ગત 12 જૂને અમદાવાદમાં થયેલી ગોઝારી પ્લેન ક્રેશ દુર્ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં, મૃતદેહોના અંગોની સોંપણી પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. આ ભયાવહ અકસ્માતમાં મૃત્યુ પામેલા કેટલાક લોકોના માનવ અંગો હજુ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. 260 મૃતદેહો તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘DNA ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ 260 મૃતદેહો તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે. આ 260 મૃતદેહોમાંથી, 16 પરિવારોનો ખાસ સંપર્ક કરવામાં આવ્યો હતો, કારણ કે તેમના સ્વજનોના કેટલાક અંગો હજુ પણ સિવિલ હોસ્પિટલમાં જ હતા.’ 6 પરિવારોએ તેમના સ્વજનના બાકી રહેલા અંગો સ્વીકારી લીધા
વધુમાં જણાવ્યું હતું કે, આ 16 પરિવારોમાંથી 6 પરિવારોએ તેમના સ્વજનના બાકી રહેલા અંગો સ્વીકારી લીધા છે અને તેમને લઈ ગયા છે. જોકે, 9 પરિવારોએ સિવિલ હોસ્પિટલ તંત્રને વિનંતી કરી છે કે તેઓ જ બાકી રહેલા અંગોની અંતિમવિધિ પૂર્ણ કરે. જ્યારે, એક પરિવાર દ્વારા આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.