દર વર્ષે 5 જુલાઈ વિશ્વ સહકારિતા દિવસ તરીકે ઉજવાય છે, ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રે 2025ને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે જાહેર કર્યું છે. ગુજરાત 89 હજાર સહકારી સમિતિઓ સાથે દેશમાં અગ્રેસર જ્યાં સહકારી ક્ષેત્રનું વાર્ષિક ટર્નઓવર રૂ. 4 લાખ કરોડથી વધુ છે. રાજ્યમાં 1.68 કરોડ લોકો સહકારી ક્ષેત્રે સંકળાયેલા છે. 2023થી અત્યાર સુધીમાં 458 નવી પ્રાથમિક કૃષિ ધિરાણ સમિતિઓ (PACS), 611 નવી ડેરી સમિતિઓ અને 15 નવી મત્સ્ય સમિતિઓની રચના થઈ છે. બેંક મિત્રોની સંખ્યામાં 325%, ડિપોઝીટ ખાતામાં 31.7% અને જમા રકમમાં 27% વધારો નોંધાયો છે. માઈક્રો એટીએમ લેવડ-દેવડ 106% વધારા સાથે 10700 કરોડે પહોંચી છે. નોંધનીય છે કે, કેન્દ્રીય સહકારિતા અને ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં દેશની પ્રથમ સહકાર યુનિવર્સીટી ત્રિભૂવન સહકારી યુનિવર્સીટીનું ભૂમિપૂજન અને સહકાર સંવાદ સહિતના કાર્યક્રમોનું આયોજન 5 અને 6 જુલાઈએ કરાયું છે. આ 3 બાબતોને કારણે સહકારી ચળવળો સફળ રહી 1 મજબૂત સ્થાનિક નેતૃત્વ: ગ્રામ્ય, જિલ્લા સ્તરે અનેક સ્થાનિક નેતાઓએ સહકારી મંડળીઓની સ્થાપના, વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા, જેમાં ડેરીથી લઈને કૃષિ ધિરાણ સંસ્થાઓ મુખ્ય છે.
2 સરકારનો સહયોગ: રાજ્ય સરકારે સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા નાણાકીય સહાય, તાલીમ કાર્યક્રમો, સહાય નીતિઓ બનાવી, સાથોસાથ કાયદાકિય માળખું પૂરું પાડ્યું.
3 સભ્યોની સક્રિય ભાગીદારી: સહકારી મંડળીઓનું લોકશાહી માળખું ઊભું થયું, નિર્ણયો લેવામાં સભ્યોની સક્રિયતા. પારદર્શી વહીવટ અને પ્રતિબદ્ધતાની ભાવનાને પ્રોત્સાહન આપ્યું. આ ક્ષેત્રની રસપ્રદ બાબતો સહકારી બેંકોમાં ડિપોઝિટ 58 હજાર કરોડ
‘સહકારિતામાં સહકાર અભિયાન’ની શરૂઆતથી લઈને અત્યાર સુધી બેંક મિત્રોની સંખ્યા 7205થી વધીને 9405 થઈ છે. માઈક્રો એટીએમની સંખ્યા 7149થી વધીને 9508 સુધી પહોંચી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સહકારી બેંકોના ખાતાઓ 87.80 લાખથી વધીને 1.15 કરોડ થયા છે, જમા રકમ 45716 કરોડથી વધીને 58304 કરોડ સુધી પહોંચી છે. કેન્દ્રના 1469 PACS લક્ષ્યાંક સામે રાજ્યએ 458ની સ્થાપના કરી છે. 1718 ડેરી સહકારી સમિતિના લક્ષ્ય સામે 611 સમિતિ અને 67 મત્સ્ય સહકારી સમિતિના લક્ષ્ય સામે 15 સમિતિની નોંધણી થઈ છે. મહિલા દૂધ મંડળીઓની વાર્ષિક આવક 43% વધી… રાજ્યમાં 5 વર્ષમાં મહિલાઓની આગેવાની ધરાવતી દૂધ સહકારી મંડળીઓ 21% વધી છે. મિલ્ક યુનિયનમાં મહિલા આગેવાની વધતાં બોર્ડમાં 82 ડિરેક્ટર્સ તરીકે 25% મહિલા સભ્યો છે. દૂધ ઉત્પાદક સભ્યોમાંથી 12 લાખ (32%) મહિલાઓ છે. મંડળીઓની વાર્ષિક આવકમાં 43% વધારો થયો છે. કિસાન ક્રેડિટ કાર્ડની સંખ્યા 46% વધી
PACS સંચાલિત માઈક્રો એટીએમ લેવડ-દેવડની સંખ્યા 85.07 લાખથી વધી 178.57 લાખે પહોંચી છે અને રકમ 3979 કરોડથી વધી 10705 કરોડ થઈ છે. ઉપરાંત, કિસાન ક્રેડિટ કાર્ડની સંખ્યા પણ 5.75 લાખથી વધી 8.41 લાખ થઈ છે. કિસાન ક્રેડિટ કાર્ડ અને પશુપાલન માટે લોન લાભાર્થીની સંખ્યા 8.31 લાખથી વધી 13.29 લાખ થઈ છે. ગુજરાતનું સહકારી ક્ષેત્ર: આંકડાકિય દૃષ્ટિએ 10487: પ્રાથમિક કૃષિ
ધિરાણ મંડળી
16430: દૂધ મંડળીઓ
18031: હાઉસિંગ સોસાયટીઓ
4556: સિંચાઈ મંડળીઓ
15229: નોન ક્રેડિટ સોસાયટી
4787: કોટેજ-ગ્રામ્ય ઉદ્યોગો
853: પશુપાલન મંડળીઓ