P24 News Gujarat

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:મૃતક, લકવાગ્રસ્ત, વિકલાંગ, 70 વર્ષના વૃદ્ધના પણ જૉબ કાર્ડ બન્યાં, પૈસા ઉપાડી લેવામાં આવ્યા

શ્રમિકોને સ્થાનિક સ્તરે જ રોજગારી આપવાની સરકારની મનરેગા યોજનામાં સરકારી તિજોરી ઉલેચવા કૌભાંડીઓ દ્વારા અનેક કિમિયા અપનાવાઇ રહ્યા છે. દિવ્ય ભાસ્કરની ટીમે સંખેડા તાલુકાના દેરોલી ગામમાં ઇન્વેસ્ટીગેશન કરતાં જ મૃત વ્યક્તિના નામે મજૂરી જમા થઇ ગઇ, નોકરી કરનારા પણ મનરેગાના શ્રમિક નીકળ્યા તો તત્કાલીન સરપંચ અને પતિનું પણ જોબકાર્ડ બનાવી દેવામાં આવ્યું હોવાની ગેરરીતિઓ સામે આવી હતી. આ તો તાલુકાના નાનકડા ગામમાં 2017થી 2022 દરમિયાન સરકારની વિવિધ યોજના હેઠળ થયેલા કામોની ગેરરીતિ બહાર આવી છે. જોકે આજે પણ સંખ્યાબંધ કામો એવા છે. કે સરકારી ચોપડે પૂર્ણ બોલે છે અને નાણા ચુકવાયા છે પણ વાસ્તવમાં એ કામો આજે પણ થયા કે નથી થયા એ યક્ષ પ્રશ્ન છે. દાહોદના ધાનપુર અને બારિયાના કૌભાંડ બાદ ભરૂચના હાંસોટ અને આમોદ- જંબુસરમાં કામ કર્યા વગર જ રૂપિયા ઉપાડી લેવાના કિસ્સાએ તંત્રને દોડતુ કરી દીધુ છે. હવે સંખેડા ચાલુકાના દેરોલી ગામમાં પણ ગેરરીતિઓ સામે આવી છે. દેરોલીમાં ગામના તરબદા જેઠાભાઈ દામણભાઇનું મૃત્યુ તા.27-1-2014ના રોજ થયું હતું. પરંતુ મૃત્યુના ચાર વર્ષ પછી તારીખ 25-6-18થી 30-6-18 દરમિયાન પાંચ દિવસ દરમિયાન મનરેગા યોજના અંતર્ગત ચાલતા જમીન સમતલને કામગીરીમાં તેમની પત્ની રતનબેન સાથે તેમનું નામ પણ હતું. અને તેના નાણા પણ ચુકવાઇ ગયા છે. મૃત વ્યક્તિના ખાતાઓના જોબકાર્ડ બનાવીને કૌભાંડ કરવામાં આવ્યુ છે. જયારે ગામની જ અન્ય એક મહિલા તરબદા લીલાબેનનું તા.1-1-2021 ના રોજ મૃત્યુ થયા બાદ પણ તેના નામ સાથેની ડિમાન્ડ મનરેગાના કામ માટે મુકાઈ હતી.જોકે આ સિવાય અન્ય ઉંમરલાયક માણસોના નામ પણ મનરેગા યોજનાના શ્રમીકોની યાદીમાં બતાવીને કૌભાંડ કરવામાં આવ્યુ હોવાનું ચર્ચાય છે. ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં તાલુકા પંચાયત કચેરી સંખેડાની ટીમ દ્વારા મનરેગાના શ્રમિકોના જવાબો પણ લેવાયા હતા.પણ તપાસના નામે માત્ર ખાના પુર્તિ જ કરવામાં આવી હતી. જીઆરએસની પણ ગંભીર બેદરકારી
તા.1-1-21 ના રોજ અવસાન પામેલ તરબદા લીલાબેનની કામ માટેની ડિમાન્ડ ભૂલથી લખાઈ ગઈ હશે બાકી પેમેન્ટ નહીં થયું હોય.તરબદા જેઠાભાઈ દામણભાઇની જે તે વખતે પાંચ દિવસની હાજરી પુરાઈ ગઈ હતી પણ એમની ઘરવાળીને એકાઉન્ટમાં પૈસા નખાઈ ગયા હતા એ જમા છે . ગમે ત્યારે ટીડીઓના ખાતામાં નાખી આપવા કહ્યું છે > પ્રવીણભાઇ, જીઆરએસ છ વર્ષ સુધી ગેરરીતિ આચરવામાં આવી
2017થી 2022 દરમિયાન ગામમાં સરપંચ અને તેના મળતિયા દ્વારા મનરેગાના કામો થયા નથી. ગામનું તળાવ કે રસ્તા હોય પણ થયા નથી. રસ્તામાં સ્પોટ બતાવવુ ફરજિયાત છે. પણ તેમાં આ ભાઇના ખેતરથી આ ભાઇના ખેતરનો રસ્તો એવુ બતાવ્યુ છે જેમાં જેમના ખેતરની વાત કરી હોય તે ભાઇના ગામમાં ચાર ખેતર હોય તો કયો રસ્તો સમજવો? મહત્ત્વની વાત એવી છે કે ગામમાં 4 મૃત વ્યક્તિ, 6 નોકરી કરતા, 22 લોકો એવા છે કે જેમની ઉંમર 70થી વધુ છે અને કેટલાક અપંગ છે તેવાના નામે પણ જોબકાર્ડ છે. એટલુ જ નહિં સરપંચ અને તેમના પતિ, સાસુ, જઠ અને જેઠાણીના નામના પણ જોબકાર્ડ છે. > કરણસિંહ રાઉલજી, દેરોલી રહેવાસી (નિવૃત પોલીસ અધિકારી) ઉપરથી જોબકાર્ડ બનાવવા માટેનું પ્રેશર હતું પણ સરકારી નોકરી કરતા હોય એમને લેબરમાં લીધા નથી.મારી સામેના આક્ષેપો પાયાવિહોણા છે. તમામ અરજીની સરકારી તપાસ થયેલ છે.તેમાં તમામ રેકોર્ડ અને માહિતી આપેલી છે.જીઆરએસએ મારું અને મારી પત્નીનો જોબકાર્ડ બનાવ્યા હતા પણ અમે એકે દિવસ કામે ગયા નથી અને પૈસા લીધા નથી. > રાજેન્દ્ર તરબદા, તા.પં.સભ્ય,દેરોલી ઉપરથી જોબકાર્ડ બનાવવા માટેનું પ્રેશર હતું પણ સરકારી નોકરી કરતા હોય એમને લેબરમાં લીધા નથી.મારી સામેના આક્ષેપો પાયાવિહોણા છે. તમામ અરજીની સરકારી તપાસ થયેલ છે.તેમાં તમામ રેકોર્ડ અને માહિતી આપેલી છે.જીઆરએસએ મારું અને મારી પત્નીનો જોબકાર્ડ બનાવ્યા હતા પણ અમે એકે દિવસ કામે ગયા નથી અને પૈસા લીધા નથી. > રાજેન્દ્ર તરબદા, તા.પં.સભ્ય,દેરોલી

​શ્રમિકોને સ્થાનિક સ્તરે જ રોજગારી આપવાની સરકારની મનરેગા યોજનામાં સરકારી તિજોરી ઉલેચવા કૌભાંડીઓ દ્વારા અનેક કિમિયા અપનાવાઇ રહ્યા છે. દિવ્ય ભાસ્કરની ટીમે સંખેડા તાલુકાના દેરોલી ગામમાં ઇન્વેસ્ટીગેશન કરતાં જ મૃત વ્યક્તિના નામે મજૂરી જમા થઇ ગઇ, નોકરી કરનારા પણ મનરેગાના શ્રમિક નીકળ્યા તો તત્કાલીન સરપંચ અને પતિનું પણ જોબકાર્ડ બનાવી દેવામાં આવ્યું હોવાની ગેરરીતિઓ સામે આવી હતી. આ તો તાલુકાના નાનકડા ગામમાં 2017થી 2022 દરમિયાન સરકારની વિવિધ યોજના હેઠળ થયેલા કામોની ગેરરીતિ બહાર આવી છે. જોકે આજે પણ સંખ્યાબંધ કામો એવા છે. કે સરકારી ચોપડે પૂર્ણ બોલે છે અને નાણા ચુકવાયા છે પણ વાસ્તવમાં એ કામો આજે પણ થયા કે નથી થયા એ યક્ષ પ્રશ્ન છે. દાહોદના ધાનપુર અને બારિયાના કૌભાંડ બાદ ભરૂચના હાંસોટ અને આમોદ- જંબુસરમાં કામ કર્યા વગર જ રૂપિયા ઉપાડી લેવાના કિસ્સાએ તંત્રને દોડતુ કરી દીધુ છે. હવે સંખેડા ચાલુકાના દેરોલી ગામમાં પણ ગેરરીતિઓ સામે આવી છે. દેરોલીમાં ગામના તરબદા જેઠાભાઈ દામણભાઇનું મૃત્યુ તા.27-1-2014ના રોજ થયું હતું. પરંતુ મૃત્યુના ચાર વર્ષ પછી તારીખ 25-6-18થી 30-6-18 દરમિયાન પાંચ દિવસ દરમિયાન મનરેગા યોજના અંતર્ગત ચાલતા જમીન સમતલને કામગીરીમાં તેમની પત્ની રતનબેન સાથે તેમનું નામ પણ હતું. અને તેના નાણા પણ ચુકવાઇ ગયા છે. મૃત વ્યક્તિના ખાતાઓના જોબકાર્ડ બનાવીને કૌભાંડ કરવામાં આવ્યુ છે. જયારે ગામની જ અન્ય એક મહિલા તરબદા લીલાબેનનું તા.1-1-2021 ના રોજ મૃત્યુ થયા બાદ પણ તેના નામ સાથેની ડિમાન્ડ મનરેગાના કામ માટે મુકાઈ હતી.