P24 News Gujarat

પ્રાર્થનાસભામાં પિતા ભાંગી પડ્યા:પુત્રીશેફાલીને યાદ કરી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા સતીશ જરીવાલા;પરાગે દર્દ ભૂલી સસરાને સંભાળવા પડ્યા

ટીવી અને બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ શેફાલી જરીવાલા હવે આપણી વચ્ચે નથી,પરંતુ એક પણ પળ એવી નથી જ્યારે લોકોએ તેમને યાદ ન કર્યા હોય. ગઈ કાલે શેફાલી જરીવાલાની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક્ટ્રેસના પિતા ધ્રૂસકે ધ્રૂસકે રડતા જોવા મળ્યા.
દિવંગત શેફાલી જરીવાલાએ પોતાના અભિનય અને અંદાજથી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ નામના મેળવી હતી. તેણે ‘બિગ બોસ 13’માં પણ પોતાનો જાદુ ચલાવવામાં કોઈ કસર નહોતી છોડી. શેફાલી જરીવાલાના આકસ્મિક નિધનથી ફેન્સ તો ઠીક, ટીવી અને બોલિવૂડના સ્ટાર્સના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ છે.આરતી સિંહથી લઈને માહિરા શર્મા જેવા કેટલાય સ્ટાર્સ શેફાલીની અંતિમ વિદાયમાં ધ્રૂસકે-ધ્રૂસકે રડતા જોવા મળ્યા હતા.
પ્રાર્થના સભામાં પિતા ભાંગી પડ્યા
ગઈ કાલે શેફાલી જરીવાલાની પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું, જેમાં તેમના પતિ પરાગ ત્યાગી સાથે પરિવારના બાકીના સભ્યો પણ શોકાકુલ જોવા મળ્યા હતા.શેફાલી જરીવાલાની પ્રાર્થના સભા સાથે જોડાયેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.જેમાં તેમના પિતાના આંસુ પણ રોકાતા નહોતા.પોતાની દીકરીને યાદ કરીને પિતા સતીશ જરીવાલા ધ્રૂસકે ધ્રૂસકે રડતા જોવા મળ્યા હતા. પરાગે સસરાને સંભાળ્યા
જોકે,આ મુશ્કેલ ઘડીમાં શેફાલીના પતિ પરાગ ત્યાગીએ પોતાનું દર્દ ભૂલીને પોતાના સસરાનું દુ:ખ હળવું કરવાનો પ્રયાસ કર્યો.તેમણે શેફાલી જરીવાલાના પિતાના આંસુ લૂછ્યા અને તેમને શાંત કરવાનો પણ પ્રયાસ કર્યો.
નોંધનીય છે કે, શેફાલી જરીવાલાના નિધનનું કારણ કાર્ડિયાક અરેસ્ટ ગણાવવામાં આવ્યું હતું. ડોક્ટરે શરૂઆતમાં શેફાલી જરીવાલાના મોતનું આ કારણ કાર્ડિયાક અરેસ્ટ ગણાવ્યું હતું. પરંતુ બાદમાં ડોક્ટરોએ કહ્યું કે ‘કાંટા લગા’ ગર્લના મોતનું કારણ લો બીપી હોઈ શકે છે. શેફાલીની નજીકની મિત્રનું કહેવું હતું કે એક્ટ્રેસના ઘરે તે દિવસે સત્યનારાયણની પૂજા હતી. આવી સ્થિતિમાં તેમણે વ્રત રાખ્યું હતું. પરંતુ વ્રત દરમિયાન શેફાલીએ વિટામિન સી આઈવી ડ્રિપ પણ લીધી હતી. શેફાલીની મિત્રએ સ્પષ્ટ કર્યું કે આ દવા તેઓ અવારનવાર લેતા હતા અને તેનાથી કોઈ તકલીફ નહોતી થતી.

​ટીવી અને બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ શેફાલી જરીવાલા હવે આપણી વચ્ચે નથી,પરંતુ એક પણ પળ એવી નથી જ્યારે લોકોએ તેમને યાદ ન કર્યા હોય. ગઈ કાલે શેફાલી જરીવાલાની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક્ટ્રેસના પિતા ધ્રૂસકે ધ્રૂસકે રડતા જોવા મળ્યા.
દિવંગત શેફાલી જરીવાલાએ પોતાના અભિનય અને અંદાજથી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ નામના મેળવી હતી. તેણે ‘બિગ બોસ 13’માં પણ પોતાનો જાદુ ચલાવવામાં કોઈ કસર નહોતી છોડી. શેફાલી જરીવાલાના આકસ્મિક નિધનથી ફેન્સ તો ઠીક, ટીવી અને બોલિવૂડના સ્ટાર્સના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ છે.આરતી સિંહથી લઈને માહિરા શર્મા જેવા કેટલાય સ્ટાર્સ શેફાલીની અંતિમ વિદાયમાં ધ્રૂસકે-ધ્રૂસકે રડતા જોવા મળ્યા હતા.
પ્રાર્થના સભામાં પિતા ભાંગી પડ્યા
ગઈ કાલે શેફાલી જરીવાલાની પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું, જેમાં તેમના પતિ પરાગ ત્યાગી સાથે પરિવારના બાકીના સભ્યો પણ શોકાકુલ જોવા મળ્યા હતા.શેફાલી જરીવાલાની પ્રાર્થના સભા સાથે જોડાયેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.જેમાં તેમના પિતાના આંસુ પણ રોકાતા નહોતા.પોતાની દીકરીને યાદ કરીને પિતા સતીશ જરીવાલા ધ્રૂસકે ધ્રૂસકે રડતા જોવા મળ્યા હતા. પરાગે સસરાને સંભાળ્યા
જોકે,આ મુશ્કેલ ઘડીમાં શેફાલીના પતિ પરાગ ત્યાગીએ પોતાનું દર્દ ભૂલીને પોતાના સસરાનું દુ:ખ હળવું કરવાનો પ્રયાસ કર્યો.તેમણે શેફાલી જરીવાલાના પિતાના આંસુ લૂછ્યા અને તેમને શાંત કરવાનો પણ પ્રયાસ કર્યો.
નોંધનીય છે કે, શેફાલી જરીવાલાના નિધનનું કારણ કાર્ડિયાક અરેસ્ટ ગણાવવામાં આવ્યું હતું. ડોક્ટરે શરૂઆતમાં શેફાલી જરીવાલાના મોતનું આ કારણ કાર્ડિયાક અરેસ્ટ ગણાવ્યું હતું. પરંતુ બાદમાં ડોક્ટરોએ કહ્યું કે ‘કાંટા લગા’ ગર્લના મોતનું કારણ લો બીપી હોઈ શકે છે. શેફાલીની નજીકની મિત્રનું કહેવું હતું કે એક્ટ્રેસના ઘરે તે દિવસે સત્યનારાયણની પૂજા હતી. આવી સ્થિતિમાં તેમણે વ્રત રાખ્યું હતું. પરંતુ વ્રત દરમિયાન શેફાલીએ વિટામિન સી આઈવી ડ્રિપ પણ લીધી હતી. શેફાલીની મિત્રએ સ્પષ્ટ કર્યું કે આ દવા તેઓ અવારનવાર લેતા હતા અને તેનાથી કોઈ તકલીફ નહોતી થતી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *