બિગ બોસના ઇતિહાસમાં પહેલી વખત આગામી સિઝનમાં સ્પર્ધક તરીકે AI રોબોટ ડોલની એન્ટ્રી થવાની શક્યતા છે. અહેવાલો અનુસાર ‘બિગ બોસ 19’માં UAEની વાયરલ AI રોબોટ ‘હબુબુ’ 17 સ્પર્ધકોમાંની એક હોવાની શક્યતા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર ‘BiggBoss24*7’ નામના એક હેન્ડલે શેર કર્યું છે કે, ‘બિગ બોસ 19, ભારતનો સૌથી મોટો રિયાલિટી શો અત્યાર સુધીના સૌથી અનોખા ટ્વિસ્ટ સાથે આવ્યો છે! હબુબુને હેલો કહો – UAEની પ્રથમ ઇન્ટરેક્ટિવ અમિરાતી રોબોટ ડોલ – અને અંદાજ લગાવો કે… તે બિગ બોસના ઘરમાં પ્રવેશી રહી છે.’ વધુમાં લખ્યું છે કે, ‘ડ્રામા ક્વીન્સ અને જીમ બ્રોસને ભૂલી જાઓ. આ વખતે, સ્પર્ધામાં ગોલ્ડન માસ્કવાળી, ગુલાબી લહેંગો પહેરેલી, મોટી આંખોવાળી અને તેનાથી પણ મોટા સરપ્રાઇઝ ધરાવતી AI-પાવર્ડ ઢીંગલી આવવાની છે.’ ‘હું બિગ બોસમાં ડેબ્યૂ કરવા તૈયાર’ નોંધનીય છે કે, હબુબુના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી પણ જાહેરાત કરવામાં આવી છે કે, ‘ભારતમાં મારા બિગ બોસ રિયાલિટી ટીવી ડેબ્યૂ માટે તૈયાર!’ હબુબુ હિન્દી ઉપરાંત 7 ભાષાઓ બોલી શકે છે. ઉપરાંત તે રસોઈ બનાવી શકે છે, સાફ-સફાઈ કરી શકે છે અને ગીતો પણ ગાઇ શકે છે. હબુબુ: ઓનલાઈન સેન્સેશન અને વૈશ્વિક પ્રભાવ હબુબુ તેના અદભૂત માનવીય લક્ષણો, ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને અર્થપૂર્ણ વાતચીત કરવાની ક્ષમતાને કારણે ઓનલાઈન સેન્સેશન બની છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર કલ્ચરલ મેનેજમેન્ટ (IFCM) અનુસાર, હબુબુ AI અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે, જે તેને લાગણીઓને પ્રતિસાદ આપવા, ઘરના કાર્યોમાં મદદ કરવા અને સામાજિક સેટિંગ્સમાં અનુકૂલન સાધવા સક્ષમ બનાવે છે. અહેવાલ મુજબ, હબુબુનું સંચાલન, એ જ એજન્સી, IFCM દ્વારા થાય છે, જે બિગ બોસ 16ના સ્ટાર અબ્દુ રોઝિકનું પણ સંચાલન કરતી હતી. હબુબુના પ્રવેશ અંગે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. નવી સિઝન ઓગસ્ટમાં પ્રીમિયર થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.