સુરત જિલ્લાના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જો તેઓ 10 જુલાઈ, 2025 સુધીમાં ‘ફાર્મર રજિસ્ટ્રી’ (ખેડૂત નોંધણી) નહીં કરાવે, તો તેઓ વડાપ્રધાન કિસાન સન્માન નિધિ (PM કિસાન) યોજનાના આગામી હપ્તાથી વંચિત રહી શકે છે. આ ઉપરાંત, ભવિષ્યમાં પણ અન્ય સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભથી તેમને દૂર રહેવું પડશે. સુરત જિલ્લામાં 1.55 લાખમાંથી હજુ પણ 38,000 જેટલા ખેડૂતોએ આ ફરજિયાત નોંધણી કરાવી નથી. અનિવાર્ય ‘ફાર્મર રજિસ્ટ્રી’ અને એગ્રીસ્ટેક પ્રોજેક્ટ
કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે ‘ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર – કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ’ અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, તમામ ખેડૂત ખાતેદારો માટે ‘ફાર્મર રજિસ્ટ્રી’ કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ નોંધણીનો મુખ્ય હેતુ કૃષિ અને સંલગ્ન વિભાગો દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર પૂરો પાડવાનો છે. આ રજિસ્ટ્રીથી ખેડૂતોની ઓળખ પણ પ્રસ્થાપિત થઈ શકશે અને કૃષિ ધિરાણ, ટેકાના ભાવે ખરીદી જેવી સેવાઓ ઝડપથી મળી શકશે. સુરત જિલ્લામાં 38 હજાર ખેડૂતોની નોંધણી હજી પણ બાકી
સુરત જિલ્લામાં કુલ 1.55 લાખ જેટલા સક્રિય ખેડૂત ખાતેદારો PM કિસાન યોજના હેઠળ લાભ મેળવી રહ્યા છે. તેમાંથી, અત્યાર સુધીમાં 1.17 લાખ ખેડૂતોએ ‘ફાર્મર રજિસ્ટ્રી’ની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. જોકે, ચિંતાજનક બાબત એ છે કે હજુ પણ 38,000 જેટલા ખેડૂતોએ આ ફરજિયાત નોંધણી કરાવી નથી. જિલ્લા ખેતી વિભાગ દ્વારા તમામ ખેડૂતોને આ નોંધણી કરાવવા માટે સતત અનુરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ પણ ઘણા ખેડૂતો આ માટે આગળ આવી રહ્યા નથી. આ માટે જિલ્લાના તમામ ગામોમાં વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂત આગેવાન જયેશ પટેલની અપીલ
ખેડૂત આગેવાન જયેશ પટેલ દ્વારા તમામ ખેડૂતોને વહેલી તકે પોતાની નોંધણી કરાવી લેવા અપીલ કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે PM કિસાન યોજના, જે વિશ્વની સૌથી મોટી ખેડૂત કલ્યાણકારી યોજના છે, તેનો લાભ વધુમાં વધુ ખેડૂતોને મળી શકે તે માટે આ રજિસ્ટ્રી અત્યંત જરૂરી છે. તેમણે ખેડૂતોને દેશના વિકાસમાં ભાગ લેવા પણ વિનંતી કરી છે.નોંધણી ક્યાં અને કેવી રીતે કરશો?ખેડૂતો પોતાની ‘ફાર્મર રજિસ્ટ્રી’ કરાવવા માટે બે મુખ્ય વિકલ્પોનો ઉપયોગ કરી શકે છે.. આ રીતે રજિસ્ટ્રેશન કરો
બહારગામ રહેતા ખેડૂતો https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ વેબસાઈટ પર જઈને જાતે નોંધણી કરાવી શકે છે. કોમન સર્વિસ સેન્ટર (CSC): કોઈપણ નજીકના CSC (કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર) પર જઈને પણ ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકે છે. નોંધણી કરાવતી વખતે, ખેડૂતોએ પોતાનું આધાર કાર્ડ, જમીનના ઉતારાની નકલ (8-અ વિગત સહિત), અને આધાર કાર્ડ સાથે લિંક હોય તેવો અથવા અન્ય કોઈ મોબાઈલ નંબર સાથે રાખવો ફરજિયાત છે. જયેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ ઓપરેટરને દસ્તાવેજની નકલ આપવાની રહેતી નથી; ફક્ત વિગતો માટે દસ્તાવેજો બતાવવાના હોય છે.