બેંગલુરુમાં ભાગદોડની તપાસ કરી રહેલા સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT)એ મંગળવારે જણાવ્યું હતું કે આ અકસ્માત માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) જવાબદાર છે. IPL ટ્રોફી જીત્યા બાદ RCBએ 4 જૂને વિક્ટ્રી પરેડનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 11 લોકોનાં મોત થયાં હતાં અને 75 લોકો ઘાયલ થયા હતા. CATએ કહ્યું હતું કે પોલીસ ભગવાન કે જાદુગર નથી. જો પોલીસને વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય આપવામાં ન આવે તો તે વિશાળ ભીડને નિયંત્રિત કરવાની અપેક્ષા રાખી શકાતી નથી. RCBએ વિક્ટ્રી પરેડ પહેલાં પોલીસની મંજૂરી લીધી ન હતી. અચાનક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી પોસ્ટ કરી, જેના કારણે ભીડ એકઠી થઈ ગઈ. 5 લાખ લોકોની ભીડ ભેગી કરવા માટે ફ્રેન્ચાઇઝી જવાબદાર છે. ટ્રિબ્યુનલે વધુમાં કહ્યું હતું કે રાજ્ય વિધાનસભા પરિસરમાં એક કાર્યક્રમનું પણ આયોજન થયું હતું, જ્યાં પોલીસ તહેનાત કરાઈ હતી. આવી સ્થિતિમાં પોલીસ 12 કલાકમાં બધી વ્યવસ્થા કરી શકે એવી અપેક્ષા રાખી શકાય નહીં. હકીકતમાં IPS અધિકારી વિકાસ કુમારે ભાગદોડ કેસમાં તેમના સસ્પેન્શનને પડકાર્યું હતું. આ પછી CATએ સરકારને નોટિસ જારી કરી અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો. મંગળવારે ટ્રિબ્યુનલે વિકાસનું સસ્પેન્શન રદ કર્યું. ટ્રિબ્યુનલે કહ્યું- પોલીસ પાસે અલાદ્દીનનો ચિરાગ નથી મંગળવારે ટ્રિબ્યુનલે કહ્યું હતું કે સસ્પેન્શન નક્કર પુરાવા પર આધારિત નથી. પોલીસ અધિકારીઓને કોઈપણ પૂરતા પુરાવા કે આધાર વિના સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ આદેશ રદ કરવામાં આવે છે. રાજ્ય સરકારે કહ્યું હતું, RCBએ વિક્ટ્રી પરેડ વિશે માહિતી આપી હતી
સરકારે બેંગલુરુ નાસભાગ કેસમાં ઓલ ઈન્ડિયા સર્વિસીઝ (શિસ્ત અને અપીલ) નિયમો, 1969 હેઠળ 3 IPS અધિકારીને સસ્પેન્ડ કર્યા હતા. કર્ણાટક રાજ્ય પોલીસ નિયમો, 1965 હેઠળ એસીપી અને પીઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આદેશમાં કહ્યું હતું કે RCBના CEOએ 3 જૂને બેંગલુરુ શહેર પોલીસ કમિશનરને જાણ કરી હતી કે તેઓ 4 જૂને વિક્ટ્રી પરેડ અને ઉજવણી કરશે. પોલીસ કમિશનરની ઓફિસ આયોજકોને જવાબ આપી શકી ન હતી. આટલા મોટા કાર્યક્રમની તૈયારી માટે સમયનો અભાવ હોવાનું જણાવી વિજય પરેડને મંજૂરી આપવામાં આવી ન હતી. IPSએ 5 જૂને સસ્પેન્શનને પડકાર્યું હતું કોર્ટ પરનો બોજ ઘટાડવા માટે CATની રચના કરાઈ હતી
ભારત સરકારના કર્મચારીઓને સંડોવતા સેવા વિવાદોના ઉકેલ માટે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT)ની રચના કરવામાં આવી છે. તેમનો હેતુ સરકારી કર્મચારીઓના વિવાદોનો ઝડપી, કાર્યક્ષમ અને નિષ્ણાત રીતે ઉકેલ લાવવાનો છે, જેનાથી કોર્ટ પરનો બોજ ઓછો થાય છે. ટ્રિબ્યુનલમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ સહિત દેશભરમાં અનેક બેન્ચ છે. CATના નિર્ણયો સામે સીધી હાઈકોર્ટમાં અપીલ કરી શકાય છે.