7 દિવસ પહેલા ઉત્તરાખંડના અલકનંદા નદીમાં ઉદયપુરની ખાનગી ટ્રાવેલ્સની બસ નદીમાં ખાબકી જેમાં સુરતના સોની સાળા-બનેવી પરિવારના 9 સભ્યો બસમાં સવાર હતા. જેમાં એક સભ્યનું મોત અને ચાર સભ્યો લાપતા હતા. જે પૈકી પાંચ દિવસે નદીમાં 150 કિ.મી. દૂરથી લલિત સોનીનો મૃતદેહ મળ્યો હતો પણ બંને પરિવારની ત્રણ દીકરીઓની શોધખોળ માટેની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત બંને સોની પરિવારના પુત્રી અને મોભીની અંતિમવિધિ રાજસ્થાનના વતન ખાતે કરવામાં આવી હતી. ત્યારે ધાર્મિક યાત્રાએ ગયેલા આ પરિવારની યાત્રા દરમિયાનની તસ્વીરો છેલ્લી યાદ બની ગઈ છે. સોની પરિવારના ત્રણ સભ્યો લાપતા હતા
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગની બસ દુર્ઘટનામાં સુરતના વિધાતા જવેલર્સ અને મધુરમ જવેલર્સ બનેવી-સાળાના પરિવારનો ભોગ લેવાયો છે. બસ નદીમાં ખાબકી ત્યારે પર્વત પાટિયામાં રહેતા સોની પરિવારના બનેવી ઈશ્વર સોનીની બે પુત્રી ડ્રીમી અને ચેષ્ટા ગુમ હતી. આ દરમિયાન ડ્રીમીનો મૃતદેહ મળ્યો અને ચેષ્ટાની ભાળ મળી ના હતી. તે સિવાય ગોડાદરાના પ્રમુખ આરંડયમાં રહેતા ઈશ્વરના સાળા લલિત સોની અને તેની બે પુત્રી મયુરી અને મૌલી એમ પરિવારના ત્રણ સભ્યો લાપતા હતા. અકસ્માતે ઈશ્વર સોની, પત્ની ભાવના અને પુત્ર ભવ્ય તથા સાળાની પત્ની હેમલતાનો આબાદ બચાવ થયો હતો. પાંચ દિવસ બાદ લલિત સોનીનો મૃતદેહ મળ્યો
સાળા-બનેવીના પરિવારના ચાર સભ્યોની શોધખોળ ચાલતી હતી ત્યારે ડ્રીમીના અંતિમ સંસ્કાર રાજસ્થાન ખાતે કરાયા હતા. આ દરમિયાન રૂદ્રપ્રયાગ ખાતે NDRFની ટીમ દ્વારા સતત ગુમ થનારા યાત્રાળુઓની શોધખોળની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પાંચ દિવસ બાદ લલિત સોનીનો મૃતદેહ નદીમાં 150 કિમી દૂરથી મળી આવ્યો હતો. જેનો મૃતદેહ પણ વતન રાજસ્થાન લઈ જવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બે પુત્રી લાપતા અને પત્નીના જીવન-મરણ વચ્ચે ઝોલા
મધુરમ જવેલર્સ ચલાવતા ગોડાદરા વિસ્તારમાં રહેતા લલિત સોની, પત્ની હેમલતા, પુત્ર અને ત્રણ પુત્રી એમ તેઓ ચાર સંતાન રહે છે. આ દરમિયાન આશરે 16 જુનના રોજ લલિતભાઇ તેમની પત્ની અને બે પુત્રી સાથે ધાર્મિક યાત્રાએ નીકળ્યા હતા ત્યારે લલિતભાઇના મોટા પુત્ર અને પુત્રી પરિવાર સાથે યાત્રાએ ગયા ન હતા. અકસ્માતમાં હાલ લલિત સોનીની ભાળ મળી ગઈ છે જ્યારે તેની બે પુત્રી લાપતા છે ત્યારે પત્ની હેમલતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પરિવાર સાથે યાત્રાએ ન જતા બંને પુત્ર અને પુત્રીનો જીવ બચી ગયો હતો. 12 વર્ષીય ચેષ્ટાની હજુ પણ કોઇ ભાળ મળી નથી
પર્વત પાટિયાના સિલિકોન પેલેસમાં રહેતા ઇશ્વર સોની ઘરની આગળ જ વિધાતા જવેલર્સ ચલાવે છે. તેઓ પત્ની ભાવના, પુત્ર ભવ્ય અને બે પુત્રી પૈકી મોટી પુત્રી ડ્રીમી સોની અને ચેષ્ટા સોની સાથે ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા. બસ અલંકનંદા નદીમાં ખાબકતા તેમની 17 વર્ષીય પુત્રી ડ્રીમી મોત થયું હતું. આ ઉપરાંત નાની પુત્રી 12 વર્ષીય ચેષ્ટાની હજુ પણ કોઇ ભાળ મળી નથી. હાલ ઇશ્વરભાઈ તબિયત ગંભીર હોવાથી તેને એર લિફટમાં રૂષિકેશ સારવારમાં ખસેડાયા છે અને તેની પત્ની ભાવના અને પુત્ર ભવ્યની હાલ સારવાર ચાલી રહી છે. ધાર્મિક યાત્રા દરમિયાન તસવીરો હાલ છેલ્લી યાદ બની ગઈ
આજે પણ સુરતના લાપતા બે પરિવારની ત્રણ દીકરીઓની કોઇ ભાળ મળી ન હતી. રુદ્રપ્રયાગ ખાતે NDRFની ટીમ દ્વારા હજુ પણ લાપતા સભ્યોની શોધખોળ ચાલી રહી છે. ત્યારે આ બંને પરિવારજનો દ્વારા જે ધાર્મિક યાત્રા કરવામાં આવી હતી અને આ ધાર્મિક યાત્રા દરમિયાન કેમેરામાં કેદ કરવામાં આવેલી તસવીરો હાલ છેલ્લી યાદ બની ગઈ છે. આ પણ વાંચો: ટ્રકે ટક્કર મારી ને સોની પરિવાર ખાઇમાં ખાબક્યો:એક જ કુટુંબના 5 સભ્ય સહિત સુરતના 9 લોકો બસમાં હતા, વિધાતા જ્વેલર્સના માલિક, પત્ની અને દીકરાનો બચાવ, એક દીકરીનું મોત-એક મિસિંગ આ પણ વાંચો: અલકનંદા નદીમાં બસ ખાબકી, એક ગુજરાતી સહિત 4નાં મોત:ગુમ 10 લોકોમાંથી 3 ગુજરાતના, 8 ઘાયલ; ડ્રાઈવરે કહ્યું- ટ્રકે પાછળથી ટક્કર મારી હતી ટ્રાવેલરમાં સવાર મુસાફરોની યાદી