“આમ તો હું પ્રોટોકોલના કારણે જલ્દી કોઈ જગ્યાએ ચા પીતો નથી પરંતુ મારે તમારી સાથે તમારા ગામમાં ચા પી ને જ જવું છે” આ શબ્દો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના. CM ગાંધીનગરના પુન્દ્રાસણ ગામમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ચા પીતા રહ્યા અને ગામના લોકો એક પછી એક સમસ્યાની રજૂઆત કરતા ગયા. બાજુમાં ગાંધીનગરના કલેક્ટર અને DDO સહિતના અધિકારીઓ પણ હાજર હતા. મુખ્યમંત્રીને જે જે સમસ્યા સાંભળવા મળતી તેઓ તરત જ કલેક્ટરને તમામ સમસ્યા ધ્યાનમાં રાખવાની સૂચના આપતા રહેતા. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ગામના જ લોકોએ કહી દીધું કે, સાહેબ… ગામમાં માધ્યમિક શાળા શરૂ કરાવો. પુન્દ્રાસણ ગામમાં ધોરણ 1 થી 8 માટે પ્રાથમિક શાળા તો છે પરંતુ માધ્યમિક શાળા માટે ગામના બાળકોએ આસપાસના અન્ય ગામમાં જવું પડે છે અને આસપાસના ગામમાં સંખ્યા ભરાઈ જાય તો છે છેક ગાંધીનગર સુધી લાંબુ થવું પડે છે. સરકારી ચોપડે ગામમાં સાક્ષરતાનો દર 78% છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પાટનગર ગાંધીનગરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજ્યો. આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગાંધીનગર જિલ્લાના પુન્દ્રાસણ ગામમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા. અમદાવાદના અડાલજથી 9 કિલોમીટર દૂર અને કલોલ ગાંધીનગરની વચ્ચે આવેલા પુન્દ્રાસણ ગામમાં ભાસ્કરની ટીમ પહોંચી છે. ગામમાં પહોંચીને ભાસ્કરની ટીમે હકીકત જાણવાનો પ્રયાસ કર્યો કે ગામમાં માધ્યમિક શાળા ન હોવાના કારણે બાળકોને કેટલું હેરાન થવું પડે છે? મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાયા બાદ શું આશ્વાસન અપાયું છે.? પુન્દ્રાસણ ગામમાં માધ્યમિક શાળા સિવાય અન્ય બીજી કંઈ સમસ્યા છે.? રાજ્યના પાટનગરમાં આવેલ પુન્દ્રાસણ ગામની શું હાલત છે? આ તમામ સવાલના જવાબ જાણીશું આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં…. ” સાહેબ, ગામમાં માધ્યમિક શાળા જ નથી… એનું કાંઈક કરો”
ભાસ્કરની ટીમ ગામમાં પહોંચી તો જોયું કે ગામના રોડ રસ્તા બિસ્માર હાલતમાં હતા. ગામનો મુખ્ય રસ્તો જ કાદવ કીચડથી ભરાયેલો હતો. ગામમાં પુન્દ્રાસણ પ્રાથમિક શાળા પણ દેખાઈ. આ શાળામાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થી અભ્યાસ કરે છે. અમે સૌથી પહેલા ગ્રામ પંચાયતમાં પહોંચ્યા અહીં ગામના સરપંચ, તલાટી, પંચાયતના સભ્યો બેઠા હતા. આ લોકો સાથે ભાસ્કરની ટીમે વાત કરી અને જાણ્યું કે, મુખ્યમંત્રી સમક્ષ માધ્યમિક શાળા સિવાય અન્ય કંઈ કંઈ રજૂઆતો કરાઈ હતી.? ગામના લોકોએ ક્હ્યું કે, અમારા પુન્દ્રાસણ ગામમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી સાહેબ સવારે આવ્યા હતા. કાર્યક્રમ બાદ SMC એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક મળી હતી. જેમાં સમિતિના અધ્યક્ષ, સભ્ય સચિવ, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને પુન્દ્રાસણ ગામના વાલી