P24 News Gujarat

ભગવાનના પ્રકોપને કારણે અનુપમ ખેર દેવાળિયા બન્યા?:પરિણીત છતાં એક દીકરાની માતાના પ્રેમમાં પડ્યા; કરોડોની સંપત્તિ, પણ રહે છે ભાડાના ઘરમાં

ઇસ થપ્પડ કી ગૂંજ સુની તુમને? રાના મુઝે તુમ્હારા થપ્પડ ભૂલેગા નહીં… (કર્મા) મોહબ્બત કા નામ આજ ભી મોહબ્બત હૈ, યે ના કભી બદલી હૈ ઔર ના કભી બદલેગી… (DDLJ) કિસી ઇન્સાન કા ગુસ્સા ઉસકી ઉમ્ર સે બડા નહીં હોતા… (સૂર્યવંશમ) તુમ્હારી હરકતેં, કુત્તે કી દુમ ઔર કટરીના કી હિંદી…ઐસી હૈ જો કભી સીધી હો હી નહીં સકતી… (મૈં તેરા હીરો) શહેર મૈં શાંતિ ઔર નાગરિકો કી હિફાઝત કરના મેરા ફર્જ હૈ, યહી મેરી ડ્યૂટી ઔર યહી મુઝ પર મેરી વર્દી કા કર્ઝ હૈ… (તકદીરવાલા) થિયેટરમાં જ્યારે આ ડાયલોગ બોલાયા ત્યારે એકદમ સન્નાટો છવાઈ જતો અને ફિલ્મ જોયા બાદ દર્શકો બહાર નીકળે ત્યારે તેમના મનમાં આ ડાયલોગ્સ સતત ગૂંજતા રહેતા. આ દમદાર ડાયલોગ અનુપમ ખેરે આગવા અંદાજ સાથે બોલ્યા છે. તેમણે અત્યાર સુધી અનેકવિધ રોલ પ્લે કર્યા છે. બોલિવૂડ ફિલ્મ ‘મેટ્રો…ઇન દિનો’ આજે એટલે કે ચાર જુલાઈએ રિલીઝ થઈ છે. આ ફિલ્મ 2007માં આવેલી ‘લાઇફ ઇન મેટ્રો’ની સિક્વલ છે. ‘મેટ્રો…ઇન દિનો’માં અનુપમ ખેર, નીના ગુપ્તા, કોંકણા સેન શર્મા, પંકજ ત્રિપાઠી, આદિત્ય રૉય કપૂર, ફાતિમા સના શેખ, અલી ફઝલ તથા સારા અલી ખાન છે. અનુરાગ બાસુએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ અંગે ચાહકો ઘણા જ ઉત્સુક છે. ફિલ્મમાં અનુપમ ખેર પણ મહત્ત્વના રોલમાં છે. અનુપમ ખેરે 540થી વધુ ફિલ્મ્સ કરી છે. ‘ફિલ્મી ફેમિલી’માં આજે આપણે અનુપમ ખેરના પરિવાર અંગે વાત કરીશું. છ વર્ષની મિત્રતા બાદ લગ્ન કર્યાં, પછી કેમ અનુપમ ખેરે પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા? 1984માં અનુપમ ખેર કેટલા રૂપિયા લઈને મુંબઈ આવ્યા હતા? અનુપમ ખેરે સંઘર્ષના દિવસોમાં કેવી કેવી મુશ્કેલીનો સામનો કર્યો? અનુપમ ખેર કરોડોની સંપત્તિના માલિક હોવા છતાં કેમ આજે પણ મુંબઈમાં ભાડાના ઘરમાં રહે છે? અનુપમ ખેરને કેમ લાગતું કે તેમની પર ભગવાનનો પ્રકોપ હતો? NSDના ગોલ્ડમેડાલિસ્ટ સ્ટૂડન્ટ
માર્ચ, 1955માં શિમલામાં કાશ્મીરી પંડિત પરિવારમાં જન્મેલા અનુપમ ખેરના પિતા પુષ્કરનાથ ખેર હિમાચલ પ્રદેશમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક હતા અને માતા દુલારી હોમમેકર છે. અનુપમ ખેરે શિમલાની ડી.એ.વી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો ને ઇકોનોમિક્સના સ્પેશિયલ સબ્જેક્ટ સાથે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાં એડમિશન લીધું, પરંતુ પંજાબ યુનિવર્સિટીમાં ઇન્ડિયન થિયેટરમાં એડમિશન લેતા ત્યાં ડ્રોપ આઉટ લીધો. કોલેજ દરમિયાન અનુપમ ખેરે કેટલાંક નાટકોમાં કામ કર્યું. 1975-78માં અનુપમ ખેરે નવી દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (NSD)માં એડમિશન લીધું. નીના ગુપ્તા તેમનાં જુનિયર હતાં તો અનંગ દેસાઈ રૂમમેટ હતા. NSDમાં અનુપમ ખેર ગોલ્ડ મેડાલિસ્ટ હતા અને ત્યાંથી ભણ્યા બાદ તેઓ લખનઉમાં ભરતેન્દુ નાટ્ય અકાદમીમાં એક્ટિંગ ને ડિરેક્શન શીખવતા. ત્યાં રહીને અનુપમ ખેરે ફિલ્મ ‘શીશે કા ઘર’નો એક ભાગ ડિરેક્ટ કર્યો હતો. માત્ર 37 રૂપિયા લઈને મુંબઈ આવ્યા
અનુપમ ખેર 3 જૂન, 1981માં મુંબઈ આવ્યા. લખનઉથી મુંબઈ અનુપમ ખેર માત્ર 37 રૂપિયા લઈને આવ્યા હતા. અનુપમ ખેરે આટલાં વર્ષોમાં જ્યારે પણ ખરાબ દિવસો આવે ત્યારે એમ જ વિચાર્યું કે 37 રૂપિયા કરતાં તો તેમણે વધારે જ કમાણી કરી છે. મુંબઈમાં ત્રણ વર્ષ સુધી સતત સંઘર્ષ કર્યો. મુંબઈમાં સંઘર્ષ દરમિયાન રેલવે સ્ટેશન પર સૂતા
અનુપમ ખેર નાના ભાઈ રાજુ, માતા તથા અન્ય બે ફ્રેન્ડ્સ સાથે મુંબઈમાં એક રૂમમાં ભાડેથી રહેતા. ત્રણ મહિનાથી પણ વધુનો સમય થયો હોવા છતાં અનુપમ ખેરે ભાડું ભરી શક્યા નહોતા. અનુપમે 2100 રૂપિયા આપવાના હતા. અનુપમ પાસે એક રૂપિયો નહોતો અને મકાન માલિકે બધો જ સામાન ઘરની બહાર ફેંકી દીધો હતો. અનુપમ ખેરે તે રાત બીચ પર ન્યૂઝપેપર પાથરીને પસાર કરી હતી. આટલું જ નહીં, અનુપમ ખેરે મહિનાઓ સુધી રેલવે સ્ટેશનના બાંકડા પર રાતો પસાર કરી હતી, કારણ કે તેમની પાસે રહેવા માટે ઘરની વ્યવસ્થા થઈ શકે તેમ નહોતી. તેઓ સવારે પ્રોડ્યુસર્સની ઑફિસમાં ધક્કા ખાતાં ને રાતના રેલવે સ્ટેશન આવીને સૂઈ જાત, પરંતુ ત્રણ ત્રણ વર્ષ સુધી તેમને કામ મળ્યું નહીં. પ્રોડ્યુસર્સે અપમાનિત કર્યા
આ સંઘર્ષ અંગે વાત કરતાં અનુપમ ખેરે કહ્યું હતું, ‘એક વાર હું પ્રોડ્યુસરને મળવા ગયો હતો. તે ફિલ્મની સ્ટોરી નેરેટ કરતો હતો. તેની ઈચ્છા હતી કે તે જે રીતે ફિલ્મની લાઇન બોલે તે રીતે હું એક્ટિંગ કરું. જેમ કે, જો તે એમ કહે બહાર વરસાદ વરસે છે તો મારે એ રીતની એક્ટિંગ કરવાની કે મને વરસતા વરસાદમાં ઠંડી લાગે છે, પવન વધારે છે તો હું એ રીતે ઝોલાં ખાઉં છું. મેં આ પ્રમાણે કર્યું પણ ખરું, પરંતુ હદ તો ત્યારે થઈ કે તેણે મારી સામે નોટોનું બંડલ ધર્યું ને જ્યારે હું લેવા ગયો ત્યારે તેણે તે લઈ લીધું. આ અપમાનજનક સ્થિતિ હતી, પરંતુ સંઘર્ષ કરતો હોવાથી ત્યારે હું કંઈ બોલી ના શક્યો ને ત્યાંથી પરત આવી ગયો.’ 28 વર્ષની ઉંમરમાં ટાલ પડી
અનુપમ ખેર માત્ર 28 વર્ષના હતા અને તેમના બધા જ વાળ જતા રહ્યા ને તેમને ટાલ પડી ગઈ હતી. તે જ્યારે પણ પ્રોડ્યુસર્સ કે ડિરેક્ટર્સની ઑફિસે ફિલ્મ માગવા જતા ત્યારે બધા આ વાતની મજાક ઉડાવતા અને એમ પણ કહેતા કે NSDમાં ગોલ્ડ મેડલ લાવવાથી ફિલ્મ સરળતાથી ના મળે. વાળ નથી તો હિન્દી સિનેમામાં કંઈ જ ના થઈ શકે. રાઇટર કે આસિસ્ટન્ટ ડિરેક્ટર એટલે કે કેમેરાની પાછળનું કામ કરવું જોઈએ. કેમેરાની સામે તો તું ઊભો જ ના રહી શકે. અલબત્ત, અનુપમ ખેરે આ તમામ વાતોને મન પર લીધા વગર સંઘર્ષ ચાલુ રાખ્યો. 29ની ઉંમરમાં 60 વર્ષના વૃદ્ધનો રોલ કર્યો
ત્યારબાદ તેમણે મહેશ ભટ્ટની ફિલ્મ ‘સારાંશ’ માટે ઑડિશન આપ્યું. આ ફિલ્મમાં અનુપમ ખેરે 60 વર્ષના વૃદ્ધનો રોલ પ્લે કરવાનો હતો. વાસ્તવમાં અનુપમની ઉંમર માત્ર 29 વર્ષની હતી. ઑડિશનમાં અનુપમ ખેર સિલેક્ટ થઈ ગયા. તેમને ફિલ્મની એડવાન્સ ફી પણ આપવામાં આવી. આ પૈસાથી અનુપમ ખેરે પોતાના માટે રહેવાની વ્યવસ્થા પણ કરી. શૂટિંગ શરૂ થાય તેના એકાદ બે દિવસ પહેલાં જ ફિલ્મના ક્રૂ મેમ્બરે અનુપમને આઘાતજનક સમાચર આપ્યા કે તે હવે આ ફિલ્મનો હિસ્સો નથી. તેમના સ્થાને અન્ય એક્ટરને લેવામાં આવ્યો છે. અનુપમ ખેર આ વાત સાંભળીને દુઃખી થઈ ગયા અને તેમણે સીધો જ મહેશ ભટ્ટને ફોન કર્યો અને તેમણે પણ આ જ વાત કહી. ફિલ્મમાંથી હાંકી કઢાતાં અનુપમ ખેરે મુંબઈ છોડીને પોતાના વતન પરત જવાનું નક્કી કર્યું. મુંબઈ છોડતાં પહેલાં મહેશ ભટ્ટ સામે ઊભરો ઠાલવ્યો
અલબત્ત, ઘરે જતાં પહેલાં અનુપમ ખેરને વિચાર આવ્યો કે તેમના મનમાં જે દુઃખ-પીડા છે તે મહેશ ભટ્ટ સમક્ષ વ્યક્ત કરે ને તેઓ ડિરેક્ટરના ઘરે ગયા. ત્યાં જઈને અનુપમ ખેરે ડિરેક્ટરને ચેલેન્જ આપી કે આ રોલ તેમના કરતાં અન્ય કોઈ એક્ટર સારી રીતે ભજવી શકશે નહીં. તે બીજા કલાકારને લઈને ભૂલ કરી રહ્યા છે અને આટલું કહ્યા બાદ તે જતા રહ્યા. મહેશ ભટ્ટને પણ પોતાની ભૂલ સમજાઈ ને તેમણે પ્રોડ્યુસર્સને ફોન કરીને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે અનુપમ ખેર વગર તેઓ ફિલ્મ બનવાશે નહીં. અંતે અનુપમ ખેરને ‘સારાંશ’ મળી. બોક્સઑફિસ પર ફિલ્મ ખાસ ચાલી નહીં, પરંતુ ક્રિટિક્સે આ ફિલ્મના ભરપેટ વખાણ કર્યાં. અનુપમ ખેરની એક્ટિંગ પર ક્રિટિક્સ ફિદા થઈ ગયા. રાજ કપૂરની ફિલ્મ ઠુકરાવી
અનુપમ ખેર ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ માટે મળ્યા હતા. રાજ કપૂર ફિલ્મમાં વિદેશીના રોલમાં અનુપમ ખેરને લેવા ઈચ્છતા હતા, પરંતુ અનુપમ આ રોલ ભજવવા તૈયાર નહોતા અને અંતે આ ફિલ્મ તેમને મળી નહીં. યશ ચોપરા એક દિવસ અનુપમ ખેરનું નાટક જોવા ગયા અને તેમની ટેલેન્ટથી અભિભૂત થયા. થોડા દિવસ બાદ તેમણે અનુપમને ઘરે ઇન્વાઇટ કર્યા. અનુપમ ખેર ઘરે આવ્યા નહોતા તે પહેલા યશ ચોપરાએ મનથી નક્કી કર્યું કે તે ફિલ્મમાં રોલ આપશે. જોકે, અનુપમ ઘરે આવ્યા ને વાતચીત થઈ પછી યશ ચોપરાનું મન બદલાઈ ગયુ અને તેમને લાગ્યું કે અનુપમ જેવા ટેલેન્ટેડ એક્ટરને નાનો રોલ આપવાને બદલે મોટો રોલ આપવાની જરૂર છે. અનુપમને જ્યારે આ વાત કહી ત્યારે તેમને આ વાત બિલકુલ ના ગમી અને પૈસાની ઘણી જ જરૂર હોવાની વાત કહી અને કોઈ પણ રોલ ભજવવાની તૈયારી બતાવી, પરંતુ યશ ચોપરા તૈયાર ના થયા. 1989 સુધીમાં ચાહકોમાં લોકપ્રિય થયા
અનુપમ ખેર ‘સારાંશ’ પછી એક બાદ એક હિંદી ફિલ્મમાં જોવા મળ્યા. તેઓ વિલન, કોમેડિયનના રોલ પ્લે કરીને ચાહકોમાં લોકપ્રિય થયા. 1989માં સુભાષ ઘાઈની ‘રામલખન’, રાજીવ રાયની ‘ત્રિદેવ’, યશ ચોપરાની ‘ચાંદની’, વિધુ વિનોદ ચોપરાની ‘પરિન્દા’, પંકજ પરાશરની ‘ચાલબાઝ’માં અલગ-અલગ રોલ ભજવ્યા. આ તમામ ફિલ્મ બોક્સઑફિસ પર સુપરડુપર હિટ રહી અને અનુપમ ખેરની એક્ટિંગનાં પણ વખાણ થયાં. 2002માં હોલિવૂડ ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી
2002માં અનુપમ ખેરે ગુરિન્દર ચઢ્ઢાની પહેલી સ્પોર્ટ્સ કોમેડી ફિલ્મ ‘બેન્ડ ઇટ લાઇક બેકહેમ’માં કામ કર્યું. આ ફિલ્મ વર્લ્ડવાઇડ હિટ રહી. આ જ વર્ષે અનુપમે બીજી હોલિવૂડ ફિલ્મ ‘બ્રાઇડ એન્ડ પ્રિજ્યુડાઇસ’માં કામ કર્યું. 2005માં ‘મિસ્ટ્રેસ ઑફ સ્પાઇસ’ હોલિવૂડ ફિલ્મ કરી. આ ફિલ્મ બોક્સઑફિસ પર ખાસ ના રહી. આ દરમિયાન અનુપમ ખેરનું હિન્દી ફિલ્મી કરિયર ઘણું જ સારું રહ્યું. ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું
અનુપમ ખેરે 2002માં ‘ઓમ જય જગદીશ’ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું. આ ફિલ્મ બોક્સઑફિસ પર ખાસ ના રહી. 23 વર્ષ બાદ અનુપમ ખેર ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’થી ડિરેક્ટર તરીકે કમબેક કરી રહ્યા છે. 2025માં અનુપમ ખેર ઓક્ટોબર 2003-2004 સુધી ઇન્ડિયન ફિલ્મ સેન્સર બોર્ડના ચેરમેન રહ્યા. 2011માં અનુપમે પહેલી બુક ‘ધ બેસ્ટ થિંગ અબાઉટ યુ ઇઝ યુ’ બેસ્ટ સેલર સાબિત થઈ. 2019માં ઓટોબાયોગ્રાફી ‘લેશન્સ લાઇફ ટોટ મી અનનોઇંગલી’, 2020માં ‘યોર બેસ્ટ ડે ઇઝ ટુડે’ રિલીઝ થઈ. પિતાની નવમી ડેથ એનિવર્સરી પર અનુપમે લખનઉના કવિ પંકજ પ્રસૂન સાથે મળીને કવિતા લખી. અનુપમ ખેરે વિવિધ ટીવી શો પણ હોસ્ટ કર્યા છે, જેમ કે ‘સે ના સમથિંગ ટુ અનુપમ અંકલ’, ‘સવાલ દસ કરોડ કા’, ‘લીડ ઇન્ડિયા’. 2014માં અનુપમ ખેરે ‘કુછ ભી હો સકતા હૈ’ પ્લે લખ્યું હતું. આ નાટક અનુપમ ખેરના જીવનની વાત કહે છે. 2016માં ટીવી શો ‘ખ્વાબોં કી જમીન પર’ પ્રોડ્યૂસ કર્યો હતો. 2004-03માં દેવાળું ફૂંક્યું હતું
અનુપમ ખેરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘વર્ષ 2003-04માં હું ટીવી ટાયકૂન બનવા માગતો હતો. આ જ કારણે મે પૈસા ઉધાર લેવાના શરૂ કર્યાં અમારા 100 વર્ષના ખેર ખાનદાનમાં દસ હજાર રૂપિયા એક સાથે જોનારો હું પહેલો વ્યક્તિ હતો. ઉધાર લેવાને કારણે ઓફિસ ને ઘર વેચવાની કગાર પર આવી ગયા હતા. આ સમયે મને યાદ આવ્યું કે હું જ્યારે સંઘર્ષ કરતો હતો ત્યારે મહાલક્ષ્મી મંદિર જઈને ભગવાનને પ્રાર્થના કરતો કે મન કંઈક બનાવ, ક્યાં સુધી મને આ રીતે ચક્કરો કપાવતો રહીશ. સફળ એક્ટર બન્યા બાદ હું એક પણ વાર તે મંદિરે ગયો નહોતો. મને લાગ્યું કે આ ભગવાનનો પ્રકોપ છે અને તેથી જ મારા દિવસો ખરાબ ચાલી રહ્યા છે. હું જાતે કાર ડ્રાઇવ કરીને મંદિરે ગયો. મંદિરની સામે કાર પાર્ક કરી, પરંતુ લૉક માર્યું નહોતું. મંદિરમાં જઈને ભગવાનની માફી માગી અને પરત ફરતો હતો ત્યારે મારી નજરની સામે ચોર કાર લઈને જઈ રહ્યો હતો. મેં તરત જ ટેક્સીમાં કારનો પીછો કર્યો, પરંતુ ચોર સ્પીડમાં ચલાવીને જતો રહ્યો. પછી હું પોલીસ સ્ટેશન ગયો ને આખી ઘટના કહી તો તેઓ હસી હસીને બેવડ વળી ગયા કે આવું તો માત્ર ફિલ્મમાં થાય, રિયલ લાઇફમાં કેવી રીતે ચોર નજરની સામેથી કાર લઈ જાય.’ આજે પણ ભાડાના મકાનમાં રહે છે
કરોડોની સંપત્તિના માલિક અનુપમ ખેર આજે પણ ભાડાના મકાનમાં રહે છે એટલે કે તેઓ પત્ની કિરણ ખેરના ઘરમાં રહે છે, તેમણે પોતાનું ઘર ખરીદ્યું નથી. તેઓ દર મહિને પત્નીને ભાડાના રૂપિયા આપે છે. તેમણે શિમલામાં માતા માટે ઘર ખરીદ્યું છે. થોડાં વર્ષો પહેલાં અનુપમ ખેરે માતાને સવાલ કર્યો હતો કે તે આટલા મોટા સ્ટાર છે તો શું ગિફ્ટ જોઈએ? માતાએ શિમલામાં ઘર ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી. અનુપમ ખેરની માતા ખાસ્સા સમયથી ભાડે રહેતા હતા. અનુપમની માતા દુલારીએ શિમલામાં ઘર પસંદ કરીને ફોન કર્યો. અનુપમ ખેરે તે ઘર ખરીદવાનું નક્કી કર્યું. જોકે, દુલારીને મનમાં એમ જ હતું કે તે ઘરમાં માત્ર બે કે ત્રણ રૂમ જ હશે, પરંતુ તે નવ બેડરૂમ, કિચન, હોલ એ રીતે 11 રૂમનું હતું. દુલારી જ્યારે પહેલી જ વાર ઘરમાં આવ્યાં તો તેઓ આટલું મોટું ઘર જોઈને ચમકી ગયાં અને દીકરાને ધમકાવ્યો પણ હતો. અનુપમ ખેરે એક્ટિંગ સ્કૂલ શરૂ કરી
2005માં અનુપમ ખેરે મુંબઈમાં ‘અનુપમ ખેર્સ એક્ટર પ્રિપેર્સઃ ધ સ્કૂલ ફોર એક્ટર્સ’ શરૂ કરી. આ સ્કૂલમાં એક્ટિંગ, રાઇટિંગના વિવિધ કોર્સ થાય છે. એક્ટિંગ સ્કૂલમાં ડિપ્લોમા કોર્સથી લઈ શોર્ટ ટર્મ કોર્સ છે અને વિવિધ કોર્સની ફી અઢી લાખથી લઈ 25 હજારની વચ્ચે છે.અનુપમ ખેરની એક્ટિંગ સ્કૂલમાં વરુણ ધવન, કિઆરા અડવાણી, દીપિકા પાદુકોણ, હૃતિક રોશન, પ્રીટિ ઝિન્ટા, અભિષેક બચ્ચન, પ્રાચી દેસાઇ, મનીષ પૉલ, ગૌહર ખાન, કીર્તિ કુલ્હારી, અલી ઝફર, ઇશા કોપીકર, મુગ્ધા ગોડસે, શર્વરી વાઘ ભણી ચૂક્યાં છે. વિચારધારાને કારણે બોલિવૂડમાં વિવાદ થતો રહે છે
અનુપમ ખેર તથા નસીરુદ્દીન શાહે ‘અ વેન્સ ડે’ (‘A Wednesday’)માં સાથે કામ કર્યું હતું. દીપિકા પાદુકોણે ‘છપાક’ના પ્રમોશન દરમિયાન JNUમાં ચાલતા વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપ્યું હતું. અનુપમ ખેરે આ વાતનો વિરોધ કર્યો હતો તો નસીરુદ્દીને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ નસીરુદ્દીને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, ‘અનુપમ ખેર જેવી વ્યક્તિને ગંભીરતાથી લેવાની જરૂર નથી. NSD અને FTIIમાં તેમની સાથે ભણતા અનેક લોકોએ તેમને ચાપલૂસ કહ્યા છે. આ તેમના લોહીમાં છે. આટલું જ નહીં, તે તો જોકર ને સાયકોપેથ છે.’ જવાબમાં અનુપમ ખેરે કહ્યું હતું, ‘મેં ક્યારેય તમને ખરાબ કહ્યું નથી અને ક્યારેય બોલીશ નહીં. જોકે, હવે હું કહેવા માગીશ કે તમને જીવનમાં આટલી સફળતા મળ્યા બાદ પણ તમે નિરાશામાં જીવન પસાર કર્યું. જો તમે દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, શાહરુખ ખાન તથા વિરાટ કોહલી અંગે બેફામ બોલી શકતા હો તો મને વિશ્વાસ છે કે હું સારી સંગતમાં છું.’ થોડા સમય બાદ અનુપમ ખેરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘મેં ક્યારેય કોઈની સાથેના વ્યક્તિગત સંબંધો બગાડવાનો પ્રયાસ કર્યો નથી. નસીરુદ્દીનસર માટે ઘણું જ માન છે. જ્યારે તેમણે મારા વિશે ટિપ્પણી કરી તો હું ચૂપ રહી શક્યો નહીં. અમે વિવાદ બાદ મળ્યા ને એકબીજાને ગળે લગાવ્યા. આજે અમારી નફરત પ્રેમમાં બદલાઈ છે અને અમે સારા મિત્રો છીએ.’ હંસલ મહેતા સાથેનો વિવાદ પણ જાણીતો
2019માં આવેલી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર આધારિત હતી. ફિલ્મમાં અનુપમ ખેરે લીડ રોલ પ્લે કર્યો હતો. ફિલ્મને વિજય ગુટ્ટેએ ડિરેક્ટ કરી ને હંસલ મહેતા ક્રિએટિવ ડિરેક્ટર તથા ફિલ્મમાં ઓરિસ્સાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકનો રોલ પ્લે કર્યો હતો. ઓથર ને જર્નલિસ્ટ વીર સંઘવીએ સો.મીડિયા પોસ્ટમાં આ ફિલ્મને કારણે મનમોહન સિંહની ઇમેજ બગડી હોવાનો દાવો કર્યો હતો અને રિપ્લાયમાં હંસલ મહેતાએ ‘+100’ કમેન્ટ કરી હતી. આ કમેન્ટ પર અનુપમ ખેરને ગુસ્સો આવ્યો અને તેમણે હંસલ મહેતાને પાખંડી કહ્યા. જવાબમાં હંસલ મહેતાએ એવું કહ્યું કે તેમને પછી અહેસાસ થયો કે તેમની ભૂલ થઈ અને તે ભૂલનો સ્વીકાર કરી શકે છે. અલબત્ત, વિવાદ વધતા હંસલ મહેતાએ માફી માગી હતી. ‘કાશ્મીર ફાઇલ્સ’ના વિવાદ પર પણ જવાબ આપ્યો
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ઘણા જ વિવાદોમાં રહી. આ ફિલ્મને પ્રોપેગેંડા ફિલ્મ કહીને ઝાટકણી કાઢવામાં આવી હતી. આટલું જ નહીં, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના જ્યૂરી હેડ નદવ લેપિડે આ ફિલ્મના વલ્ગર પ્રોપેગેંડા ફિલ્મ કહીને વિવાદ સર્જ્યો હતો. તે સમયે અનુપમ ખેરે જવાબ આપ્યો હતો કે અસત્ય ભલે ગમે તેટલી વાર કહેવામાં આવે તે હંમેશાં સત્યની તુલનાએ નાનું જ રહે છે. ફિલ્મમાં બતાવેલી સચ્ચાઇથી ભાગવાનો કોઈ જ અર્થ નથી. આ ઉપરાંત ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ દાવો કર્યો હતો કે કપિલ શર્માએ પોતાના શોમાં ઇન્વાઇટ કર્યા નહોતા. ચાહકોએ કપિલના શોનો બોયકોટ કરવાની જાહેરાત પણ કરી હતી. જોકે, પછી અનુપમ ખેરે કહ્યું હતું કે કપિલે તેમને ઇન્વાઇટ કર્યા હતા, પરંતુ ફિલ્મ ગંભીર વિષય પર હોવાથી તેઓ ગયા નહોતા. વાત હવે અનુપમ ખેરના અંગત જીવનની….
કોલેજકાળમાં ગર્લફ્રેન્ડે ભોજન ફેંક્યું
અનુપમ ખેર એકવાર ગર્લફ્રેન્ડ રાધા સાથે લંચ ડેટ પર ગયા. તે રેસ્ટોરાંમાં તેમના ટેબલની સામે ત્રણ યુવતીઓ હસી હસીને વાત કરતી હતી. રાધાને એવું લાગ્યું કે આ ત્રણમાંથી કોઈક એક યુવતી અનુપમની ગર્લફ્રેન્ડ છે. આ વાતથી રાધાને ગુસ્સો આવ્યો ને તેણે પૂછ્યું પણ ખરા. જોકે, અનુપમે આ બધી વાતો ના કરવાનું કહેતા જ તે એકદમ ભડકી ઊઠી અને તેણે ટેબલ પર મૂકેલું તમામ ભોજન અનુપમ ખેર પર ફેંકી દીધું. નુડલ્સ તેમના માથા પર લટકતી હતી અને સબ્જીને કારણે આખો શર્ટ ખરાબ થઈ ગયો. તે દિવસ પછી રાધા ને અનુપમ ક્યારેય મળ્યા કે વાત પણ કરી નહીં. પરિણીત હોવા છતાં અન્ય મહિલા સાથે પ્રેમ થયો
અનુપમ તથા મધુમાલતી એકબીજાને છ વર્ષથી ઓળખતાં હતાં. પરિવારને લાગ્યું કે બંને એકબીજાના પ્રેમમાં છે તો બંનેનાં લગ્ન કરાવી દીધાં. એ વાત અલગ છે કે મધુમાલતી તથા અનુપમ માત્ર સારા મિત્રો હતા. પરિવારના દબાણને કારણે બંનેએ લગ્ન કર્યાં. લગ્નના બીજા જ દિવસે મધુમાલતી નાટકના શો માટે લાંબી ટૂર પર જતાં રહ્યાં.બંને આ લગ્નથી ખુશ નહોતા. લગ્નના એક વર્ષ બાદ જ બંને અલગ રહેવા લાગ્યાં. અનુપમ ખેર લગ્ન પહેલાં કિરણને ચંદીગઢમાં નાટક ગ્રુપમાં મળ્યાં હતાં. અલબત્ત, પછી બંનેએ પોતાની કરિયરમાં ફોકસ કર્યું. 1980માં કિરણ ચંદીગઢથી મુંબઈ આવ્યાં ને તેમણે બિઝનેસમેન ગૌતમ બેરી સાથે લગ્ન કર્યાં. 1981માં દીકરા સિકંદરનો જન્મ થયો. દીકરો ત્રણ વર્ષનો થતાં કિરણને સતત લાગતું કે તે આ લગ્નથી ખુશ નથી. આ દરમિયાન અનુપમ તથા કિરણની મુલાકાત થઈ. બંને નાદિરા બબ્બરના નાટક ‘ચાંદપરી કી ચંપાબાઈ’માં સાથે કામ કરતાં. નાટકના શો માટે બંને કોલકાતા ગયા. બંનેએ ત્યાં ખાસ્સો સમય પસાર કર્યો અને પછી અનુપમે પરિણીત હોવા છતાં કિરણને મેરેજ માટે પ્રપોઝ કર્યું. આ સમયે કિરણ પણ મેરિડ ને એક દીકરાનાં માતા હતાં. કિરણે તરત જ લગ્ન માટે હા પાડી દીધી. અનુપમ તથા કિરણે પોત-પોતાના પાટર્નરને ડિવોર્સ આપીને બંનેએ 1985માં લગ્ન કર્યા. અનુપમે કિરણના દીકરાને પોતાની સરનેમ આપી અને અપનાવી લીધો. કિરણ તથા અનુપમને કોઈ સંતાન નથી. અનુપમ ખેરે અનેક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે તેમને પોતાનું બાળક ના હોવાનો અફસોસ હંમેશાં રહ્યો છે. સિકંદરે હંમેશાં પિતા જેટલો જ પ્રેમ ને સન્માન આપ્યું છે, પરંતુ તેમને પોતાનું બાળક ના હોવાનો ખટકો આજીવન રહેશે. તેમણે અને કિરણે મેડિકલ હેલ્પની મદદ લીધી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. મધુમાલતી પણ એક્ટ્રેસ
અનુપમ ખેરનાં પહેલાં પત્ની મધુમાલતીની વાત કરીએ તો, તેમણે પણ બોલિવૂડ તથા હિંદી સિરિયલમાં કામ કર્યું છે. અનુપમને ડિવોર્સ આપ્યા બાદ મધુમાલતીએ અનુ કપૂરના ભાઈ ને ડિરેક્ટર રણજીત કપૂર સાથે લગ્ન કર્યા. રણજીત કપૂરના આ બીજા લગ્ન હતા. પહેલા લગ્નથી રણજીતને દીકરી ગૃશા કપૂર, દીકરા ઇશાન અને ઇન્શા છે. મધુમાલતી ને રણજીતને દીકરો મિશા છે. થોડા સમય બાદ બંનેના ડિવોર્સ થયા. રણજીતે ત્યારબાદ ત્રીજા લગ્ન કર્યા હતા. કિરણ નેશનલ લેવલનાં બેડમિન્ટન પ્લેયર
અનુપમ ખેરની બીજી પત્ની કિરણ ઠાકુર સિંહ સંધુનો જન્મ 14 જૂન, 1952માં બેંગ્લુરુમાં પંજાબી જાટ પરિવારમાં થયો. કિરણે મધ્યપ્રદેશ, ચંદીગઢની સ્કૂલમાં અભ્યાસ કર્યો. કિરણે પંજાબ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડિયન થિયેટરમાં ગ્રેજ્યુએશન કર્યું. કિરણ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ સાથે નેશનલ લેવલ પર બેડમિન્ટન રમી ચૂક્યાં છે. કિરણનો ભાઈ અમરદીપ સિંહ સંધુ આર્ટિસ્ટ હતો અને 2003માં અવસાન થયું. બહેન કંવલ ઠાકુર કૌર બેડમિન્ટન પ્લેયર છે અને તેને અર્જુન અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. બીજી બહેન શરનજીત કૌરે ઇન્ડિયન નેવી ઑફિસર સાથે લગ્ન કર્યા હતા. કિરણે પંજાબી ફિલ્મ ‘અસરા પ્યાર દા’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું. 1984માં લગ્ન બાદ કિરણે પોતાનું નામ કિરણ ઠાકુર સિંહ ખેર રાખ્યું હતું. જોકે, 2003માં 51 વર્ષની ઉંમરે કિરણે પોતાના નામનો સ્પેલિંગ Kiranમાંથી Kirron કર્યો ને પોતાનું નામ કિરણ ખેર કરી નાખ્યું. કિરણ ખેર ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’માં જજની પેનલમાં પણ જોવા મળતાં. કિરણ ખેરના પેરેન્ટ્સ ફિલ્મ ‘મમ્મીજી’માં જોવા મળ્યાં હતાં. 2009માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં
2009માં કિરણ ખેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં અને દેશભરમાં ચૂંટણી પ્રચાર કર્યો. 2014માં તેઓ ચંદીગઢથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડ્યાં અને આપના ઉમેદવાર ગુલ પનાગને હરાવીને વિજેતા બન્યાં. 2019માં બીજી ટર્મ પણ જીત્યાં. ત્રીજી ટર્મ તેઓ લડ્યાં નહોતાં. કેન્સર સામેનો જંગ જીત્યાં
2020માં કોરોનાકાળ દરમિયાન કિરણ ખેરને મલ્ટીપલ માયલોમા (એક જાતનું બ્લડ કેન્સર) હોવાની જાણ થઈ. આ સમયે કિરણે સાંસદ તરીકે પોતાની ફરજ નિભાવી અને સાથે સાથે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટનું પણ શૂટિંગ કર્યું. કિરણ ખેરે મુંબઈમાં જ સારવાર કરાવી અને હવે તેઓ કેન્સર ફ્રી છે. દીકરો શું કરે?
કિરણ ખેરનો દીકરો સિકંદર ખેર દેહરાદૂનની દૂન સ્કૂલમાં ભણ્યો છે. ત્યારબાદ તેણે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાંથી છ મહિનાનો થિયેટર કોર્સ કર્યો. સિકંદરે સંજય ગુપ્તાની ફિલ્મ ‘વુડસ્ટોક વિલા’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું. સિકંદર અલગ-અલગ બોલિવૂડ ફિલ્મ ને વેબ સિરીઝમાં જોવા મળે છે. જાન્યુઆરી, 2016માં સિકંદરે એક્ટ્રેસ સોનમ કપૂરની કઝિન પ્રિયા સાથે સગાઈ કરી, પરંતુ એક વર્ષ બાદ આ સગાઈ તૂટી ગઈ. વાત હવે, અનુપમ ખેરના ભાઈની કરીએ તો, રાજુ ખેરનો જન્મ સપ્ટેમ્બર, 1957માં થયો. મોટાભાઈની જેમ રાજુએ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ કામ કરવાનું શરૂ કર્યું. 1999માં રાજુએ ટીવી સિરિયલ સંસ્કારનું ડિરેક્શન કર્યું. રાજુએ અનેક હિંદી ફિલ્મ ને સિરિયલમાં કામ કર્યું છે, પરંતુ અનુપમ ખેર જેવી ઓળખ મળી નથી. રાજુએ રીમા સાથે લગ્ન કર્યાં છે અને તેમને દીકરી વૃંદા તથા દીકરો પ્રણિત ખેર છે. વૃંદા ફેશન ડિઝાઇનર ડાન્સર તથા એક્ટર છે. તેણે 2021માં નિપુણ ગાંધી સાથે લગ્ન કર્યા. નિપુણ ઇવેન્ટ કંપની ચલાવે છે. નિપુણ-વૃંદા માર્ચ, 2025માં દીકરા નિરવેરના પેરેન્ટ્સ બન્યાં. પ્રણિત ખેર આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરે છે.

​ઇસ થપ્પડ કી ગૂંજ સુની તુમને? રાના મુઝે તુમ્હારા થપ્પડ ભૂલેગા નહીં… (કર્મા) મોહબ્બત કા નામ આજ ભી મોહબ્બત હૈ, યે ના કભી બદલી હૈ ઔર ના કભી બદલેગી… (DDLJ) કિસી ઇન્સાન કા ગુસ્સા ઉસકી ઉમ્ર સે બડા નહીં હોતા… (સૂર્યવંશમ) તુમ્હારી હરકતેં, કુત્તે કી દુમ ઔર કટરીના કી હિંદી…ઐસી હૈ જો કભી સીધી હો હી નહીં સકતી… (મૈં તેરા હીરો) શહેર મૈં શાંતિ ઔર નાગરિકો કી હિફાઝત કરના મેરા ફર્જ હૈ, યહી મેરી ડ્યૂટી ઔર યહી મુઝ પર મેરી વર્દી કા કર્ઝ હૈ… (તકદીરવાલા) થિયેટરમાં જ્યારે આ ડાયલોગ બોલાયા ત્યારે એકદમ સન્નાટો છવાઈ જતો અને ફિલ્મ જોયા બાદ દર્શકો બહાર નીકળે ત્યારે તેમના મનમાં આ ડાયલોગ્સ સતત ગૂંજતા રહેતા. આ દમદાર ડાયલોગ અનુપમ ખેરે આગવા અંદાજ સાથે બોલ્યા છે. તેમણે અત્યાર સુધી અનેકવિધ રોલ પ્લે કર્યા છે. બોલિવૂડ ફિલ્મ ‘મેટ્રો…ઇન દિનો’ આજે એટલે કે ચાર જુલાઈએ રિલીઝ થઈ છે. આ ફિલ્મ 2007માં આવેલી ‘લાઇફ ઇન મેટ્રો’ની સિક્વલ છે. ‘મેટ્રો…ઇન દિનો’માં અનુપમ ખેર, નીના ગુપ્તા, કોંકણા સેન શર્મા, પંકજ ત્રિપાઠી, આદિત્ય રૉય કપૂર, ફાતિમા સના શેખ, અલી ફઝલ તથા સારા અલી ખાન છે. અનુરાગ બાસુએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ અંગે ચાહકો ઘણા જ ઉત્સુક છે. ફિલ્મમાં અનુપમ ખેર પણ મહત્ત્વના રોલમાં છે. અનુપમ ખેરે 540થી વધુ ફિલ્મ્સ કરી છે. ‘ફિલ્મી ફેમિલી’માં આજે આપણે અનુપમ ખેરના પરિવાર અંગે વાત કરીશું. છ વર્ષની મિત્રતા બાદ લગ્ન કર્યાં, પછી કેમ અનુપમ ખેરે પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા? 1984માં અનુપમ ખેર કેટલા રૂપિયા લઈને મુંબઈ આવ્યા હતા? અનુપમ ખેરે સંઘર્ષના દિવસોમાં કેવી કેવી મુશ્કેલીનો સામનો કર્યો? અનુપમ ખેર કરોડોની સંપત્તિના માલિક હોવા છતાં કેમ આજે પણ મુંબઈમાં ભાડાના ઘરમાં રહે છે? અનુપમ ખેરને કેમ લાગતું કે તેમની પર ભગવાનનો પ્રકોપ હતો? NSDના ગોલ્ડમેડાલિસ્ટ સ્ટૂડન્ટ

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *