રાજકોટ મહાનગરપાલિકાની 364 આંગણવાડી હાલ કાર્યરત છે. જેમાં તા. 26થી 28 જૂન 2025 દરમિયાન ત્રિ-દિવસીય પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષિત ગુજરાત દીક્ષિત ગુજરાત વિકસિત ગુજરાત થીમ ઉપર આધારીત પ્રવેશોત્સવ-2025ની ઉજવણીમાં રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડી ખાતે રેલી, સ્લોગન દ્વારા પ્રવેશોત્સવનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. જેમાં રીક્ષા, ગાડી જેવા વાહનો શણગારી બાળકોને ઉત્સાહપુર્વક આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કુમકુમ, ચોખા, કંકું પગલા દ્વારા બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દાતાઓ દ્વારા 950 બાળકોને ગલ્લા આપવામાં આવ્યા હતા તથા 70 બાળકોને શૈક્ષણિક કિટ આપવામાં આવી હતી. મનપા દ્વારા સુપોષણ સંવાદની ઉજવણી, 19 બહેનોને પોષણકીટ અપાઈ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની, આઈ.સી.ડી.એસ. વિભાગના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા તેમજ પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ નવનીત હોલ ખાતે ’સુપોષણ સંવાદ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ દ્વારા સગર્ભા બહેનોને ગુજરાત સરકાર તરફથી મળતા માતૃશક્તિના પેકેટનો ખોરાકમાં ઉપયોગ વિશે પૂરતી સમજ, માતાને પોષણની જરૂરિયાત તેમજ ખોરાકમાં વૈવિધ્યતા, સ્વચ્છતા, નિયમિત તપાસ, કેલ્શિયમની ગોળીની ઉપયોગીતા અને તેનું મહત્વ સહિતની બાબતે સગર્ભા બહેનોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તો સુપોષણ સંવાદની ઉજવણીમાં 19 બહેનોની ગોદ ભરાઈની રસમ કરીને પોષણ કીટ આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં આવતીકાલથી કાર્ડિયાક ઓપીડી શરૂ કરાશે
રાજકોટ સિવીલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનાથી બંધ થયેલી કાર્ડિયાક સારવાર આવતીકાલે ગુરૂવારથી વિધીવતથી ચાલુ થશે. અમદાવાદના યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સાથે રાજકોટ સિવીલ હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા એમઓયુ કરવામાં આવ્યા છે. હાલના તબક્કે માત્ર ઓપીડી સારવાર શરૂ થશે. એકાદ પખવાડીયામાં પૂર્ણ સારવાર શરૂ કરવાની તૈયારી છે. ગત મહિનાના પ્રારંભે યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની ડાયરેક્ટર સહિતની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. પીએમએસએસવાય બિલ્ડીંગના પ્રથમ માળે કાલ ગુરૂવારથી ઓપીડીની સારવાર શરૂ કરવામાં આવશે. જ્યારે ચોથા અને પાંચમાં માળે ઈન્ડોર તેમજ નીચેના માળે ઈમરજન્સી સારવાર કરવામાં આવશે. ચોથા માળે સિવીલ સુપ્રિટેન્ડેન્ટ ડો.મોનાલી માંકડીયા પ્લાસ્ટીક સર્જન તરીકે સેવા આપે છે. હવે યુ.એન.મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર આવતા તેમણે પોતાની જગ્યા ખાલી કરી દીધી છે. આ સેવા શરૂ થતાં હાર્ટની બીમારી ધરાવતા દર્દીઓને રાહત મળશે. મેડિકલ કારણોસર મનપા કચેરીમાં મ્યુ. કમિશનરની પાંખી હાજરી
રાજકોટનાં મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ ગત સપ્તાહે દાંતમાં સર્જરી કરાવી છે. ડેન્ટલ પ્રોબ્લેમના કારણે તેઓ ગત સપ્તાહે નિયમિત કચેરીએ આવી શકયા ન હતા અને બંગલેથી જરૂરી વહીવટી કામગીરી કરતા હતા. ગઇકાલે પણ કમિશનર મનપાએ ન આવી શકતા અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે નકકી કરવામાં આવેલી બેઠક રદ થઇ હતી. રસ્તાના કામો, ખાડા સહિતના પ્રશ્ને આ બેઠકમાં ચર્ચા થવાની હતી. જે આજે ચેરમેન દ્વારા સ્ટે. કમીટીમાં થઈ હતી. જોકે આજે સવારે કમિશનરે કેટલાક વિસ્તારોની વિઝીટ કરી હતી. આ બાદ 1 વાગ્યે વિડીયો કોન્ફરન્સમાં તેઓ હાજરી આપવા આવ્યા હતા. મેડીકલ કારણોથી આરામની સલાહ હોય એકાદ-બે દિવસમાં તેઓ કચેરીમાં નિયમિત આવતા થશે તેમ વિભાગમાંથી જાણવા મળ્યું છે. જિલ્લા પંચાયતની કારોબારી બેઠક 10 જુલાઈ અને સામાન્ય સભા 21 જુલાઈએ યોજાશે
ગ્રામપંચાયતની ચુંટણીને કારણે લાંબા વખતથી જિલ્લા પંચાયતની કારોબારી બેઠક મળી નથી. ત્યારે હવે આ ચૂંટણીઓ પૂર્ણ થતાં જ રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી તથા સામાન્ય સભાની બેઠક માટે એજન્ડા જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે કારોબારી સમીતીની બેઠક 10મી જુલાઈએ યોજાશે. એક સાથે 82 દરખાસ્તો સામેલ કરવામાં આવી છે. લાંબા વખત પછી કારોબારી મળતી હોવાથી પેન્ડીંગ તમામ દરખાસ્તો એક સાથે લઈ લેવામાં આવી છે. આ સિવાય સામાન્ય સભા 21મી જુલાઈએ યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે.