શેરબજારમાં રોકાણ કરતાં યુનિક ઇન્વેસ્ટરની સંખ્યા ગુજરાતમાં 1 કરોડને પાર થઇ ગઇ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ, 1 કરોડ ઇન્વેસ્ટર પાર કરનાર ગુજરાત દેશનું ત્રીજું રાજ્ય બન્યુ છે. આ પહેલા મહારાષ્ટ્ર (1.86 કરોડ) અને ઉત્તર પ્રદેશ (1.31 કરોડ) આ માઇલસ્ટોન હાસિલ કરી ચૂક્યા છે. અહીં એક જ પાન નંબર ધરાવતા યુનિક ઇન્વેસ્ટર સામેલ છે. ગુજરાતમાં કુલ રોકાણકારોમાંથી 27.8% એટલે કે 27.94 લાખ મહિલાઓ છે. જે મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમે છે. આ ટોપ-3 રાજ્યમાં જ દેશના 36% રોકાણકાર છે. છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં રોકાણકારોની સંખ્યા 5 ગણી એટલે કે 80 લાખ વધી છે. 2014-15માં ગુજરાતમાં રોકાણકારોની સંખ્યા 20.55 લાખ હતી, જે 2025-26(મે સુધી) 1 કરોડને પાર થઇ છે. સુરત અને અમદાવાદમાં નવા ઇન્વેસ્ટર્સમાં સૌથી વધુ ઘટાડો!
2025-26માં મે મહિના સુધી ગયા વર્ષની સરખામણીમાં નવા ઇન્વેસ્ટરના રજીસ્ટ્રેશનમાં દેશમાં સૌથી વધુ ઘટાડો સુરત અને અમદાવાદમાં થયો છે. સુરતમાં નવા ઉમેરાતા ઇન્વેસ્ટરમાં 64% અને અમદાવાદમાં 62%નો ઘટાડો થયો છે. દેશના ટોપ-10 જિલ્લામાં તેઓ સામેલ છે. ઇન્વેસ્ટર વધ્યા,દેશમાં હિસ્સો ઘટ્યો! 1 કરોડ ઇન્વેસ્ટર સાથે ગુજરાતની દેશમાં ભાગીદારી 8.7% છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની હિસ્સેદારી 3.5% ઘટી છે. 2ૈૈ019-20માં દેશના 12.2% એટલે કે 38 લાખ જેટલા ઇન્વેસ્ટર્સ ગુજરાતમાંથી હતા. હાલમાં મહારાષ્ટ્ર 16.2% ઇન્વેસ્ટર્સ પ્રથમ અને ઉત્તર પ્રદેશ 11.4% સાથે બીજા ક્રમે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ 5.9% એટલે કે 67.61 લાખ અને રાજસ્થાન 5.7% એટલે કે 65.65 લાખ ઇન્વેસ્ટર સાથે પાંચમા ક્રમે છે. ગુજરાતના હિસ્સેદારી ઘટવા પાછળ આ બંને શહેરોમાં નવા ઉમેરાતા ઇન્વેસ્ટરની ઓછી સંખ્યા છે. 13 લાખ લોકો મહિનામાં એક વાર તો ટ્રેડિંગ કરે છે… ગુજરાતમાં 13 લાખ રોકાણકારો એવા છે જે મહિનામાં ઓછામાં ઓછું એકવાર તો ટ્રેડિંગ કરે છે. આ મામલે મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા ક્રમે છે. 2025માં જાન્યુઆરીથી મે મહિના દરમિયાન ગુજરાતમાં 3.70 લાખ નવા રોકાણકારો જોડાયા છે. એપ્રિલમાં 49 હજાર અને મે મહિનામાં 56 હજાર રોકાણકાર જોડાયા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ બાદ રોકાણકારોની સંખ્યામાં સતત વધારો નોંધાયો હતો.