શહેરમાં 7મા વર્ષે ખાડીપૂરથી 5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. ચોમેરથી ફિટકાર પડતા પાલિકા એક્શન મોડમાં આવી છે. પદ્મશ્રી મથુર સવાણીએ કાયમી ઉકેલ માટે સીમાડા ખાડીનાં પાણીને કઠોર અને મીઠીખાડીને છેડછા ગામથી તાપી સુધી ડાયવર્ટ કરવાની શક્યતા ચકાસવા સૂચન કર્યાં હતાં, જેથી પાલિકાએ આ દિશામાં રોડ મેપ તૈયાર કર્યો છે. જો, ખાડીને ડાયવર્ટ કરાય તો 300થી 400 કરોડના ખર્ચનો અંદાજ છે. આ માટે 16 કિમી લાંબી પાઇપલાઇન નાંખવી પડે, જેમાં પ્રતિ કિમી 7 કરોડ લેખે 110 કરોડથી વધુનો ખર્ચ થાય એમ છે. વળી, ખાડીના પાણીને સીધેસીધું તાપીમાં છોડી શકાય એમ નથી. કારણ કે, તાપી શુદ્ધિકરણ પાછળ 960 કરોડનો ખર્ચ કરાયો છે, જેથી ખાડીનાં દૂષિત પાણીને ટ્રીટ કરીને જ છોડવું પડે એમ હોવાથી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવો પડે, જેનો ખર્ચ 100થી 150 કરોડનો થાય એમ છે. ઉપરાંત ઓપરેશન મેઇનટેઇન્સનો ખર્ચ પણ વધુ હોય છે. હવે ફિઝિબિલિટી ચકાસવવામાં આવશે. પ્રોજેકટ માટે રાજ્ય તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની મંજૂરી પણ લેવી પડે. ત્યાર બાદ 300-400 કરોડની ગ્રાન્ટ સરકારમાંથી મંજૂર કરાવ્યા બાદ પ્રોજેકટ આગળ વધી શકે એમ છે. આગામી દિવસોમાં પ્રોજેકટની સૈધ્ધાંતિક મંજૂરી મેળવ્યા બાદ આગળની કામગીરી કરાશે. તાપી શુદ્ધિકરણ પ્રોજેકટને લઈ નદીમાં ડાયવર્ટ કરવા સામે પ્રશ્નાર્થ
960 કરોડના તાપી શુદ્ધિકરણ પ્રોજેકટ અંતર્ગત તાપીમાં ભળતા દૂષિત પાણીના આઉટલેટ્સને અટકાવવા સુરતથી કાંકરાપાર સુધી એસટીપી બનાવી ટ્રીટ કરીને પાણી છોડવામાં આવી રહ્યાં છે. હવે ખાડીનાં પાણીને ટ્રીટ કરીને પણ તાપીમાં છોડાય તો ભવિષ્યમાં પાલિકા મુશ્કેલીમાં મુકી શકાય એમ છે. કારણ કે, ખાડી કિનારાનાં મકાનોના ગેરકાયદે ડ્રેનેજ જોડાણોનું પાણી તેમજ ઉદ્યોગો-માર્કેટોનાં દૂષિત પાણી પણ ઠલવાઈ રહ્યાં છે, જેથી આ પાણીને તાપીમાં છોડાય તો ભવિષ્યમાં કોઇ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ પડકારી શકે એમ છે. પાલિકા રોજ 1550 MLD પાણી આપે છે, પણ ડ્રેનેજમાં 1200 MLD જ ઠલવાય છે
સૌથી મહત્વની વાત એ છે કે, શહેરમાં મોટાપાયે ડ્રેનેજનાં ગેરકાયદે જોડાણો છે, જેને કાયદેસર કરવા મથામણ ચાલી રહી છે. પાલિકા લોકોને દૈનિક 1550 MLD (10 લાખ લિટર પ્રિત દિવસ) પાણી આપે છે, પરંતુ ડ્રેનેજમાં તેમાંથી 1200 જ MLD જ આવે છે. બાકીનું 350 MLD ગેરકાયદે જોડાણો હોવાથી ખાડી કે સીધું તાપીમાં જઇ રહ્યું છે, જેથી તાપીપૂર વખતે ગટરિયા પૂર તથા ખાડીપૂર વખતે ગટરનાં પાણી બેક મારે છે.