સભ્યો હાજર હતા. મુખ્યમંત્રી બેઠકમાં આવ્યા અને કહ્યું કે બોલો, ગામમાં શું શું સમસ્યા છે? સૌથી પહેલા વાલી સભ્ય વિષ્ણુજી ઠાકોરે કહ્યું કે, પુન્દ્રાસણ ગામમાં માધ્યમિક શાળા નથી. ગામના બાળકોને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે પાંચેક કિમી દૂર જવું પડે છે. ગામમાં સરકારી માધ્યમિક શાળા ખોલવામાં આવે તો વિદ્યાર્થીઓને રાહત થઈ જાય. બેઠક અડધો કલાક ચાલી જેમાં બેઠકમાં હાજર લોકોએ તમામ લોકોએ ગામની અન્ય સમસ્યા પણ વર્ણવી. જેમાં વધુમાં કહેવામાં આવ્યું કે, ગામમાં રાષ્ટ્રીયકૃત બેન્ક નહીં હોવાથી ડેરીનો પગાર, વિધવા સહાય તેમજ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે બીજા ગામની બેન્કમાં ખાતું ખોલાવવું પડે છે. ત્યારે ગામમાં રાષ્ટ્રીયકૃત બેન્ક શરૂ કરવામાં આવે તો લોકોને ગામમાંથી જ બેન્કની સુવિધા મળી રહે. આવી તમામ રજૂઆતો સાંભળ્યા બાદ મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું કે તમામ કામ થઈ જશે. બેન્ક માટે કહ્યું કે જેમ બને તેમ ઝડપથી ગામમાં કો.ઓપરેટીવ સ્થપાય તેના માટે વ્યવસ્થા કરાશે. એસ.ટી. આવતી નથી, ભાડાંના 700 રૂપિયા ખર્ચીને ભણવા જવાનું
ગાંધીનગર મહાનગર પાલિકા હદથી માંડ પાંચ કિમી દૂર આવેલા પુન્દ્રાસણ ગામમાં સરકારી પ્રાથમિક શાળા આવેલી છે. પરંતુ સરકારી માધ્યમિક શાળા નહીં હોવાથી ગામના ધોરણ-8માં પાસ થયેલા 80 જેટલા બાળકોને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે બાજુના અન્ય ગામમાં અથવા છેક ગાંધીનગર સિટીમાં જઈને ભણવું પડે છે. પુન્દ્રાસણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેજ ઉપરથી ઉતરીને સામે બેઠેલા ગ્રામજનોની સાથે વાર્તાલાપ કર્યો હતો. અહીં પણ ગામના લોકોએ રજૂઆત કરી કે અમારા પુન્દ્રાસણ ગામમાં માધ્યમિક શાળા થાય તો બાળકોને બહાર ન જવું પડે ખાસ કરીને છોકરીઓને વધારે તકલીફ પડે છે. ભાસ્કરની ટીમને ગામમાંથી વધુ માહિતી મળી. ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું કે, પુન્દ્રાસણ ગામમાં પ્રાથમિક શાળા છે જેમાં એક થી આઠ ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે જેમાં 217 છોકરી છે અને 237 છોકરા છે. દર વર્ષે 80 જેટલા બાળકો માધ્યમિક શાળામાં ભણવા માટે બહાર નીકળે છે. ગામમાં માધ્યમિક શાળા નથી એટલે બાળકોએ ગામની પાસે આવેલ વાવોલ, મોટી આદરજ, ઈંટોળા અથવા છેક ગાંધીનગર સુધી ભણવા માટે જવું પડે છે. ગામમાં એસટી બસની સુવિધા નથી એટલે બાળકો સ્વખર્ચે રીક્ષામાં કે જે મળે તે વાહનમાં ભણવા માટે ગામની બહાર જવું પડે છે. ગામમાં બે બાલવાટિકા છે જેમાં 56 જેટલા બાળકો ભણે છે. ગામની સંખ્યા અંદાજે 3000 ની આસપાસ છે જેમાંથી 95 ટકા એટલે કે મોટાભાગના લોકો બક્ષીપંચના છે. ડેરીનો પગાર, વિધવા સહાયના રૂપિયા લેવા બીજા ગામમાં જવું પડે
ગામમાં રસ્તા તો બનેલા છે પણ તૂટી ગયા છે. મોટાભાગના રસ્તા પર કાદવ કીચડ જોવા મળે છે. કાદવ તો એવા કે ચાલીને નીકળવાની વાત તો એકબાજુ, કોઈ નાની ગાડી પણ નીકળી શકતી નથી. આ સિવાય ગામમાં એકપણ બેંક નથી કે એકપણ એટીએમ નથી. ગામની સહકારી ડેરીમાં દૂધ ભરાવતા પશુપાલકોને દર 10 દિવસે આવતો પગાર લેવા માટે બીજા ગામમાં જવું પડે છે. આ ઉપરાંત ડેરીનું માસિક ટર્નઓવર 10 થી 12 લાખ હોવાથી બેંકના અભાવે નાણાકીય કામગીરીમાં તકલીફ પડે છે. ગામની 250 થી પણ વધુ વિધવાઓને મળતી માસિક સહાય તેમ જ વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપ પણ બેંકના ખાતામાં જમા થાય છે. જેને લેવા માટે અન્ય ગામની બેંકમાં જવું પડે છે. પુન્દ્રાસણ ગામની 80% પબ્લિકના બેન્ક ખાતા બાજુમાં આવેલ ઉવારસદ ગામની બેંકમાં ખોલાવવામાં આવ્યા છે. જોકે મુખ્યમંત્રીએ ગામમાં કો-ઓપરેટિવ બેન્ક ખોલવાની ખાતરી આપી છે. GUDAએ એક પાઈપલાઈન નાખી એટલે ગટરનું પાણી તળાવમાં જાય છે
ગામની સમસ્યાની વાત કરતા ગામમાં ગટરની પાઇપલાઇનની પણ સમસ્યા સામે આવી. જેમાં ગામના લોકોએ કહ્યું કે, ગામમાં GUDA (ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા અંદાજે બે કરોડ રૂપિયાના ખર્ચે STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) બનાવવામાં આવ્યો છે. આ પ્લાન્ટ થકી ગામના તળાવમાં પાણીના શુદ્ધિકરણનું કામ થાય છે. આ પ્લાન્ટ દ્વારા ગટરનું પાણી શુદ્ધ કરીને તળાવમાં મોકલવામાં આવે છે જેથી તળવામાં શુદ્ધ પાણી જળવાઈ રહે અને ખેતરોમાં પણ શુદ્ધ પાણી મળી રહે. જોકે સૌથી મોટી સમસ્યા એ છે કે એસ.ટી.પી પ્લાન્ટમાં ગટરનું પાણી લાવવા માટે ગટરની નવી પાઇપલાઇન નાખવામાં આવી જ નથી. માત્ર એક પાઇપલાઇન દ્વારા જ પાણી STP પ્લાન્ટમાં આવે છે. ગામમાં જૂની ગટરો બધી ચોકઅપ થઈ ગઈ છે. નવી ગટરો નાખવાની રજૂઆત કરાઈ છે. 2021-22 માં GUDA વાળા સર્વે કરીને ગયા હતા, ત્યારે GUDA ના માણસોએ કહ્યું હતું કે ગામમાં બે ટાંકી બનાવવામાં આવશે, જે પીવાના પાણીની ટાંકી હશે જેમાંથી એક ઓવરહેડ ટાંકી હશે અને એક અંડર ગ્રાઉન્ડ ટાંકી હશે. આ સિવાય ગટરની નવી પાઇપલાઇન પણ નાખવાનું અને STP પ્લાન્ટ બનાવવાનું પણ કહ્યું હતું. જોકે તેમાંથી ફક્ત GUDA એ STP પ્લાન્ટ બનાવ્યો છે. જેનો અંદાજે ખર્ચ બે કરોડ રૂપિયા છે. GUDA ના અધિકારીઓએ માત્ર જૂની ગટરોની એક જ લાઈન STP પ્લાન્ટમાં જોડીને સંતોષ માન્યો છે. ફક્ત આ એક લાઈનમાંથી આવતું પાણી જ શુદ્ધ થઈને તળાવમાં જઈ રહ્યું છે. નવી ગટરોની પાઇપલાઇન નાખવાનું કામ હજી પણ બાકી છે. જેના કારણે તળાવમાં ડાયરેક્ટ ગટરનું ગંદુ પાણી જઈ રહ્યું છે. જો ગામમાં ગટરની નવી પાઇપલાઇન નાખવામાં આવે તો ગામમાં ગટરનું પાણી નહીં ઉભરાય અને તળાવમાં પણ શુદ્ધ પાણી જશે અને ખેતરોને પણ શુદ્ધ પાણી મળી રહેશે. અમારા આસપાસના ગામમાં પણ એસટીપી પ્લાન્ટ છે જયાં તમામ નવી પાઇપલાઇન નાખવામાં આવી છે. એટલે કે પાઇપલાઇનનું 100 ટકા કામ થયેલું છે. અમે GUDA માં રજૂઆત કરવા જઈએ છીએ તો કહેવામાં આવે છે કે નવું ટેન્ડર પડશે ત્યારે કામ થશે. નવી પાઇપલાઇન નાખવાનો અંદાજિત ખર્ચ બે કરોડ રૂપિયા છે. GUDA ના અધિકારીઓ બધા એકબીજાની માથે નાખે છે પરંતુ કામ કોઈ કરતું નથી. એક વિસ્તારના 30 મકાનોમાં તો 24 કલાક લાઈટ છે જ નહીં !!
