મોડેલ અંજલિ વરમોરાનો આત્મહત્યાનો ભેદ ઉકેલાયો. પ્રેમી ચિંતને ત્રાસ આપતા આત્મહત્યા કરી હતી. પ્રેમ સંબંધ બાદ લગ્નના ખોટા વાયદા કરતો હતો. મોડેલ અંજલિ શેડ્યુલ કાસ્ટની હતી અને ચિંતનની અપર કાસ્ટ, જેના કારણે બંને વચ્ચે થતા હતા અવારનવાર ઝઘડા થતા હતા. જાતિ વિષયક શબ્દો બોલી પણ ચિંતન અપમાન કરતો હતો. જેથી, મોડેલે ત્રાસી પોતાના ઘરમાં ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધો હતો. અઠવા લાઇન્સ પોલીસે મંગેતર ચિંતન અગ્રાવત વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. અંજલિ ચિંતન ધરમદાસ અગ્રાવતને ખુબજ પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ ચિંતન અંજલિને કહેતો હતો કે તમારી જાતી અને અમારી જાતિ અલગ-અલગ હોય અને મારો સમાજ ઉચી જાતિનો હોય અને તમારી જાતિ નીચી છે. ચિંતન અંજલિને આવી રીતે ને માનસિક ત્રાસ આપી લગ્ન નહી કરવા બાબતે ખોટા-ખોટા બહાના કાઢી ત્રાસ આપતો હતો. અંજલિ રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સીમાં મોડેલિંગનું કામ કરતી હતી
અંજલિએ એક વર્ષ પહેલાં જ મોડેલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. અલગ-અલગ કંપનીઓ સાથે કામ કર્યા બાદ છેલ્લા થોડા મહિનાઓથી રેવન્યુ મોડેલ કાસ્ટિંગ એજન્સીમાં મોડેલિંગનું કામ કરતી હતી. સુરત અને અમદાવાદના અલગ-અલગ પ્રોજેક્ટ પર તે કામ કરતી હતી. જ્યારે શૂટિંગનું કામ હોય ત્યારે જ તે જતી હતી અને બાકીનો સમય તે ઘરે રહેતી હતી. એ જે કામ કરતી હતી એમાં પરિવારનો સંપૂર્ણ સપોર્ટ હતો. બંને ખૂબ જ ખુશીથી રહેતાં હતાં. દિવાળી બાદ બંનેનાં લગ્ન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જોકે, હજુ લગ્નની તારીખ લેવાની બાકી હતી. નવસારી બજાર સ્થિત કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરાના પરિવારમાં તેની માતા, એક ભાઈ અને એક બહેન છે. અંજલિ એક મોડેલ હતી. અંજલિના ભાઈએ જણાવ્યું હતું કે, મારી બે બહેનો છે અને હું આ પરિવારનો એકનો એક દીકરો છું. મોટી બહેનના લગ્ન થઈ ગયા છે અને તેનાથી નાની બહેન અંજલિ હતી. મારા પિતા અલ્પેશભાઈ વરમોરા GEBની કોલોનીમાં કામ કરતા હતા. તેમનું અઢી વર્ષ પહેલાં એક અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ત્યારબાદ પરિવારની તમામ જવાબદારી મારી માતાએ ઉઠાવી છે. માતા પણ કામ કરીને પરિવાર ચલાવી રહ્યા છે. મોડેલના ફોનમાં અઢી કલાકમાં 23 કોલ, જેમાં 12 ફિયાન્સના હતા
મોડેલ અંજલિ વરમોરાના કોલ ડિટેઈલની પ્રાથમિક તપાસમાં આપઘાત પહેલાંના અઢી કલાકમાં કુલ 23 કોલ હોવાનું સામે આવ્યું છે, જેમાં મિસકોલથી લઈને તેણે કરેલા કોલ્સ પણ સામેલ છે. આ 23 કોલ્સમાંથી 12 કોલ તેના ફિયાન્સના હતા. એમાં અંજલિએ તેની સાથે 16 મિનિટ વાત કરી હતી. વાતચીત બાદ ફિયાન્સના કેટલાક મિસકોલ પણ તેના મોબાઈલમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત CDR મુજબ અંજલિએ 7 જૂન સાંજે અને રાત્રે તેની માતા, બહેન, જીજાજી અને ભાઈને પણ ફોન કર્યા હતા. એટલું જ નહીં, મોડેલે વ્હોટ્સએપથી પણ કોલ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ચિંતને વેલેન્ટાઇન ડેના દિવસે અંજલિને પ્રપોઝ કર્યું હતું
ચિંતને પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, 4 વર્ષ પહેલાં અંજલિ સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ હતી. વર્ષ 2021માં વેલેન્ટાઈન ડેના દિવસે તેણે અંજલિને પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ બંને પરિવારજનોની સંમતિથી તેમની સગાઈ નક્કી થઈ હતી અને 31 ડિસેમ્બર 2024ના રોજ બંનેનાં લગ્ન થવાનાં હતાં, જોકે, ચિંતનની માતાનું બીમારીને કારણે અવસાન થતાં એ વખતે લગ્ન રદ કરવામાં આવ્યા હતા.