દીપિકા પાદુકોણની 2026ના ‘હોલિવૂડ વૉક ઓફ ફેમ’ સન્માન માટે પસંદગી કરવામાં આવી છે. આ સન્માન મેળવનારી તે પ્રથમ ભારતીય છે. ત્યારે આ સન્માન મેળવ્યા બાદ દીપિકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી મૂકીને પ્રતિક્રિયા આપી છે. દીપિકાએ સ્ટોરીમાં કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. ‘હોલિવૂડ વૉક ઓફ ફેમ’નું સંચાલન કરતી સત્તાવાર સંસ્થા હોલિવૂડ ચેમ્બર ઓફ કોમર્સે ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર શેર કર્યા છે. પોસ્ટમાં તેમણે લખ્યું- ‘હોલિવૂડ ચેમ્બર ઓફ કોમર્સના વોક ઓફ ફેમ પસંદગી પેનલ દ્વારા હોલિવૂડ વૉક ઓફ ફેમ પર સ્ટાર્સ પ્રાપ્ત કરવા માટે મોશન પિક્ચર્સ, ટેલિવિઝન, લાઇવ થિયેટર/લાઇવ પર્ફોર્મન્સ, રેડિયો, રેકોર્ડિંગ અને સ્પોર્ટ્સ મનોરંજન શ્રેણીઓમાં એન્ટરટેઇમેન્ટ પ્રોફેશનલ્સના એક નવા ગ્રુપની પસંદગી કરવામાં આવી છે. અમને 2026ના વોક ઓફ ફેમ ક્લાસમાં તમારું સ્વાગત કરતાં ગર્વ થાય છે!’ આ સાથે તેમણે દરેક શ્રેણી માટે પસંદ કરાયેલા કલાકારોના નામ શેર કર્યા છે. મોશન પિક્ચર્સ કેટેગરીમાં દીપિકાને સન્માન માટે પસંદ કરવામાં આવી છે. દીપિકા ઉપરાંત, આ યાદીમાં ટિમેટી આલમ (ઇન્ટરસ્ટેલર ફેમ), રશેલ મેકએડમ્સ, ડેમી મૂર, સ્ટેનલી ટુચી, રામી મલેક અને એમિલી બ્લન્ટ જેવા આંતરરાષ્ટ્રીય કલાકારોનો સમાવેશ થાય છે. ‘હોલિવૂડ વૉક ઓફ ફેમ’ સન્માન શું છે? ‘હોલિવૂડ વૉક ઓફ ફેમ’ એ અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં આવેલું એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. જ્યાં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર યોગદાન આપનાર કલાકારો, સંગીતકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ વગેરેના નામવાળા સ્ટાર્સ ફૂટપાથ પર જડવામાં આવે છે. અત્યારસુધીમાં એક્ટર્સ, ડિરેક્ટર્સ, સિંગર્સ, ફિલ્મ પ્રોડ્યૂસર્સ, મેકર્સ સહિત કુલ 2813 વ્યક્તિના નામો અહીં સમાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, દીપિકા પહેલા ભારતીય મૂળના એક્ટર સાબુ દસ્તગીરને આ સન્માન આપવામાં આવ્યું છે. સાબુને 1960માં સ્ટાર મળ્યો હતો, જ્યારે તેમને આ સન્માન મળ્યું, ત્યારે તેઓ અમેરિકન નાગરિકતા અપનાવી ચૂક્યા હતા. દીપિકાનો વૈશ્વિક પ્રભાવ હોલિવૂડ અને વૈશ્વિક પ્લેટફોર્મ પર દીપિકાની સિદ્ધિઓ વિશે વાત કરીએ તો, વર્ષ 2017 માં તેણીએ XXX: Return of Xander Cage ફિલ્મ સાથે હોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2018માં ટાઇમ મેગેઝિને તેણીને વિશ્વના 100 સૌથી શક્તિશાળી લોકોમાં સામેલ કરી હતી. દીપિકાને TIME100 એવોર્ડ પણ મળ્યો છે. દીપિકા કતારમાં ફિફા વર્લ્ડ કપ ફાઇનલની ટ્રોફીનું અનાવરણ કરનારી પ્રથમ ભારતીય પણ હતી. આ ઉપરાંત, તે વૈશ્વિક બ્રાન્ડ્સ લુઇ વીટોં અને કાર્ટિયરનો ચહેરો પણ છે. માતા બન્યા પછી આ એક્ટ્રેસ પડદા પરથી ગાયબ છે, પરંતુ તે ટૂંક સમયમાં એટલીની ‘AA22xA6’ અને શાહરૂખ ખાન અને સુહાના ખાન સાથે ‘કિંગ’ સાથે વાપસી કરશે.