ગામમાં અમને ખબર પડી કે ગામની અંદર જ એક ચામુંડા પરા કરીને એક ફળિયું આવેલું છે. જ્યાં 30 જેટલા મકાનો છે. આ ફળિયાના મકાનોમાં 24 કલાક વીજળી નથી મળતી. અમે આ ફળિયામાં રહેતા જોથાજી ઠાકોરના ઘરે પહોંચ્યા. તેમણે કહ્યું કે, અમારું ચામુંડા ફળિયું ખેતરમાં છે ત્યાં બોરનું કનેક્શન આપેલું છે. એટલે અમારા ફળિયામાં જે ખેતર માટે બોરની લાઈટ આવે તે જ લાઈટનો ઉપયોગ કરવા મળે છે. અમારે ત્યાં 24 કલાક લાઇટ નથી આવતી. રાત્રે અમારે મીણબત્તી કે દીવો કરવો પડે છે. 24 કલાક લાઇટ ના હોવાથી અમને ખૂબ જ તકલીફ પડે છે ચોરી થવાનો પણ ડર રહે છે. આ સિવાય ઉનાળામાં તો ખૂબ જ તકલીફ પડે છે. ખેતી માટે કોઈ તકલીફ નથી પડતી, પરંતુ 24 કલાક લાઈટ ન હોવાથી અમારે રહેણાંક વિસ્તારમાં ખૂબ જ તકલીફ પડે છે જેથી સરકાર સમક્ષ સમારી માંગ છે કે આ 30 ખોરડાંમાં 24 કલાક વીજળી આપવામાં આવે. ગામમાં નવમા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થી સાથે ભાસ્કરે વાત કરી અને તેની પાસેથી જાણ્યું કે અન્ય ગામની સ્કૂલમાં જવામાં શું તકલીફ પડે છે તો તેણે કહ્યું કે હું આદરજ ગામની એક સ્કૂલમાં ભણવા માટે જાઉં છું. જેમાં અમારે મહિને રીક્ષાનો 700 રૂપિયા જેટલો ખર્ચો થાય છે. જો અમારા ગામમાં માધ્યમિક શાળા બને તો અમારા મહિને 700 બચે. પુન્દ્રાસણ ગામના સરપંચ પુનાજી ઠાકોરે કહ્યું કે, અમે મુખ્યમંત્રી સમક્ષ ગામમાં માધ્યમિક શાળા, એક રાષ્ટ્રીયકૃત બેંક, એસટીપી પ્લાન્ટમાં જોઈન્ટ કરવાની નવી ગટરની લાઈન નાખવાની રજૂઆત કરી છે. આ સિવાય ગામમાં 24 કલાક લાઈટ તો મળી રહે છે પરંતુ લોડ ઓછો પડવાના કારણે ગરમીમાં એક સાથે વધુ વસ્તુઓને ઉપયોગ નથી કરી શકતા. ગામમાં રહેતા અને ગ્રામ પંચાયતના સભ્ય જીગ્નેશ ઠાકોર પાસેથી અમે જાણ્યું કે, ગામમાં લાઈટની પણ સમસ્યા છે. ગામમાં લાઈટ તો છે પરંતુ પૂરતો પાવર મળી રહેતો નથી. અમે GEBમાં લોડ વધારવા માટે રજૂઆત કરી હતી. પરંતુ તેનું એસ્ટીમેટ વધારે આવ્યું. અમારી પંચાયતમાં એટલું ફંડ નથી કે અમે એસ્ટીમેટની રકમ ભરી શકીએ. અંદાજે 1.50 લાખ રૂપિયા જેટલું…. જેથી અમારી સરકાર સમક્ષ માંગ છે કે અમને લોડ વધારી આપવામાં આવે. ગામમાં હાલમાં જે રોડ છે તે પંચાયત દ્વારા બનાવવામાં આવ્યા છે પણ મોટાભાગના રસ્તા તૂટેલા અને કાદવ કીચડ વાળા જોવા મળે છે. ગામમાં યોજાયેલ શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં હાજર રહેલા શિક્ષણવિદ્દ અશોકજી ઠાકોર સાથે ભાસ્કરે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી અમારા ગામમાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, આમ તો હું બહાર પ્રોટોકોલના કારણે કોઈ જગ્યાએ ચા પીતો નથી પરંતુ આજે મારે તમારી સાથે ચા પીવી છે. આટલું કહેતા જ શાળામાં જ સાહેબ માટે ચા બનાવવામાં આવી અને સાહેબ ચા પીતા ગયા અને અમારી રજૂઆતો સાંભળતા ગયા. અમે અમારી રજૂઆતોમાં મુખ્યત્વે ગામમાં માધ્યમિક શાળા, બેંક, એસટીપી પ્લાન્ટની ગટરની લાઈન નાખવાની વાત કરી છે. નવી પાઇપલાઇન નાખી ન હોવાથી ગામમાં ગટર ઉભરાવાની સમસ્યા વધુ બની ગઈ છે. આ સિવાય ગામના બધા જ રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવરી લેવાની પણ વાત કરવામાં આવી છે. સૌથી મોટી સમસ્યા એક જ છે કે ગામમાં 9મુ અને 10મુ ધોરણ નથી. 1થી 8 ધોરણ છે. જો આ બે ધોરણ શરૂ થઈ જાય તો ગામના વિદ્યાર્થીઓને દસમા ધોરણ સુધી રાહત થઈ જાય.
”આમ તો હું પ્રોટોકોલના કારણે જલ્દી કોઈ જગ્યાએ ચા પીતો નથી પરંતુ મારે તમારી સાથે તમારા ગામમાં ચા પી ને જ જવું છે” આ શબ્દો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના. CM ગાંધીનગરના પુન્દ્રાસણ ગામમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ચા પીતા રહ્યા અને ગામના લોકો એક પછી એક સમસ્યાની રજૂઆત કરતા ગયા. બાજુમાં ગાંધીનગરના કલેક્ટર અને DDO સહિતના અધિકારીઓ પણ હાજર હતા. મુખ્યમંત્રીને જે જે સમસ્યા સાંભળવા મળતી તેઓ તરત જ કલેક્ટરને તમામ સમસ્યા ધ્યાનમાં રાખવાની સૂચના આપતા રહેતા. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ગામના જ લોકોએ કહી દીધું કે, સાહેબ… ગામમાં માધ્યમિક શાળા શરૂ કરાવો. પુન્દ્રાસણ ગામમાં ધોરણ 1 થી 8 માટે પ્રાથમિક શાળા તો છે પરંતુ માધ્યમિક શાળા માટે ગામના બાળકોએ આસપાસના અન્ય ગામમાં જવું પડે છે અને આસપાસના ગામમાં સંખ્યા ભરાઈ જાય તો છે છેક ગાંધીનગર સુધી લાંબુ થવું પડે છે. સરકારી ચોપડે ગામમાં સાક્ષરતાનો દર 78% છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પાટનગર ગાંધીનગરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજ્યો. આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગાંધીનગર જિલ્લાના પુન્દ્રાસણ ગામમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા. અમદાવાદના અડાલજથી 9 કિલોમીટર દૂર અને કલોલ ગાંધીનગરની વચ્ચે આવેલા પુન્દ્રાસણ ગામમાં ભાસ્કરની ટીમ પહોંચી છે. ગામમાં પહોંચીને ભાસ્કરની ટીમે હકીકત જાણવાનો પ્રયાસ કર્યો કે ગામમાં માધ્યમિક શાળા ન હોવાના કારણે બાળકોને કેટલું હેરાન થવું પડે છે? મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાયા બાદ શું આશ્વાસન અપાયું છે.? પુન્દ્રાસણ ગામમાં માધ્યમિક શાળા સિવાય અન્ય બીજી કંઈ સમસ્યા છે.? રાજ્યના પાટનગરમાં આવેલ પુન્દ્રાસણ ગામની શું હાલત છે? આ તમામ સવાલના જવાબ જાણીશું આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં…. ” સાહેબ, ગામમાં માધ્યમિક શાળા જ નથી… એનું કાંઈક કરો”