P24 News Gujarat

‘છૂટાછેડા પછી પણ, અમારો સંબંધ સારો હતો’:શેફાલી જરીવાલાના મોત પર પૂર્વ પતિ હરમીત સિંહે વાત કરી, કહ્યું- તે હંમેશા મારા દિલની નજીક રહેશે

શેફાલી જરીવાલાનું 27 જૂનના રોજ અવસાન થયું. તેના અચાનક અવસાનથી દરેકને આઘાત અને દુઃખ છે. એવામાં તેના પહેલા પતિ હરમીત સિંહે શેફાલીના મૃત્યુ વિશે વાત કરી છે અને તેની સાથેની છેલ્લી વાતચીતને પણ યાદ કરી છે. વિકી લાલવાણી સાથે વાત કરતાં હરમીત સિંહે કહ્યું, “મને યાદ છે કે હું લગભગ બે-ત્રણ વર્ષ પહેલાં એક શો માટે બાંગ્લાદેશ ગયો હતો. સની લિયોન અને શેફાલી પણ ત્યાં હતા. અમે ત્રણેય એક પ્રાઈવેટ જેટમાં સાથે પાછા આવ્યા અને શેફાલી અને હું સાથે બેઠા હતા. હા, અમારી ખૂબ લાંબી વાતચીત થઈ.” છૂટાછેડા પછી પણ મિત્રતા અકબંધ રહી
હરમીતે આગળ કહ્યું- લગ્ન તૂટી ગયા અને છૂટાછેડા થયા પછી પણ, અમે એકબીજાનો આદર કરતા હતા. જ્યારે પણ અમે પાર્ટીઓ કે કાર્યક્રમોમાં મળતા ત્યારે અમે એકબીજાનું ખૂબ જ સરસ રીતે સ્વાગત કરતા. જોકે, શેફાલી હવે આ દુનિયામાં નથી એ વાત દિલને હચમચાવી મૂકે તેવી છે. હરમીત સિંહે શેફાલી જરીવાલાના મૃત્યુના સમાચાર પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે- “હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો છું અને શેફાલીના અચાનક અને અકાળ મૃત્યુના સમાચાર પર વિશ્વાસ કરી શકતો નથી. અમે સાથે કેટલાક સુંદર વર્ષો વિતાવ્યા, જે હંમેશા મારા દિલની નજીક રહેશે.” તેણે તેના માતા-પિતા, પતિ પરાગ ત્યાગી અને બહેન શિવાની પ્રત્યે પણ દિલથી સંવેદના વ્યક્ત કરી. શેફાલીએ પરાગ પહેલા સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યાં હતાં
શેફાલી જરીવાલાએ 2004માં મીટ બ્રધર્સની જોડીના સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. 2009માં આ દંપતીના છૂટાછેડા થયા. આ પછી તેણે 2015માં એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યાં હતાં. ‘કાંટા લગા’ મ્યુઝિક વીડિયોથી સ્ટારડમ મળ્યું
શેફાલીએ 19 વર્ષની ઉંમરે ‘કાંટા લગા’ મ્યુઝિક વીડિયોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેના કારણે તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ ગીતમાં તેની બોલ્ડ સ્ટાઇલ અને ડાન્સિંગ સ્ટાઇલે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

​શેફાલી જરીવાલાનું 27 જૂનના રોજ અવસાન થયું. તેના અચાનક અવસાનથી દરેકને આઘાત અને દુઃખ છે. એવામાં તેના પહેલા પતિ હરમીત સિંહે શેફાલીના મૃત્યુ વિશે વાત કરી છે અને તેની સાથેની છેલ્લી વાતચીતને પણ યાદ કરી છે. વિકી લાલવાણી સાથે વાત કરતાં હરમીત સિંહે કહ્યું, “મને યાદ છે કે હું લગભગ બે-ત્રણ વર્ષ પહેલાં એક શો માટે બાંગ્લાદેશ ગયો હતો. સની લિયોન અને શેફાલી પણ ત્યાં હતા. અમે ત્રણેય એક પ્રાઈવેટ જેટમાં સાથે પાછા આવ્યા અને શેફાલી અને હું સાથે બેઠા હતા. હા, અમારી ખૂબ લાંબી વાતચીત થઈ.” છૂટાછેડા પછી પણ મિત્રતા અકબંધ રહી
હરમીતે આગળ કહ્યું- લગ્ન તૂટી ગયા અને છૂટાછેડા થયા પછી પણ, અમે એકબીજાનો આદર કરતા હતા. જ્યારે પણ અમે પાર્ટીઓ કે કાર્યક્રમોમાં મળતા ત્યારે અમે એકબીજાનું ખૂબ જ સરસ રીતે સ્વાગત કરતા. જોકે, શેફાલી હવે આ દુનિયામાં નથી એ વાત દિલને હચમચાવી મૂકે તેવી છે. હરમીત સિંહે શેફાલી જરીવાલાના મૃત્યુના સમાચાર પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે- “હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો છું અને શેફાલીના અચાનક અને અકાળ મૃત્યુના સમાચાર પર વિશ્વાસ કરી શકતો નથી. અમે સાથે કેટલાક સુંદર વર્ષો વિતાવ્યા, જે હંમેશા મારા દિલની નજીક રહેશે.” તેણે તેના માતા-પિતા, પતિ પરાગ ત્યાગી અને બહેન શિવાની પ્રત્યે પણ દિલથી સંવેદના વ્યક્ત કરી. શેફાલીએ પરાગ પહેલા સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યાં હતાં
શેફાલી જરીવાલાએ 2004માં મીટ બ્રધર્સની જોડીના સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. 2009માં આ દંપતીના છૂટાછેડા થયા. આ પછી તેણે 2015માં એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યાં હતાં. ‘કાંટા લગા’ મ્યુઝિક વીડિયોથી સ્ટારડમ મળ્યું
શેફાલીએ 19 વર્ષની ઉંમરે ‘કાંટા લગા’ મ્યુઝિક વીડિયોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેના કારણે તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ ગીતમાં તેની બોલ્ડ સ્ટાઇલ અને ડાન્સિંગ સ્ટાઇલે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *