ડાંગમાં ધોધમાર વરસાદ વરસતા વનરાજીએ લીલી ચાદર ઓઢી છે. ગુજરાતમાં આવેલા મોટા ભાગના ધોધ સક્રિય થયા છે. ત્યારે ડાંગનો ગિરમાળ ધોધ સોળે કળાએ ખીલતાં રમણીય નજારો સામે આવ્યો છે. આશરે 200 ફૂટથી વધુ ઊંચાઈએથી પડતા ધોધને લઈને કુદરતી સૌંદર્ય ખીલ્યું છે. જુઓ વનદેવી નેકલેસ તરીકે ઓળખાતા ગિરમાળ ધોધનો મનમોહક નજારો. ગિરમાળ ધોધ નજીકનો યુટર્ન પોઈન્ટ ‘વનદેવી નેકલેસ’ તરીકે ઓળખાય
ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદે પ્રકૃતિને સોળે કળાએ ખીલવી દીધી છે. લોકમાતા અંબિકા, ખાપરી, ગીરા અને પૂર્ણા નદીઓ બે કાંઠે વહેતી થતાં તેમના કેચમેન્ટ એરિયામાં આવેલા ધોધ અને ઝરણાં જીવંત બન્યાં છે. આ કુદરતી સૌંદર્યમાં એક અનોખું આકર્ષણ ઉમેરાયું છે – ગિરમાળ ધોધ નજીકનો યુટર્ન પોઇન્ટ, જે સ્થાનિકોમાં ‘વનદેવીનો નેકલેસ’ તરીકે ઓળખાય છે. ડાંગમાં ‘વનદેવીનો નેકલેસ’ બન્યું નવું આકર્ષણ
ગીરા નદીના કેચમેન્ટ એરિયામાં આવેલો આ નયનરમ્ય યુટર્ન પોઈન્ટ હાલમાં પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. લીલીછમ વનરાઈ વચ્ચેથી વહેતી નદીનો ધસમસતો પ્રવાહ જાણે વનદેવીના ગળામાં વીંટળાયેલો સોનેરી હાર શોભતો હોય એવું દ્દશ્ય રજૂ કરે છે. 200 ફૂટથી વધુ ઊંચાઈએથી પડતા ગિરમાળ ધોધનો ભવ્ય નજારો પણ આ સ્થળની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ગીરા નદી સંપૂર્ણ પ્રવાહમાં વહેતી હોવાથી આ દૃશ્ય વધુ મનમોહક બન્યું છે. ગિરમાળ ધોધ પાસેનો યુટર્ન પોઇન્ટ પ્રવાસીઓ માટે તૈયાર
પ્રવાસીઓની સુવિધા માટે વન વિભાગ દ્વારા આ યુટર્ન પોઈન્ટ ખાતે વ્યૂ પોઈન્ટ કુટીર, શૌચાલય, ચા-નાસ્તાનો સ્ટોલ સહિત પિકનિક સ્પોટનો વિકાસ કરવામાં આવ્યો છે. આ સુવિધાઓનું સંચાલન સ્થાનિક ઈકો ડેવલપમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવે છે. સુરતથી માત્ર 70 કિલોમીટર દૂર
આ અદભુત સ્થળ સુરતથી માત્ર 70 કિલોમીટરના અંતરે આવેલું છે, જે એને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે સરળતાથી પહોંચી શકાય એવું સ્થળ બનાવે છે. ‘વનદેવીનો નેક્લેસ’નો નયનરમ્ય નજારો જોઈને પ્રકૃતિપ્રેમીઓને વિદેશના એમેઝોનનાં જંગલોની યાદ અપાવે છે. જો તમે ચોમાસામાં કુદરતી સૌંદર્ય અને મનમોહક દૃશ્યોનો અનુભવ કરવા માગતા હો તો ડાંગનો આ ‘વનદેવીનો નેક્લેસ’ પોઈન્ટ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.