P24 News Gujarat

ધારાસભ્યોના વિરોધ મુદ્દે DGVCLના MDની સ્પષ્ટતા:સ્માર્ટ મીટર પારદર્શક અને ભરતી પ્રક્રિયા નિયમિત, DGVCLમાં 80% કર્મચારીઓ ટ્રાઇબલ વિસ્તારના છે: MD

સુરતમાં વિદ્યુત સહાયકો અને સ્માર્ટ વીજ મીટરના મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ દ્વારા ગતરોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) કચેરીએ કરવામાં આવેલા વિરોધ બાદ DGVCLના મેનેજિંગ ડિરેક્ટર (MD) યોગેશ ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્માર્ટ મીટરની કાર્યપ્રણાલી અને કંપનીની ભરતી પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે DGVCLમાં 80% કર્મચારીઓ આદિવાસી (ટ્રાઇબલ) વિસ્તારના છે અને સ્માર્ટ મીટર પારદર્શક છે. દક્ષિણ ગુજરાતમાં 4.50 લાખ સ્માર્ટ વીજ મીટર લાગ્યા
ધારાસભ્યો દ્વારા સ્માર્ટ વીજ મીટર ઝડપથી ફરતા હોવા અને ઓવરબિલિંગની ફરિયાદો ઉઠાવવામાં આવી હતી. આ મુદ્દે યોગેશ ચૌધરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 16 લાખ સ્માર્ટ વીજ મીટર લાગી ચૂક્યા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ 4.50 લાખ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે.તેમણે ઉમેર્યું કે, સ્માર્ટ વીજ મીટર અંગે લોકોને સંપૂર્ણ સમજણ આપવામાં આવી છે અને તેમનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મીટર ઝડપથી ચાલતું હોવા કે ઓવરબિલિંગની કોઈ પણ ફરિયાદ તેમને મળી નથી. તેમણે આ વાતને પાયાવિહોણી ગણાવી હતી. ચૌધરીએ જણાવ્યું કે, દર મહિને કંપની એક લાખથી વધુ સ્માર્ટ વીજ મીટર લગાડી રહી છે. ઘણી જગ્યાએ એક હજારથી વધુ ચેક મીટર પણ લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા જૂના અને નવા સ્માર્ટ મીટર વચ્ચે કોઈ તફાવત નથી અને બંનેના બિલિંગ પણ એકસરખા જ આવે છે તે સાબિત થયું છે. તેમણે ખાતરી આપી હતી કે, સ્માર્ટ વીજ મીટરનો લાભ પ્રજાને સારી રીતે મળશે. નોકરીથી વંચિત ઉમેદવારોના હલ્લાબોલ અને ભરતી પ્રક્રિયા પર MDનો ખુલાસો
દક્ષિણ ગુજરાત વીજ કંપની બહાર નોકરીથી વંચિત ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા હલ્લાબોલના મામલે પણ MD યોગેશ ચૌધરીએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, DGVCLમાં કુલ 8500 કર્મચારીઓ છે, જેમાં મોટાભાગના ટેકનિકલ કર્મચારીઓનો સમાવેશ થાય છે.ભરતી પ્રક્રિયા સમજાવતા તેમણે કહ્યું કે, કંપની દ્વારા ઇલેક્ટ્રિકલ વિભાગમાં કર્મચારીઓની શારીરિક (ફિઝિકલ) અને લેખિત (રિટનિંગ) પરીક્ષા લેવામાં આવે છે. ત્યારબાદ, અંતિમ રીતે પસંદ થયેલા ઉમેદવારોની વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવે છે. જેમ જેમ પ્રમોશન અને નિવૃત્તિની પ્રક્રિયા થાય છે, તેમ તેમ આ વેઇટિંગ લિસ્ટમાંથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. જેમ જેમ ખાલી જગ્યાઓ પડશે તેમ તેમ વેઇટિંગ લિસ્ટમાંથી ભરતી કરાશે
ચૌધરીએ સ્પષ્ટતા કરી કે, હાલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં કોઈ ખાલી જગ્યા નથી. જેમ જેમ ખાલી જગ્યાઓ પડશે તેમ તેમ વેઇટિંગ લિસ્ટમાંથી ભરતી કરવામાં આવશે.આઉટસોર્સિંગના મુદ્દે તેમણે જણાવ્યું કે, ઘણી કંપનીઓમાં આઉટસોર્સિંગ થકી પણ કામકાજ થાય છે. DGVCL સાથે ઘણી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો જોડાયેલા છે, જેઓ આઉટસોર્સિંગ દ્વારા માનવબળ પૂરો પાડે છે. કામનું ભારણ વધતા નવા કોન્ટ્રાક્ટરો પણ જોડાય છે. હાલમાં જ માર્કેટમાં આઉટસોર્સિંગ અને કોલ સેન્ટર માટે પણ કામ આપવામાં આવ્યું છે, જેમાં જરૂર પડ્યે કર્મચારીઓને છૂટા પણ કરવામાં આવે છે. આમાં વીજ કંપની સીધી રીતે સામેલ રહેતી નથી, કારણ કે આ આઉટસોર્સિંગ એજન્સીઓનું કાર્યક્ષેત્ર છે. કાયમી ભરતી કંપની દ્વારા જ કરવામાં આવે છે. DGVCLમાં 80% કર્મચારીઓ આદિવાસી વિસ્તારના
તેમણે છેલ્લે ભારપૂર્વક જણાવ્યું કે, DGVCLમાં 80% કર્મચારીઓ આદિવાસી (ટ્રાઇબલ) વિસ્તારના છે. આઉટસોર્સિંગ તરીકે જ્યારે પણ જરૂર પડે છે, ત્યારે પણ આદિવાસી વિસ્તારના કર્મચારીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.

​સુરતમાં વિદ્યુત સહાયકો અને સ્માર્ટ વીજ મીટરના મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ દ્વારા ગતરોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) કચેરીએ કરવામાં આવેલા વિરોધ બાદ DGVCLના મેનેજિંગ ડિરેક્ટર (MD) યોગેશ ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્માર્ટ મીટરની કાર્યપ્રણાલી અને કંપનીની ભરતી પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે DGVCLમાં 80% કર્મચારીઓ આદિવાસી (ટ્રાઇબલ) વિસ્તારના છે અને સ્માર્ટ મીટર પારદર્શક છે. દક્ષિણ ગુજરાતમાં 4.50 લાખ સ્માર્ટ વીજ મીટર લાગ્યા
ધારાસભ્યો દ્વારા સ્માર્ટ વીજ મીટર ઝડપથી ફરતા હોવા અને ઓવરબિલિંગની ફરિયાદો ઉઠાવવામાં આવી હતી. આ મુદ્દે યોગેશ ચૌધરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 16 લાખ સ્માર્ટ વીજ મીટર લાગી ચૂક્યા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ 4.50 લાખ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે.તેમણે ઉમેર્યું કે, સ્માર્ટ વીજ મીટર અંગે લોકોને સંપૂર્ણ સમજણ આપવામાં આવી છે અને તેમનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મીટર ઝડપથી ચાલતું હોવા કે ઓવરબિલિંગની કોઈ પણ ફરિયાદ તેમને મળી નથી. તેમણે આ વાતને પાયાવિહોણી ગણાવી હતી. ચૌધરીએ જણાવ્યું કે, દર મહિને કંપની એક લાખથી વધુ સ્માર્ટ વીજ મીટર લગાડી રહી છે. ઘણી જગ્યાએ એક હજારથી વધુ ચેક મીટર પણ લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા જૂના અને નવા સ્માર્ટ મીટર વચ્ચે કોઈ તફાવત નથી અને બંનેના બિલિંગ પણ એકસરખા જ આવે છે તે સાબિત થયું છે. તેમણે ખાતરી આપી હતી કે, સ્માર્ટ વીજ મીટરનો લાભ પ્રજાને સારી રીતે મળશે. નોકરીથી વંચિત ઉમેદવારોના હલ્લાબોલ અને ભરતી પ્રક્રિયા પર MDનો ખુલાસો
દક્ષિણ ગુજરાત વીજ કંપની બહાર નોકરીથી વંચિત ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા હલ્લાબોલના મામલે પણ MD યોગેશ ચૌધરીએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, DGVCLમાં કુલ 8500 કર્મચારીઓ છે, જેમાં મોટાભાગના ટેકનિકલ કર્મચારીઓનો સમાવેશ થાય છે.ભરતી પ્રક્રિયા સમજાવતા તેમણે કહ્યું કે, કંપની દ્વારા ઇલેક્ટ્રિકલ વિભાગમાં કર્મચારીઓની શારીરિક (ફિઝિકલ) અને લેખિત (રિટનિંગ) પરીક્ષા લેવામાં આવે છે. ત્યારબાદ, અંતિમ રીતે પસંદ થયેલા ઉમેદવારોની વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવે છે. જેમ જેમ પ્રમોશન અને નિવૃત્તિની પ્રક્રિયા થાય છે, તેમ તેમ આ વેઇટિંગ લિસ્ટમાંથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. જેમ જેમ ખાલી જગ્યાઓ પડશે તેમ તેમ વેઇટિંગ લિસ્ટમાંથી ભરતી કરાશે
ચૌધરીએ સ્પષ્ટતા કરી કે, હાલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં કોઈ ખાલી જગ્યા નથી. જેમ જેમ ખાલી જગ્યાઓ પડશે તેમ તેમ વેઇટિંગ લિસ્ટમાંથી ભરતી કરવામાં આવશે.આઉટસોર્સિંગના મુદ્દે તેમણે જણાવ્યું કે, ઘણી કંપનીઓમાં આઉટસોર્સિંગ થકી પણ કામકાજ થાય છે. DGVCL સાથે ઘણી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો જોડાયેલા છે, જેઓ આઉટસોર્સિંગ દ્વારા માનવબળ પૂરો પાડે છે. કામનું ભારણ વધતા નવા કોન્ટ્રાક્ટરો પણ જોડાય છે. હાલમાં જ માર્કેટમાં આઉટસોર્સિંગ અને કોલ સેન્ટર માટે પણ કામ આપવામાં આવ્યું છે, જેમાં જરૂર પડ્યે કર્મચારીઓને છૂટા પણ કરવામાં આવે છે. આમાં વીજ કંપની સીધી રીતે સામેલ રહેતી નથી, કારણ કે આ આઉટસોર્સિંગ એજન્સીઓનું કાર્યક્ષેત્ર છે. કાયમી ભરતી કંપની દ્વારા જ કરવામાં આવે છે. DGVCLમાં 80% કર્મચારીઓ આદિવાસી વિસ્તારના
તેમણે છેલ્લે ભારપૂર્વક જણાવ્યું કે, DGVCLમાં 80% કર્મચારીઓ આદિવાસી (ટ્રાઇબલ) વિસ્તારના છે. આઉટસોર્સિંગ તરીકે જ્યારે પણ જરૂર પડે છે, ત્યારે પણ આદિવાસી વિસ્તારના કર્મચારીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *