દિવંગત ફિલ્મ ડિરેક્ટર યશ ચોપરાએ હોલિવૂડની ‘કેપ ફિયર’ને ‘ડર’ નામથી હિન્દીમાં ફિલ્મ બનાવી હતી, જેમાં શાહરુખ ખાનનું કેરેક્ટર(રાહુલ મહેરા) હિરોઈન જુહી ચાવલા(કિરન) સાથે એકતરફી પ્રેમ થઇ જાય છે પણ કિરન સુનિલ મલ્હોત્રા(સની દેઓલ)ને પ્રેમ કરે છે. રાહુલ સતત કિરનને ડરાવતો રહે છે, ડરનો હાઉ ઉભો કરે છે. આ જ રીતે તાજેતરમાં ‘તૂ કિસી ઔર કા હો ગયા તો મૈં બ્લાસ્ટ કરુંગી’ એકતરફી પ્રેમમાં પાગલ એન્જિનિયર યુવતી રેની જોશીલ્ડાએ BFને ફસાવવા તેના નામે ધમકી ભર્યા ઇ-મેઇલ કરતી રહી અને ‘ડર’ની જેમ જ ડર ઉભો કર્યો. રેનીને દિવિજ પ્રભાકર નામની વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો હતો, પરંતુ ફેબ્રુઆરી 2025માં દિવિજે બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા. બદલો લેવા માટે રેનીએ ડાર્કવેબનો સહારો લીધો અને દિવિજના નામે અનેક નકલી ઈ-મેલ આઈડી બનાવીને ધમકીભર્યા મેલ મોકલ્યા. રેની દિવિજના પ્રેમમાં એટલી હદે પાગલ છે કે, ધમકી આપવા માટે ભલે મેલ કરતી પણ તેના પ્રેમ માટે તો એક ડાયરી લખી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે રહેલી આ ડાયરીના કેટલાક પાનાની વિગતો દિવ્ય ભાસ્કરે મેળવી છે. એકતરફી પ્રેમમાં ઘાયલ થયેલી રેનીએ રેની વેડ્સ દિવિજ, હેલો યુનિવર્સ સહિતના શબ્દો લખ્યા છે. પોતાની રોજની ડાયરીમાં તે યુનિવર્સને સંબોધીને પોતાની વાતો લખતી હતી. પોતે જે વસ્તુ પામવા માંગે છે અને જે કરી રહી છે તે દરેક વાત તેણે પોતાની ડાયરીમાં લખી છે અને આ ડાયરી હવે ગુજરાત પોલીસ પાસે છે. એક હદથી વધારે દિવિજને પ્રેમ કરતી હતી પણ તે તેને મળ્યો નહીં
10 મહિના સુધી લખેલી આ ડાયરીના કેટલાક પેજમાં રેનીની માનસિક સ્થિતિ દેખાઈ રહી છે. જેમાં તે એક હદથી વધારે દિવિજને પ્રેમ કરતી હતી પણ તે તેને મળ્યો નહીં. તેના લગ્ન દિવિજ સાથે થાય એટલું જ નહીં ડાયરીના કેટલાક પેજ પર જેવી રીતે રામ નામ લખ્યું હોય છે તે રીતે જ તેણે દિવિજ અને રેની એટલે કે પોતાના નામ લખ્યા છે. આ ડાયરીના પાના હવે અમદાવાદ પોલીસ ફંફોળી રહી છે અને એક પછી એક પછી એક આ ડાયરીમાંથી ચોકાવનારી વિગતો સામે આવી રહી છે. આ સમગ્ર મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ જોડાયેલો હોવાથી સેન્ટ્રલ એજન્સી પણ તેમાં તપાસમાં લાગી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રેની જોશીલ્ડા સામે નોંધેલી ચાર ફરિયાદમાં તેની ધરપકડ કરીને પૂછપરછ પણ કરી છે. પરંતુ સૌથી મહત્વની બાબતે એ છે કે રેની તપાસમાં સહકાર આપતી ન હોવાની પણ વિગત સામે આવી છે. તેણે પોલીસ કસ્ટડીમાં ધમપછાડા કર્યા અને તેની પણ પોલીસ પોલીસ ફરિયાદ નોંધાવી છે હવે રેની કઈ રીતે આખું તરકટ રચ્યું તેના પુરાવા પણ પોલીસ પાસે આવી રહ્યા છે. આ પણ વાંચો: ‘હું જીવવા નથી માગતી, મરવા માગું છું’ પોલીસ કસ્ટડીમાં રેની ટેબલ પર ચઢી યુવતી પોલીસકર્મીને મારવા લાગી દિવિજને સામે ઉભો રાખ્યો ને પોલીસને આડેહાથ લધી
બીજી તરફ તેણે જ્યારે દિવિજ અને મૃગેશના ખોટા ઇ-મેલ આઇડી બનાવ્યા તેનો ઉલ્લેખ પણ ડાયરીમાં કર્યો છે ત્યારે રેનીની સામે દિવિજને ઉભો રાખવામાં આવ્યો ત્યારે તે પોલીસને કહેતી હતી કે તમે મારું જીવન નર્ક બનાવી દીધું, યુ આર રૂઇન માય લાઈફ ત્યારે દિવીજ પણ કહેતો હતો કે મને ક્યારેય ખબર ન હતી કે રેની આ પ્રકારનું વર્તન કરશે. અલગ અલગ રાજ્યની પોલીસ જ્યારે પણ આવે ત્યારે મારી પૂછપરછ કરતી હતી પણ મારી કોઈ કડી મળતી નથી. હવે મને ખબર પડી છે કે રેનીએ આ બધું કર્યું છે. જ્યારે રેની બાજુ ઉભી રહીને બૂમો પાડતી રહેતી અને પોલીસને સંભળાવતી હતી. રેની અને તાજેતરના ધમકી ભર્યા ઇ-મેઇલ સાથે કોઈ લેવા દેવા નથી
અમદાવાદ પોલીસ જ્યારે રેનીની પૂછપરછ કરી રહી છે ત્યારે અન્ય જગ્યાએ ધમકી ભર્યા ઈ-મેઇલ થઈ રહ્યા છે. જેમાં અન્ય શહેરના ઇ-મેઇલનો પણ સમાવેશ થાય છે. આ દિશામાં જ્યારે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે ઉચ્ચ અધિકારીઓએ દિવ્યભાસ્કરને જણાવ્યું છે કે આ રેની સાથે કનેક્શન હોવાના ચાન્સ ખૂબ જ ઓછા છે આમાં કોઈ નવું મોડ્યુલ એક્ટિવ હોય તેવું લાગી રહ્યું છે અને તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ પણ વાંચો: લોગ-ઇનમાં લોચો માર્યો ને ગુજરાત પોલીસે દબોચી, માતા શિક્ષિકા ને પિતા કરે છે ખાનગી કંપનીમાં કામ ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ ઉકેલવામાં નબળી પૂરવાર થઈ છે. છેલ્લા થોડા સમયથી વડોદરા, સુરત અને અમદાવાદમાં કોર્ટથી લઈ સ્કૂલોને મળેલા ધમકી ભર્યા ઇ-મેઇલના કેસ ઉકેલી શકી નથી. જો કે અમદાવાદ સાયબર ક્રાઇમે રેની જોશીલ્ડાને ઝડપી લઈને ધમકી ભર્યા ઇ-મેઇલના કેસમાં થોડે ઘણે અંશે સફળતા મેળવી છે. વડોદરામાં 7 ધમકી મળી
વડોદરા શહેરમાં સ્કૂલોને ઉડાવવાની ધમકીનો સિલસિલો યથાવત છે. હરણીની સિગ્નસ સ્કૂલ બાદ અકોટા વિસ્તારમાં આવેલી ડી.આર.અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકીનો ઇ-મેલ મળતાં પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જો કે કોઈ વાંધાજનક વસ્તુ મળી ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. વર્ષ 2025 દરિમયાન કુલ સાત જેટલી ધમકી મળી છે. જેમાં સ્કૂલ, હોટેલ અને ઇન્ડસ્ટ્રીઝ ને ધમકી ભર્યો મેલ મળ્યો હતો. અમીન અને સિગ્નસ સ્કૂલના પ્રિન્સિપાલને મળ્યા ધમકીના મેલ: પોલીસ કમિશનર
આ મામલે વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિંમ્હા કોમારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ડીઆર અમીન સ્કૂલમાં અને સિગ્નસ સ્કૂલના પ્રિન્સિપાલના ઇ-મેલ આઇડી પર બે થ્રેટ મેઇલ મળી આવ્યા હતા. જેને લઈ પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ,બીડીડીએસ, એસઓજી અને ડીસીબી કક્ષાના અધિકારીઓના સુપરવિઝન હેઠળ તળ ઉપર પહોંચીને સમગ્ર સ્કૂલને સર્ચ કરવામાં આવ્યું હતું, અને તે સંબંધિત કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ ચેકિંગ પૂર્ણ કરી મેનેજમેન્ટ ને સોંપવામાં આવ્યો હતો. સ્કૂલ, હોટલ અને ઇન્ડસ્ટ્રીયલ યુનિટને ટાર્ગેટ કર્યાં
વર્ષ 2025માં આ રીતે 7 જેટલા મેઇલ મળ્યા હતા. જેમાં સ્કૂલ, હોટલ અને ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાં પણ આવો મેલ મળી ચૂક્યો છે. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ક્રિમિનલ કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે ઇ-મેઇલના હેડરના વિગતોના આધારે તેના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ ટેક્નોલોજીની લિમિટેશનના કારણે આપણે કોઈ યુરોપિયન કન્ટ્રી સુધી તો પહોંચ્યા પણ ત્યારબાદ આઇપી એડ્રેસ ન મળવાથી આગળ વધી શક્યા નથી તેવા કિસ્સા બન્યા છે. ‘દર વખતે સરખું જ કન્ટેન્ટ જોવા મળ્યું છે. તમામ કનેક્શન તમિલનાડુના’
આ પ્રકારના ઈ-મેઇલ ન માત્ર વડોદરા પરંતુ રાજ્યના અન્ય શહેર જિલ્લા અને દેશના અન્ય ભાગોમાં પણ સામે આવ્યા છે. દર વખતે આપણે આ બાબતે તપાસ કરી તો દર વખતે સરખું જ કન્ટેન્ટ જોવા મળ્યું છે. તમામ કનેક્શન તમિલનાડુના છે. આ અંગે ઇન્ટીગ્રેટેડ સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર ખાતે સાયબર ફોરેન્સિક લેબ પણ છે, નિષ્ણાતો અંગેની સુવિધાઓ પણ ત્યાં આવેલી છે. આ સાથે તમામ કેસોની વિગતો એન્કલોઝ કરીને ઇન્ટીગ્રેટેડ સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સાથે સંકલન કર્યું છે. મારા પોલીસ અધિકારી દિલ્હી જઈને સંકલન કરી કાર્યવાહી થાય તેવો પ્રયાસ કરાયો છે. આ અંગે પોલીસ અને અન્ય સંલગ્ન વિભાગો આને ડિરેકટ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ‘કોઈ પણ વ્યક્તિને આવા મેલ મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરો’
પહેલા અને 4 જુલાઈએ મળેલા ઇ-મેલ કન્ટેન્ટમાં સ્પેસિફિક થ્રેટ સ્કૂલ, ઇન્ડસ્ટ્રીઝ કે કોઈ એક એકમનો ઉલ્લેખ નથી. જ્યારે આપણે તપાસ કરી ત્યારે કોઈ પણ બાબત મળી આવી નથી. આ સાથે વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ ટીમ, પીસીબીને ટીમ , બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ સાથે સ્થાનિક પોલીસ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, મોલ કે જ્યાં ભીડ હોય ત્યાં પોલીસ સતત કામગીરી કરે છે. આવા કોઈ પણ થ્રેટને કોઈ અંજામ આપવા માટે તક ન મળે તે માટે વડોદરા પોલીસ સંપૂર્ણ પણે સતર્ક અને તૈયાર છે. હું અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિને આવા મેલ મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરો અને આ બાબતે તપાસ કરી યોગ્ય એજન્સીઓની મદદ આધારે તપાસ કરવામાં આવશે. આવા મેલ આવે ત્યારે પેનિક થવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ શહેરના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસે સ્કૂલ પરિસરમાં સાડા ત્રણ કલાક સુધી સઘન તપાસ હાથ ધરી હતી. બોમ્બ-સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડની મદદથી કરવામાં આવેલી આ તપાસના અંતે પોલીસને કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી ન્હોતી. આ અગાઉ જાન્યુઆરીમાં પણ આ જ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઇલ મળ્યો હતો, જેના તપાસના અંતે પણ કોઇપણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. સતત 6 મહિનામાં બીજીવાર આ જ સ્કૂલને ધમકી ભર્યો મેઇલ કરી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રિફાઇનરી અને CBSE સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી
નવરચના સ્કૂલને ઉડાવવાની ધમકી મળ્યાના સતત બીજા દિવસે વડોદરાની વધુ એક રિફાઇનરી અને CBSE સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે, આ પ્રકારનો ધમકીભર્યો ઈ-મેલ પ્રિન્સિપાલને મળ્યો હતો. ત્યારે ગઈકાલે એકાએક બે સ્કૂલને RDXથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇ-મેઇલ મળતા બંને સ્કૂલને તાત્કાલિક ખાલી કરાવી સર્ચ કરવા આવ્યું હતું. જો કે અત્યાર સુધીમાં કંઈ મળ્યું નથી. સુરત ને 14 મહિનામાં 3 વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
છેલ્લા 14 મહિનામાં સુરત શહેરને ત્રણ વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે, જેણે સ્થાનિક તંત્ર અને નાગરિકોમાં ચિંતા જગાવી છે. આ ત્રણેય ધમકીઓ ઇ-મેઇલ દ્વારા આપવામાં આવી હતી, જેમાં બે વખત ડુમસ રોડ પર આવેલા વી.આર. મોલને નિશાન બનાવવામાં આવ્યો હતો, જ્યારે એક વખત લે મેરિડીયન હોટેલને ધમકી મળી હતી. આ મામલે સ્થાનિક પોલીસ અને સુરત સાયબર સેલ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે, તેમ છતાં અત્યાર સુધી આ ઇ-મેઇલ કોણે મોકલ્યા છે તે અંગે કોઈ નક્કર માહિતી મળી શકી નથી. તપાસ અને પડકારો
આ અંગે સાયબર સેલ, સુરતના ACP શ્વેતા ડેનિયલએ જણાવ્યું કે, સ્થાનિક પોલીસ સાથે સાયબર સેલે આ મામલે તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તમામ મેઇલ દેશભરમાંથી મોકલવામાં આવ્યા હતા. તેમણે આશંકા વ્યક્ત કરી કે, “શક્ય છે કે કોઈએ VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક)નો ઉપયોગ કરીને એક્સેસ બહારનું રાખ્યું હોય. બહારની કન્ટ્રી કે જેની આપણી સાથે એમ્બલન ન હોય, જેથી અમને ડેટા ન મળે.” સ્થાનિક પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી હતી, પરંતુ અત્યાર સુધી આ મેઇલ કોણે કર્યા છે તે અંગેની કોઈ સ્પષ્ટ જાણકારી મળી નથી. જોકે હજી સુધી કોઈ બહારની એજન્સીને તપાસ સોંપાઈ નથી. ક્યારે અને ક્યાં મળી ધમકીઓ? 9 એપ્રિલ 2024: ડુમસ રોડ પર આવેલા વી.આર. મોલને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો ઇ-મેઇલ મળ્યો હતો. આ ઇ-મેઇલમાં દાવો કરવામાં આવ્યો હતો કે “જેટલાને બચાવવા હોય એટલાને બચાવી લો, બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે.” પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, સમગ્ર દેશમાં આવા 52 સ્થળોએ આ ધમકીભર્યો ઇમેલ મોકલવામાં આવ્યો હતો.
19 ઓગસ્ટ 2024: ફરી એક વખત વી.આર. મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇ-મેઇલ મળતા અફરાતફરી સર્જાઈ હતી. આ વખતે પણ ઇ-મેઇલ દ્વારા જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેણે ભયનો માહોલ સર્જ્યો હતો.
27 ઓક્ટોબર 2024: ડુમસ રોડ પર આવેલી લે મેરિડીયન હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકી પણ ઇ-મેઇલ દ્વારા જ મળી હતી, ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ, ડુમસ પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા હોટેલમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સતત મળી રહેલી ધમકીઓ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બની છે અને આ ઇમેલ મોકલનારાઓને શોધી કાઢવા માટેના પ્રયાસો ચાલુ છે.