સુરતના સચિન વિસ્તારમાં આવેલી સરસ્વતી હિન્દી વિદ્યાલયના ધો.9ના વિદ્યાર્થીની તળાવમાંથી મળી આવેલી લાશની ઘટનામાં પરિવારના ગંભીર આક્ષેપોને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી પરંતુ, હજુ સુધી કોઈ પુરાવા હાથ લાગ્યા નથી. જોકે, પોલીસ દ્વારા સ્કૂલ અને ત્યારબાદ મૃતક વિદ્યાર્થી તળાવ સુધી કઈ રીતે પહોંચ્યો? તેના CCTV આધારે તપાસ કરી રહી છે. ઘરેથી સાયકલ લઈને નીકળ્યા બાદ ત્રણ કિ.મી. દૂર તળાવ નજીક જતો હોય એવું CCTVમાં કેદ થયું છે. ઘટના શું હતી?
સુરતમાં સચિન GIDC વિસ્તારમાં આવેલી લક્ષ્મી વિલા સોસાયટીમાં રહેતા આમોદભાઈ ઝા સિમેન્ટની કંપનીમાં કામ કરી પત્ની તથા એક પુત્ર-પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. આમોદભાઈના 14 વર્ષીય મયંકને બોલવામાં થોડી તકલીફ થતી હતી. મયંક ઘરની નજીકમાં આવેલી સરસ્વતી હિન્દી વિદ્યામંદિરમાં ધો. 9માં અભ્યાસ કરતો હતો. આ દરમિયાન 1 જુલાઈ મંગળવારે સવારે સચિનના તલંગપુરના તળાવમાંથી મયંકની લાશ મળી આવી હતી. આ ઘટના અંગે ફાયરબ્રિગેડના જવાનોએ તણાવમાંથી મયંકનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. સ્કૂલના પ્રિન્સિપાલે તમાચા માર્યા હતા
આ ઘટના અંગે મૃતકના પરિવારે આક્ષેપ પ્રમાણે 30 જૂન સોમવારે સવારે મયંક સ્કૂલે ગયો હતો. આ દરમિયાન તેનો ધો. 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી તેને બોલવા બાબતે ચીડાવતો હતો. જેથી, વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીએ મયંકને માર માર્યો હતો. આ અંગે સ્કૂલના પ્રિન્સિપાલને જાણ થતા તમાચા માર્યા હતા. જેથી, વિદ્યાર્થીએ મયંકને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ સ્કૂલમાં આખર તારીખ હોવાથી આપ દે હતો. જેથી, 11 વાગ્યા આસપાસ મયંક ઘરે પહોંચ્યો હતો. CCTV પ્રમાણે મયંક સોમવારે સાંજે 5.15 વાગ્યે ઘરેથી ચા-નાસ્તો કરીને સાयકલ લઈને આંટો મારવા ગયો હતો. સોસાયટીમાંથી સાયકલ લઈને બહાર નીકળતા મયંક સોસાયટીના CCTVમાં કેદ થયો છે. બાદમાં છ મિનિટ બાદ તે તલંગપુર તળાવ તરફ સાયકલ લઈને જતો પણ CCTVમાં કેદ થયો છે. મયંકના મોત પહેલાના CCTVમાં તમામ જગ્યાઓ પર તે સાયકલ લઈને એકલો જતો હોય તેવું CCTVમાં જાણવા મળ્યું છે. પરિવારજનોએ 2 જુલાઈના રોજ સવારે મૃતદેહ સ્વીકાર્યો હતો
મયંકના મોતના પગલે પરિવારજનોના આક્ષેપો થતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પરિવારજનોએ સ્કૂલ પ્રિન્સિપાલ અને સ્કૂલના વિદ્યાર્થી સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી પરિવારજનોએ સ્વીકારવાની મનાઈ કરી દીધી હતી. સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ કુલદીપ ગોહિલે યોગ્ય તપાસની બાंહેધરી આપતા પરિવારજનોએ 2 જુલાઈના રોજ સવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. બે દિવસથી પોલીસ દ્વારા મયંકના મોતને લઈને તપાસ કરવામાં આવી રહી છે. હાલ સુધીમાં પોલીસ દ્વારા 15 જેટલા લોકોનાં નિવેદન લેવામાં આવ્યાં છે, જેમાં આચાર્યએ પોતે વિદ્યાર્થીને તમાચો માર્યાનો ઈનકાર કર્યો છે. તેમના નિવેદન મુજબ બંને વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા બાદ મોનિટરે તેમને ઓફિસમાં લાવ્યો હતો. આચાર્યે બંનેને ફક્ત ઠપકો આપ્યો અને છોકરાની માતાને ફોન પણ કર્યો હતો, પણ શાળામાં રજા પડવાની હોવાથી માતાએ કાલે આવવાનું કહ્યું હતું. વાંચો પૂર્ણ સમાચાર: સુરતમાં 14 વર્ષનો ગુમ વિદ્યાર્થીની તળાવમાંથી લાશ મળી:પિતાએ કહ્યું-વિદ્યાર્થીએ માર મારી ધમકી આપી હતી, પ્રિન્સિપાલે પણ માર્યો; FIR ન થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ સ્કૂલના પ્રિન્સિપાલ સહિત 15 લોકોના નિવેદન લેવામાં આવ્યા
હવે પોલીસ બંને વિદ્યાર્થી અગાઉ કયા સ્કૂલમાં ભણતા હતા અને તેમના જૂના મિત્રો પાસેથી પણ જાણકારી લઈ રહી છે. સ્કૂલના છેલ્લા બે દિવસનાં CCTV ફૂટેજ ચકાસવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં સ્કૂલના પ્રિન્સિપાલ જે વિદ્યાર્થી પર માર મારવાનું આક્ષેપ છે, તે સહિતના 15થી વધુના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આ સાથે ક્લાસના મોનિટરનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે. સચિન જીઆઇડીસી પોલીસ પી.આઈ કુલદીપ ગોહિલે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. સ્કૂલ અને રસ્તાના CCTV પણ તપાસવામાં આવી રહ્યા છે. આ સાથે સ્કૂલના પ્રિન્સિપાલ સહિત 15 જેટલાના નિવેદન લેવામાં આવ્યા છે. CCTVની ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે. અત્યાર સુધીના CCTVમાં મયંક સાયકલ લઈને એકલો જતો હોય એવું નજરે પડે છે. આગળની વધુ તપાસ ચાલી રહી છે. વાંચો પૂર્ણ સમાચાર: સુરતમાં 14 વર્ષના વિદ્યાર્થીના મોત મામલે DEOએ તપાસ કમિટી રચી:પરિવારે 24 કલાક બાદ દીકરાનો મૃતદેહ સ્વીકાર્યો, પોલીસે સ્કૂલ અને રસ્તાના CCTVની તપાસ હાથ ધરી