ફિલ્મ ‘સરદાર જી 3’માં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર સાથે કામ કરવા બદલ દિલજીત દોસાંઝને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યો છે. આ સમય દરમિયાન નસીરુદ્દીન શાહે દિલજીતને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે, ‘તેઓ તેમની સાથે ઉભા છે.’ જોકે, હવે તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી છે અને એક ક્રિપ્ટિક (રહસ્યમય) પોસ્ટ શેર કરી છે. નસીરુદ્દીન શાહે તેમના ફેસબુક પેજ પર વૈજ્ઞાનિક અને ફિલોસોફર જ્યોર્જ ક્રિસ્ટોફ લિક્ટનબર્ગનું એક વાક્ય શેર કર્યું. તેમણે લખ્યું, ‘કોઈની દાઢી બાળ્યા વિના ભીડમાં સત્યની મશાલ લઈ જવી લગભગ અશક્ય છે.’ એક તરફ ઘણા ચાહકો નસીરુદ્દીન શાહની સ્પષ્ટવક્તા માટે પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક લોકો દિલજીતને ટેકો આપવા બદલ તેમની ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘નસીરુદ્દીન શાહ, જો તમારી ‘સત્ય ની મશાલ’ ત્યારે જ બળે છે, જ્યારે તે તમારા વિચારની ખુશામત કરતી હોય અને તમે જે વાતથી અસંમત છો, તેને સરળતાથી બાળી નાખતી હોય, તો ભવિષ્યમાં પોસ્ટ ડિલીટ કરતા પહેલા અને કવિતા સંભળાવતા પહેલા, આ વાત ઉપર વિચાર કરજો. દરેક અભિપ્રાયને પ્લેટફોર્મની જરૂર હોતી નથી, ખાસ કરીને જ્યારે તે પસંદગીની યાદોના કારણે ઝાંખા પ્રકાશમાં હોય. સોશિયલ મીડિયા તમારા જ્ઞાનની રંગભૂમિ વિના પણ બરાબર ચાલી શકે છે.’ એક યુઝરે લખ્યું કે, ‘નસીરુદ્દીન શાહ જો ‘સત્યની મશાલ’ પકડી રાખવાનો અર્થ એ છે કે, પસંદગીયુક્ત આક્રોશ ફેલાવવો, પીડિતની ભૂમિકા ભજવવી અને પકડાઈ જવા પર પોસ્ટ્સ કાઢી નાખવી, તો કદાચ મશાલ અને ટાઇમલાઇન છોડી દેવાનો સમય આવી ગયો છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘હા, હવે ભારતમાં રાષ્ટ્રવિરોધી ભાવનાઓ રાખવી અશક્ય છે. લોકો હવે તમારા જેવા રાષ્ટ્રવિરોધીઓને નિશાન બનાવી રહ્યા છે.’ દિલજીત દોસાંઝના સમર્થનમાં પોસ્ટ શેર કરી હતી, હવે ડિલીટ કરી દીધી નોંધનીય છે કે, હાનિયા આમિર સાથે કામ કરવા બદલ વિવાદોમાં ઘેરાયેલા દિલજીત દોસાંઝને નસીરુદ્દીન શાહનો ટેકો મળ્યો હતો. તેમણે પોતાના ફેસબુક પર લખ્યું હતું કે, ‘હું દિલજીત સાથે મજબૂત રીતે ઉભો છું. જુમલા પાર્ટીના ડર્ટી ટ્રિક્સ વિભાગ ઘણા સમયથી તેને નિશાન બનાવવાનો મોકો શોધી રહ્યો હતો અને હવે તેમને લાગ્યું કે તેમને આ મોકો મળી ગયો છે. ફિલ્મને કાસ્ટ કરવાનો નિર્ણય દિલજીતનો નહીં, ડિરેક્ટરનો હતો. પરંતુ ડિરેક્ટરને કોઈ જાણતું નથી, જ્યારે દિલજીત આખી દુનિયામાં જાણીતો છે અને તેણે કાસ્ટિંગ સ્વીકારી કારણ કે તેના મનમાં કોઈ ઝેર ન હતું.’ ‘આ ગુંડાઓ ખરેખર ભારત અને પાકિસ્તાનના લોકો વચ્ચેના સીધા સંબંધોનો અંત લાવવા માંગે છે. મારા કેટલાક નજીકના સંબંધીઓ અને પ્રિય મિત્રો ત્યાં છે અને કોઈ મને તેમને મળવાથી કે તેમને પ્રેમ મોકલતા રોકી શકતું નથી. અને જેઓ કહે છે કે ‘પાકિસ્તાન જાઓ’, તેમનો જવાબ એ હશે કે તમે કૈલાસ જાઓ.’ જાવેદ અખ્તરે પણ દિલજીતનું સમર્થન કર્યું હતું NDTV ક્રિએશન ફોરમ પર જાવેદ અખ્તરે દિલજીત દોસાંઝ અને હાનિયા આમિર વચ્ચે કામ કરવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે દાવો કરે છે કે આ ફિલ્મ પહેલા બની ચૂકી છે. આના પર જાવેદ અખ્તરે દિલજીતના સમર્થનમાં કહ્યું, ‘મને ખબર નથી કે આ ફિલ્મ ક્યારે બની હતી. તે શું કરી શકે છે બિચારો. તેને ખબર નહોતી કે આગળ શું થશે. તેણે પૈસા રોકાણ કર્યા, પાકિસ્તાનના પૈસા આમાં ડૂબશે નહીં. આપણા ભારતીય લોકોના પૈસા ડૂબશે. તો આનો શું ફાયદો.’ તેમણે આગળ કહ્યું, ‘જો હું આજે કોઈ નિયમ બનાવું છું, તો તે 10 વર્ષ પહેલા જે બન્યું તેના પર લાગુ થઈ શકે નહીં. તે વ્યવહારુ નથી. જો તે ગરીબ વ્યક્તિને ખબર હોત કે આવું થવાનું છે, તો તે પાગલ થોડો હતો કે તે પેલી એક્ટ્રેસ (હાનિયા આમિર)ને લઈ લેતો. મારું એવું માનવું છે કે સરકારે અને સેંસર બોર્ડે આ બાબતે દયા રાખવી જોઈએ. હવેથી આવું ન થાવું જોઈએ એવી ચેતવણી આપવી જોઈએ, કારણ કે તે પહેલા ફિલ્મ બનાવી લીધી હતી તો રિલીઝ કરી દો, પણ હવે ફરી આવું ક્યારેય ન થવું જોઈએ.’