામ ચર્ચામાં છે. 33 વર્ષના ઝોહરાન મમદાની. આ નામ એટલે ચર્ચામાં છે, કારણ કે ઝોહરાન મમદાની અમેરિકાની આર્થિક રાજધાની ન્યૂયોર્કના મેયરની ચૂંટણી લડી રહ્યા છે. પ્રાઈમરી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે મમદાની નક્કી થઈ ગયા છે. હવે તેમની સામે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર લડશે. ન્યૂયોર્કના મેયરની ચૂંટણી 4 નવેમ્બર, 2025ના દિવસે છે. ન્યૂયોર્કનું મેયર પદ મેળવવું એ કોઈ નાનું પદ નથી. આજે વાત ઝોહરાન મમદાનીની… નમસ્કાર, ઝોહરાન મમદાની ટ્રમ્પની વિરોધી પાર્ટીના ઉમેદવાર છે, એટલે ડોનાલ્ડ ટ્રમ્પ નથી ઈચ્છતા કે તેની વિરોધી પાર્ટીનો કોઈ ઉમેદવાર મેયર બની જાય. બીજું, ટ્રમ્પને તો એ વાત પણ ખૂંચે એવી છે કે ઝોહરાન મમદાની અમેરિકન મૂળના નથી. તેઓ ગુજરાતી મુસ્લિમ પરિવારમાંથી આવે છે. તેમનો જન્મ યુગાન્ડામાં થયો. સાત વર્ષ પહેલાં જ અમેરિકાની સિટિઝનશિપ મળી. પિતા મુસ્લિમ છે. માતા હિન્દુ છે. એવી રીતે નરેન્દ્ર મોદી પણ નહીં ઈચ્છે કે ઝોહરામ મમદાની મેયર બને, કારણ કે ન્યૂયોર્કની ચૂંટણીમાં મમદાનીએ ગોધરાનાં તોફાનોને યાદ કર્યાં. પોતાને ઈન્ડિયન મુસ્લિમ ગણાવીને મુસ્લિમ વોટ બેન્ક કબજે કરવાની રણનીતિ અપનાવી. તેમણે મોદીને ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે સરખાવ્યા. ઝોહરાન મમદાનીનો નેતા તરીકે પોઝિટિવ પોઈન્ટ એ છે કે તેમણે ન્યૂયોર્કના પાયાના મુદ્દા ઉપાડ્યા ને લોકપ્રિય બની ગયા. પહેલા જાણી લો કોણ છે ઝોહરાન મમદાની? ઝોહરાન મમદાનીના પિતા મહેમૂદ મમદાની ગુજરાતના રહેવાસી. તેમણે મુંબઈમાં ફિલ્મમેકર મીરાં નાયર સાથે લગ્ન કર્યા. બંને વર્ષો પહેલાં યુગાન્ડા દેશના કંપાલા શહેરમાં શિફ્ટ થઈ ગયાં. તે સારા લેખક, પ્રોફેસર છે. મીરાં નાયરે સલામ બોમ્બે, મોન્સૂન વેડિંગ જેવી કેટલીક ફિલ્મો બનાવી છે. કંપાલામાં જ 18 ઓક્ટોબર 1991ના દિવસે ઝોહરાનનો જન્મ થયો. ઝોહરાનની ઉંમર 7 વર્ષની હતી ત્યારે પરિવાર ન્યૂયોર્ક શિફ્ટ થઈ ગયો. ન્યૂયોર્કમાં જ ઝોહરાનનું આગળનું એજ્યુકેશન થયું. બેન્ક સ્ટ્રીટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, બ્રોંક્સ હાઈ સ્કૂલ ઓફ સાયન્સ અને બોડોઈન કોલેજમાં આફ્રિકન સ્ટડીઝમાં અભ્યાસ કર્યો. પછી તેઓ મ્યુઝિક તરફ વળ્યા. કેટલાંક મ્યુઝિક આલ્બમ કમ્પોઝ કર્યાં. એ પછી હાઉસિંગ કાઉન્સેલર તરીકે કામ કર્યું. ઘર ખરીદવું હોય, વેચવું હોય કે ભાડે લેવું હોય તો કયા નિયમોનું ધ્યાન રાખવું. લોકોમાં તેઓ હાઉસિંગ સેક્ટરની અવેરનેસ લાવ્યા. 2017માં ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાઈને પોલિટિક્સમાં એન્ટ્રી કરી. 2018માં તેમને અમેરિકાની સિટિઝનશિપ મળી. તેમની પત્ની રમા દુઆ સિરિયન અમેરિકન છે. ન્યૂયોર્કમાં મમદાની પોપ્યુલર કેમ બન્યા? ઝોહરાન મમદાની જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે લોકોની સામે આવ્યા ત્યારે તેમણે લોકોને મળવાનું શરૂ કર્યું. રસ્તા પર માઈક લઈને ઊભા રહે ને રસ્તે નીકળતા લોકો સાથે તેમની સમસ્યાની ચર્ચા કરે. ઘરે-ઘરે જઈને તેઓ લોકોને પૂછે કે ન્યૂયોર્કમાં શું સુધારો કરવાની જરૂર છે? તમારા જીવનમાં શું શું તકલીફો પડી રહી છે? તમે નવા મેયર પાસેથી શું અપેક્ષા રાખો છો? આ સિવાય સોશિયલ મીડિયામાં ઘણી રીલ્સ બનાવી. એ પણ એક નહીં, અલગ અલગ ભાષામાં. હિન્દી, બાંગ્લા, ઉર્દૂ, ઈંગ્લિશમાં રીલ બનાવીને પોપ્યુલર થયા. રીલ્સમાં બોલિવૂડનાં સોન્ગ, બોલિવૂડના ડાયલોગ્સનો ઉપયોગ કર્યો. એટલે માત્ર ન્યૂયોર્કમાં જ નહીં, ભારત-પાકિસ્તાન જેવા દેશોમાં પણ મમદાનીની ચર્ચા થવા લાગી. ન્યૂયોર્કના મેયરની ચૂંટણીનું સ્ટ્રક્ટર જાણી લો 1. પ્રાઈમરી ચૂંટણી: જો કોઈ ઉમેદવાર કોઈ પક્ષ (જેમ કે ડેમોક્રેટ અથવા રિપબ્લિકન) તરફથી ચૂંટણી લડી રહ્યો હોય, તો પહેલા તેણે તે પક્ષની પ્રાઈમરી ચૂંટણી જીતવી પડે. આમાં 5 ઉમેદવાર વચ્ચે ચૂંટણી થાય છે. આમાં જનતા મતદાન નથી કરતી. પાર્ટીના નોંધાયેલા સભ્યો મતદાન કરે છે. ઉમેદવાર નક્કી કરવા આ ચૂંટણી થાય છે. પ્રાઈમરી ચૂંટણીમાં મમદાની પસંદ થઈ ચૂક્યા છે. 2. મુખ્ય ચૂંટણી: પાર્ટી પ્રાઈમરી ચૂંટણી જીત્યા પછી વિવિધ પક્ષોના ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજવામાં આવે છે. (ભારતની જેમ) આમાં વિજેતા ઉમેદવાર મેયર બને છે. સામાન્ય રીતે આ નવેમ્બરના પહેલા મંગળવારે થાય છે. આ વખતે 4 તારીખ આવે છે. આમાં ન્યૂયોર્કની જનતા મતદાન કરે છે. સામાન્ય ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં પછી વિજેતા 1 જાન્યુઆરીએ મેયર તરીકે શપથ લે છે. ઝોહરાન મમદાની સામે પડકારો શું છે? ઝોહરાન મમદાની સામે એક નહીં, પણ ઘણા પડકારો છે. પહેલું તો એ કે ન્યૂયોર્કના વર્તમાન મેયર એરિક એડમ્સ પ્રાઈમરી ચૂંટણી નથી લડ્યા, પણ જે મુખ્ય ચૂંટણીમાં અપક્ષ તરીકે લડવાના છે. બીજો પડકાર એ છે કે આ વખતે પ્રાઈમરી ચૂંટણીમાં ન્યૂયોર્કના પૂર્વ ગવર્નર એન્ડ્રયુ ક્યુઓમો ઊભા હતા. તેઓ આગળ નીકળી શક્યા નહીં. એન્ડ્રયુ ક્યુઓમોના પિતા પણ ગવર્નર હતા. એટલે ક્યુઓમો પરિવારના સમર્થકો ન્યૂયોર્કમાં મોટા પ્રમાણમાં છે. જો એન્ડ્રયુ ક્યુઓમો મુખ્ય ચૂંટણીમાં અપક્ષ તરીકે ઊભા રહે તો મમદાનીને તકલીફ પડી શકે. બીજું, ન્યૂયોર્કમાં રહેતા NRI હિન્દુઓના મત મમદાનીને ન મળે એવું બને. એનાં બે કારણ છે. એક તો તેઓ પોતાની ઓળખ ઈન્ડિયન મુસ્લિમ અને ખાસ કરીને ગુજરાતી મુસ્લિમ તરીકે આપે છે. બીજું, NRI એ મોદી સમર્થકોનો મોટો વર્ગ છે. મમદાની ભારતવિરોધી વાતો કરે છે તો બની શકે કે NRI હિન્દુના મત તેને ન મળે. ટૂંકમાં, મમદાનીને કારણે અમેરિકા જેવા દેશમાં પણ જાતિ આધારિત મતદાન થવા લાગશે. મમદાનીએ ચૂંટણીમાં શું પ્રલોભનો આપ્યાં? ઝોહરાન મમદાનીએ ચૂંટણીપ્રચારમાં શું વાતો કરી? ઝોહરાન મમદાનીએ મેયર પદની ચૂંટણીના પ્રચારમાં જે વાતો કરી એની ચર્ચા ભારતમાં અને ઈઝરાયલમાં થવા લાગી છે. મમદાનીએ તેના ચૂંટણીપ્રચારમાં ખૂલીને કહ્યું હતું કે ન્યૂયોર્ક સતત જાગતું શહેર છે. જાગતા શહેરમાં જાગતા મેયરની જરૂર છે, જે તમારા માટે દર કલાકે લડતો રહે. હું એ મેયર બની શકું છું. હું એ મેયર બનીશ જે કોઈ કોર્પોરેટ જગત સાથે સંકળાયેલો નથી. હું કોઈ બિલિયનર્સનો ઓર્ડર લેનારો મેયર નહીં બનું. યાદ રાખો, અમેરિકામાં કોઈ રાજા નથી, પછી એ ડોનાલ્ડ ટ્રમ્પ હોય, એન્ડ્રયુ ક્યુઓમો હોય કે બંનેને ચૂંટણી માટે ફંડ આપનાર બિલિયનરો કેમ ન હોય. મમદાનીએ ડેમોક્રેટ પાર્ટીમાં રહીને ન તો રિપબ્લિકન પાર્ટીની ભાષામાં આક્રમક રીતે વાત કરી, ડેમોક્રેટ પાર્ટીની જેમ ઢીલી વાત પણ નથી કરી. મમદાની આ બંને પાર્ટીથી અલગ રીતે હટકે વાત કરે છે. મમદાની પોતે અને તેના સમર્થકો લોકો વચ્ચે જાય છે અને પૂછે છે કે તમે ટ્રમ્પને કેમ મત આપ્યો? ડેમોક્રેટિક પાર્ટી ક્યાં પાછળ રહી? આ સર્વે કરી રહ્યા છે. મમદાનીની ટીકા કેમ થઈ રહી છે? ઝોહરાન મમદાનીના કેમ્પેનના લોકો વખાણ કરી રહ્યા છે, પણ તેમની ટીકાય થઈ રહી છે, કારણ કે એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે હું ઈઝરાયલને યહૂદી સ્ટેટ તરીકે નથી જોવા માગતો. અમેરિકામાં જે રીતે સમાનતા છે એવી સમાનતા આખી દુનિયામાં હોવી જોઈએ. તેમના પર યહૂદી ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપ લાગ્યા. એક ઈન્ટરવ્યૂમાં કોઈએ પૂછ્યું કે વડાપ્રધાન મોદી ન્યૂયોર્ક આવે તો શું તેઓ તેમની સાથે જોઈન્ટ પ્રેસ-કોન્ફરન્સ કરશે? તો મમદાનીએ સ્પષ્ટ કહ્યું- ના, હું એવું નહીં કરું. તેમણે મોદીની તુલના ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે કરી દીધી. ઝોહરાન મમદાનીના પોઝિટિવ પોઇન્ટ ઝોહરાન મમદાનીના નેગેટિવ પોઈન્ટ ન્યૂયોર્ક કેમ મહત્ત્વનું શહેર? ન્યૂયોર્ક એવું મહાનગર છે, જ્યાં 200થી વધારે દેશના લોકો મળી જશે. ત્યાં જ સેટલ થઈ ગયા છે. ભારતીય, ચીની, પાકિસ્તાની, આઈરીશ, એક્વાડોરિયન, કોલંબિયન, બાંગ્લાદેશી, યુક્રેનિયન, આર્મેનિયન, રશિયન બધા દેશના લોકો અહીં રહે છે. અહીં રહેતા લોકો 800 ભાષા બોલી શકે છે. ન્યૂયોર્કની વસતિ 85 લાખ છે. તેમાંથી 25 લાખ લોકો તો સારી રીતે અંગ્રેજી પણ નથી બોલી શકતા. અંગ્રેજી સિવાય અહીં અરબી, બાંગ્લા, ચીની, ફ્રેન્ચ, ઈટાલિયન, કોરિયન, પોલિશ, રુસી, સ્પેનિશ, ઉર્દૂ વધારે બોલાય છે. ન્યૂયોર્કમાં 67 ટકા લોકો ભાડે મકાનોમાં રહે છે. ન્યૂયોર્ક શહેરની GDP 2 ટ્રિલિયન ડોલરની છે, જે પાકિસ્તાન જેવા પાંચ દેશો જેટલી છે. ન્યૂયોર્કમાં વોલ સ્ટ્રીટ છે, જે દુનિયાનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે. આ જ ન્યૂયોર્કમાં UNનું હેડક્વાર્ટર છે. અમેરિકાનાં મોટાં મોટાં મીડિયા હાઉસ ન્યૂયોર્કમાં છે. ખુદ પૂર્વ ગવર્નર એન્ડ્ર્યુ ક્યુઓમો 8 હજાર ડોલર મહિનાના ભાડા પર રહે છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલે હેડલાઈન બનાવી હતી કે ન્યૂયોર્કમાં ભાડાંનાં મકાનોની એટલી સમસ્યા છે કે એક સોશિયલ વર્કર આ મુદ્દાના જોરે મેયર બનવા નીકળ્યો છે. ટ્રમ્પે મમદાની પર પ્રહાર કરવાનું ચાલુ કરી દીધું નવેમ્બરમાં ઝોહરાનનો મુકાબલો રાષ્ટ્રપતિ ટ્રમ્પની પાર્ટીના ઉમેદવાર સાથે થશે. ટ્રમ્પે અત્યારથી મમદાની પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ડેમોક્રેટિક પાર્ટીએ બધી હદો પાર કરીને ઝોહરાન મમદાનીની પસંદગી કરી છે. તેમણે ઝોહરાન માટે એક શબ્દ વાપર્યો છે. કોમ્યુનિસ્ટ યુનેટિક. એનો અર્થ થાય છે- કોમ્યુનિસ્ટ પાગલ. કેટલાક રિપબ્લિકન પાર્ટીના નેતાઓ તો એવી ડિમાન્ડ કરી રહ્યા છે કે મમદાની મૂળ અમેરિકન નથી. ગેરકાયદે ઘૂસેલા છે એટલે ડિપોર્ટ કરો. ઝોહરાન મમદાનીનું મુસ્લિમ કાર્ડ ઝોહરાન મમદાની સમાનતાની વાત કરે છે, પણ મુસ્લિમ કાર્ડ રમી લેવા માગે છે, જેમ કે અમેરિકામાં FBIના ડાયરેક્ટર કાશ પટેલ, ગુપ્તચર એજન્સીના ડાયરેક્ટર તુલસી ગબાર્ડ, ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સની પત્ની ઉષા વેન્સ. રાષ્ટ્રપતિ ટ્રમ્પના પૂર્વ સલાહકાર વિવેક રામાસ્વામી હિન્દુ છે. તેમણે ક્યારેય ઈન્ડિયન હિન્દુ તરીકેની ઓળખ આપીને પ્રચાર નથી કર્યો, પણ મમદાનીએ પ્રચારમાં પોતાની ઓળખ ઈન્ડિયન મુસ્લિમ તરીકે આપી. પોતાને ગુજરાતી મુસલમાન ગણાવ્યા. તેઓ ન્યૂયોર્કની 200 મસ્જિદમાં ગયા ને ભારતમાં મુસલમાનો પર અત્યાચાર થાય છે એવી વાત પણ કરી. ન્યૂયોર્કમાં મુસ્લિમ વોટબેન્ક મોટી છે. કહેવાતા ઈન્ડિયન મુસ્લિમને ફંડ પાકિસ્તાન સમર્થિત સંસ્થા આપે છે!! ઝોહરાન મમદાનીએ પ્રાઈમરી ચૂંટણીમાં જે સંસ્થા પાસેથી ફંડ લીધું એનું નામ છે – કાઉન્સિલ ઓન અમેરિકન-ઈસ્લામિક રિલેશન્સ. આ એ જ સંસ્થા છે, જેણે ભારત વિરુદ્ધ ઝુંબેશ ચલાવી હતી. આ સંસ્થા એવું જાહેર કરાવવા માગતી હતી કે ભારતમાં મુસલમાનો પર અત્યાચાર થાય છે અને તેમનું શોષણ થાય છે. ઓપરેશન સિંદૂર પછી આ સંસ્થાએ એવો અપપ્રચાર કર્યો કે ભારતે આતંકી અડ્ડા પર નહીં, પણ પાકિસ્તાનની મસ્જિદો પર હુમલા કર્યા છે. આ સંસ્થા પાકિસ્તાનના ખોળે બેઠેલી છે. હવે વિચારો, મમદાની પોતાને ભારતીય મુસલમાન કહે છે, પણ ફંડ એ સંસ્થા પાસેથી લે છે, જે પાકિસ્તાનતરફી છે. છેલ્લે, પશ્ચિમમાં દુનિયાનાં બે મોટાં શહેર છે. એક લંડન, બીજું ન્યૂયોર્ક. લંડનમાં 9 વર્ષથી પાકિસ્તાની મૂળના સાદ્દિક ખાન મેયર છે. ન્યૂયોર્કમાં પણ મમદાની મેયરની ચૂંટણી જીતી શકે છે. લંડન અને ન્યૂયોર્કમાં બીજી સામ્યતા એ છે કે બંને શહેરોમાં છેલ્લા બે દાયકામાં મુસ્લિમોની વસતિ ખૂબ વધી છે. ન્યૂયોર્કમાં મુસલમાનોની વસતિ 2 ટકાથી વધીને 10 ટકા થઈ ગઈ. લંડનમાં આ વસતિ 8 ટકાથી વધીને 15 ટકા થઈ ગઈ. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

​અમેરિકામાં જ નહીં, ભારત, પાકિસ્તાનમાં ને દુનિયાભરના સોશિયલ મીડિયામાં એક નામ ચર્ચામાં છે. 33 વર્ષના ઝોહરાન મમદાની. આ નામ એટલે ચર્ચામાં છે, કારણ કે ઝોહરાન મમદાની અમેરિકાની આર્થિક રાજધાની ન્યૂયોર્કના મેયરની ચૂંટણી લડી રહ્યા છે. પ્રાઈમરી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે મમદાની નક્કી થઈ ગયા છે. હવે તેમની સામે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર લડશે. ન્યૂયોર્કના મેયરની ચૂંટણી 4 નવેમ્બર, 2025ના દિવસે છે. ન્યૂયોર્કનું મેયર પદ મેળવવું એ કોઈ નાનું પદ નથી. આજે વાત ઝોહરાન મમદાનીની… નમસ્કાર, ઝોહરાન મમદાની ટ્રમ્પની વિરોધી પાર્ટીના ઉમેદવાર છે, એટલે ડોનાલ્ડ ટ્રમ્પ નથી ઈચ્છતા કે તેની વિરોધી પાર્ટીનો કોઈ ઉમેદવાર મેયર બની જાય. બીજું, ટ્રમ્પને તો એ વાત પણ ખૂંચે એવી છે કે ઝોહરાન મમદાની અમેરિકન મૂળના નથી. તેઓ ગુજરાતી મુસ્લિમ પરિવારમાંથી આવે છે. તેમનો જન્મ યુગાન્ડામાં થયો. સાત વર્ષ પહેલાં જ અમેરિકાની સિટિઝનશિપ મળી. પિતા મુસ્લિમ છે. માતા હિન્દુ છે. એવી રીતે નરેન્દ્ર મોદી પણ નહીં ઈચ્છે કે ઝોહરામ મમદાની મેયર બને, કારણ કે ન્યૂયોર્કની ચૂંટણીમાં મમદાનીએ ગોધરાનાં તોફાનોને યાદ કર્યાં. પોતાને ઈન્ડિયન મુસ્લિમ ગણાવીને મુસ્લિમ વોટ બેન્ક કબજે કરવાની રણનીતિ અપનાવી. તેમણે મોદીને ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે સરખાવ્યા. ઝોહરાન મમદાનીનો નેતા તરીકે પોઝિટિવ પોઈન્ટ એ છે કે તેમણે ન્યૂયોર્કના પાયાના મુદ્દા ઉપાડ્યા ને લોકપ્રિય બની ગયા. પહેલા જાણી લો કોણ છે ઝોહરાન મમદાની? ઝોહરાન મમદાનીના પિતા મહેમૂદ મમદાની ગુજરાતના રહેવાસી. તેમણે મુંબઈમાં ફિલ્મમેકર મીરાં નાયર સાથે લગ્ન કર્યા. બંને વર્ષો પહેલાં યુગાન્ડા દેશના કંપાલા શહેરમાં શિફ્ટ થઈ ગયાં. તે સારા લેખક, પ્રોફેસર છે. મીરાં નાયરે સલામ બોમ્બે, મોન્સૂન વેડિંગ જેવી કેટલીક ફિલ્મો બનાવી છે. કંપાલામાં જ 18 ઓક્ટોબર 1991ના દિવસે ઝોહરાનનો જન્મ થયો. ઝોહરાનની ઉંમર 7 વર્ષની હતી ત્યારે પરિવાર ન્યૂયોર્ક શિફ્ટ થઈ ગયો. ન્યૂયોર્કમાં જ ઝોહરાનનું આગળનું એજ્યુકેશન થયું. બેન્ક સ્ટ્રીટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, બ્રોંક્સ હાઈ સ્કૂલ ઓફ સાયન્સ અને બોડોઈન કોલેજમાં આફ્રિકન સ્ટડીઝમાં અભ્યાસ કર્યો. પછી તેઓ મ્યુઝિક તરફ વળ્યા. કેટલાંક મ્યુઝિક આલ્બમ કમ્પોઝ કર્યાં. એ પછી હાઉસિંગ કાઉન્સેલર તરીકે કામ કર્યું. ઘર ખરીદવું હોય, વેચવું હોય કે ભાડે લેવું હોય તો કયા નિયમોનું ધ્યાન રાખવું. લોકોમાં તેઓ હાઉસિંગ સેક્ટરની અવેરનેસ લાવ્યા. 2017માં ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાઈને પોલિટિક્સમાં એન્ટ્રી કરી. 2018માં તેમને અમેરિકાની સિટિઝનશિપ મળી. તેમની પત્ની રમા દુઆ સિરિયન અમેરિકન છે. ન્યૂયોર્કમાં મમદાની પોપ્યુલર કેમ બન્યા? ઝોહરાન મમદાની જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે લોકોની સામે આવ્યા ત્યારે તેમણે લોકોને મળવાનું શરૂ કર્યું. રસ્તા પર માઈક લઈને ઊભા રહે ને રસ્તે નીકળતા લોકો સાથે તેમની સમસ્યાની ચર્ચા કરે. ઘરે-ઘરે જઈને તેઓ લોકોને પૂછે કે ન્યૂયોર્કમાં શું સુધારો કરવાની જરૂર છે? તમારા જીવનમાં શું શું તકલીફો પડી રહી છે? તમે નવા મેયર પાસેથી શું અપેક્ષા રાખો છો? આ સિવાય સોશિયલ મીડિયામાં ઘણી રીલ્સ બનાવી. એ પણ એક નહીં, અલગ અલગ ભાષામાં. હિન્દી, બાંગ્લા, ઉર્દૂ, ઈંગ્લિશમાં રીલ બનાવીને પોપ્યુલર થયા. રીલ્સમાં બોલિવૂડનાં સોન્ગ, બોલિવૂડના ડાયલોગ્સનો ઉપયોગ કર્યો. એટલે માત્ર ન્યૂયોર્કમાં જ નહીં, ભારત-પાકિસ્તાન જેવા દેશોમાં પણ મમદાનીની ચર્ચા થવા લાગી. ન્યૂયોર્કના મેયરની ચૂંટણીનું સ્ટ્રક્ટર જાણી લો 1. પ્રાઈમરી ચૂંટણી: જો કોઈ ઉમેદવાર કોઈ પક્ષ (જેમ કે ડેમોક્રેટ અથવા રિપબ્લિકન) તરફથી ચૂંટણી લડી રહ્યો હોય, તો પહેલા તેણે તે પક્ષની પ્રાઈમરી ચૂંટણી જીતવી પડે. આમાં 5 ઉમેદવાર વચ્ચે ચૂંટણી થાય છે. આમાં જનતા મતદાન નથી કરતી. પાર્ટીના નોંધાયેલા સભ્યો મતદાન કરે છે. ઉમેદવાર નક્કી કરવા આ ચૂંટણી થાય છે. પ્રાઈમરી ચૂંટણીમાં મમદાની પસંદ થઈ ચૂક્યા છે. 2. મુખ્ય ચૂંટણી: પાર્ટી પ્રાઈમરી ચૂંટણી જીત્યા પછી વિવિધ પક્ષોના ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજવામાં આવે છે. (ભારતની જેમ) આમાં વિજેતા ઉમેદવાર મેયર બને છે. સામાન્ય રીતે આ નવેમ્બરના પહેલા મંગળવારે થાય છે. આ વખતે 4 તારીખ આવે છે. આમાં ન્યૂયોર્કની જનતા મતદાન કરે છે. સામાન્ય ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં પછી વિજેતા 1 જાન્યુઆરીએ મેયર તરીકે શપથ લે છે. ઝોહરાન મમદાની સામે પડકારો શું છે? ઝોહરાન મમદાની સામે એક નહીં, પણ ઘણા પડકારો છે. પહેલું તો એ કે ન્યૂયોર્કના વર્તમાન મેયર એરિક એડમ્સ પ્રાઈમરી ચૂંટણી નથી લડ્યા, પણ જે મુખ્ય ચૂંટણીમાં અપક્ષ તરીકે લડવાના છે. બીજો પડકાર એ છે કે આ વખતે પ્રાઈમરી ચૂંટણીમાં ન્યૂયોર્કના પૂર્વ ગવર્નર એન્ડ્રયુ ક્યુઓમો ઊભા હતા. તેઓ આગળ નીકળી શક્યા નહીં. એન્ડ્રયુ ક્યુઓમોના પિતા પણ ગવર્નર હતા. એટલે ક્યુઓમો પરિવારના સમર્થકો ન્યૂયોર્કમાં મોટા પ્રમાણમાં છે. જો એન્ડ્રયુ ક્યુઓમો મુખ્ય ચૂંટણીમાં અપક્ષ તરીકે ઊભા રહે તો મમદાનીને તકલીફ પડી શકે. બીજું, ન્યૂયોર્કમાં રહેતા NRI હિન્દુઓના મત મમદાનીને ન મળે એવું બને. એનાં બે કારણ છે. એક તો તેઓ પોતાની ઓળખ ઈન્ડિયન મુસ્લિમ અને ખાસ કરીને ગુજરાતી મુસ્લિમ તરીકે આપે છે. બીજું, NRI એ મોદી સમર્થકોનો મોટો વર્ગ છે. મમદાની ભારતવિરોધી વાતો કરે છે તો બની શકે કે NRI હિન્દુના મત તેને ન મળે. ટૂંકમાં, મમદાનીને કારણે અમેરિકા જેવા દેશમાં પણ જાતિ આધારિત મતદાન થવા લાગશે. મમદાનીએ ચૂંટણીમાં શું પ્રલોભનો આપ્યાં? ઝોહરાન મમદાનીએ ચૂંટણીપ્રચારમાં શું વાતો કરી? ઝોહરાન મમદાનીએ મેયર પદની ચૂંટણીના પ્રચારમાં જે વાતો કરી એની ચર્ચા ભારતમાં અને ઈઝરાયલમાં થવા લાગી છે. મમદાનીએ તેના ચૂંટણીપ્રચારમાં ખૂલીને કહ્યું હતું કે ન્યૂયોર્ક સતત જાગતું શહેર છે. જાગતા શહેરમાં જાગતા મેયરની જરૂર છે, જે તમારા માટે દર કલાકે લડતો રહે. હું એ મેયર બની શકું છું. હું એ મેયર બનીશ જે કોઈ કોર્પોરેટ જગત સાથે સંકળાયેલો નથી. હું કોઈ બિલિયનર્સનો ઓર્ડર લેનારો મેયર નહીં બનું. યાદ રાખો, અમેરિકામાં કોઈ રાજા નથી, પછી એ ડોનાલ્ડ ટ્રમ્પ હોય, એન્ડ્રયુ ક્યુઓમો હોય કે બંનેને ચૂંટણી માટે ફંડ આપનાર બિલિયનરો કેમ ન હોય. મમદાનીએ ડેમોક્રેટ પાર્ટીમાં રહીને ન તો રિપબ્લિકન પાર્ટીની ભાષામાં આક્રમક રીતે વાત કરી, ડેમોક્રેટ પાર્ટીની જેમ ઢીલી વાત પણ નથી કરી. મમદાની આ બંને પાર્ટીથી અલગ રીતે હટકે વાત કરે છે. મમદાની પોતે અને તેના સમર્થકો લોકો વચ્ચે જાય છે અને પૂછે છે કે તમે ટ્રમ્પને કેમ મત આપ્યો? ડેમોક્રેટિક પાર્ટી ક્યાં પાછળ રહી? આ સર્વે કરી રહ્યા છે. મમદાનીની ટીકા કેમ થઈ રહી છે? ઝોહરાન મમદાનીના કેમ્પેનના લોકો વખાણ કરી રહ્યા છે, પણ તેમની ટીકાય થઈ રહી છે, કારણ કે એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે હું ઈઝરાયલને યહૂદી સ્ટેટ તરીકે નથી જોવા માગતો. અમેરિકામાં જે રીતે સમાનતા છે એવી સમાનતા આખી દુનિયામાં હોવી જોઈએ. તેમના પર યહૂદી ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપ લાગ્યા. એક ઈન્ટરવ્યૂમાં કોઈએ પૂછ્યું કે વડાપ્રધાન મોદી ન્યૂયોર્ક આવે તો શું તેઓ તેમની સાથે જોઈન્ટ પ્રેસ-કોન્ફરન્સ કરશે? તો મમદાનીએ સ્પષ્ટ કહ્યું- ના, હું એવું નહીં કરું. તેમણે મોદીની તુલના ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે કરી દીધી. ઝોહરાન મમદાનીના પોઝિટિવ પોઇન્ટ ઝોહરાન મમદાનીના નેગેટિવ પોઈન્ટ ન્યૂયોર્ક કેમ મહત્ત્વનું શહેર? ન્યૂયોર્ક એવું મહાનગર છે, જ્યાં 200થી વધારે દેશના લોકો મળી જશે. ત્યાં જ સેટલ થઈ ગયા છે. ભારતીય, ચીની, પાકિસ્તાની, આઈરીશ, એક્વાડોરિયન, કોલંબિયન, બાંગ્લાદેશી, યુક્રેનિયન, આર્મેનિયન, રશિયન બધા દેશના લોકો અહીં રહે છે. અહીં રહેતા લોકો 800 ભાષા બોલી શકે છે. ન્યૂયોર્કની વસતિ 85 લાખ છે. તેમાંથી 25 લાખ લોકો તો સારી રીતે અંગ્રેજી પણ નથી બોલી શકતા. અંગ્રેજી સિવાય અહીં અરબી, બાંગ્લા, ચીની, ફ્રેન્ચ, ઈટાલિયન, કોરિયન, પોલિશ, રુસી, સ્પેનિશ, ઉર્દૂ વધારે બોલાય છે. ન્યૂયોર્કમાં 67 ટકા લોકો ભાડે મકાનોમાં રહે છે. ન્યૂયોર્ક શહેરની GDP 2 ટ્રિલિયન ડોલરની છે, જે પાકિસ્તાન જેવા પાંચ દેશો જેટલી છે. ન્યૂયોર્કમાં વોલ સ્ટ્રીટ છે, જે દુનિયાનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે. આ જ ન્યૂયોર્કમાં UNનું હેડક્વાર્ટર છે. અમેરિકાનાં મોટાં મોટાં મીડિયા હાઉસ ન્યૂયોર્કમાં છે. ખુદ પૂર્વ ગવર્નર એન્ડ્ર્યુ ક્યુઓમો 8 હજાર ડોલર મહિનાના ભાડા પર રહે છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલે હેડલાઈન બનાવી હતી કે ન્યૂયોર્કમાં ભાડાંનાં મકાનોની એટલી સમસ્યા છે કે એક સોશિયલ વર્કર આ મુદ્દાના જોરે મેયર બનવા નીકળ્યો છે. ટ્રમ્પે મમદાની પર પ્રહાર કરવાનું ચાલુ કરી દીધું નવેમ્બરમાં ઝોહરાનનો મુકાબલો રાષ્ટ્રપતિ ટ્રમ્પની પાર્ટીના ઉમેદવાર સાથે થશે. ટ્રમ્પે અત્યારથી મમદાની પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ડેમોક્રેટિક પાર્ટીએ બધી હદો પાર કરીને ઝોહરાન મમદાનીની પસંદગી કરી છે. તેમણે ઝોહરાન માટે એક શબ્દ વાપર્યો છે. કોમ્યુનિસ્ટ યુનેટિક. એનો અર્થ થાય છે- કોમ્યુનિસ્ટ પાગલ. કેટલાક રિપબ્લિકન પાર્ટીના નેતાઓ તો એવી ડિમાન્ડ કરી રહ્યા છે કે મમદાની મૂળ અમેરિકન નથી. ગેરકાયદે ઘૂસેલા છે એટલે ડિપોર્ટ કરો. ઝોહરાન મમદાનીનું મુસ્લિમ કાર્ડ ઝોહરાન મમદાની સમાનતાની વાત કરે છે, પણ મુસ્લિમ કાર્ડ રમી લેવા માગે છે, જેમ કે અમેરિકામાં FBIના ડાયરેક્ટર કાશ પટેલ, ગુપ્તચર એજન્સીના ડાયરેક્ટર તુલસી ગબાર્ડ, ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સની પત્ની ઉષા વેન્સ. રાષ્ટ્રપતિ ટ્રમ્પના પૂર્વ સલાહકાર વિવેક રામાસ્વામી હિન્દુ છે. તેમણે ક્યારેય ઈન્ડિયન હિન્દુ તરીકેની ઓળખ આપીને પ્રચાર નથી કર્યો, પણ મમદાનીએ પ્રચારમાં પોતાની ઓળખ ઈન્ડિયન મુસ્લિમ તરીકે આપી. પોતાને ગુજરાતી મુસલમાન ગણાવ્યા. તેઓ ન્યૂયોર્કની 200 મસ્જિદમાં ગયા ને ભારતમાં મુસલમાનો પર અત્યાચાર થાય છે એવી વાત પણ કરી. ન્યૂયોર્કમાં મુસ્લિમ વોટબેન્ક મોટી છે. કહેવાતા ઈન્ડિયન મુસ્લિમને ફંડ પાકિસ્તાન સમર્થિત સંસ્થા આપે છે!! ઝોહરાન મમદાનીએ પ્રાઈમરી ચૂંટણીમાં જે સંસ્થા પાસેથી ફંડ લીધું એનું નામ છે – કાઉન્સિલ ઓન અમેરિકન-ઈસ્લામિક રિલેશન્સ. આ એ જ સંસ્થા છે, જેણે ભારત વિરુદ્ધ ઝુંબેશ ચલાવી હતી. આ સંસ્થા એવું જાહેર કરાવવા માગતી હતી કે ભારતમાં મુસલમાનો પર અત્યાચાર થાય છે અને તેમનું શોષણ થાય છે. ઓપરેશન સિંદૂર પછી આ સંસ્થાએ એવો અપપ્રચાર કર્યો કે ભારતે આતંકી અડ્ડા પર નહીં, પણ પાકિસ્તાનની મસ્જિદો પર હુમલા કર્યા છે. આ સંસ્થા પાકિસ્તાનના ખોળે બેઠેલી છે. હવે વિચારો, મમદાની પોતાને ભારતીય મુસલમાન કહે છે, પણ ફંડ એ સંસ્થા પાસેથી લે છે, જે પાકિસ્તાનતરફી છે. છેલ્લે, પશ્ચિમમાં દુનિયાનાં બે મોટાં શહેર છે. એક લંડન, બીજું ન્યૂયોર્ક. લંડનમાં 9 વર્ષથી પાકિસ્તાની મૂળના સાદ્દિક ખાન મેયર છે. ન્યૂયોર્કમાં પણ મમદાની મેયરની ચૂંટણી જીતી શકે છે. લંડન અને ન્યૂયોર્કમાં બીજી સામ્યતા એ છે કે બંને શહેરોમાં છેલ્લા બે દાયકામાં મુસ્લિમોની વસતિ ખૂબ વધી છે. ન્યૂયોર્કમાં મુસલમાનોની વસતિ 2 ટકાથી વધીને 10 ટકા થઈ ગઈ. લંડનમાં આ વસતિ 8 ટકાથી વધીને 15 ટકા થઈ ગઈ. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી) 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *