નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર હિમાચલ અને રાજસ્થાનમાં ભારે વરસાદનાં હતા. બીજા એક સમાચાર RBIના અહેવાલ વિશે હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં દરેક વ્યક્તિનું સરેરાશ દેવું 4.8 લાખ રૂપિયા છે. માત્ર મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર
📰 કાલના મોટા સમાચારો 1. રાજસ્થાનના અલવરમાં ધોધમાર, પાણી ઘરમાં ઘૂસ્યાં; હિમાચલમાં વાદળ ફાટ્યું, 4નાં મોત ભારે વરસાદના પગલે રાજસ્થાનના અલવરમાં રસ્તાઓ બે ફૂટ સુધી પાણીથી ભરાઈ ગયા હતા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા-યમુનામાં પૂર જેવી સ્થિતિ છે. ઘાટ તરફ 500 મીટર સુધી પાણી ભરાઈ ગયા છે.હિમાચલ પ્રદેશના મંડીમાં 4 સ્થળોએ વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે. પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે, 16 લોકો ગુમ છે. 10 ઘરોને નુકસાન થયું છે. ઉત્તરાખંડમાં કોટદ્વાર-બદ્રીનાથ રોડ પર સતપુલી નજીક ભૂસ્ખલનને કારણે પૌરી-મેરઠ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો હતો. ઉત્તરકાશીમાં ભૂસ્ખલનને કારણે યમુનોત્રી ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે. IMDની ચેતવણી- આગામી 7 દિવસ સુધી સમગ્ર ભારતમાં ભારે વરસાદ IMDએ મંગળવારે જણાવ્યું હતું કે આગામી 6 થી 7 દિવસમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઝારખંડમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. આજથી ટ્રેનમાં મુસાફરી મોંઘી થશે:PAN બનાવવા માટે આધાર જરૂરી જુલાઈમાં 6 મોટા ફેરફાર થઈ રહ્યા છે. ટ્રેનમાં મુસાફરી મોંઘી થઈ ગઈ છે. તત્કાલ ટિકિટ બુક કરવા માટે IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું પડશે. આ ઉપરાંત પાન કાર્ડ બનાવવા માટે હવે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે. 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ-સિલિન્ડર રૂ.58.50 સસ્તું થયું છે. આ સિવાય બીજા ક્યા ફેરફાર થયા તે જાણવા નીચેની લિન્ક પર ક્લિક કરો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ટ્રમ્પ-મસ્કનો વિવાદ વધ્યો; ટ્રમ્પે કહ્યું- ન ફાવતું હોય તો સાઉથ આફ્રિકા જવું પડશે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક સમયના વિશ્વાસુ ગણાતા ઉદ્યોગપતિ ઈલોન મસ્કનું ભવિષ્ય જોખમમાં છે. ઈલોન મસ્કે ટ્રમ્પના બિગ બ્યુટિફુલ બિલનો ફરીવાર વિરોધ કર્યો છે. ટ્રમ્પે મસ્કને ધમકી આપી છે કે, અમેરિકાની તેમની દુકાનો બંધ કરીને મસ્કે સાઉથ આફ્રિકા જવું પડશે. ચૂંટણી પછી અમેરિકન વહીવટમાં મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળ્યા પછી ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ. આનું કારણ EV એટલે કે ઇલેક્ટ્રોનિક વાહનો અંગેની નીતિ હોવાનું કહેવાય છે. બીજી તરફ ઈલોન મસ્કે નવી પાર્ટી બનાવવાનો સંકેત આપ્યો છે. એક દિવસ પહેલાં જ મસ્કે ટ્રમ્પ સરકારના બિલ પર વાંધો ઉઠાવ્યો હતો અને નવી પાર્ટી બનાવવાનો સંકેત આપ્યો હતો. મસ્કે જણાવ્યું હતું કે ‘બકવાસ બિલ’માં પાંચ લાખ કરોડ ડોલરની દેવાંની મર્યાદામાં વધારો સામાન્ય અમેરિકનોને ખૂબ નુકસાન પહોંચાડશે. જો આ બિલ સેનેટમાં પાસ થશે તો હું બીજા જ દિવસે પોલિટિકલ પાર્ટી બનાવીશ. વાંચો સંપૂર્ણ સમાચાર 4. કર્ણાટકમાં CM પદ પર ફરી વિવાદ, ખડગેએ કહ્યું- CM બદલવાનો નિર્ણય હાઇકમાન્ડ લેશે કર્ણાટક કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદ મામલે આંતરિક ખેંચતાણ વધુ તીવ્ર બની છે. દરમિયાન કોંગ્રેસના નેતા અને કર્ણાટકના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા બેંગલુરુ પહોંચ્યા છે અને પાર્ટીના ધારાસભ્યો સાથે સતત બેઠકો કરી રહ્યા છે. ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના નજીકના ધારાસભ્ય ઇકબાલ હુસૈને દાવો કર્યો હતો કે લગભગ 100 ધારાસભ્યો મુખ્યમંત્રી બદલવાના પક્ષમાં છે. જો મુખ્યમંત્રી બદલાશે નહીં તો કોંગ્રેસ 2028ની ચૂંટણી જીતી શકશે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ભાજપે 5 રાજ્યના પ્રદેશ પ્રમુખ જાહેર કર્યા, ગુજરાતના બે દિવસમાં થઈ શકે અંતે મંગળવારે ભાજપે 5 રાજ્યો હિમાચલ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં પ્રદેશ અધ્યક્ષોની બિનહરીફ પસંદગી કરી છે. આ ઉપરાંત હેમંત વિજય ખંડેલવાલે પણ મધ્યપ્રદેશમાં બિનહરીફ ઉમેદવારી નોંધાવી હતી. બુધવારે તેમની જીતની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાંથી સી.આર.પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા પછી તેમની જગ્યાએ ભાજપ પ્રદેશ પ્રમુખ નિમવાની કવાયત ચાલી રહી છે. બે દિવસમાં આની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગાંધીનગર પાસે કેનાલમાં કાર ખાબકતાં 3 ડૂબ્યાં, ભાઈ-બહેન સહિત ત્રણેયના મૃતદેહો કઢાયા ગાંધીનગરના નભોઈ નજીક નર્મદા કેનાલમાં એક કાર ખાબકવાની દુર્ઘટનામાં કારમાં સવાર તમામ લોકો ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્યારે કિયા સેલ્ટોસ કારમાંથી ભાઈ-બહેન તેમજ એક યુવકની લાશ બહાર કઢાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ મૃતક અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમરેલીમાં કારની ટક્કરે હત્યાનો પ્રયાસ, સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ચાલીને જઈ રહેલા 3 યુવકને ફંગોળ્યા અમરેલીમાં કાર ચડાવીને હત્યાના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. અગાઉના ઝઘડામાં થયેલી ફરિયાદનું મન દુ:ખ રાખીને શખસે અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બેફામ કાર ચલાવીને ત્રણ યુવકને અડફેટે લીધા હતા, જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી. કારમાં આવેલા શખસે ત્રણ યુવકને ઉછાળ્યા બાદ નીચે પટકાયેલા યુવક પર ફરીથી કારને રિવર્સ લઈને ચઢાવી દીધી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્ત્વના સમાચારો હેડલાઈનમાં
🗣️ ચર્ચિત નિવેદન 😲 ખબર હટકે 100 કરોડ રૂપિયાનો રસ્તો બનાવ્યો, વચ્ચે ઊભેલાં ઝાડ કાપ્યાં નહીં બિહારના જહાનાબાદમાં 100 કરોડના ખર્ચે બનેલા પટના-ગયા રોડની વચ્ચે વૃક્ષો કાપ્યા નથી. 7.48 કિમી લાંબા આ રસ્તા પર કોઈ લાઇટ નથી. વૃક્ષો વાંકાચૂકા ઊભા છે, જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. ડીએમએ કહ્યું કે આ જંગલની જમીન છે, મંજૂરી આપવામાં આવી નહોતી, તેથી વૃક્ષો દૂર કરવામાં આવ્યા નથી.
📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 🌍 કરંટ અફેર્સ
⏳ આજના દિવસનો ઈતિહાસ
📊 માર્કેટની સ્થિતિ
🌦️ મોસમનો મિજાજ રાશિફળ મેષ જાતકોને સરકારી બાબતોના કારણે તણાવ રહી શકે છે, કર્ક જાતકોને ભાગ્યનો સાથ મળશે. જાણો આજનું રાશિફળ… તમારો દિવસ શુભ રહે, વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ.