P24 News Gujarat

વેશ્યાવૃત્તિના કેસમાં અમેરિકન રેપર દોષિત:કોર્ટે હિપ-હોપ સ્ટાર શોન ડીડી કોમ્બ્સને જામીન આપવાનો ઇનકાર કર્યો, 20 વર્ષની સજા થઈ શકે છે

અમેરિકન હિપ-હોપ સ્ટાર શોન ડીડી કોમ્બ્સને વેશ્યાવૃત્તિ માટે મુસાફરી કરાવવા માટે મજબૂર કરવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. જોકે, તેને રેકેટિયરિંગ અને સેક્સ ટ્રાફિકિંગના સૌથી ગંભીર આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. બીબીસીના અહેવાલ મુજબ, ન્યાયાધીશ અરુણ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, ડીડી સામે અગાઉ પણ હિંસાનો કેસ નોંધાયેલો છે. તેથી, તેને સજા સંભળાવવામાં આવે ત્યાં સુધી જેલમાં રહેવું પડશે. આ વર્ષે ઓક્ટોબરમાં સજા સંભળાવી શકાય છે. મહત્તમ સજા 20 વર્ષની હોઈ શકે છે. જ્યુરીએ 13 કલાક સુધી ચર્ચા કરી અને તેને ત્રણ આરોપોમાંથી મુક્ત કર્યો.
ન્યુ યોર્ક સિટીની ફેડરલ કોર્ટમાં ટ્રાયલ લગભગ બે મહિના સુધી ચાલી. પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે ડીડીએ પોતાની ઓળખ અને વ્યવસાયનો ઉપયોગ મહિલાઓની સેક્સ ટ્રાફિકિંગમાં રોકાયેલી ગુનાહિત ગેંગ ચલાવવા માટે કર્યો હતો. 12 જ્યુરી સભ્યોએ 13 કલાક સુધી ચર્ચા કરી. આ પછી, તેમણે પાંચ ગંભીર આરોપોમાંથી ત્રણમાંથી તેને નિર્દોષ જાહેર કર્યો. હવે ડીડી એ જ ફેડરલ જેલમાં રહેશે જ્યાં તે ગયા સપ્ટેમ્બરથી બંધ છે. સજાની સુનાવણી ૩ ઓક્ટોબરે થવાની છે. વકીલે કહ્યું કે તેણે સુધારા કાર્યક્રમમાં ભાગ લીધો હતો
ડીડીના વકીલ માર્ક અગ્નિફિલોએ ન્યાયાધીશને તેમના ક્લાયન્ટને મુક્ત કરવા અપીલ કરી હતી. વકીલે કહ્યું હતું કે, “ડીડીએ ઘરેલુ હિંસા માટેના સુધારા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેણે ધરપકડ પહેલા જ આ પગલું ભર્યું હતું. તેણે 2018 થી કોઈ હિંસા કરી નથી. મને લાગે છે કે આપણે તેના પર વિશ્વાસ કરવો જોઈએ.” જોકે, ડીડીની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ, સંગીતકાર કેસાન્ડ્રા વેન્ચુરાએ એક પત્રમાં કોર્ટને ચેતવણી આપી હતી. તેણીએ લખ્યું હતું કે, “જો ડીડીને મુક્ત કરવામાં આવે તો તે ખતરો બની શકે છે.” રેપરે ઘરેલુ હિંસાની કબૂલાત કરી હતી પરંતુ સંમતિ વિના સેક્સ કરવાનો અને કોઈ મોટું રેકેટ ચલાવવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયાધીશ સુબ્રમણ્યમે કહ્યું “આરોપી પોતે સ્વીકારે છે કે હિંસા તેના અંગત સંબંધોમાં થઈ હતી. તેથી, જામીન નામંજૂર કરવામાં આવે છે,” . જ્યુરીએ તેને સૌથી ગંભીર આરોપોમાંથી મુક્ત કર્યા ત્યારે કોર્ટરૂમ ભાવુક થઈ ગયો. સેક્સ ટ્રાફિકિંગ અને રેકેટિંગ માટે આજીવન કેદની સજા છે. ચુકાદો સાંભળતાની સાથે જ ડીડી ઘૂંટણિયે પડી ગયો. તેણે પોતાનો ચહેરો ખુરશીમાં દબાવી દીધો. તે ધ્રૂજતો હતો. ચુકાદાના એક દિવસ પહેલા, જ્યુરીએ કોર્ટને કહ્યું હતું કે તેઓ રેકેટિયરિંગના મુદ્દા પર સહમત થઈ શકતા નથી. જ્યુરીએ કહ્યું હતું .”બંને પક્ષોના મંતવ્યો ખૂબ જ અડગ છે,” રેકેટિયરિંગ એટલે ગેરકાયદેસર સંગઠન ચલાવવું. ફરિયાદીએ દલીલ કરી હતી કે ડીડીએ તેના સ્ટાફની મદદથી જાતીય શોષણ, અપહરણ, ડ્રગ્સનો દુરુપયોગ અને પુરાવાનો નાશ જેવા ગુનાઓ કર્યા હતા. વકીલોએ કહ્યું કે જો કર્મચારીઓ જાણી જોઈને સંડોવાયેલા ન હોય, તો આ કેસ રેકેટિયરિંગનો નથી. કોર્ટમાં ઘણા સાક્ષીઓએ જુબાની આપી
સાત અઠવાડિયા સુધી ચાલેલી ટ્રાયલ દરમિયાન ફરિયાદીઓએ 30 થી વધુ સાક્ષીઓ રજૂ કર્યા, જેમાં કેસાન્ડ્રા વેન્ચુરા, રેપર કિડ કુડી, કેટલાક ભૂતપૂર્વ કર્મચારીઓ અને હોટેલ સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. ફરિયાદીઓએ આરોપ લગાવ્યો હતો કે ડીડી “ફ્રીક-ઓફ” નામની ઘટનાઓમાં મહિલાઓને સામેલ કરતો હતો, જેમાં તેની ગર્લફ્રેન્ડ્સ પુરુષ એસ્કોર્ટ સાથે સેક્સ કરતી હતી જ્યારે ડીડી તે બધું જોતો અને રેકોર્ડ કરતો હતો. એક સાક્ષીએ જણાવ્યું હતું કે ડીડીએ 2016 માં લોસ એન્જલસની એક હોટલમાં વેન્ચુરા પર હુમલો કર્યો હતો. તેણે સુરક્ષા કેમેરા ફૂટેજ ડિલીટ કરવા માટે પૈસા પણ ચૂકવ્યા હતા. ડીડીના વકીલે હિંસા સ્વીકારી હતી પરંતુ કહ્યું હતું કે તે નશા અને ઈર્ષ્યાનું પરિણામ હતું, કોઈ મોટા ગુનાહિત કાવતરાનું નહીં. નોંધનીય છે કે, ડીડી સામે જાતીય સતામણી અને હિંસાનો આરોપ લગાવતા ડઝનબંધ સિવિલ કેસ પણ ચાલી રહ્યા છે. તેમણે 1993 માં ‘બેડ બોય’ રેકોર્ડ્સ શરૂ કર્યા હતા. આ કંપની હિપ-હોપ સેલિબ્રિટીઓનું પ્રતિનિધિત્વ કરતી હતી. તેમણે સીન જોન નામથી કપડાંનો વ્યવસાય, પરફ્યુમ અને મીડિયા કંપની પણ બનાવી છે.

​અમેરિકન હિપ-હોપ સ્ટાર શોન ડીડી કોમ્બ્સને વેશ્યાવૃત્તિ માટે મુસાફરી કરાવવા માટે મજબૂર કરવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. જોકે, તેને રેકેટિયરિંગ અને સેક્સ ટ્રાફિકિંગના સૌથી ગંભીર આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. બીબીસીના અહેવાલ મુજબ, ન્યાયાધીશ અરુણ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, ડીડી સામે અગાઉ પણ હિંસાનો કેસ નોંધાયેલો છે. તેથી, તેને સજા સંભળાવવામાં આવે ત્યાં સુધી જેલમાં રહેવું પડશે. આ વર્ષે ઓક્ટોબરમાં સજા સંભળાવી શકાય છે. મહત્તમ સજા 20 વર્ષની હોઈ શકે છે. જ્યુરીએ 13 કલાક સુધી ચર્ચા કરી અને તેને ત્રણ આરોપોમાંથી મુક્ત કર્યો.
ન્યુ યોર્ક સિટીની ફેડરલ કોર્ટમાં ટ્રાયલ લગભગ બે મહિના સુધી ચાલી. પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે ડીડીએ પોતાની ઓળખ અને વ્યવસાયનો ઉપયોગ મહિલાઓની સેક્સ ટ્રાફિકિંગમાં રોકાયેલી ગુનાહિત ગેંગ ચલાવવા માટે કર્યો હતો. 12 જ્યુરી સભ્યોએ 13 કલાક સુધી ચર્ચા કરી. આ પછી, તેમણે પાંચ ગંભીર આરોપોમાંથી ત્રણમાંથી તેને નિર્દોષ જાહેર કર્યો. હવે ડીડી એ જ ફેડરલ જેલમાં રહેશે જ્યાં તે ગયા સપ્ટેમ્બરથી બંધ છે. સજાની સુનાવણી ૩ ઓક્ટોબરે થવાની છે. વકીલે કહ્યું કે તેણે સુધારા કાર્યક્રમમાં ભાગ લીધો હતો
ડીડીના વકીલ માર્ક અગ્નિફિલોએ ન્યાયાધીશને તેમના ક્લાયન્ટને મુક્ત કરવા અપીલ કરી હતી. વકીલે કહ્યું હતું કે, “ડીડીએ ઘરેલુ હિંસા માટેના સુધારા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેણે ધરપકડ પહેલા જ આ પગલું ભર્યું હતું. તેણે 2018 થી કોઈ હિંસા કરી નથી. મને લાગે છે કે આપણે તેના પર વિશ્વાસ કરવો જોઈએ.” જોકે, ડીડીની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ, સંગીતકાર કેસાન્ડ્રા વેન્ચુરાએ એક પત્રમાં કોર્ટને ચેતવણી આપી હતી. તેણીએ લખ્યું હતું કે, “જો ડીડીને મુક્ત કરવામાં આવે તો તે ખતરો બની શકે છે.” રેપરે ઘરેલુ હિંસાની કબૂલાત કરી હતી પરંતુ સંમતિ વિના સેક્સ કરવાનો અને કોઈ મોટું રેકેટ ચલાવવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયાધીશ સુબ્રમણ્યમે કહ્યું “આરોપી પોતે સ્વીકારે છે કે હિંસા તેના અંગત સંબંધોમાં થઈ હતી. તેથી, જામીન નામંજૂર કરવામાં આવે છે,” . જ્યુરીએ તેને સૌથી ગંભીર આરોપોમાંથી મુક્ત કર્યા ત્યારે કોર્ટરૂમ ભાવુક થઈ ગયો. સેક્સ ટ્રાફિકિંગ અને રેકેટિંગ માટે આજીવન કેદની સજા છે. ચુકાદો સાંભળતાની સાથે જ ડીડી ઘૂંટણિયે પડી ગયો. તેણે પોતાનો ચહેરો ખુરશીમાં દબાવી દીધો. તે ધ્રૂજતો હતો. ચુકાદાના એક દિવસ પહેલા, જ્યુરીએ કોર્ટને કહ્યું હતું કે તેઓ રેકેટિયરિંગના મુદ્દા પર સહમત થઈ શકતા નથી. જ્યુરીએ કહ્યું હતું .”બંને પક્ષોના મંતવ્યો ખૂબ જ અડગ છે,” રેકેટિયરિંગ એટલે ગેરકાયદેસર સંગઠન ચલાવવું. ફરિયાદીએ દલીલ કરી હતી કે ડીડીએ તેના સ્ટાફની મદદથી જાતીય શોષણ, અપહરણ, ડ્રગ્સનો દુરુપયોગ અને પુરાવાનો નાશ જેવા ગુનાઓ કર્યા હતા. વકીલોએ કહ્યું કે જો કર્મચારીઓ જાણી જોઈને સંડોવાયેલા ન હોય, તો આ કેસ રેકેટિયરિંગનો નથી. કોર્ટમાં ઘણા સાક્ષીઓએ જુબાની આપી
સાત અઠવાડિયા સુધી ચાલેલી ટ્રાયલ દરમિયાન ફરિયાદીઓએ 30 થી વધુ સાક્ષીઓ રજૂ કર્યા, જેમાં કેસાન્ડ્રા વેન્ચુરા, રેપર કિડ કુડી, કેટલાક ભૂતપૂર્વ કર્મચારીઓ અને હોટેલ સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. ફરિયાદીઓએ આરોપ લગાવ્યો હતો કે ડીડી “ફ્રીક-ઓફ” નામની ઘટનાઓમાં મહિલાઓને સામેલ કરતો હતો, જેમાં તેની ગર્લફ્રેન્ડ્સ પુરુષ એસ્કોર્ટ સાથે સેક્સ કરતી હતી જ્યારે ડીડી તે બધું જોતો અને રેકોર્ડ કરતો હતો. એક સાક્ષીએ જણાવ્યું હતું કે ડીડીએ 2016 માં લોસ એન્જલસની એક હોટલમાં વેન્ચુરા પર હુમલો કર્યો હતો. તેણે સુરક્ષા કેમેરા ફૂટેજ ડિલીટ કરવા માટે પૈસા પણ ચૂકવ્યા હતા. ડીડીના વકીલે હિંસા સ્વીકારી હતી પરંતુ કહ્યું હતું કે તે નશા અને ઈર્ષ્યાનું પરિણામ હતું, કોઈ મોટા ગુનાહિત કાવતરાનું નહીં. નોંધનીય છે કે, ડીડી સામે જાતીય સતામણી અને હિંસાનો આરોપ લગાવતા ડઝનબંધ સિવિલ કેસ પણ ચાલી રહ્યા છે. તેમણે 1993 માં ‘બેડ બોય’ રેકોર્ડ્સ શરૂ કર્યા હતા. આ કંપની હિપ-હોપ સેલિબ્રિટીઓનું પ્રતિનિધિત્વ કરતી હતી. તેમણે સીન જોન નામથી કપડાંનો વ્યવસાય, પરફ્યુમ અને મીડિયા કંપની પણ બનાવી છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *