‘ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ’ના ચેરમેન મોન્ટુ પટેલ ફરતે CBIનો ગાળિયો ધીમે ધીમે મજબૂત થઈ રહ્યો છે. બુધવાર રાત્રે મોન્ટુ પટેલની દિલ્હી ઓફિસો તેમજ અમદાવાદ સ્થિત આવાસો પર રેડ પાડ્યા બાદ CBIએ દસ્તાવેજો જપ્ત કર્યા છે. બીજી તરફ મોન્ટુ પટેલ સામે છેલ્લાં ઘણા સમયથી લડત ચલાવતા એક પછી એક લોકો હવે ખુલ્લીને બહાર આવી રહ્યા છે. જેમાંથી એક ફાર્મસી હિતરક્ષક સમિતિ ચલાવતા રાજેશ પટેલે મોટા આક્ષેપ કર્યા છે. ગુજરાત ફાર્મસી એસોસિએશનના પૂર્વ મંત્રી રહી ચૂકેલા રાજેશ પટેલે દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાનો પક્ષ રાખ્યો હતો. આ પણ વાંચો: ‘PCI પ્રમુખ મોન્ટુ પટેલે નેતાના નામે 300 કરોડની પ્રોપર્ટી ખરીદી, એક વર્ષમાં 5000 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો’: ફાર્માસિસ્ટનો દાવો ‘મેમ્બર્સને 5 થી 25 લાખ રૂપિયા આપીને વોટ લીધા’
રાજેશ પટેલે વાતની શરૂઆતમાં કહ્યું, ‘મોન્ટુ પટેલ ‘ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ’ની ચૂંટણી હારી ગયો હતો. પછી પૈસા આપી દીમ-દમણના ફાર્મસી કાઉન્સિલના મેમ્બરશીપનું સર્ટિફિકેટ લઈ આવ્યો. ત્યાર બાદ તે ‘ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ PCIના ચેરમેનની ચૂંટણીમાં ઉભો રહ્યો હતો. આ ચૂંટણીમાં બધી સ્ટેટ કાઉન્સિલના સભ્યોએ મત આપીને ચેરમેનની ચૂંટણી કરવાની હોય છે. જેમાં મોન્ટુ પટેલે દરેક મેમ્બર્સ માટે દિલ્હીમાં હોટલો રાખી હતી. તેમણે મેમ્બર્સને 5 થી 25 લાખ રૂપિયા આપીને વોટ લીધા. આ રીતે તે જીત્યો હતો. આ કૌભાંડ મેડિકલ કોલેજ ઓફ ઇન્ડિયા (MCI)ના કેતન દેસાઇ જેવુ જ છે.’ મોન્ટુ IELTS કૌભાંડમાં પણ સામેલ, પત્ની બીજા પરીક્ષાર્થીઓ વતી એક્ઝામ આપવા જતી
રાજેશ પટેલે મોટો આરોપ મૂકતા કહ્યું, ‘મોન્ટુ પટેલ આ પહેલાં મહેસાણામાં મોટા પાયે થયેલા IELTS કૌભાંડમાં પણ સામેલ હતો. આ કેસમાં અમિત ચૌધરી, મોન્ટુ પટેલ, પંકજ ચૌધરી, જાશુ ચૌધરી હતા. મોન્ટુ પટેલની પત્ની ખુશ્બુ વોરા બીજા પરીક્ષાર્થીઓ વતી એક્ઝામ આપવા જતી હતી. એક છોકરા પાસેથી 30 લાખ રૂપિયા લીધા હતા. તેમણે આ રીતે 300 કરોડ રૂપિયા બનાવ્યા હતા. જેનો ઉપયોગ તેણે PCIના મેમ્બર ખરીદવામાં કર્યો હતો. એ સમયે મોન્ટુ પટેલ ગુજરાત ફાર્મસી કાઉન્સિલનો ચેરમેન હતો, જ્યારે જશુ ચૌધરી રજિસ્ટ્રાર હતો.’ ‘મોન્ટુએ સરદાર ધામમાં 5 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું’
રાજેશ પટેલે વધુમાં કહ્યું, ‘મોન્ટુ પટેલ સામે અમે એક વર્ષ પહેલા એસીબીમાં ફરિયાદ કરી હતી. ચાંદખેડામાં કોઈ સાયકલવાળો છે, જેની પાસે ખુશ્બુના મમ્મીએ 15થી 20 કરોડ રૂપિયા બ્લેકમાંથી વ્હાઇટ કરાવ્યા છે. મોન્ટુ પટેલે સરદાર ધામમાં 5 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. ત્યાંના બોર્ડ પર 5 કરોડના દાતા તરીકે તેનું નામ પણ છે. એમાંથી સારા સારા લોકોનો ઉપયોગ કરીને તેણે દિલ્હીમાં લિન્ક દોડાવી હતી.’ ‘અનેક જગ્યાએ જમીન લીધી અને બંગલાનો માલિક’
તેમણે કહ્યું, ‘મોન્ટુ પટેલને PCIના ચેરમેન બન્યાને દોઢ વર્ષ થયા છે. અત્યારે તેની પાસે ચીલોડામાં 30 વીઘા તેમજ મહુડી રોડ પર જમીન છે. ખ્યાતિ હોસ્પિટલમાં માલિક સાથે તેના ઓછામાં ઓછા 15 પ્લોટ પાર્ટનરશીપમાં છે. બીજા પણ 2-3 બંગલા હશે. વધારે રૂપિયાતો એની સાસુ-સસરા પાસે જ છે. મોન્ટુ પટેલે તેમના નામે જ લીધું છે. જેના 7/12 દસ્તાવેજ સહિતના પુરાવા અમે અમે મોન્ટુ પટેલ સામે એસીબીને કરેલી અરજીમાં અમે બધા ડોક્યુમેન્ટ જોડ્યા હતા. પણ એસીબીએ કશું જ કર્યું નથી. ત્યાં પહેલા જે અધિકારી હતા તેને અમે બે વાર મળ્યા હતા. ત્યાર બાદ ચૌધરી સાહેબને મળ્યા હતા. અરજીની કોપી પણ અમારી પાસે છે. તેમણે અમારા જવાબો લીધા હતા. પણ પછી અધિકારીએ અમને એમ કહ્યું હતું કે આ ઉપર દિલ્હીનો પ્રોબ્લેમ છે. એટલે અમે આમા કશું ના કરી શકીએ.’ ‘વૈષ્ણોદેવીના આંગડિયામાં પૈસા આવતા’
રાજેશ પટેલે એવું પણ કહ્યું, ‘મોન્ટુ પટેલે દરેક કોલેજનો ભાવ નક્કી કરેલો હતો. જે મેમ્બર ઇન્સ્પેક્શનમાં જાય એમને કહી દે કે આટલા રૂપિયા લઈને આવવાનું જ છે. નવી ડિગ્રી કોલેજના 15 લાખ, ડિપ્લોમા કોલેજના 8 લાખ, જૂની કોલેજ રિન્યૂ કરવાની હોય તો તેનો 5 લાખ રૂપિયાનો ભાવ નક્કી કર્યો હતો. એ રૂપિયા મેમ્બર ઉઘરાવી લેતા. મેમ્બરો મોન્ટુ પટેલના એજન્ટો તરીકે કામ કરતા હતા. તેઓ આ રૂપિયા અમદાવાદ અથવા દિલ્હીમાં ટ્રાન્સફર કરતાં હતા. વૈષ્ણોદેવીના આંગડિયામાં તપાસ કરાવો તો ખબર પડે કે તેના કેટલા રૂપિયા દેશના અલગ અલગ ભાગોમાંથી અમદાવાદ આવ્યા છે.’ તેમણે આગળ કહ્યું, ‘ગુજરાતમાં આ વર્ષે નવી 12 કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. તેનું ફરી ઇન્સ્પેક્શન કરાવો તો ખબર પડે કે આ નિર્ણયમાં છોકરાનું હિત કેટલું છે. 60 છોકરાની ઇન્ટેક હોય તેવી એક બેચ પણ કોઇની પાસે નથી. કોઇની ન તો પ્રિન્સિપાલ છે કે ન તો લેબ-લાઇબ્રેરી છે. આવી કોલેજો ચાલુ કરી દીધી છે. તેણે આવીને કોલેજોમાં ઈરેગ્યુલર ડિપ્લોમા આપી એમાં જ ડિસ્ટન્સ એજ્યુકેશન ચાલુ કરી દીધું હતું.’ ‘મોન્ટુ પટેલ જે કોલેજ સારી ચાલતી હોય તેની પાસેથી પણ રૂપિયા લેતો હતો. કાઉન્સિલનું કામ ખરેખર તો કોલેજ-સ્ટુડન્ટની ક્વોલિટી મેન્ટેન કરવાનું, સારો સ્ટાફ મળે એ જોવાનું તેમજ સારી લેબ મળે તેનું છે. એ માટે ઈન્સ્પેક્શન કરીને કોલેજોમાં સુધારાના સૂચનો આપવાનું છે. મોન્ટુ પટેલ તો સીધી મંજૂરી જ રદ કરી નાંખતો. હવે છોકરાઓએ એડમિશન લઈ લીધા હોય કે બીજા ત્રીજા વર્ષમાં ભણતા હોય એ કોલેજનું શું? એટલે તેને રૂપિયા અપવા જ પડે’,એમ રાજેશ પટેલે જણાવ્યું હતું. ‘ડરાવે એટલે કોલેજોએ રૂપિયા આપવા જ પડે’
રાજેશ પટેલ વાતને આગળ વધારતા કહ્યું, ‘દરેક સ્ટેટમાં ડિપ્લોમાં અને ડિગ્રી કોલેજ ગણો તો કુલ 12 હજાર જેટલી ફાર્મસી કોલેજ હશે. એના પૈસા ગણો તો કેટલા થાય? મંજૂરી ન મળતાં ગુજરાતમાંથી 2-3 કોલેજ હાઇકોર્ટમાં ગઈ હતી. તેણે પહેલાં સરસ્વતી કોલેજ ચીલોડાની એમ ફાર્મમાં માન્યતા રદ કરી હતી, પછી સેટિંગ કરીને બીજે દિવસે માન્યતા આપી દીધી હતી. ડરાવે એટલે રૂપિયા આપવા જ પડે. આમાંથી અમુક કોલેજોમાં જુઓ તો ત્યાં હાલમાં કશું જ નથી. એમાંથી ચારેક કોલેજની ફરિયાદ ગઈ છે. કારણ કે બીજી સરકારી કોલેજો હોય. મોટેભાગે બધી કોલેજના એડવાન્સમાં વહેવાર થઈ જ ગયેલા હોય એ બધાને માન્યતા મળી ગઈ. આમાંથી અમુક કોલેજોને જુઓ તો ત્યાં હાલમાં કશું જ નથી. જેમ કે સાબરમતીની યુનિવર્સિટી, વહેલાલની ગોસ્વામીની યુનિવર્સિટી છે. અમુક તો ઓનપેપર જ છે. કારણ કે જે કોલેજને પોતાની યુનિ થઈ ગઈ હોય એમને તો બીજું કશું કરવાનું રહેતું જ નથી.’ ‘હેલ્થ મિનિસ્ટરને ફરિયાદ કરો તો સીધી મોન્ટુ પટેલ પાસે જ પહોંચી જાય છે’
તેમણે ઉમેર્યું, ‘આખા દેશમાં આવું ચાલે છે. કોઈ કોલેજવાળો બાકી નહીં હોય. કર્ણાટક, ઓરિસ્સા, એમપી, મહારાષ્ટ્ર બધા રાજ્યોના કોલેજવાળા પણ નારાજ હતા. એટલું જ નહીં જે કોલેજો ત્યાંના મંત્રીઓની છે તેમની પાસેથી પણ પૈસા લીધા હતા. એ વખતે હેલ્થ મિનિસ્ટર મનસુખ મંડવીયા હતા. એમની પાસેથી ફરિયાદો કઢાવો તો ખબર પડશે કે કેટલી ફરિયાદો થઈ છે. તમે પીએમ કે હેલ્થ મિનિસ્ટરને ફરિયાદ કરો તો એ બધી સીધી મોન્ટુ પટેલ પાસે જ જાય છે. કેમ કે તે ‘ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ના ચેરમેન હતા. મિનિસ્ટર પાસે અરજી આવે એટલે તે લેટર લખીને કાઉન્સિલમાં મોકલે છે કે આ જોઈ લેજો. તેણે એક વર્ષ સુધી બધી વસ્તુઓ દબાવી રાખી છે. ‘ ‘મોન્ટુ પટેલ સાથે કોંગ્રેસ-ભાજપના નેતા પણ મળેલા છે’
રાજેશ પટેલે અંતમાં કહ્યું, ‘સીબીઆઈએ ‘ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ની ઓફિસ સિવાય મોન્ટુ પટેલના ઘરે અમદાવાદમાં ઝુંડાલમાં આવેલા બંગલો પર પણ રેડ પાડી છે. મોન્ટુ પટેલ તો પત્ની સાથે દિલ્હીમાં રહે છે. અહીં કોઈ રહેતું નથી. મોન્ટુ પટેલ સાથે કોંગ્રેસ-ભાજપના નેતા પણ મળેલા છે. કારણ કે બધાની પોતાની કોલેજો છે.’ આ પણ વાંચો: ‘PCI પ્રમુખ મોન્ટુ પટેલે નેતાના નામે 300 કરોડની પ્રોપર્ટી ખરીદી, એક વર્ષમાં 5000 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો’: ફાર્માસિસ્ટનો દાવો
’ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ’ના ચેરમેન મોન્ટુ પટેલ ફરતે CBIનો ગાળિયો ધીમે ધીમે મજબૂત થઈ રહ્યો છે. બુધવાર રાત્રે મોન્ટુ પટેલની દિલ્હી ઓફિસો તેમજ અમદાવાદ સ્થિત આવાસો પર રેડ પાડ્યા બાદ CBIએ દસ્તાવેજો જપ્ત કર્યા છે. બીજી તરફ મોન્ટુ પટેલ સામે છેલ્લાં ઘણા સમયથી લડત ચલાવતા એક પછી એક લોકો હવે ખુલ્લીને બહાર આવી રહ્યા છે. જેમાંથી એક ફાર્મસી હિતરક્ષક સમિતિ ચલાવતા રાજેશ પટેલે મોટા આક્ષેપ કર્યા છે. ગુજરાત ફાર્મસી એસોસિએશનના પૂર્વ મંત્રી રહી ચૂકેલા રાજેશ પટેલે દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાનો પક્ષ રાખ્યો હતો. આ પણ વાંચો: ‘PCI પ્રમુખ મોન્ટુ પટેલે નેતાના નામે 300 કરોડની પ્રોપર્ટી ખરીદી, એક વર્ષમાં 5000 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો’: ફાર્માસિસ્ટનો દાવો ‘મેમ્બર્સને 5 થી 25 લાખ રૂપિયા આપીને વોટ લીધા’