છેલ્લાં 30 વર્ષથી એક માણસ 800 વર્ષ જૂની મમી સાથે તેની ગર્લફ્રેન્ડ તરીકે રહે છે. આ દરમિયાન બિહારના જહાનાબાદમાં ₹100 કરોડના ખર્ચે એક અનોખો રસ્તો બનાવવામાં આવ્યો છે. આ રસ્તાની વચ્ચે વૃક્ષો વાવવામાં આવ્યાં છે. દુનિયાભરમાં ચર્ચામાં રહેલા કેટલાક રસપ્રદ સમાચાર. ચાલો… જાણીએ… 800 વર્ષ જૂની મમીને ગર્લફ્રેન્ડ બનાવી પેરુના જુલિયો સીઝર 800 વર્ષ જૂની મમી(લાશ જેને મમી બનાવવામાં આવી)ને ગર્લફ્રેન્ડ માનીને 30 વર્ષથી સાથે રહે છે. જુલિયો તેને પોતાની કાલ્પનિક ગર્લફ્રેન્ડ કહે છે. થોડા દિવસો પહેલાં જુલિયો પોતાના મિત્રોને મમી બતાવવા માટે પાર્કમાં ગયો, જ્યાં પોલીસે તેને પકડી લીધો. જુલિયોએ જણાવ્યું હતું કે મનુષ્યોના અવશેષોમાં રસ હોવાના લીધે તેના પિતાએ 30 વર્ષ પહેલાં મમીને ઘરે લાવ્યા હતા. તે આ જ જૂના માનવ અવશેષ સાથે મોટો થયો છે. જુલિયોએ તેનું નામ જુઆનિતા રાખ્યું હતું. નિષ્ણાતોએ કહ્યું- જુઆનિતા એક પુરુષ હતો, સ્ત્રી નહીં
તે માણસને કસ્ટડીમાં લીધા પછી પોલીસે મમીને પુરાતત્ત્વવિદોને સોંપી દીધી. તેને જોતાં પેરુના સંસ્કૃતિ મંત્રાલયના નિષ્ણાતોએ મમી વિશે સત્ય જાહેર કર્યું. તેમણે કહ્યું – આ મમી જુઆનિતા નથી, પરંતુ જુઆન છે. તે એક પુરુષ હતો, જેનું મૃત્યુ લગભગ 45 વર્ષની ઉંમરે થયું હતું. 100 કરોડના રસ્તાની વચ્ચોવચ ઝાડ તમે રસ્તા પર ખાડા તો જોયા હશે, પણ શું તમે ક્યારેય રસ્તાની વચ્ચે વૃક્ષો ઊભાં જોયાં છે? બિહારમાં પટનાથી 50 કિમી દૂર જહાનાબાદ આવેલું છે. અહીં, પટનાથી ગયા સુધીનો 100 કરોડ રૂપિયાનો 7.5 કિમી લાંબો રસ્તો પહોળો કરવાનો પ્રોજેક્ટ ખોટો પડ્યો. આ નવા અને પહોળા રસ્તાની વચ્ચે મોટાં વૃક્ષો ઊભાં છે. હવે તમે વિચારતા હશો કે આ કેવી રીતે થયું? હકીકતમાં જ્યારે જિલ્લા વહીવટીતંત્રે ₹100 કરોડનો રસ્તો પહોળો કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો, ત્યારે તેમણે વન વિભાગ પાસે આ વૃક્ષો દૂર કરવાની પરવાનગી માગી, પરંતુ વન વિભાગે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો. બદલામાં વન વિભાગે 14 હેક્ટર જંગલ જમીન માટે વળતર માગ્યું. જિલ્લા વહીવટીતંત્ર આ માગણી પૂરી કરવામાં અસમર્થ રહ્યું, અને પછી તેમણે એક વિચિત્ર નિર્ણય લીધો. આ પછી તેમણે વૃક્ષોની આસપાસ રસ્તો બનાવ્યો. વર્લ્ડવોરના ભયથી ઘરમાં જ બનાવ્યું બંકર તમે સાંભળ્યું હશે કે સરકારો તેમના નેતાઓ માટે બંકર બનાવે છે, પરંતુ શું કોઈ સામાન્ય માણસ ‘વિશ્વયુદ્ધ’ માટે પોતાના ઘરમાં બંકર બનાવી શકે છે? યુકેના ડર્બીશાયરના રહેવાસી 44 વર્ષીય ડેવ બિલિંગ્સે પોતાના ઘરના બગીચામાં બંકર બંકર બનાવ્યું છે. તેમણે આ બંકર પર અત્યારસુધીમાં ₹50 લાખ (500,000 પાઉન્ડ) ખર્ચ કર્યા છે. આ પ્રોજેક્ટ 10 વર્ષ પહેલાં શરૂ થયો હતો. ડેવને પ્રખ્યાત હોલિવૂડ ફિલ્મ “ધ ગ્રેટ એસ્કેપ” પરથી બંકર બનાવવાની પ્રેરણા મળી હતી. હવે ત્રીજા વિશ્વયુદ્ધના ડરને કારણે તેઓ બંકરને મજબૂત બનાવવા માટે ₹12 લાખ ખર્ચ કરીને એનું રિનોવેશન કરી રહ્યા છે. ડેવે કહ્યું હતું કે 35 ફૂટ લાંબી ટનલમાં ઘણા રૂમ છે. એમાં એક જિમ, ટોઇલેટ અને સિંક પણ છે. એમાં એક અલગ લિફ્ટ અને ખાદ્ય પદાર્થો લઈ જવાનો રસ્તો પણ અલગ છે. તો આ રહ્યા આજના રસપ્રદ સમાચાર, કાલે ફરી મળીશું કેટલાક વધુ રસપ્રદ અને અલગ સમાચાર સાથે…