30 જૂનના રોજ ભારતીય મૂળના 21 વર્ષીય ઇશાન શર્માને અમેરિકામાં ફ્રન્ટિયર એરલાઇન્સની ફ્લાઇટમાં બીજા મુસાફર પર હુમલો કરવાના આરોપસર અટકાયતમાં લેવામાં આવ્યો હતો. આ ફ્લાઇટ ફિલાડેલ્ફિયાથી મિયામી જઈ રહી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શર્મા અને કીનુ ઇવાન્સ એકબીજા સાથે લડતા જોવા મળે છે જ્યારે અન્ય લોકો તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ફ્લાઇટ ઉડાન ભર્યાના થોડા સમય પછી આ વિવાદ થયો હતો. ઇવાન્સે મીડિયાને કહ્યું – ઇશાન તેની આગળની સીટ પર બેઠો હતો અને વારંવાર હસવા અને કોઈને મારી નાખવાની ધમકીઓ આપવા જેવા વિચિત્ર કાર્યો કરી રહ્યો હતો, જેનાથી હું પરેશાન થઈ રહ્યો હતો. ઈશાનની હરકતોથી પરેશાન થઈને, ઈવાન્સે કેબિન ક્રૂ પાસેથી મદદ માટે બટન દબાવ્યું. ત્યારબાદ ઈશાન ગુસ્સે થઈ ગયો અને તેણે મારપીટ શરૂ કરી અને ઈવાન્સને ગળું પકડી લીધું. મિયામી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ઈશાનને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો. બીજી તરફ, કોર્ટની સુનાવણી દરમિયાન ઇશાનના વકીલે દાવો કર્યો હતો કે તે ફક્ત ધ્યાન કરી રહ્યો હતો, જેના લીધે પાછળ બેઠેલાં ઇવાન્સે ગેરસમજ થઈ. કોર્ટે ઈશાનને $500 (રૂ. 42,000) નો દંડ ફટકાર્યો છે, અને તેને ઇવાન્સનો સંપર્ક કરવાથી તેની શાળા કે ઘરની નજીક જવાથી રોકવા માટે સ્ટે-એવ ઓર્ડર જાહેર કર્યો છે. સમગ્ર ઘટના વિડિઓમાં જુઓ…