બિહારમાં ચૂંટણી લડવાની કેજરીવાલે ગુજરાતમાંથી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જેમાં ભાજપની જેમ એક મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન તેમણે આ વાત કહી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સાથે કોઈપણ ગઠબંધન નથી. તેમને યુવાનોને અપીલ કરી હતી કે માત્ર બે વર્ષ આપી દો, આ એક હવન છે એમાં આહુતિ આપો. ‘માત્ર બે વર્ષ આપી દો આ એક હવન છે એમાં આહુતિ આપો’
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે 9512040404 નંબર જાહેર કરી તેની પર મિસ કોલ કરીને લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડાવવા અપીલ કરી હતી. વધુમાં તેમણે કહ્યું હતુ કે વિસાવદરની ચૂંટણીમાં જનતાએ અમારા પર વિશ્વાસ કર્યો છે. ગુજરાતનો વિકાસ કરવો હોય તો યુવાનો અમારી સાથે જોડાવો. માત્ર બે વર્ષ આપી દો આ એક હવન છે એમાં આહુતિ આપો. ગુજરાતનો વિકાસ જોઈએ તો આમ આદમી પાર્ટીમાં જોડાઓ. વિસાવદરની જીત કોઈ મોટી જીત નહીં પરંતુ 2027ની સેમી ફાઈનલ છે. ભાજપે ગુજરાતમાં 30 વર્ષ શાસન કર્યું છે અને આજે ગુજરાતને બરબાદ કરી નાખવામાં આવ્યું છે. ‘વિસાવદરમાં કોંગ્રેસ અમને ભાજપ સાથે મળીને હરાવવા આવી હતી’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આખું સુરત શહેર પાણીમાં ડુબી રહ્યું છે. આ સુરતની પરિસ્થિતિ ભાજપના ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. ગુજરાતમાં રોડ ખરાબ છે. પેપર લિક થઈ રહ્યા છે. અમારી પાર્ટી બધાથી અલગ છે. કોંગ્રેસ સાથે કોઈપણ ગઠબંધન નથી. INDIA સાથે માત્ર લોકસભા પૂરતું ગઠબંધન હતું. વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસ અમને ભાજપ સાથે મળીને હરાવવા આવી હતી. ‘ગારિયાધારના ધારાસભ્ય અમારી સાથે જ છે’
આમ આદમી પાર્ટીના જ ધારાસભ્ય ઉમેશ મકવાણાને લઈને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે અમને ઉમેશ મકવાણા વિરુદ્ધ ફરિયાદ મળી હતી. અમે તેઓને સસ્પેન્ડ કરી દીધાં છે. ગારિયાધારના ધારાસભ્ય સામાજિક કામ હોવાથી સુરત ગયા હતા. અરવિંદ કેજરીવાલને મળ્યાં હતા અને તમામ નેતાઓને મળ્યા હતા. ધારાસભ્ય અમારી સાથે જ છે. કાર્યક્રમમાં ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાધાણીની સૂચક ગેરહાજરી
ગઇકાલના કાર્યક્રમમાં ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાધાણીની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. કાર્યક્રમ તો ઠીક પણ પાર્ટીએ તૈયાર કરેલા હોર્ડિગ્ઝમાંથી પણ વાઘાણીની બાદબાકી ઊડીને આંખે વળગી હતી. ઉમેશ મકવાણા બાદ સુધીર વાઘાણી પણ પાર્ટીથી નારાજ હોવાની ચર્ચા છે. આ પણ વાંચો: AAPના કાર્યક્રમ અને બેનરમાંથી ગારિયાધારના MLA ગાયબ! એક તરફ સદસ્યતા અભિયાનનો પ્રારંભ, બીજી તરફ ચારમાંથી એક ધારાસભ્ય ગેરહાજર
2022 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી. વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતા ખાલી પડી હતી ત્યારબાદ અહીં યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ જીત મેળવી બેઠક જાળવી રાખી છે. હવે પાર્ટીએ આગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયતો અને કોર્પોરેશનની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેના ભાગરૂપે કેજરીવાલની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી કાર્યક્રમમાં પણ ગેરહાજર જોવા મળ્યા હતા. કાર્યક્રમ સ્થળ પર લગાવાયેલા બેનરમાંથી પણ વાઘાણી ગાયબ જોવા મળ્યા હતા. 6 દિવસ પહેલા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા હતા
ઉમેશ મકવાણાને AAPમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. અગાઉ ઉમેશ મકવાણાએ નરો વા કુંજરો વા જેવી સ્થિતિ ઊભી કરી હતી. તેમણે ના તો પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું ના તો ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે માત્ર દંડકપદે અને રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપીને પાર્ટી પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે.(સંપૂર્ણ સમાચાર વાંચો) 6 ટર્મથી જીતી રહેલા કેશુભાઈ નાકરાણીને હરાવી ધારાસભ્ય બન્યા હતા વાઘાણી
2022 વિધાનસભા ચૂંટણીમાં ગારિયાધાર બેઠક પર આમ આદમી પાર્ટીએ યુવા નેતા સુઘીર વાઘાણીને ટિકિટ આપી હતી. જેઓએ 6 ટર્મથી જીત મેળવી રહેલી ભાજપના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીને 4819 મતથી હરાવ્યા હતા.