P24 News Gujarat

અજબ-ગજબઃ 26 વર્ષની છોકરીએ 16 દેશમાં ફ્રીમાં ટ્રાવેલિંગ કર્યું:લિફ્ટ લઈને ચીન, આફ્રિકા જેવા દેશો ફરી, માણસોનું માંસ ખાતાં જંતુઓથી હવે માખીઓ બચાવશે

અમેરિકામાં માંસ ખાનારાં જંતુઓની સંખ્યા વધી રહી છે. આ જંતુ (લાર્વા)ને માનવભક્ષી જંતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એને દૂર કરવા માટે અમેરિકા એક ખાસ પ્રકારની માખીઓની મદદ લેવા જઈ રહ્યું છે. જ્યારે એક 26 વર્ષની છોકરીએ 16 દેશની મફત મુસાફરી કરી. આ સમય દરમિયાન તેણે ચીન, રશિયા અને આફ્રિકન દેશોની મુસાફરી લિફ્ટ લઈને કરી. ચાલો જાણીએ આવા જ કેટલાક રસપ્રદ સમાચાર જે ગઈકાલે દુનિયામાં ચર્ચામાં હતા…… હાલમાં અમેરિકા અને મેક્સિકોમાં એક ખાસ પ્રકારના લાર્વા મળ્યા છે, જે જીવતું માંસ ખાય છે. આ જંતુઓની સંખ્યા સતત વધી રહી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ પરિવારના મોટા ભાગનાં જંતુઓ મૃત માંસ ખાય છે. હવે અમેરિકન સરકાર માંસ ખાનારાં જંતુઓને દૂર કરવા માટે હવામાં ખાસ પ્રકારની માખીઓ છોડવાની તૈયારી કરી રહી છે. નિષ્ણાતોને ડર છે કે આ જંતુઓ બીફ ઉદ્યોગને નુકસાન પહોંચાડી શકે છે, જંગલી પ્રાણીઓનો નાશ કરી શકે છે અને ઘરેલું પ્રાણીઓને પણ મારી શકે છે. વિજ્ઞાનની ભાષામાં આ જંતુને ‘ન્યૂ વર્લ્ડ સ્ક્રુવોર્મ ફ્લાય’ કહેવામાં આવે છે. આ જંતુઓ ઘામાં ઇંડાં મૂકે છે. તેઓ બે અઠવાડિયાંમાં ગાયને મારી શકે છે. અમેરિકા આ ​​જંતુઓને કેવી રીતે નિયંત્રિત કરશે?
દાયકાઓ પહેલાં આ જંતુઓને નાબૂદ કરવા માટે અમેરિકા અને પનામામાં એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. એ સમય દરમિયાન પનામાથી નર માખીઓ આયાત કરવામાં આવતી હતી, તેમને રેડિયેશનથી સ્ટેરલાઇઝ કરવામાં આવતી હતી અને હવામાં છોડવામાં આવતી હતી. સ્ટેરલાઇઝ નર માખીઓમાંથી જન્મેલાં જંતુઓનાં ઇંડાં સંતાન ઉત્પન્ન કરતાં ન હતાં. ધીમે ધીમે આ જંતુઓની સંખ્યા ઓછી થતી ગઈ અને સ્ટેરલાઇઝ નર માખીઓની વસતિ પણ સંપૂર્ણપણે નાશ પામી. હવે ફરી એકવાર અમેરિકા આ ​​ટેક્નોલોજીનો ઉપયોગ કરીને માંસ ખાનારા લાર્વાને ખતમ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે પનામાથી માખીઓ આયાત કરવામાં આવશે. આ વર્ષના અંત સુધીમાં દક્ષિણ ટેક્સાસમાં માખીઓ માટે એક વિતરણ કેન્દ્ર ખોલવામાં આવશે. કેનેડાની 26 વર્ષીય કર્ટની એલન, જેણે 16 દેશની મફત મુસાફરી કરી. આ દરમિયાન તેણે 13 હજાર કિલોમીટરની મુસાફરી કરી. એલને કહ્યું- યુકેમાં મુસાફરીનો ખર્ચ ખૂબ મોંઘો હતો, તેથી તેણે લિફ્ટ લેવાનું શરૂ કર્યું. હવે આ રીતે મુસાફરી કરવી એક આદત બની ગઈ છે. એલને આયર્લેન્ડથી યુરોપ થઈને આફ્રિકાની સફર શરૂ કરી. તેણે ફક્ત ₹1800માં આખા આફ્રિકાની મુસાફરી કરી. એલન અત્યારસુધીમાં 16 દેશમાં 13000 કિમીથી વધુ મફત મુસાફરી કરી ચૂકી છે. આમાં તેણે 400થી વધુ વખત લિફ્ટ લીધી છે. આજકાલ લોકો પૈસા બચાવવા માટે ઘણીબધી વસ્તુઓ કરે છે. બ્રિટનમાં મેક્સિમિલિયન આર્થર નામના યુટ્યૂબરે મૃત હોવાનો ડોળ કર્યો જેથી તે ચૂકી ગયેલી ફ્લાઇટના પૈસા એરલાઇન પાસેથી પાછા મેળવી શકે. આર્થરે એરલાઇનની નીતિમાં એક છટકબારી શોધી કાઢી, જેમાં મૃત્યુના કિસ્સામાં પૈસા પાછા આપી શકાય. આર્થરે જણાવ્યું કે બે મહિના પહેલાં તેની ફ્લાઇટ ચૂકી ગઈ હતી. રિફંડ માટે અરજી કરતાં તેને એક કાનૂની દસ્તાવેજ મળ્યો, જેમાં એક છટકબારી હતી. પછી મૃત્યુના નાટકને વાસ્તવિક બનાવવા માટે તેણે ‘પ્રિન્સિપાલિટી ઓફ સેબોર્ગા’ નામના નાના દેશનું મૃત્યુ પ્રમાણપત્ર બનાવ્યું. આ પછી તેણે એરલાઇનને રિફંડ વિનંતી મોકલી. એરલાઇન્સે વિનંતી મંજૂર કરી અને પૈસા મોકલવા માટે બેંક વિગતો માગી. આ પછી એરલાઇનની છટકબારીનો ખુલાસો થયો. આજકાલ લોકો એક જ કામ કરે છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક વ્યક્તિ એક જ સમયે 5થી 6 કંપનીમાં કામ કરી શકે છે અને કોઈને એનો ખ્યાલ પણ નથી હોતો? સોહમ પારેખ નામના એક એન્જિનિયરે ‘રિમોટ હાયરિંગ’ સિસ્ટમને સંપૂર્ણપણે ‘હેક’ કરી લીધી છે. તે વાર્ષિક $800,000 (લગભગ ₹6.7 કરોડ) સુધી કમાઈ રહ્યો છે. હવે સોશિયલ મીડિયા પર લોકો તેને ‘સોહમ-ગેટ’ કૌભાંડ કહી રહ્યા છે. નકલી રિઝ્યુમ, નકલી અપડેટ્સ સાથે છેતરપિંડી કરવામાં આવી
કંપનીઓએ સોહમ પારેખ પર એક મોટા યુએસ સ્ટાર્ટઅપમાં એક જ સમયે પાંચથી છ ફુલ ટાઇમ જોબ કરવાનો આરોપ મૂક્યો હતો. તેણે રિમોટ હાયરિંગ સિસ્ટમને છેતરવા માટે ઘણી યુક્તિઓનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે. સીઇઓએ સોહમનો સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો
હવે પ્લેગ્રાઉન્ડ એઆઇના સીઇઓ સુહેલ દોશીએ સોહમ પારેખનો એક્સ પર પર્દાફાશ કર્યો. તેમણે કહ્યું હતું કે સોહમના શબ્દો સાચા નહોતા. આ કારણે તેમને એક અઠવાડિયામાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. સોહમના રિઝ્યુમમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અને જ્યોર્જિયા ટેકમાંથી માસ્ટર ડિગ્રી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમાં ડાયનેમો એઆઇ, યુનિયન એઆઈ, સિન્થેસિયા અને એલન એઆઈ જેવી કંપનીઓમાં કામ કરવાનો પણ ઉલ્લેખ છે. આ નામોએ તેમને ઇન્ટરવ્યૂ મેળવવામાં મદદ કરી, પરંતુ મૂળ કામ ‘કન્સિસ્ટેન્ટ’ રહેતું નહોતું. ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાના કૃપાલપુર ગામની મહિલાઓએ પોતાનાં બાળકોના શિક્ષણ માટે નદી પર પુલ બનાવ્યો. ખરેખર, એવું બન્યું કે ગામલોકોને બજાર, હોસ્પિટલ અને શાળા જેવી આવશ્યક સુવિધાઓ સુધી પહોંચવા માટે હોડી દ્વારા નદી પાર કરવી પડતી હતી. આ માટે હોડીવાળાઓ મનસ્વી રકમ વસૂલતા હતા. છેલ્લાં 20 વર્ષથી ગ્રામજનો જિલ્લા વહીવટીતંત્ર, ધારાસભ્ય અને સાંસદને નદી પર પુલ બનાવવા માટે વિનંતી કરી રહ્યાં હતાં. જ્યારે વહીવટીતંત્રે કોઈ કાર્યવાહી ન કરી ત્યારે ગામની મહિલાઓએ સમસ્યાનું નિરાકરણ લાવવાની જવાબદારી સંભાળી. ગામની બે મહિલા- કલાવતી અને સીમા દેવીએ, ગામનાં બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને, નિર્ણય લીધો કે તેઓ જાતે પુલ બનાવશે. ગામના લગભગ 250 બાળકોને અભ્યાસ માટે નદી પાર કરવી પડતી હતી, જેના કારણે તેમનો અભ્યાસ ખોરવાઈ ગયો હતો. ગામલોકોનો સહયોગ મળ્યો, ₹60-70 હજારમાં ‘કામચલાઉ પુલ’ બનાવવામાં આવ્યો
કલાવતી અને સીમાની હિંમત જોઈને અન્ય ગ્રામજનો પણ તેમની સાથે જોડાવા લાગ્યાં. ધીમે ધીમે બધાં ગ્રામજનોના સહયોગથી આ કામચલાઉ પુલ હવે પૂર્ણ થઈ રહ્યો છે. આ પુલ બનાવવામાં લગભગ 60-70 હજાર રૂપિયા ખર્ચ થયા છે અને ગ્રામજનો એને પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. તો આ રહ્યા આજના રસપ્રદ સમાચાર, કાલે ફરી મળીશું કેટલાક વધુ રસપ્રદ અને અલગ સમાચાર સાથે…

​અમેરિકામાં માંસ ખાનારાં જંતુઓની સંખ્યા વધી રહી છે. આ જંતુ (લાર્વા)ને માનવભક્ષી જંતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એને દૂર કરવા માટે અમેરિકા એક ખાસ પ્રકારની માખીઓની મદદ લેવા જઈ રહ્યું છે. જ્યારે એક 26 વર્ષની છોકરીએ 16 દેશની મફત મુસાફરી કરી. આ સમય દરમિયાન તેણે ચીન, રશિયા અને આફ્રિકન દેશોની મુસાફરી લિફ્ટ લઈને કરી. ચાલો જાણીએ આવા જ કેટલાક રસપ્રદ સમાચાર જે ગઈકાલે દુનિયામાં ચર્ચામાં હતા…… હાલમાં અમેરિકા અને મેક્સિકોમાં એક ખાસ પ્રકારના લાર્વા મળ્યા છે, જે જીવતું માંસ ખાય છે. આ જંતુઓની સંખ્યા સતત વધી રહી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ પરિવારના મોટા ભાગનાં જંતુઓ મૃત માંસ ખાય છે. હવે અમેરિકન સરકાર માંસ ખાનારાં જંતુઓને દૂર કરવા માટે હવામાં ખાસ પ્રકારની માખીઓ છોડવાની તૈયારી કરી રહી છે. નિષ્ણાતોને ડર છે કે આ જંતુઓ બીફ ઉદ્યોગને નુકસાન પહોંચાડી શકે છે, જંગલી પ્રાણીઓનો નાશ કરી શકે છે અને ઘરેલું પ્રાણીઓને પણ મારી શકે છે. વિજ્ઞાનની ભાષામાં આ જંતુને ‘ન્યૂ વર્લ્ડ સ્ક્રુવોર્મ ફ્લાય’ કહેવામાં આવે છે. આ જંતુઓ ઘામાં ઇંડાં મૂકે છે. તેઓ બે અઠવાડિયાંમાં ગાયને મારી શકે છે. અમેરિકા આ ​​જંતુઓને કેવી રીતે નિયંત્રિત કરશે?
દાયકાઓ પહેલાં આ જંતુઓને નાબૂદ કરવા માટે અમેરિકા અને પનામામાં એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. એ સમય દરમિયાન પનામાથી નર માખીઓ આયાત કરવામાં આવતી હતી, તેમને રેડિયેશનથી સ્ટેરલાઇઝ કરવામાં આવતી હતી અને હવામાં છોડવામાં આવતી હતી. સ્ટેરલાઇઝ નર માખીઓમાંથી જન્મેલાં જંતુઓનાં ઇંડાં સંતાન ઉત્પન્ન કરતાં ન હતાં. ધીમે ધીમે આ જંતુઓની સંખ્યા ઓછી થતી ગઈ અને સ્ટેરલાઇઝ નર માખીઓની વસતિ પણ સંપૂર્ણપણે નાશ પામી. હવે ફરી એકવાર અમેરિકા આ ​​ટેક્નોલોજીનો ઉપયોગ કરીને માંસ ખાનારા લાર્વાને ખતમ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે પનામાથી માખીઓ આયાત કરવામાં આવશે. આ વર્ષના અંત સુધીમાં દક્ષિણ ટેક્સાસમાં માખીઓ માટે એક વિતરણ કેન્દ્ર ખોલવામાં આવશે. કેનેડાની 26 વર્ષીય કર્ટની એલન, જેણે 16 દેશની મફત મુસાફરી કરી. આ દરમિયાન તેણે 13 હજાર કિલોમીટરની મુસાફરી કરી. એલને કહ્યું- યુકેમાં મુસાફરીનો ખર્ચ ખૂબ મોંઘો હતો, તેથી તેણે લિફ્ટ લેવાનું શરૂ કર્યું. હવે આ રીતે મુસાફરી કરવી એક આદત બની ગઈ છે. એલને આયર્લેન્ડથી યુરોપ થઈને આફ્રિકાની સફર શરૂ કરી. તેણે ફક્ત ₹1800માં આખા આફ્રિકાની મુસાફરી કરી. એલન અત્યારસુધીમાં 16 દેશમાં 13000 કિમીથી વધુ મફત મુસાફરી કરી ચૂકી છે. આમાં તેણે 400થી વધુ વખત લિફ્ટ લીધી છે. આજકાલ લોકો પૈસા બચાવવા માટે ઘણીબધી વસ્તુઓ કરે છે. બ્રિટનમાં મેક્સિમિલિયન આર્થર નામના યુટ્યૂબરે મૃત હોવાનો ડોળ કર્યો જેથી તે ચૂકી ગયેલી ફ્લાઇટના પૈસા એરલાઇન પાસેથી પાછા મેળવી શકે. આર્થરે એરલાઇનની નીતિમાં એક છટકબારી શોધી કાઢી, જેમાં મૃત્યુના કિસ્સામાં પૈસા પાછા આપી શકાય. આર્થરે જણાવ્યું કે બે મહિના પહેલાં તેની ફ્લાઇટ ચૂકી ગઈ હતી. રિફંડ માટે અરજી કરતાં તેને એક કાનૂની દસ્તાવેજ મળ્યો, જેમાં એક છટકબારી હતી. પછી મૃત્યુના નાટકને વાસ્તવિક બનાવવા માટે તેણે ‘પ્રિન્સિપાલિટી ઓફ સેબોર્ગા’ નામના નાના દેશનું મૃત્યુ પ્રમાણપત્ર બનાવ્યું. આ પછી તેણે એરલાઇનને રિફંડ વિનંતી મોકલી. એરલાઇન્સે વિનંતી મંજૂર કરી અને પૈસા મોકલવા માટે બેંક વિગતો માગી. આ પછી એરલાઇનની છટકબારીનો ખુલાસો થયો. આજકાલ લોકો એક જ કામ કરે છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક વ્યક્તિ એક જ સમયે 5થી 6 કંપનીમાં કામ કરી શકે છે અને કોઈને એનો ખ્યાલ પણ નથી હોતો? સોહમ પારેખ નામના એક એન્જિનિયરે ‘રિમોટ હાયરિંગ’ સિસ્ટમને સંપૂર્ણપણે ‘હેક’ કરી લીધી છે. તે વાર્ષિક $800,000 (લગભગ ₹6.7 કરોડ) સુધી કમાઈ રહ્યો છે. હવે સોશિયલ મીડિયા પર લોકો તેને ‘સોહમ-ગેટ’ કૌભાંડ કહી રહ્યા છે. નકલી રિઝ્યુમ, નકલી અપડેટ્સ સાથે છેતરપિંડી કરવામાં આવી
કંપનીઓએ સોહમ પારેખ પર એક મોટા યુએસ સ્ટાર્ટઅપમાં એક જ સમયે પાંચથી છ ફુલ ટાઇમ જોબ કરવાનો આરોપ મૂક્યો હતો. તેણે રિમોટ હાયરિંગ સિસ્ટમને છેતરવા માટે ઘણી યુક્તિઓનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે. સીઇઓએ સોહમનો સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો
હવે પ્લેગ્રાઉન્ડ એઆઇના સીઇઓ સુહેલ દોશીએ સોહમ પારેખનો એક્સ પર પર્દાફાશ કર્યો. તેમણે કહ્યું હતું કે સોહમના શબ્દો સાચા નહોતા. આ કારણે તેમને એક અઠવાડિયામાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. સોહમના રિઝ્યુમમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અને જ્યોર્જિયા ટેકમાંથી માસ્ટર ડિગ્રી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમાં ડાયનેમો એઆઇ, યુનિયન એઆઈ, સિન્થેસિયા અને એલન એઆઈ જેવી કંપનીઓમાં કામ કરવાનો પણ ઉલ્લેખ છે. આ નામોએ તેમને ઇન્ટરવ્યૂ મેળવવામાં મદદ કરી, પરંતુ મૂળ કામ ‘કન્સિસ્ટેન્ટ’ રહેતું નહોતું. ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાના કૃપાલપુર ગામની મહિલાઓએ પોતાનાં બાળકોના શિક્ષણ માટે નદી પર પુલ બનાવ્યો. ખરેખર, એવું બન્યું કે ગામલોકોને બજાર, હોસ્પિટલ અને શાળા જેવી આવશ્યક સુવિધાઓ સુધી પહોંચવા માટે હોડી દ્વારા નદી પાર કરવી પડતી હતી. આ માટે હોડીવાળાઓ મનસ્વી રકમ વસૂલતા હતા. છેલ્લાં 20 વર્ષથી ગ્રામજનો જિલ્લા વહીવટીતંત્ર, ધારાસભ્ય અને સાંસદને નદી પર પુલ બનાવવા માટે વિનંતી કરી રહ્યાં હતાં. જ્યારે વહીવટીતંત્રે કોઈ કાર્યવાહી ન કરી ત્યારે ગામની મહિલાઓએ સમસ્યાનું નિરાકરણ લાવવાની જવાબદારી સંભાળી. ગામની બે મહિલા- કલાવતી અને સીમા દેવીએ, ગામનાં બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને, નિર્ણય લીધો કે તેઓ જાતે પુલ બનાવશે. ગામના લગભગ 250 બાળકોને અભ્યાસ માટે નદી પાર કરવી પડતી હતી, જેના કારણે તેમનો અભ્યાસ ખોરવાઈ ગયો હતો. ગામલોકોનો સહયોગ મળ્યો, ₹60-70 હજારમાં ‘કામચલાઉ પુલ’ બનાવવામાં આવ્યો
કલાવતી અને સીમાની હિંમત જોઈને અન્ય ગ્રામજનો પણ તેમની સાથે જોડાવા લાગ્યાં. ધીમે ધીમે બધાં ગ્રામજનોના સહયોગથી આ કામચલાઉ પુલ હવે પૂર્ણ થઈ રહ્યો છે. આ પુલ બનાવવામાં લગભગ 60-70 હજાર રૂપિયા ખર્ચ થયા છે અને ગ્રામજનો એને પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. તો આ રહ્યા આજના રસપ્રદ સમાચાર, કાલે ફરી મળીશું કેટલાક વધુ રસપ્રદ અને અલગ સમાચાર સાથે… 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *