P24 News Gujarat

પરિમલ નથવાણીની GSFAના અધ્યક્ષ તરીકે પુનઃવરણી:ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા જિલ્લા અને વ્યક્તિઓનું સન્માન કરાયું; વ્યક્તિગત કેટેગરીમાં પણ એવોર્ડ એનાયત કરાયા

અમદાવાદમાં મળેલી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA)ની 47મી વાર્ષિક સાધારણ સભા (AGM)માં સંસ્થાના વર્તમાન અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીની ચાર વર્ષના સમયગાળા માટે અધ્યક્ષ તરીકે પુનઃવરણી કરવામાં આવી હતી. મૂળરાજસિંહ ચુડાસમાની માનદ્ મહામંત્રી તરીકે તેમજ પ્રદીપસિંહ વાઘેલા, જિગ્નેશ પાટીલ, અરુણસિંહ રાજપુત તથા ગુણવંતભાઈ ડેલાવાલાની ઉપાધ્યક્ષ તરીકે પુનઃવરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સંદીપ દેસાઇની વરણી હનીફ જીનવાલાની જગ્યાએ ઉપાધ્યક્ષ તરીકે કરવામાં આવી હતી, જ્યારે અંકિત પટેલની વરણી ખજાનચી તરીકે કરવામાં આવી હતી. વાર્ષિક સાધારણ સભામાં, ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા જિલ્લા એસોસિયેશન તથા વ્યક્તિઓને GSFA એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.આ એવોર્ડ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ની તર્જ પર શરૂ કરાયા છે. આ પ્રસંગે પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “સમગ્ર ગુજરાતમાં ફૂટબોલને સુલભ, અને સાતત્યપૂર્ણ બનાવવાનું અમારું વિઝન અમારા પ્રયાસોને સતત માર્ગદર્શન પૂરું પાડે છે. આ વર્ષ દરમિયાન ગુજરાતના યુવા ખેલાડીઓની ભાગીદારીમાં વધારો જવા મળ્યો જે આપણી ફૂટબોલ ઇકોસિસ્ટમની ગહનતા અને અનુશાસનનો પૂરાવો છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘GSFA અભિનંદનને પાત્ર છે કે 2024-25 દરમિયાન, 26 વિવિધ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, કુલ 1168 મેચ રમવામાં આવી, અને 6468 ગોલ નોંધાયા.AIFFના CRS અન્વયે, ગુજરાતમાં કુલ 7400 જેટલા સક્રિય ખેલાડીઓ છે, જેમાંથી 4836એ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો.’ અલગ-અલગ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનને એવોર્ડ મળ્યા
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનને સૌથી વધુ ખેલાડીઓની નોંધણી બદલ એવોર્ડ અપાયો હતો. તો ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટના આયોજન માટે બેસ્ટ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ સુરતને ફાળે ગયો હતો અને બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ રાજકોટને એનાયત કરાયો હતો. જ્યારે બેસ્ટ પરફોર્મિંગ એક્ટિવ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનને મળ્યો હતો. A.R.A ફૂટબોલ ક્લબ, અમદાવાદ અને નવરચના એસ.એ., વડોદરાને GSFAની છત્રછાયા હેઠળ બેસ્ટ પરફોર્મિંગ ફૂટબોલ ક્લબ્સ તરીકે સંયુક્ત વિજેતા ઘોષિત કરાયા હતા. વ્યક્તિગત કેટેગરીમાં, ફૂટબોલ રેફરી ઓફ ધ યર એવોર્ડ મહિલા કેટેગરીમાં રચના કામાણી અને પુરુષ કેટેગરીમાં પ્રતિક બજાજને અપાયો હતો. જ્યારે કોચ ઓફ ધ યર એવોર્ડ મહિલા કેટેગરીમાં ફેલસીના મીરાન્ડા અને પુરુષ કેટેગરીમાં સલીમ પઠાણને ફાળે ગયો. આ પ્રકારે જ ઈમર્જીંગ પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી નાઝબાનુ શેખ અને કિશન સિંહને સન્માનિત કરાયા હતા. જ્યારે બેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મહિલા કેટેગરીમાં તન્વી માલાણી અને પુરુષ કેટેગરીમાં અમન શાહને અપાયો હતો.

​અમદાવાદમાં મળેલી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA)ની 47મી વાર્ષિક સાધારણ સભા (AGM)માં સંસ્થાના વર્તમાન અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીની ચાર વર્ષના સમયગાળા માટે અધ્યક્ષ તરીકે પુનઃવરણી કરવામાં આવી હતી. મૂળરાજસિંહ ચુડાસમાની માનદ્ મહામંત્રી તરીકે તેમજ પ્રદીપસિંહ વાઘેલા, જિગ્નેશ પાટીલ, અરુણસિંહ રાજપુત તથા ગુણવંતભાઈ ડેલાવાલાની ઉપાધ્યક્ષ તરીકે પુનઃવરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સંદીપ દેસાઇની વરણી હનીફ જીનવાલાની જગ્યાએ ઉપાધ્યક્ષ તરીકે કરવામાં આવી હતી, જ્યારે અંકિત પટેલની વરણી ખજાનચી તરીકે કરવામાં આવી હતી. વાર્ષિક સાધારણ સભામાં, ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા જિલ્લા એસોસિયેશન તથા વ્યક્તિઓને GSFA એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.આ એવોર્ડ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ની તર્જ પર શરૂ કરાયા છે. આ પ્રસંગે પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “સમગ્ર ગુજરાતમાં ફૂટબોલને સુલભ, અને સાતત્યપૂર્ણ બનાવવાનું અમારું વિઝન અમારા પ્રયાસોને સતત માર્ગદર્શન પૂરું પાડે છે. આ વર્ષ દરમિયાન ગુજરાતના યુવા ખેલાડીઓની ભાગીદારીમાં વધારો જવા મળ્યો જે આપણી ફૂટબોલ ઇકોસિસ્ટમની ગહનતા અને અનુશાસનનો પૂરાવો છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘GSFA અભિનંદનને પાત્ર છે કે 2024-25 દરમિયાન, 26 વિવિધ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, કુલ 1168 મેચ રમવામાં આવી, અને 6468 ગોલ નોંધાયા.AIFFના CRS અન્વયે, ગુજરાતમાં કુલ 7400 જેટલા સક્રિય ખેલાડીઓ છે, જેમાંથી 4836એ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો.’ અલગ-અલગ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનને એવોર્ડ મળ્યા
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનને સૌથી વધુ ખેલાડીઓની નોંધણી બદલ એવોર્ડ અપાયો હતો. તો ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટના આયોજન માટે બેસ્ટ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ સુરતને ફાળે ગયો હતો અને બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ રાજકોટને એનાયત કરાયો હતો. જ્યારે બેસ્ટ પરફોર્મિંગ એક્ટિવ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનને મળ્યો હતો. A.R.A ફૂટબોલ ક્લબ, અમદાવાદ અને નવરચના એસ.એ., વડોદરાને GSFAની છત્રછાયા હેઠળ બેસ્ટ પરફોર્મિંગ ફૂટબોલ ક્લબ્સ તરીકે સંયુક્ત વિજેતા ઘોષિત કરાયા હતા. વ્યક્તિગત કેટેગરીમાં, ફૂટબોલ રેફરી ઓફ ધ યર એવોર્ડ મહિલા કેટેગરીમાં રચના કામાણી અને પુરુષ કેટેગરીમાં પ્રતિક બજાજને અપાયો હતો. જ્યારે કોચ ઓફ ધ યર એવોર્ડ મહિલા કેટેગરીમાં ફેલસીના મીરાન્ડા અને પુરુષ કેટેગરીમાં સલીમ પઠાણને ફાળે ગયો. આ પ્રકારે જ ઈમર્જીંગ પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી નાઝબાનુ શેખ અને કિશન સિંહને સન્માનિત કરાયા હતા. જ્યારે બેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મહિલા કેટેગરીમાં તન્વી માલાણી અને પુરુષ કેટેગરીમાં અમન શાહને અપાયો હતો. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *