એક્ટ્રેસ શેફાલી જરીવાલાના મૃત્યુના લગભગ એક અઠવાડિયા પછી, તેમના પતિ પરાગ ત્યાગીએ પહેલી પોસ્ટ લખી. ગુરુવારે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, પરાગે લખ્યું, “શેફાલી, મારી દેવદૂત – જેને હંમેશા ‘કાંટા લગા’ તરીકે યાદ કરવામાં આવે છે – તે દેખાવ કરતાં ઘણી વધારે હતી. તે એવી આગ હતી જે શાલિનતામાં લપેટાયેલી હતી. તેજ, ફોકસ્ડ અને અત્યંત મહેનતુ. એક એવી સ્ત્રી જેણે ઇરાદા સાથે જીવવાનું પસંદ કર્યું. જેણે ચૂપચાપ પોતાની કારકિર્દી, મન, શરીર અને આત્માને શણગાર્યો.” પરાગે આગળ લખ્યું, “પરંતુ તેના બધા ખિતાબ અને સફળતાથી ઉપર, શેફાલી પ્રેમનું સૌથી નિઃસ્વાર્થ સ્વરૂપ હતું. તે બધા માટે માતા હતી – હંમેશા બીજાઓને પ્રથમ રાખતી, ફક્ત તેની હાજરીથી દિલાસો મળતો. એક ઉદાર પુત્રી. એક પ્રેમાળ અને સંભાળ રાખતી પત્ની અને સિમ્બાની એક અદ્ભુત માતા. એક રક્ષક અને માર્ગદર્શન આપતી બહેન અને માસી. એક સાચી મિત્ર જે હિંમત અને દયા સાથે પોતાના લોકો માટે ઊભી રહી.” પરાગે આગળ લખ્યું “દુઃખના ઘોંઘાટમાં અફવાઓ ફેલાવવી સહેલી છે, પરંતુ શેફાલીને તેને પોતે પાથરેલા અજવાળાં માટે યાદ રાખવી જોઈએ. તેણે લોકોને જે રીતે અનુભૂતિ કરાવી. તેણે જે આનંદ ફેલાવ્યો. તેણે જે જિંદગીઓને ઉપર ઊઠાવી,” પરાગે એમ પણ લખ્યું, “હું એક પ્રાર્થનાથી શરૂઆત કરું છું – આ સ્થળ ફક્ત પ્રેમથી ભરેલું રહે. હૃદયને શાંત કરતી યાદો સાથે. ભાવનાને જીવંત રાખતી વાર્તાઓ સાથે. આ તેમનો વારસો બને, એક એવો આત્મા જે ક્યારેય ભૂલાશે નહીં.” નોંધનીય છે કે, ગયા અઠવાડિયે 27 જૂને એક્ટ્રેસ શેફાલીનું 42 વર્ષની વયે અવસાન થયું હતું. તેના અંતિમ સંસ્કાર 28 જૂને ઓશિવારાના સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા.