ગઇ 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ માત્ર 17 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધુ છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ વરસાદની આગાહી કરાઇ છે. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 201 તાલુકાઓમાં સટાસટી બોલાવી છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7, બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 અને સુરેન્દ્રનગરના લખતરમાં 30.3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આજે 14 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે 14 જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ
આજે એટલે કે 5 જુલાઈના રોજ સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ, મહિસાગર, દાહોદ, મહેસાણા અને બનાસકાંઠામાં યલો એલર્ટ અપાયું છે. રાજ્યમાં જૂન મહિનામાં 110 મિમીની જરૂરિયાત સામે 288 મિમી વરસાદ
સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 110.8 મિમી (4.43 ઇંચ) વરસાદની જરૂરિયાત હોય છે. એની સામે 288.7 મિમી (11.55 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 161% વધુ વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 125 વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ 298.3 મિમી (11.93 ઇંચ) વરસાદ 1980 માં નોંધાયો હતો, એટલે કે આ વખતે 44 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ સાથે 125 વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. 2024માં જૂનમાં રાજ્યમાં મેઘરાજાની 9 દિવસની હાજરી સામે ચાલુ સિઝનમાં જૂનના 16 દિવસની હાજરી આપી છે. રાજ્યના 5 ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 19 દિવસ અને કચ્છમાં સૌથી ઓછા 8 દિવસ મેઘરાજા વરસ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જે દિવસે 2.5 મિમી કે તેથી વધુ વરસાદ વરસે એને વરસાદનો 1 દિવસ ગણવામાં આવે છે. રાજ્યના 5 ઝોનમાં સિઝનના વરસાદની સ્થિતિ ગુજરાતમાં જુલાઇમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતા
ભારતીય હવામાન વિભાગે સોમવારે રજૂ કરેલા જુલાઇ મહિનાના પૂર્વાનુમાન મુજબ, દેશમાં 106%થી વધુ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં જુલાઇનું પૂર્વાનુમાન જોઇ રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે. રાજ્યના 5 ઝોનનું પૂર્વાનુમાન
કચ્છ : આગામી 10 જુલાઇ સુધી સામાન્યથી વધુ સારા વરસાદની શક્યતા છે. 10થી 17 જુલાઇની વચ્ચે વરસાદનું જોર સામાન્ય ઘટી શકે છે.
ઉત્તર ગુજરાત : અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ નબળો રહી શકે છે.
મધ્ય-પૂર્વ ગુજરાત : મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે. અમદાવાદ, ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્ર : સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે, જોકે દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં 10 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટી શકે છે.
દક્ષિણ ગુજરાત : આગામી 17 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. 18 જુલાઇ બાદ દ. ગુજરાતમાં વરસાદનું જોર ઘટી શકે છે. બીજા પખવાડિયાથી ઓછા વરસાદની શક્યતા છે. ગતરોજ પણ રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને કચ્છ, સુરત અને બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કચ્છના નખત્રાણામાં ખોમ્ભડીની નદીમાં 20 ગાયો તણાઈ હતા. તેમજ કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં બજારોમાં કેડસમા પાણી ભરાયા હતા. આ ઉપરાંત બોટાદનું વહિયા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ગઇકાલ (શુક્રવાર)ના વરસાદની પળેપળની અપડેટ્સ માટે અહીં ક્લિક કરો…