ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (પીસીઆઈ)ના ફરાર ચેરમેન ડો. મોન્ટુ પટેલ તેના પરિવાર સાથે કેનેડો ભાગી જવાની ફિરાકમાં હતો, જેથી તેણે કેનેડા સ્થિત એક પ્રોફેસરને કરોડો રૂપિયા હવાલાથી મોકલ્યા હતા. મોન્ટુ પટેલ 10થી વધુ વૈભવી કારનો કાફલો ધરાવે છે. તે પોતાના માટે કામ કરતાં લોકોની તમામ જરૂરિયાતો પૂરી કરતો હતો, ત્યાં સુધી કે કોલેજ અને મોન્ટુ પટેલ વચ્ચે વચેટિયાની ભૂમિકા ભજવનારને મોંઘી કાર ગિફ્ટમાં આપી હતી. દેશભરમાં ફાર્મસીની 12 હજારથી વધુ કોલેજો છે. છેલ્લાં બે વર્ષમાં મોન્ટુ પટેલે પ્રત્યેક ડિપ્લોમા ફાર્મસી કોલેજના એક વર્ષના રિન્યુ કરવાના રૂ. 8 લાખ અને બીફાર્મના રૂ. 15 લાખ રિન્યુઅલ ચાર્જ લીધો છે. અત્યાર સુધીમાં રૂ. 5400 કરોડનો ભ્રષ્ટાચાર કરીને મોન્ટુ પટેલના ડ્રાઇવર અને કોંગ્રેસના એક મહામંત્રી અને તેના બિઝનેસ પાર્ટનર જશુ ચૌધરીએ ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ઘણી જમીનો લીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. 43 વોટરને રિસોર્ટમાં લઈ ગયો, મોબાઇલ આપી લલચાવ્યા હતા
ચૂંટણી પહેલાં મોન્ટુએ સ્ટેટ અને કેન્દ્રના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના અધિકારીઓને તેની સામે ચૂંટણીમાં નવીન શેઠ ઊભા રહ્યા તે અંગે અંધારામાં રાખીને વિશ્વાસમાં લીધા હતા. 2022માં પીસીઆઈના ચેરમેનની ચૂંટણીના પાંચ દિવસ પહેલાં વોટર્સમાંથી 43થી 44 લોકોને રિસોર્ટમાં રાખીને મોબાઇલની ગિફ્ટ આપવાની સાથે તમામ પ્રકારની સરભરા કરી હતી. કુલ 68 વોટમાંથી 43 વોટ પોતાને અને 25 વોટ નવીન શેઠને મળ્યો હોવાથી મોન્ટુ પટેલ ઇલેક્શન જીતી ગયો હતો. ભાસ્કર ઈનસાઈડ; ગુજરાત ભાજપના મોટા ગજાના નેતાની મોન્ટુને તોડવાની તૈયારી
મોન્ટુ પટેલ પાસે 500 કરોડથી વધુની સંપત્તિ હોવાનું તેની નજીકના લોકો જણાવે છે. તેનું ભાજપના ઘણાં નેતાઓ સાથે જબરદસ્ત સેટિંગ હતું, પરંતુ હવે ગુજરાત ભાજપના જ મોટા ગજાના નેતા આ સેટિંગને તોડવા પ્રતિબદ્ધ છે. જે તે વખતે મોન્ટુએ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ પાસે આ ચૂંટણી માટે ભાજપ તરફથી મુકાયેલા ઉમેદવાર તરીકેનો પોતાનો અને સાથીઓના નામનો મેન્ડેટ પણ લઇ લીધો, જોકે સંઘની દરમિયાનગીરીથી આ મેન્ડેટ પાછો ખેંચાયો. મોન્ટુએ ચૂંટણીમાં પોતાના સમર્થનની એક પેનલ ઉતારી અને પોતે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઊભો રહ્યો. મોન્ટુને માંડ 500 મત મળ્યા અને હાર્યો તથા તેની સાથેની પેનલ પણ હારી. આમ તે ગુજરાત ફાર્મસી કાઉન્સિલનો સભ્ય ન રહેતાં તેનું ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું પ્રમુખપદ જોખમાયું, પરંતુ આ હારની પહેલેથી જ ખબર હોઇ મોન્ટુએ ભાજપના જ નેતા સાથે સેટિંગ કરીને દીવ, દમણ, દાદરાનગર હવેલીની ફાર્મસી કાઉન્સિલનું પ્રમુખપદ મેળવી લીધું.