પોલીસમેન રાજકોટમાં સાયબર સેલમાં અને મહિલા કોન્સ્ટેબલ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જ્યાંથી તેઓ રજા મુક્યા વગર સાત દિવસ પહેલાં લાપતા થઇ ગયા છે, બીજી બાજુ મહિલા કોન્સ્ટેબલના ખેડામાં ફરજ બજાવતા પોલીસમેન ભાઇએ ગોંડલ SRP ગ્રૂપના PSI અને બે સાગરીતને સાથે રાખી લાપતા પોલીસમેનના રાજકોટમાં માલવિયાનગર પોલીસમથકમાં ફરજ બજાવતા મિત્ર કોન્સ્ટેબલ પર હુમલો કર્યો શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ અને પોલીસમેન સાત દિવસથી ઘરે કહ્યા વગર ભાગી ગયા હતા, મહિલા કોન્સ્ટેબલનો પોલીસમેન ભાઇ અને તેના પરિચિત પીએસઆઇએ બહેનને ભગાડી કોન્સ્ટેબલને શોધવા તેના પોલીસમેન મિત્ર પર હિચકારો હુમલો કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર થતાં દેકારો મચી ગયો હતો, જોકે પોલીસે સમાધાન થઇ ગયું હોય ફરિયાદ નહીં નોંધ્યાનું કહી આશ્ચર્ય સર્જયું હતું. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ જીત પાઠક અને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાજલ ગઢવી સાતેક દિવસથી પોતપોતાના ઘરેથી નીકળી ગયા હતા, રાજલના પરિવારજનોએ તપાસ કરતાં રાજલ કોન્સ્ટેબલ જીત પાઠક સાથે નીકળ્યાની શંકા દ્દઢ બની હતી. જોકે બંનેના મોબાઇલ બંધ હોવાથી લોકેશન મેળવવામાં સફળતા મળી નહોતી. કોન્સ્ટેબલ જીત પાઠકના ખાસ મિત્ર માલવિયાનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જય રંગાણી બંને ક્યાં ભાગ્યા હશે તે વાતથી વાકેફ હશે તેવી દ્દઢ શંકા રાજલ ગઢવીના ભાઇ ખેડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ આશિષ ગઢવીને જતાં તેણે જીતને આગવી સ્ટાઇલથી ટ્રીટ કરવાનું નક્કી કર્યું હતું. ગત તા.30ના કોન્સ્ટેબલ આશિષ ગઢવી અને ગોંડલ એસઆરપીમાં ફરજ બજાવતા પીએસઆઇ ધામેલિયા રાજકોટ આવ્યા હતા અને તેમણે પોતાના બે પરિચિત યોગી અને નંદને માલવિયાના કોન્સ્ટેબલ જય રંગાણીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસમેન જય રંગાણી માલવિયાનગર વિસ્તારમાં તેના ઘરે હોવાની માહિતી મળતાં ચારેય ત્યાં પહોંચ્યા હતા અને રાજલ તથા જીત પાઠક ક્યાં છે તેવું પૂછી ચારેય શખ્સે પોલીસમેન જય રંગાણીને આડેધડ ફડાકા ઝીંકવાનું શરૂ કર્યું હતું, અંદાજે પંદર જેટલા ફડાકા મારી પોલીસમેન પર હુમલાખોરોએ ત્રાસ ગુજાર્યો હતો. આ ઘટના તા.30ની રાત્રીના નવેક વાગ્યે બની હતી, આ ઘટના શહેર પોલીસબેડામાં તે દિવસથી ચર્ચાનો મુદ્દો બની હતી, પરંતુ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. બીજીબાજુ રાજલ ગઢવી અને જીત પાઠક ભાગ્યા ત્યારથી પોલીસ સ્ટેશનમાં કોઇ રજા મુકી નથી, પોલીસ અધિકારીને જાણ કર્યા વગર નાસી ગયા છે અને દિવસોથી ફરજ પર હાજર થયા નથી. 4 શખ્સે 15 ફડાકા ઝીંક્યા, DCPએ કહ્યું ‘યુવતીના ભાઇએ ફડાકો માર્યો હતો, બંને વચ્ચે સમાધાન થઇ ગયું છે’ માલવિયાનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જય રંગાણી પર ખેડાના કોન્સ્ટેબલ આશિષ ગઢવી, પીએસઆઇ ધામેલિયા સહિત ચારે હુમલો કર્યાની ઘટનાના સીસીટીવી ફૂટેજ શુક્રવારે સાંજે ફરતા થયા હતા, આ મામલે ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, ઘરેથી ભાગી ગયેલી કોન્સ્ટેબલ રાજલ ગઢવી અને સાયબર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જીત પાઠક ક્યાં ભાગ્યા તે જાણવા રાજલના ભાઇ કોન્સ્ટેબલ આશિષ ગઢવી અને તેના પરિચિત પીએસઆઇ ધામેલિયા સહિત ચાર શખ્સ કોન્સ્ટેબલ જય રંગાણી પાસે ગયા હતા અને ત્યાં મામલો ગરમાતા પોલીસમેન આશીષ ગઢવીએ કોન્સ્ટેબલ જય રંગાણીને ફડાકો માર્યો હતો, જ્યારે તે વખતે પીએસઆઇ ધામેલિયા મોબાઇલ પર વાતચીત કરતા હતા, આ મામલો પ્રકાશમાં આવતાં કોન્સ્ટેબલ જય રંગાણીને બોલાવી ફરિયાદ કરવા કહ્યું હતું પરંતુ બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ ગયું છે તેમ કહી જય રંગાણીએ ફરિયાદ નહીં આપતા પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી. જોકે ઘટનાના સીસીટીવી ફૂટેજ ફરતા થયા છે તેમાં સ્પષ્ટપણે દેખાય છે કે, કોન્સ્ટેબલ જય રંગાણીને પોલીસમેન આશિષ ગઢવી, પીએસઆઇ ધામેલિયા સહિત ચારેય શખ્સ મારકૂટ કરી રહ્યા છે અને પંદર ફડાકા તેમને ઝીંકવામાં આવ્યા હતા. ડીસીપી બાંગરવા એક જ ફડાકો માર્યાનું કહી રહ્યા છે જ્યારે સીસીટીવી ફૂટેજ કંઇક અલગ જ બતાવી રહ્યું છે. સામાન્ય નાગરિકો માટે કાયદાનો દંડો પછાડતી પોલીસ આ મામલામાં કંઇ અલગ વર્તી રહી છે કેમ કે ભોગ બનનાર અને હુમલો કરનાર પોલીસબેડામાં છે. યુવતીના ભાઇ અને કોન્સ્ટેબલના પોલીસમેન મિત્ર વચ્ચેના સંવાદો… યુવતીનો પોલીસમેન ભાઇ : કયા પોલીસ સ્ટેશનમાં છો? કોન્સ્ટેબલનો પોલીસમેન મિત્ર : હે? યુવતીનો પોલીસમેન ભાઇ : કયા પોલીસ સ્ટેશનમાં છો? કોન્સ્ટેબલનો પોલીસમેન મિત્ર: એઇ તુંકારે વાત કરમા? યુવતીનો પોલીસમેન ભાઇ : તું ક્યાં મારો સાહેબ છો, તું (ગાળ) કોન્સ્ટેબલનો પોલીસમેન મિત્ર : તો આવીજા ને અહિ. યુવતીનો પોલીસમેન ભાઇ : હું બી ગયો છું મારો ભાઇ તારાથી. કોન્સ્ટેબલનો પોલીસમેન મિત્ર: તો આવી જાને અત્યારે. યુવતીનો પોલીસમેન ભાઇ : બી ગયો છું. ક્યાં પોલીસ સ્ટેશનમાં છો એ કહે ને, માલવિયામાં છો ને? કોન્સ્ટેબલનો પોલીસમેન મિત્ર : હા. યુવતીનો પોલીસમેન ભાઇ : માલવિયા આવી જા, પીઆઇ સાહેબને બોલાવીને મસ્ત મજાની વાત કરીએ આવી જા. બીજો ઓડિયો… કોન્સ્ટેબલનો પોલીસમેન મિત્ર : માલવિયા પોલીસ સ્ટેશનમાંથી બોલું છું, સૂર્યનગર પાસે ઉભા હતા ને તમે. યુવતીનો પોલીસમેન ભાઇ : મારા બહેનની લીંક મળી છે ને ત્યાં જાઇ છી. કોન્સ્ટેબલનો પોલીસમેન મિત્ર : સૂર્યનગર ઉભા છી ત્યાં આવી જાવ, ક્યાં પહોંચ્યા તમે? યુવતીનો પોલીસમેન ભાઇ : એ વાર લાગશે, તું કહે તેમ ના થાય, અમારા ટાઇમે આવશું. કોન્સ્ટેબલનો મિત્ર પોલીસમેન : એઇ તુંકારે વાત કરમાં, અહિ આવી જા. મહિલા કોન્સ્ટેબલ સાત દિવસથી ફરજ પર નથી છતાં PI રાઠોડ કહે છે ‘તે ખાતાકીય વાત છે’
મહિલા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજલ ગઢવી સાતેક દિવસથી નોકરી પર હાજર થયા નથી, અને તે ઘરેથી કોઇને કહ્યા વગર કોઇ સ્થળે જતાં રહ્યા છે, આ બાબતે હકીકત જાણવા મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એન.રાઠોડને પૂછ્યું હતું કે, કોન્સ્ટેબલ રાજલ ગઢવી રજા પર છે? કે ફરજ પર?, તો પીઆઇ રાઠોડે કહ્યું હતું શું કામ છે?, ઘટના અંગે જાણ કરતાં તેમણે કહ્યું હતું કે, તે તેમની પર્સનલ મેટર છે, પરંતુ મહિલા કોન્સ્ટેબલ રાજલ ગઢવીએ રજા મુકી છે કે કેમ તેવુ પૂછતાં તેમણે આ ખાતાકીય બાબત હોવાનું કહી વાત ટૂંકાવી હતી, પીઆઇ રાઠોડે પોતાના પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલ ગેરહાજર હોવા અંગે અગાઉથી જાણતા હતા, તે શા માટે ગેરહાજર છે તે બાબતથી પણ વાકેફ હતા?, તેમણે આ અંગે તેમના ઉપરી અધિકારીને જાણ કરી હતી? જો હા, તો ક્યારે અને ના તો શા માટે નહીં ? સહિતના સવાલો ઉઠ્યા છે. પોલીસમેન રાજકોટમાં સાયબર સેલમાં અને મહિલા કોન્સ્ટેબલ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જ્યાંથી તેઓ રજા મુક્યા વગર સાત દિવસ પહેલાં લાપતા થઇ ગયા છે, બીજી બાજુ મહિલા કોન્સ્ટેબલના ખેડામાં ફરજ બજાવતા પોલીસમેન ભાઇએ ગોંડલ SRP ગ્રૂપના PSI અને બે સાગરીતને સાથે રાખી લાપતા પોલીસમેનના મિત્ર અને રાજકોટમાં માલવિયાનગર પોલીસમથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે મદદ કર્યાની શંકાથી તેના પર હુમલો