ભારતને નહોર ભરાવતું અમેરિકા હવે એકાએક કૂણું પડ્યું છે. ભારત પર ઓળઘોળ બની ગયું છે. એને ત્રણ મુદ્દામાં સમજો
1.અમેરિકામાં ભારત સાથે ટ્રેડ ડીલ ચાલી રહી છે
2.અમેરિકાએ જયશંકરને ઓફર કરી કે સાથે મળીને હથિયારો બનાવીએ
3.અમેરિકી રક્ષામંત્રીએ રાજનાથ સિંહને અમેરિકા આવવા આમંત્રણ આપ્યું છે નમસ્કાર, હવે એક અઠવાડિયું બાકી છે ટેરિફ શરૂ થવા આડે. 9 જુલાઈથી અમેરિકા વિશ્વના 100 દેશ પર ટેરિફ લાગુ કરી દેશે. 2 એપ્રિલે ડોનાલ્ડ ટ્રમ્પે 100 દેશ પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આ દેશોમાં ભારતનું નામ પણ હતું. ભારત પર 26% ટેરિફની જાહેરાત કરી. 9 એપ્રિલે ટ્રમ્પે કહ્યું હતું કે જે લોકોને અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવી હોય તેમની પાસે તક છે, એટલે હું 90 દિવસ માટે ટેરિફ રોકું છું. આ 90 દિવસ 9 જુલાઈએ પૂરા થાય છે. વ્હાઈટ હાઉસે શું સંકેત આપ્યા?
વ્હાઈટ હાઉસે સંકેત આપ્યા છે કે આ ડીલ પર મોટું એલાન થઈ શકે છે. વ્હાઈટ હાઉસની પ્રવક્તા કેરોલિન લેવિટે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેની ટ્રેડ ટીમ આ સમજૂતીને અંતિમ રૂપ આપવામાં લાગી ગઈ છે. PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ખૂબ સારા સંબંધો છે અને એ જળવાયેલા રહેશે. કેરોલિને કહ્યું હતું કે ભારત-અમેરિકા વચ્ચે નવી ટ્રેડ ડીલ બંને દેશોના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે. બંને દેશો આ ડીલને 2030 સુધીમાં 500 બિલિયન ડોલર સુધી લઈ જવા માગે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે કહ્યું હતું કે અમેરિકા અને ભારત વચ્ચે મોટી સમજૂતી થવા જઈ રહી છે.
ખાસ વાત એ છે કે આ ટ્રેડ ડીલને 9 જુલાઈ 2025 સુધી પૂરી કરવી જરૂરી છે. જો આ ડીલ નહીં થાય તો અમેરિકાએ જાહેર કરેલો 26% ટેરિફ ભારત પર લાગુ થઈ જશે. 2024-2025માં ભારત અમેરિકા વચ્ચે 131 બિલિયન ડોલરનો વેપાર થયો હતો. એને 500 બિલિયન ડોલરે લઈ જવાનું લક્ષ્ય છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટીવી ઇન્ટરવ્યૂમાં શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ટીવી ચેનલના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 9 જુલાઈથી જે દેશો પર ટેરિફ લાગુ થવાનો છે એ થશે જ. આ ટેરિફ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી અમેરિકા સાથે કોઈ સમજૂતી ન થઈ જાય. અમે પહેલા જોઈશું કે બીજા દેશો અમેરિકા સાથે કેવો વ્યવહાર કરે છે. સારો વ્યવહાર કરે છે, ખરાબ કરે છે, એ દેશોને અમેરિકાની પરવાહ છે કે નહીં. અમે હાઇ ટેરિફનો લેટર મોકલીશું, જેમાં લખેલું હશે, કોન્ગ્રેચ્યુલેશન્સ. અમે તમને અમેરિકામાં સામાન વેચવાની મંજૂરી આપીએ છીએ. તમને 25%, 35%, 50% કે 100% ટેરિફ ચૂકવવો પડશે. આનો સીધો અર્થ એ છે કે 9 જુલાઈ પછી દુનિયામાં મંદીનો માહોલ આવી શકે છે. ભારત જો 9 જુલાઈ પહેલાં ડીલ નહીં કરે તો ટેક્સટાઈલ, ફાર્મા, ચામડું અને ઓટો પાર્ટ જેવી વસ્તુઓ અમેરિકામાં મોંઘી મળવા લાગશે. ત્યાંની કંપનીઓ સાથે મુકાબલો કરવાનું મુશ્કેલ બની જશે, પણ ભારત-અમેરિકા વચ્ચે ડીલ અટકી છે બે મુદ્દા પર. કૃષિ અને ડેરી સેક્ટરમાં. અમેરિકા ઈચ્છે છે શું? ભારત શું ઈચ્છે છે? નિર્મલા સીતારમણે ઈન્ટરવ્યૂમાં શું કહ્યું?
હમણાં દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ફાઇનાન્શિયલ એક્સપ્રેસને ઈન્ટરવ્યૂ આપ્યો. એમાં તેમણે કહ્યું હતું કે, અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં પેચ ક્યાં ફસાયો?
અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં પેચ ફસાયો હોય તો એ સેક્ટરમાં છે. એક, કૃષિ અને બીજું, ડેરી સેક્ટર. અમેરિકાએ એવી ડિમાન્ડ કરી કે અમેરિકાની ડેરી પ્રોડક્ટોને ભારતમાં વેચવાની છૂટ આપો. અમેરિકાએ એવું પણ કહ્યું હતું કે અમે જિનેટિકલી મોડિફાઈડ (GM) ખેત પેદાશો ઉગાડીએ છીએ. એને પણ ભારતમાં વેચો. હવે તકલીફ એ છે કે કૃષિ અને ડેરી ઉદ્યોગમાં ભારત અવ્વલ છે. એમાંય જો અમેરિકાની પેદાશો ભારતમાં વેચાય તો સસ્તી મળે અને ભારતના ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે, પણ ભારતે સોય ઝાટકીને કહી દીધું કે ડેરી, કૃષિ મૂકો. એના પર ફરી ક્યારેક ચર્ચા કરીશું. બાકી, આ બંને ક્ષેત્ર અમારા માટે સંવેદનશીલ મુદ્દા છે એટલે તેમાં અમેરિકાને એન્ટ્રી નહીં આપીએ. ભારતે યુકે અને ઓસ્ટ્રેલિયા સાથે જે ડિલ કરી છે તેમાં પણ કૃષિ કે ડેરી ઉત્પાદનો સામેલ નથી. નવી ટ્રેડ ડીલનું એલાન ક્યારે થશે?
7 કે 8 જુલાઈએ ભારત અમેરિકા વચ્ચે વચગાળાની ટ્રેડ ડીલનું એલાન થઈ શકે છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટમાં લખ્યું છે કે, કેટલીક શરતોના આધારે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. ભારત તરફથી ફાયનાન્સ વિભાગના સેક્રેટરી રાજેશ અગ્રવાલે સમજૂતી માટે અમેરિકા સાથે ચર્ચા કરી છે. તેમની જ આગેવાનીમાં વોશિંગ્ટનમાં આ સમજૂતી થઈ છે. ભારતે આ વસ્તુઓ પર ટેરિફ ઘટાડવાની માગ કરી આવનારા દિવસોમાં ત્રણ સંભાવના છે
ડિટેલ્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થવાની સંભાવના ઓછી છે. જો આ ડિલ થાય છે તો સ્ટોક માર્કેટમાં જબરી તેજી આવશે અને અર્થતંત્ર પાટે ચડશે
માનો કે મોટી ડીલ ન થાય ને મિની ડીલ કરીને ટેરિફ ઘટાડવાની સમજૂતી થઈ શકે છે તો ભવિષ્યમાં ફ્રી ટ્રેડ સમજૂતીને લઈને ઈન્ટેએક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ્સ અને ડિજિટલ રેગ્યુલેશન જેવી અન્ય તમામ બાબતો પર ડિટેઈલમાં ચર્ચા થઈ શકે છે.
બંને દેશ વચ્ચે કોઈ ડીલ થાય જ નહીં તો ફરી અર્થતંત્ર પાટે નહીં ચડે ને સ્ટોક માર્કેટમાં ઊથલપાથલ થઈ શકે છે. અમેરિકાના રક્ષામંત્રીએ ભારતીય સેનાનાં વખાણ કર્યાં, રાજનાથને આમંત્રણ આપ્યું
અમેરિકા ભારત સાથે ટ્રેડ ડીલ કરવા તૈયાર છે તો બીજી તરફ QUAD બેઠકમાં ભાગ લેવા ગયેલા વિદેશમંત્રી એસ. જયશંકર સાથે અમેરિકાના રક્ષામંત્રી પિટ હેગસેથે મિટિંગ કરી હતી. પિટ હેગસેથે ભારતને ઓફર કરી છે કે અમેરિકા ડિફેન્સ ડીલમાં રસ ધરાવે છે. જો ભારત તૈયાર થાય તો ભારતમાં ભારતની કંપનીઓ સાથે મળીને હથિયારો બનાવીએ. આ ડીલ વચ્ચે પિટ હેગસેથે ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહને ફોન કર્યો ને તેમને અમેરિકા આવવા આમંત્રણ પણ આપ્યું. રાજનાથ સિંહે એ પછી ટ્વીટ કરીને લખ્યું કે આતંકવાદ સામેના ભારતના સંઘર્ષમાં અમેરિકાએ મજબૂત સમર્થન કર્યું છે. જો ટ્રેડ ડીલ થાય તો ભારતીય એન્જિનિયર્સને ફાયદો
જો ભારત- અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થાય છે તો IT અને સર્વિસ સેક્ટરમાં ભારતીય કંપનીઓ અને એન્જિનિયરોને અમેરિકામાં વધારે તક મળશે. ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નિકાસના દરવાજા ખૂલી શકે છે. વિઝાના નિયમોમાં બદલાવ થઈ શકે છે. સવાલ એ છે કે અમેરિકા એકાએક ભારત પર ઓળઘોળ કેમ થયું? તો જવાબ છે કે અમેરિકાને ચીનની સામે વૈકલ્પિક સાથીની જરૂર છે. ભારત આ જગ્યાને ભરી શકે છે. છેલ્લે,
અમેરિકામાં રહેતા NRI ભારત પૈસા મોકલે છે તેના પર 5% ટેક્સ લગાવી દેવાયો હતો. ભારતે કૂટનીતિથી કામ લીધું. ભારતીય દૂતાવાસ અને બિઝનેસ લોબી એ લોકોને મળી જેણે આ ટેક્સ બિલ બનાવ્યું હતું. નીચલા ગૃહમાં તે ઘટાડીને 3.5% ટેક્સ કરી દેવાયો અને સેનેટમાં 1% કરી દેવાયો. તેમાં પણ સેનેટમાં નવો ડ્રાફ્ટ બનાવ્યો કે જે NRI બેન્ક ટ્રાન્સફર, ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પૈસા મોકલે છે તેના પર ટેક્સ નહીં લાગે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)