તારા સુતારિયા અને વીર પહાડિયા આ દિવસોમાં તેમના પર્સનલ જીવનને લઈને સમાચારમાં છે. એવા અહેવાલો છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. તાજેતરમાં બંને સ્ટાર્સની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પછી, ડેટિંગના સમાચાર વધુ ઝડપથી ફેલાઈ રહ્યા છે. જોકે, તારા અને વીર તરફથી આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. વીર પહાડિયાએ મંગળવારે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી, જેમાં તે ઇટાલીમાં એક યાટ પર પોઝ આપતો જોવા મળ્યો. તેની પાછળ એક મોટો પર્વત પણ દેખાઈ છે. તરત જ, તારા સુતારિયાએ પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી, જેમાં પર્વત અને સમુદ્રનો સુંદર નજારો દેખાઈ રહ્યો હતો. આ બે પોસ્ટ્સ એક જ જગ્યાની હોય તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે, ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે તારા અને વીર સાથે વેકેશન પર ગયા છે. બંને રેમ્પ વોક પર સાથે જોવા મળ્યા હતા
અગાઉ વીર પહાડિયા અને તારા સુતારિયાએ લેક્મે ફેશન વીક દરમિયાન સાથે રેમ્પ વોક કર્યું હતું. આ પછી, બંને એક પોશ રેસ્ટોરન્ટમાં ડિનર કરતા જોવા મળ્યા હતા. અહીંથી જ બંનેના ડેટિંગની અફવાઓ શરૂ થઈ હતી. તારાનું નામ બાદશાહ સાથે પણ જોડાયું છે
બાદશાહ અને તારા સુતારિયા વચ્ચે ડેટિંગના સમાચાર રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 15’ ના સેટ પરથી શરૂ થયા હતા. જ્યારે શિલ્પા શેટ્ટીએ તારા સુતારિયાનું નામ રમુજી રીતે લઈને બાદશાહને ચીડવ્યો હતો. આ સાંભળીને રેપર શરમાઈ ગયો, ત્યારબાદ સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ ગઈ કે તારા અને બાદશાહ એકબીજાને ડેટ કરી રહ્યા છે. તારા અને આદર જૈનનું 2023માં બ્રેકઅપ થયું
તારા સુતારિયાએ અગાઉ એક્ટર આદર જૈનને ડેટ કરી હતી. બંને ચાર વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. જોકે, 2023માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. આ પછી, આદરે અલેખા અડવાણી સાથે લગ્ન કર્યા, જે પહેલાં તારાની બેસ્ટ ફ્રેન્ડ હતી. વીરે સારા અલી ખાનને પણ ડેટ કરી છે
વીર પહારિયા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેની દીકરીનો દીકરો છે. તેનુ નામ સારા અલી ખાન સાથે પણ જોડાયું હતું. 2018માં એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં સારા અલી ખાને આ સંબંધનો સ્વીકાર કર્યો હતો. સારાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે- તે (વીર) એકમાત્ર છોકરો છે જેને મેં ડેટ કર્યો છે. તેના સિવાય, મારા જીવનમાં મારો કોઈ બોયફ્રેન્ડ નથી.