છેલ્લાં 17 વર્ષથી ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ લોકોનુ દિલ જીતી રહ્યું છે. પરંતુ શોમાં દયાબેન એટલે કે દિશા વાકાણીની ઝલક જોવા ફેન્સ આજે પણ એટલાં જ આતુર છે.નોંધનીય છે કે, 2017માં પ્રથમ પ્રેગ્નેન્સી દરમિયાન દિશાએ મેટરનિટી લીવ લીધી હતી. ત્યારથી તે બીજી વખત પણ માતા બની ચૂકી છે. પરંતુ શોમાં પાછી ફરી નથી.દિશા ન તો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, ન તો પબ્લિક ઈવેન્ટમાં જોવા મળે છે. દિશાને ફેન્સ ભાગ્યે જ જોઈ શકે છે. ફેનક્લબ પર ક્યારેક તેમના ફોટા વાયરલ થઈ જાય છે.
દિશાનો લેટેસ્ટ લૂક સામે આવ્યો
ત્યારે હવે દિશાનો લેટેસ્ટ લૂક સામે આવ્યો છે. બે બાળકોની માતા બન્યા બાદ તે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.ગૃહસ્થ જીવનમાં વ્યસ્ત આ એક્ટ્રેસ તાજેતરના ફોટામાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. તેણે ગુજરાતી સ્ટાઈલમાં સાડી પહેરી છે. તેનો લુક જોઈને લાગે છે કે તે કોઈ ફંક્શનમાં ગઈ હોઈ.બિંદી, ઝુમખા, ચૂડીઓ પહેરેલી તે જોવા મળી છે.તેણેગળામાં નેકલેસ પહેર્યો છે.આ પ્રકારના શણગાર સાથે દિશા લાંબા સમય બાદ જોવા મળી છે.તેની સાથે એક બાળકી પણ છે.દિશાએ તે બાળકીનો હાથ પકડ્યો છે.હવે આ તેની દીકરી છે કે કોઈ બીજું કોઈ,તે વિશે કોઈ માહિતી મળી શકી નથી. દિશા કેમેરા તરફ હસતાં હસતાં પોઝ આપી રહી છે. તે ટિપિકલ પરિણીત મહિલા જેવી દેખાઈ રહી છે. ચાહકો ટ્રાન્સફોર્મેશનને જોઈને આશ્ચર્યચકિત
વિતેલાં વર્ષોમાં એક્ટ્રેસના લુકમાં ઘણો બદલાવ આવ્યો છે.ફેન્સ દિશા વાકાણીની આ ઝલક જોઈને ખુશ થઈ ગયા છે. જ્યારે કેટલાક લોકો તેના ટ્રાન્સફોર્મેશનને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.તારક મહેતા શોમાં દિશાની વાપસી હવે મુશ્કેલ છે. ખુદ પ્રોડ્યુસર અસિત મોદીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. નવી દયાબેનની શોધ ચાલુ છે. અસિત મોદીએ કહ્યું- તેમનું પાછું આવવું મુશ્કેલ છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે શું દયાબેન એટલે કે દિશા વાકાણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’માં પરત ફરશે કે નહીં. શોના પ્રોડ્યુસર અસિત મોદીએ તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં આ મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું કે તે ઈચ્છે છે કે દિશા શોમાં પરત ફરે. જોકે, હવે એ થવું મુશ્કેલ છે. અસિત મોદીએ એ પણ જણાવ્યું કે દયાબેનના રોલ માટે ઓડિશન ચાલી રહ્યાં છે. જો કોઈ એક્ટ્રેસ ફાઈનલ થશે તો તેઓ તેને આવકારશે. ‘મને લાગે છે કે દિશા શોમાં પાછી નહીં ફરે’
પ્રોડ્યુસરે આગળ કહ્યું હતું- હું હજી પણ પ્રયાસ કરી રહ્યો છું. જોકે મને લાગે છે કે દિશા વાકાણી શોમાં પાછી નહીં આવે. તેમને બે બાળકો છે. તે મારી બહેન જેવી છે. આજે પણ તેમના પરિવાર સાથે અમારો ખૂબ જ ગાઢ સંબંધ છે. મારી બહેન દિશા વાકાણીએ મને રાખડી બાંધી છે. તેના પિતા અને ભાઈ પણ મારા માટે પરિવાર છે. ‘દિશા પાછી આવે તો સારું છે, નહીંતર બીજી દયા લાવવી પડશે’
અસિત મોદીએ કહ્યું- હવે તેના માટે શોમાં પરત આવવું મુશ્કેલ છે. લગ્ન પછી સ્ત્રીઓનું જીવન બદલાઈ જાય છે. નાનાં બાળકો સાથે કામ કરવું અને ઘરનું સંચાલન કરવું થોડું મુશ્કેલ છે. પરંતુ હું હજુ પણ હકારાત્મક છું. ક્યાંક મને લાગે છે કે ભગવાન કોઈ ચમત્કાર કરશે અને તે પાછી આવશે. જો તે આવશે, તો તે સારી બાબત હશે. જો કોઈ કારણસર તે ન આવે તો મારે બીજા દયાબેનને શો માટે લાવવા પડશે. દિશા વાકાણીએ મૂકી હતી શરત
દિશા વાકાણી ‘તારક મહેતા..’માં 2008થી જોડાયેલી હતી. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજ દિન સુધી પાછી આવી નથી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે. 2019માં ઓક્ટોબરમાં દિશા વાકાણી જોવા મળી હતી. એ સમયે દિશા વાકાણીએ ફોન પર જેઠાલાલ સાથે વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સના મતે, દિશાએ શોના એક એપિસોડદીઠ 1.5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. આ ઉપરાંત તેણે મેકર્સ પાસે શરત મૂકી હતી કે તે દિવસમાં માત્ર ત્રણ કલાક જ શૂટિંગ કરશે, કારણ કે તે પોતાનો સમય પરિવારને આપવા માગે છે, જોકે આ અંગે દિશા વાકાણી કે મેકર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહોતી.