અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 20થી વધુ દિવસોનો સમય વીતી ગયો છે તેમ છતાં હજુ પણ ક્રેશ સાઇટ પરથી નાના નાના હાડકાં અને અંગો મળવાનું ચાલુ છે. જેને DNA ટેસ્ટ માટે FSLમાં મોકલી અપાય છે. ક્રેશ સાઇટ પરથી જેમ જેમ કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે તેમ તેમ અંગો અથવા તો માંસ મળી રહ્યું છે. પ્લેનમાં મુસાફરી કરતાં પેસેન્જર તથા પ્લેન ક્રેશના કારણે મૃત્યુ પામેલાં 260 મૃતકોની ઓળખ થઇ ગઇ છે અને ડેડ બોડી તેમના સ્વજનોને સોંપી દેવામાં આવી છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં લોકોના મેચ થયેલાં DNAના પ્રાથમિક રિપોર્ટ આપી દેવાયા છે. વિસ્તૃત રિપોર્ટ આગામી દિવસોમાં પોલીસને સોંપાશે. DNA ટેસ્ટ માટે સતત 15 દિવસ સુધી 24 કલાક કામ ચાલ્યું હોય તેવું ગુજરાતના ઇતિહાસનું આ સૌથી લાંબું ઓપરેશન છે. જે લોકોના અંગો આપવાના બાકી હતા તેના પરિવારજનોને બોલાવીને અંગો આપવાનું અને ઘરેણાં તેમજ બાકીની ચીજ વસ્તુઓ આપવાનું પણ ચાલુ છે. દિવ્ય ભાસ્કરે ડાયરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સ (DFSL) તથા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી (NFSU)ના અધિકારીઓને મળીને ગુજરાતના ઇતિહાસના આ સૌથી લાંબા ઓપરેશન વિશે રજેરજની માહિતી મેળવી હતી. વિમાન દુર્ઘટના બાદ DNA મેચ કરવાની સાથોસાથ સંવેદના સાથે પણ કામગીરી કરવાની હતી. કેમ કે આ કેસમાં લોકોની સંવેદના, લાગણી જોડાયેલી હોવાથી વહેલી તકે પૂર્ણ કરવાનો પણ પડકાર હતો. જેથી સરકારે આ કામગીરી ગુજરાતની ખ્યાતનામ DFSL તથા NFSUને સોંપી હતી. જેના પછી આખી ફોરેન્સિક ટીમ કામગીરીમાં જોડાઇ ગઇ હતી. જેણે માત્ર કેસની દૃષ્ટિએ જ નહીં પણ સંવેદના સાથે કામગીરી કરીને ફક્ત 15 દિવસમાં અંદાજે 800થી વધુ નમૂનાની તેમના સ્વજનોના બ્લડ સેમ્પલ સાથે DNA મેચ કરીને 260 મૃતકોની ઓળખ કરી હતી. કેટલાક લોકોના DNA ગણતરીના કલાકોમાં થઇ ગયા તો અમૂક DNA મેચ થવામાં 15 દિવસ જેટલો સમય લાગ્યો હતો. એક માતાએ વિદેશથી તેની DNA પ્રોફાઇલ મોકલી હતી તો બીજી એક વિદેશી માતાએ અમદાવાદ આવીને બ્લડ સેમ્પલ આપ્યું હતું. જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના DNA તેના ભત્રીજા સાથે મેચ થયા હતા પરંતુ તેમાં વાય ક્રોમોઝોમના આધારે રિપોર્ટ અપાયો હતો. વાય ક્રોમોઝોમ પુરુષમાં હોય છે અને પેઢી દર પેઢી જે વારસાગત તેને મળતું રહે છે. DFSLના ડાયરેક્ટર એચ.પી.સંઘવીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે સતત 15 દિવસ સુધી 24 કલાક કામ ચાલ્યું હોય તેવું ગુજરાતના ઇતિહાસનું આ સૌથી લાંબું પહેલું ઓપરેશન છે. દિવ્ય ભાસ્કરે આ ઓપરેશનમાં જોડાયેલા અધિકારીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. 12મી તારીખે રાત્રે જ અલગ ટીમ બની ગઇ
ડૉ.એસ.ઓ.જુનારે નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીના કેમ્પસ ડાયરેક્ટર છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, 12મી તારીખે રાત્રે જ અમે પ્રોફેસરો, રિસર્ચ સ્કોલર સાથે એક ટીમ બનાવી હતી. બીજા દિવસે અમારે ત્યાં સવારે સેમ્પલ્સ આવ્યા હતા. દસ વાગ્યે અમે કામ શરૂ કરી દીધું હતું. 10 વાગ્યાથી 24 કલાક કામ ચાલતું હતું. અમારા 30થી 35 પ્રોફેસરો અને રિસર્ચ સ્કોલર DNA એક્સ્ટ્રેક્ટ કરવા માટે અને મેચ કરવા માટે કામ કરતા હતા. મૃતદેહમાંથી અમને 150 સેમ્પલ મળ્યા હતા. 25-30 કેસમાં મુશ્કેલી પડી હતી
‘4 દિવસ પછી જે જટિલ કેસ હતા તેમાં 2 વાર, 3 વાર કામ કરવું પડતું હતું. 5 દિવસમાં અમે તમામ કેસોમાં DNA મેચ કરીને સરકારને રિપોર્ટ આપી દીધો હતો. 25થી 30 કેસો એવા આવ્યા હતા જેમાં મુશ્કેલી પડી હતી. અમારી પાસે અમુક સેમ્પલ એવા હતા જેમાં દાંત હોય પણ તે આર્ટિફિશીયલ હોય એટલે બીજા દાંત મંગાવવા પડતા હતા. બોર્ન આવ્યા હોય પણ તે બળેલાં હોય તેમાં બીજા સેમ્પલ મંગાવવા પડતા હતા. દૂરના સગાં હોય તો તેવા કિસ્સામાં પણ અમારે બીજીવાર સેમ્પલ માંગવા પડ્યા હતા.’ દાંતમાં DNA મળવાના ચાન્સીસ વધુ
‘દાંત સૌથી યોગ્ય વસ્તુ છે. જેમાં DNA મળવાના ચાન્સીસ વધારે હોય છે. બોર્ન, બ્લડ, યુરિન અથવા શરીરના કોઇપણ બાયોલોજિકલ પાર્ટ હોય તેમાંથી અમે DNA એક્સ્ટ્રેક્ટ કરી શકીએ. આવી દુઘર્ટનામાં આખું શરીર બળેલું હોય તો હાડકાં મળે અથવા તો દાંત મળે.’ મનીષાબેન પટેલ DFSLમાં DNA ડિવીઝનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં જેને રેફરન્સ નમૂના કહેવાય તેવા સગા સંબંધીના લગભગ 300 લોહીના નમૂના હતા. સાથે જે ડોક્ટર્સે કલેક્ટ કર્યા હોય તેવા પોસ્ટ મોર્ટમના 300 જેટલાં નમૂના હતા. એમ કરીને કુલ 600 જેટલાં નમૂના અમારી પાસે આવ્યા હતા. રાજકોટ, વડોદરા, સુરતથી અધિકારીઓને બોલાવાયા
‘આ સેમ્પલ 13મીએ વહેલી સવારે આવ્યા હતા. અમે રાજકોટ, સુરત, બરોડા વગેરે જગ્યાએથી અમારા ઓફિસર્સને બોલાવી લીધા હતા. બને તેટલું જલ્દી કામ કરવાનું હતું જેથી અમે બધાં એક્સપર્ટને અહીંયા બોલાવ્યા હતા.’ મનીષાબેને કહ્યું કે સેમ્પલો જોઇને એવું લાગતું હતું કે તમામ બોડીની ઓળખ શક્ય ના પણ બને પણ તે શક્ય બન્યું અને બધી બોડી ઓળખાઇ ગઇ. બધાં ક્રિટીકલ કન્ડિશન્ડમાં જ હતા કેમ કે આગ એટલી વિકરાળ સ્વરુપમાં હતી. જે તે વખતે એટલા સેલ્સિયસ તાપમાન હતું કે સેમ્પલો તો ચેલેન્જિંગ હતા. નજીકના સંબંધવાળું કોઇ બચ્યું નહીં એટલે તે અઘરૂં હતું. DNA કાઢવા 10-12 સ્ટેપની પ્રોસેસ કરવી પડે
‘DNA મેચિંગ માટે સાદી ભાષામાં કહું તો પ્રોફાઇલિંગ નકશો હોય. તેની સામે આ કેસમાં બળેલી વ્યક્તિના પરિવારજનો સાથે DNA મેચ કરવાના હોય. જેના માટે પરિવારજન બ્લડ આપશે. તેનું એક DNA પ્રોફાઇલ બનાવવામાં આવે. આ પરિવારજનની પ્રોફાઇલ આટલી બોડી સાથે મેચ કરવાની થતી હતી. એક મેચ થઇ ગયું તો બીજા બ્લડને 299 સાથે મેચ કરવાના રહે. આ ટાઇમ કન્ઝ્યૂમિંગ કામ છે. એવું નથી કે એક કલર છે તેને મેચ કરીને કહી દઇએ કે આ નથી.’ ‘પરિવારજનોમાંથી DNA કાઢવું એ પણ 10-12 સ્ટેપની પ્રોસીજર છે અને મૃત વ્યક્તિના સેમ્પલોમાંથી DNA કાઢવું તે પણ 10-12 સ્ટેપની જ પ્રોસીજર છે. પછી તેને મેચ કરવાનું હોય એટલે તમે આને એક લાંબી અને જટિલ પ્રક્રિયા કહી શકો.’ 48 કલાકથી ઓછા સમયમાં 6 લાશની ઓળખ
‘DNA ટેસ્ટ માટે સારી કન્ડિશનમાં હોય તેવા દાઢના નમૂના, દાંતના નમૂના, લાંબા હાડકાં મળે તો ડૉક્ટર તેને કલેક્ટ કરે છે. 14મી જૂને સવારે 9:45 વાગ્યે અમારો પહેલો રિપોર્ટ થયો હતો. 48 કલાકથી ઓછા સમયમાં અમે પહેલો રિપોર્ટ આપ્યો હતો જેમાં 6 લાશની ઓળખ થઇ હતી. સૌથી છેલ્લો રિપોર્ટ પંદર દિવસની અંદર આપ્યો એટલે ટોટલ 600 નમૂનાનું એનાલિસિસ અમે 15 દિવસમાં કરી દીધું.’ વાય ક્રોમોઝોમના આધારે વિજય રૂપાણીનો રિપોર્ટ
‘પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના ભત્રીજાનું બ્લડ સેમ્પલ અમારી પાસે આવ્યું હતું. તેમના પુત્રી તથા પુત્ર વિદેશ હોવાથી તેમનું સેમ્પલ પછીથી મળ્યું હતું. તેમના ભત્રીજાનું સેમ્પલ પહેલાં મળ્યું હોવાથી તેનું અને વિજય રૂપાણીનું DNA પ્રોફાઇલ મેચ કરીને અમે રિપોર્ટ આપ્યો હતો. અમે વાય ક્રોમોઝોમના આધારે આ રિપોર્ટ આપ્યો હતો. વાય ક્રોમોઝોમ પુરુષમાં હોય છે. એ પેઢી દર પેઢી વારસાગત મળતું રહે છે. પરદાદામાં હોય તે દાદામાં આવે, દાદામાં હોય તે પિતામાં આવે. તેમાંથી કાકામાં, કાકાના દીકરાઓમાં આવે. પિતાના સંતાનોમાં એક જ વાય ક્રોમોઝોમ સમાન રીતે જોવા મળે છે. જેથી વાય ક્રોમોઝોમના આધારે પૈતૃક સંબંધ સાબિત કરી શકાય.’ ‘જ્યારે સ્ત્રીમાં એક્સ ક્રોમોઝોમ હોય છે. જેનાથી માતા અને દીકરીના સંબંધો પ્રસ્થાપિત કરી શકાય છે. જો કોઇ સ્ત્રીને માતા કે દીકરી ન હોય તો તેના પિતા, ભાઇ કે બહેનના DNA સાથે મેચિંગ કરાય છે.’ કેવા કેસમાં મુશ્કેલી પડી?
ક્રિટીકલ કેસ અંગે તેમણે કહ્યું કે, આખો પરિવાર જ દુઘર્ટનામાં મૃત્યુ પામ્યો હોય અને તેમના માતા-પિતા હયાત નથી અથવા એકલા માતા હયાત છે પણ પિતા નથી આવી સ્થિતિમાં બિલકુલ નજીકનો સંબંધ સ્થાપિત કરવા થોડું ચેલેન્જિંગ કામ થઇ જાય છે. બીજા કેસમાં એવું જોવા મળ્યું કે, દાદી અને પૌત્ર હોય તેવા સંબંધોમાં પણ સીધી રીતે તેનો સંબંધ સ્થાપિત ન કરી શકાય. જ્યારે પિતા ના હોય તેવા એવા કેસમાં દાદીની દીકરીનું સેમ્પલ લીધું તેનાથી દાદી અને દીકરીનો સંબંધ સ્થાપિત કર્યો અને પછી પિતા સાથે તેનો સંબંધ સ્થાપિત કર્યો. જેના પછી પિતા પરથી બાળકો સાથે DNA મેચ કરાવાયા. ઘણીવાર આવી રીતે પણ સ્ટ્રેટેજી ઉપયોગમાં લેવાતી હોય છે. અમારો છેલ્લાંમાં છેલ્લો ગોલ તો એ જ છે કે પરિવારનું એક સંગઠન એક રચના મળી જાય તો જેટલાં પણ પરિવારના વ્યક્તિનું મૃત્યુ થયું હોય તે ડોટ ટુ ડોટ કનેક્ટ કરી શકીએ. ‘આ કામગીરી ઝડપી થાય તે માટે બીજી લેબમાંથી મશીનો અહીંયા લાવીને દિવસ રાત કામ શરૂ કરી દીધું હતું. સામે કર્મચારીઓની સંખ્યા વધારી દીધી હતી.’ વૃદ્ધાએ વિદેશથી DNA મોકલ્યા
‘એક કપલનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેના માતા વિદેશમાં રહેતા હતા. તે ઉંમરલાયક હોવાની સાથે વિદેશમાં હોવાથી આવી શકે તેમ નહોતા. જેથી ત્યાંની સરકારે તેમની DNA પ્રોફાઇલ અમને મોકલી. તેમની પ્રોફાઇલ સાથે એ વ્યક્તિના DNA મેચ થઇ ગયા એટલે અમે એવું જાહેર કર્યું કે આ તેમના સંતાન છે. અમારો રિપોર્ટ પણ ત્યાં મોકલ્યો. જેના પછી તે લોકોએ પુષ્ટિ કરીને કહ્યું કે બરોબર છે.’ ‘વિદેશથી એક મહિલા સિવિલમાં આવ્યા હતા. તેમના સંતાનનું પણ આ દુઘર્ટનામાં મૃત્યુ થયું હતું. તેમણે સિવિલમાં બ્લડ સેમ્પલ આપ્યું હતું. તેમની DNA પ્રોફાઇલ કરી અને જે સેમ્પલ હતા તેની સાથે મેચ કરીને તેમને રિપોર્ટમાં DNA મેચીંગ આપ્યું હતું. છેલ્લો રિપોર્ટ 27મી જૂને આપ્યો હતો.’ ઓફિસરે જાતે સોફ્ટવેર મોડિફાય કર્યું અને કામ સરળ થયું
‘અહીં આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ જ રિપોર્ટ થાય છે. અમારી પાસે ઇન્ટરનેશનલ વેલિડેશનવાળું સોફ્ટવેર પણ છે. તેનો ઉપયોગ કર્યો હતો. એ સિવાય અમે પોતે જ અમારી રીતે લેબોરેટરીમાં એક સોફ્ટવેર ડેવલપ કર્યું હતું. જેથી કરીને નજીકનો સંબંધ હોય તો તરત જ તેની સાથે મેચ બતાવી દે. આટલા મોટા પ્રમાણમાં સેમ્પલ એકસાથે એનાલિસિસ કરવાના હોય આપણી જે શોધખોળ છે તે તરત જ થોડી લિમીટમાં આવી જાય અને બહુ જલ્દીથી ખ્યાલ આવી જાય કે આની સાથે DNA મેચ થાય છે. અમારી પાસે બંને સોફ્ટવેર હતા. એક તો અમારા ઓફિસરે જાતે ડેવલપ કર્યું તે અને એક ઇન્ટરનેશનલ સોફટવેર. બંને મશીનરીના કારણે આ વસ્તુ ઝડપી બની ગઇ.’ 72 કલાકમાં DNA રિપોર્ટ આવી જાય છે? તેવા પ્રશ્ન અંગે તેમણે કહ્યું કે, તે કયા પ્રકારના નમૂના છે તેના પર આધારિત છે. તેની નમૂના પર અસરો થઇ છે. અને નમૂનાની વૈવિધ્યતા કેટલી છે. આ બધી જ વસ્તુ પર તેનો આધાર છે. જેમ બને તેમ જલ્દી કામગીરી કરવાની હતી
‘અમારું માઇન્ડ સેટ તો એવું જ હતું કે જલ્દીથી આ કામગીરી કરવાની છે. ભૂતકાળમાં રાજકોટ ગેમિંગ ઝોન અને ડીસામાં ફટાકડાંની ફેકટરીમાં આગ લાગી ત્યારનો અનુભવ હતો એટલે તેનો આ વખતે એક ફાયદો થયો. સૌથી વધારે અમારું ફોક્સ એ હતું કે આ કેસ તરીકે નથી લેવાનો. અમારા ડાયરેકટર એચ.પી.સંઘવીની એ જ વાત હતી કે આ સંવેદનાનો વિષય છે, કેસ નથી. પરિવારજનોને માટે એક એક ક્ષણ બહુ અગત્યની છે. આપણે તે સંવેદનાની સાથે સાથે કામ કરવાનું છે. જેથી કરીને શક્ય તેટલી તેમને તમામ હેલ્પ મળી રહે. રિઝલ્ટ ઓરિએન્ટેડ તો હતા જ સાથે સંવેદનાથી કામ કરવાનું હતું. જેમ બને તેમ આપણે તેમને જલ્દીથી રિપોર્ટ આપી શકીએ.’ ડૉ. મલય શુકલ NFSUમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને સેન્ટર ઓફ એક્સલન્સ ઇન DNA ફોરેન્સિકના ઇન્ચાર્જ કો.ઓર્ડિનેટર છે. ચોક્કસ સમયમર્યાદામાં કામ પૂરું કરવાનું હતું
તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, 13મી જૂને સવારે 7:30 વાગ્યા આસપાસ અમારે ત્યાં કુલ 153 નમૂના રિફર કરાયેલા હતા. જેવા સેમ્પલ આવ્યા ત્યારે અમારી લેબોરેટરી પડકાર ઝીલવા તૈયાર હતી. અમારી યુનિવર્સીટીના કુલપતિ ડૉ.જે.એમ.વ્યાસે અમને કહ્યું કે હતું કે સેન્ટર ઓફ એક્સલન્સ ઇન DNA ફોરેન્સિક છે તેમાં આપણું એનાલિસિસ હાથ ધરીશું. જેટલાં પણ ટીમ મેમ્બર હતા તેમને લેબોરેટરીમાં બોલાવી લીધાં અને કહ્યું કે ઇટસ એ ટાઇમ બાઉન્ડ ટાસ્ક. એક ચોક્કસ સમયમર્યાદામાં આપણે કામ પુરું કરવાનું છે. જેથી કરીને આ દુઃખદ ઘટનામાં જે મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને તેમની ડેડ બોડી સમયસર મળી રહે અને જે પણ ધાર્મિક વિધિ છે તે સંપન્ન કરી શકે. અધિકારીઓ-કર્મચારીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાઇ
‘આ કામગીરીમાં જે એક્સપર્ટ હતા તેમાં ફેકલ્ટી મેમ્બર્સ ડૉ. વિશાલ મેવાડા તથા અમારા સેન્ટર હેડ ડૉ. ભાર્ગવ પટેલ, રિસર્ચ સ્કોલર, સાયન્ટિફિક ઓફિસર તથા ઘણાં બધાં ફેકલ્ટી જેમની વેટ લેબમાં એક્સ્પર્ટાઇઝ નહોતી પરંતુ તેઓ DNA પ્રોફાઇલ ઇન્ટરપ્રિટેશનમાં મદદ કરવા તત્પર હતા. તે લોકો પણ કામે લાગ્યા હતા. DNA પ્રોફાઇલનું કામ સતત પાંચ દિવસ સુધી ચાલ્યું હતું. ફેકલ્ટી મેમ્બર્સ તથા સાયન્ટિફિક ઓફિસર્સ અહીંયા જ રહેતાં હતા. કેમ્પસ ડાયરેક્ટર ડૉ.એસ.ઓ.જુનેરાએ હાજર રહીને રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરી આપી હતી.’ ત્રીજા દિવસથી રિપોર્ટ આપવાનું ચાલુ થયું
‘જ્યારે 13મી તારીખે સેમ્પલ્સ આવ્યા ત્યારે આખો દિવસ તો સેમ્પલને ક્લીન કરવામાં, ટૂથ એક્સ્ટ્રેક્ટ કરવામાં અને પ્રિ-પ્રોસેસિંગમાં જ ગયો. અમે DNA એક્સ્ટ્રેક્શન માટે ઘણાં બધાં સેમ્પલને પ્રોજેક્ટ કર્યા. 2 દિવસમાં અમે 39 સેમ્પલની DNA પ્રોફાઇલ જનરેટ કરી.’ ‘બીજા સેમ્પલ પ્રિ પ્રોસેસ કરવા માટે અમે અલગ ટીમ બનાવી હતી. પહેલાં ત્રણ દિવસમાં એક પણ રિપોર્ટ અમારા તરફથી ગયો નહોતો કારણ કે ત્રણ દિવસ તો અમારે DNA પ્રોફાઇલ જનરેટ કરવામાં જ ગયા. ત્રીજા દિવસે અમે રિપોર્ટ આપવાનું શરૂ કર્યું. પ્રથમ તબક્કામાં અમે 15થી 20 રિપોર્ટ આપ્યા. ત્યારબાદ DNA મેચ થતા ગયા તેમ તેમ રિપોર્ટ આપતાં ગયા હતા. ડૉ. વિશાલ મેવાડાએ એક સોફ્ટવેરમાં થોડું ઇનોવેશન કર્યું. જેના લીધે 5, 6 કે 7 દિવસ લાગતા તે 1-2 દિવસમાં મેચ કરી શક્યા હતા અને રિપોર્ટ આપવાની પ્રક્રિયાને વેગ મળ્યો હતો. બીજા તબક્કામાં 5 દિવસ બાદ અમે 70થી 75 રિપોર્ટ આપી દીધા હતા.’ ‘ઘણાં બધાં એવા કિસ્સાઓ હતા જેમાં આખો પરિવાર દિવંગત હતો. ઘણાં બધાં એવા જટિલ સેમ્પલ હતા કે તેમાં કોઇના દાંત મળ્યા હોય પણ તે આર્ટિફિશિયલ બનાવાયેલા હોય એટલે ફરીથી તેને સેમ્પલ લેવા પડે અથવા તો હાડકાંના સેમ્પલમાંથી DNA એક્સ્ટ્રેક્ટ કરાવવું પડે.’ ‘પ્લેન ક્રેશ જેવી ઘટનામાં ઘણીવાર ટીસ્યુ સેમ્પલ (લોહી, ત્વચા અથવા આંતરિક અવયવો)માં મીક્ષ્ચર પ્રોફાઇલ પણ મળતી હોય છે. એવા કેસમાં ઘણી વાર સેમ્પ્લ્સનું ફરી પ્રોસેસિંગ કરવું પડતું હોય છે. જેથી સિંગલ સોર્સ DNA મળે.’ 30થી 32 કેસમાં વધારે મહેનત થઇ