જોકે આ સિવાય અન્ય ઉંમરલાયક માણસોના નામ પણ મનરેગા યોજનાના શ્રમીકોની યાદીમાં બતાવીને કૌભાંડ કરવામાં આવ્યુ હોવાનું ચર્ચાય છે. ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં તાલુકા પંચાયત કચેરી સંખેડાની ટીમ દ્વારા મનરેગાના શ્રમિકોના જવાબો પણ લેવાયા હતા.પણ તપાસના નામે માત્ર ખાના પુર્તિ જ કરવામાં આવી હતી. જીઆરએસની પણ ગંભીર બેદરકારી
તા.1-1-21 ના રોજ અવસાન પામેલ તરબદા લીલાબેનની કામ માટેની ડિમાન્ડ ભૂલથી લખાઈ ગઈ હશે બાકી પેમેન્ટ નહીં થયું હોય.તરબદા જેઠાભાઈ દામણભાઇની જે તે વખતે પાંચ દિવસની હાજરી પુરાઈ ગઈ હતી પણ એમની ઘરવાળીને એકાઉન્ટમાં પૈસા નખાઈ ગયા હતા એ જમા છે . ગમે ત્યારે ટીડીઓના ખાતામાં નાખી આપવા કહ્યું છે > પ્રવીણભાઇ, જીઆરએસ છ વર્ષ સુધી ગેરરીતિ આચરવામાં આવી
2017થી 2022 દરમિયાન ગામમાં સરપંચ અને તેના મળતિયા દ્વારા મનરેગાના કામો થયા નથી. ગામનું તળાવ કે રસ્તા હોય પણ થયા નથી. રસ્તામાં સ્પોટ બતાવવુ ફરજિયાત છે. પણ તેમાં આ ભાઇના ખેતરથી આ ભાઇના ખેતરનો રસ્તો એવુ બતાવ્યુ છે જેમાં જેમના ખેતરની વાત કરી હોય તે ભાઇના ગામમાં ચાર ખેતર હોય તો કયો રસ્તો સમજવો? મહત્ત્વની વાત એવી છે કે ગામમાં 4 મૃત વ્યક્તિ, 6 નોકરી કરતા, 22 લોકો એવા છે કે જેમની ઉંમર 70થી વધુ છે અને કેટલાક અપંગ છે તેવાના નામે પણ જોબકાર્ડ છે. એટલુ જ નહિં સરપંચ અને તેમના પતિ, સાસુ, જઠ અને જેઠાણીના નામના પણ જોબકાર્ડ છે. > કરણસિંહ રાઉલજી, દેરોલી રહેવાસી (નિવૃત પોલીસ અધિકારી) ઉપરથી જોબકાર્ડ બનાવવા માટેનું પ્રેશર હતું પણ સરકારી નોકરી કરતા હોય એમને લેબરમાં લીધા નથી.મારી સામેના આક્ષેપો પાયાવિહોણા છે. તમામ અરજીની સરકારી તપાસ થયેલ છે.તેમાં તમામ રેકોર્ડ અને માહિતી આપેલી છે.જીઆરએસએ મારું અને મારી પત્નીનો જોબકાર્ડ બનાવ્યા હતા પણ અમે એકે દિવસ કામે ગયા નથી અને પૈસા લીધા નથી. > રાજેન્દ્ર તરબદા, તા.પં.સભ્ય,દેરોલી ઉપરથી જોબકાર્ડ બનાવવા માટેનું પ્રેશર હતું પણ સરકારી નોકરી કરતા હોય એમને લેબરમાં લીધા નથી.મારી સામેના આક્ષેપો પાયાવિહોણા છે. તમામ અરજીની સરકારી તપાસ થયેલ છે.તેમાં તમામ રેકોર્ડ અને માહિતી આપેલી છે.જીઆરએસએ મારું અને મારી પત્નીનો જોબકાર્ડ બનાવ્યા હતા પણ અમે એકે દિવસ કામે ગયા નથી અને પૈસા લીધા નથી. > રાજેન્દ્ર તરબદા, તા.પં.સભ્ય,દેરોલી 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *