હળવદના ચરાડવા ગામમાં એક પિતાએ પોતાના પુત્રની હત્યા કરવાના ચોંકાવનારા કિસ્સામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના બુધવારે બની હતી, જ્યારે 25 વર્ષીય મનોજ સોલંકી અને તેના પિતા દેવજીભાઈ સોલંકી વચ્ચે ઝઘડો થયો હતો. મૃતક મનોજ કોઈ કામધંધો કરતો ન હતો, જેના કારણે પિતા-પુત્ર વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. બુધવારે થયેલા ઝઘડા દરમિયાન દેવજીભાઈએ દોરી વડે મનોજનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી. મૃતક યુવાનના પિતરાઈ ભાઈ દિનેશભાઈ મગનભાઈ સોલંકી (ઉં.42)એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને 52 વર્ષીય આરોપી દેવજીભાઈ કરસનભાઈ સોલંકીની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.