ગુરુવારે ઇન્ડોનેશિયાના બાલી ટાપુ નજીક 65 લોકો સાથેનું જહાજ ડૂબી જતાં ચાર લોકોના મોત થયા હતા અને 23 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે 38 લોકો હજુ પણ ગુમ છે. KMP ટુનુ પ્રતામા જયા નામનું જહાજ પૂર્વ જાવાના કેતાપાંગ બંદરથી 50 કિલોમીટરના અંતરે બાલીના ગિલિમાનુક બંદર તરફ જઈ રહ્યું હતું. રવાના થયાના લગભગ 30 મિનિટ પછી તે ડૂબી ગયું. જહાજમાં લગભગ 53 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો તેમજ 22 વાહનો હતા, જેમાં અનેક ટ્રકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 4 મૃતદેહ મળી આવ્યા છે અને 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવેલા ઘણા લોકોની હાલત ગંભીર છે. એજન્સી ગુમ થયેલા લોકોને શોધીખોળ કરી રહી છે સુરબાયા બચાવ એજન્સીએ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સમય મુજબ રાત્રે લગભગ 11.20 વાગ્યે જહાજ ડૂબી ગયું હતું. ટગબોટ સહિત નવ બચાવ બોટ ગુમ થયેલા લોકોને બચાવવા માટે સક્રિય રીતે કામ કરી રહી છે. બે મીટર સુધી ઊંચા મોજાઓ ઉછળી રહ્યા છે, જેના કારણે બચાવ ટીમો માટે લોકોને શોધવામાં મુશ્કેલી પડી રહી છે. એજન્સી કહે છે કે જ્યાં સુધી બધા ગુમ થયેલા લોકો શોધી ન લેવામાં આવે ત્યાં સુધી પ્રયાસો ચાલુ રહેશે. 3 જાન્યુઆરીના રોજ બોટ ડૂબવાથી 8 લોકોના મોત થયા હતા 3 જાન્યુઆરી 2025ના રોજ ઇન્ડોનેશિયાના માલુકુમાં એક સ્પીડબોટ 2 નોના ડૂબી ગઈ. આ બોટ સેરામ ભાગિયન બારાતથી અંબોન જઈ રહી હતી. રસ્તામાં, તે તરતા લાકડા સાથે અથડાઈ, જેના કારણે તેનો એક ભાગ તૂટી ગયો અને તે ડૂબી ગઈ. બોટમાં 30 મુસાફરો હતા, જેમાંથી 8 લોકોના મોત થયા હતા અને ઘણા ગંભીર રીતે ઘાયલ થયા હતા.