‘જ્યારે ડેટા એનાલિસિસ કરવાનું શરૂ કર્યું ત્યારે ખબર પડી કે આમાં ઓટોઝોમલ DNA માર્કસ (વ્યક્તિઓને ઓળખવા, સંબંધો નક્કી કરવા અને વંશ શોધવા માટે) થી પરિવારના સભ્યોની એક બીજા સાથેના સંબંધોની ઓળખ શક્ય નહોતી. એવા કિસ્સાઓમાં અન્ય DNA માર્કર્સનો ઉપયોગ કરવો પડતો હોય છે. કુલ 30થી 32 કેસો એવા હતા જેમાં અમારે મલ્ટિપલ માર્કર સિસ્ટમનો ઉપયોગ કરવો પડ્યો. ક્રેશ સાઇટ પરથી જે સેમ્પલ મળ્યા હોય તેમાં મોલર ટુથ જ સૌથી શ્રેષ્ઠ બાયોલોજિકલ સેમ્પલ માનવામાં આવે છે, જેમાં ખૂબ ઊંચા તાપમાને પણ DNA પ્રિઝર્વ રહે છે અને તેથી જ મોટા ભાગના માસ ડિઝાસ્ટર કેસમાં ઉપયોગમાં લેવામાં આવે છે.’ ‘દિવંગતોના કુટુંબીજનો પાસેથી રેફરન્સ સેમ્પલ લેવાના હોય ત્યારે શક્ય હોય ત્યાં સુધી બ્લડ સેમ્પલ લેવાય છે. જેના કારણે લેબોરેટરી પ્રોસીજરમાં થોડું કાર્ય સરળ રહે છે. અમુક કેસમાં પરિવારના બધા સભ્યો ગુજરી ગયા હોય અને નાના બાળકો જીવિત હોય તો સલાઇવા સ્વેબ પણ લેવું પડે છે. બ્લડ સેમ્પલથી FSL/DFS એ રેફરન્સ DNA પ્રોફાઇલ્સનો ડેટા તરત જનરેટ કર્યો હતો. જેમાં NFSU અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાંતે સરળ અને શાનદાર સંકલનથી કામગીરી કરી હતી. NFSUને તપાસ માટે મોકલાવાયેલા નમૂનામાં મોટાભાગે પોસ્ટ મોર્ટમ સેમ્પ્લ્સ હતા. જેમાં દાંતના નમૂના હતા અને અમુકમાં હાડકાં પણ મળ્યા હતા.બહુ ઓછા કેસમાં અમે હાડકાંના નમૂનામાંથી DNA પ્રોફાઇલ્સ જનરેટ કરી હતી.’ ‘એક કેસ એવો હતો જેમાં માતા પિતા ગુજરી ગયા હતા અને ટ્વીન્સ ભાઇઓ હતા અને તેમની પુત્રી હતી. બીજો એક કેસ એવો હતો જેમાં માતા-પિતા ગુજરી ગયા છે. તેમની બે પુત્રી છે. તેનું સેમ્પલ અમારે મેચ કરવાનું હતું એટલે ડિસ્ટન્સ રિલેશન સાથે એટલે કે તેમની ગ્રાન્ડ મધર સાથે DNA મેચ કરવું પડે તેવા કિસ્સામાં કૌટુંબિક સંબંધોનું સચોટ આંકલન કરવું અઘરું હતું. આવા કિસ્સાઓમાં અમે મલ્ટિપલ DNA માર્કરનો ઉપયોગ કરીને સંબંધ પ્રસ્થાપિત કર્યો હતો.’ ‘એક કેસમાં તો પૂરી બોડી સળગી ગઇ હતી એટલે તેના બ્લડ સેમ્પલ મળવા મુશ્કેલ હતા. એટલા આવા કેસમાં દાંત પર આધાર રાખવો પડ્યો હતો. બધાં કેસોમાં દાંત મળ્યા નહોતા, હાડકાં મળ્યા હતા. ઘણા કેસમાં ટીસ્યુ સેમ્પલ પણ મળેલાં છે.’ ‘આખું શરીર સળગી ગયું હતું એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની એક તક હતી તે અમે કરી છે. DNA એક્સ્ટ્રેક્ટ માટે અમે આધુનિક ટેકનોલોજી યુઝ કરી. પહેલાં DNA પ્રોફાઇલ મશીનમાંથી જીનેટેકલી ડેટા આવી જતો હતો અને આ કેસમાં ફરક એટલો હતો કે પહેલાં DNA પ્રોફાઇલનું મેચિંગ કરતા ને તે વન ટુ વન કરતાં હતા.’