રાજકોટ શહેરમાં હજુ માત્ર 16 ઇંચ વરસાદ નોંધાયો છે, ત્યારે શહેરના 150 ફૂટ રીંગ રોડ, માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી, પરસાણા ચોક, અને વાવડી સહિતના વિસ્તારોમાં મસ મોટા ખાડા જોવા મળી રહ્યા છે. રાજકોટ જેવા સ્માર્ટ સિટીમાં ઠેર ઠેર જોવા મળતા આ ખાડાઓ અને ક્યારેક નવનિર્મિત સ્પીડ બ્રેકર વરસાદી પાણીમાં તણાયા હોવાના દ્રશ્યો સામે આવતા મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.
ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, રોડ રસ્તાને લઈ લોકોને અગવડ ન પડે તે માટે અધિકારીને તાત્કાલિક અસરથી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. ગુરુવારના રોજ માત્ર 4 ઇંચ વરસાદ પડતા જ રાજકોટ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, ત્યારે વરસાદી પાણીના નિકાલ અંગે પણ સૂચના આપવામાં આવી હોવાનું કમિશનરએ જણાવ્યું હતું. શહેરમાં વિવિધ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણી પર હવે કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવીથી પણ નજર રખાશે. ખાડા રાજ અને મનપાની કામગીરી
રાજકોટમાં હજુ જોરદાર વરસાદનો પહેલો રાઉન્ડ આવે તે પહેલા જ અનેક રાજમાર્ગો, રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ અને શેરીઓમાં નવા-જૂના રોડનું ધોવાણ થયું છે. ડાયામીટર ઈન (DI), ડ્રેનેજ, અને સ્ટોર્મ વોટર સહિતની પાઇપલાઇન માટે ખોદકામ બાદ મોટા ભાગના વિસ્તારમાં લેવલીંગ ન થતાં મુખ્ય રોડથી માંડી ઘરઆંગણા સુધી લોકો હેરાન થઈ રહ્યા છે. આ સંજોગોમાં ગઇકાલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કમિટીની મીટીંગમાં અધિકારીઓને ફિલ્ડમાં રહેવા સૂચના આપી હતી. કમિશનર તુષાર સુમેરાએ પણ વોર્ડથી માંડી ઝોન કક્ષાના અધિકારીઓને ચાલુ વરસાદે વિસ્તારોમાં ફરવા અને ઓફિસમાં ન બેસવા સૂચના આપી છે. આ પ્રયાસથી વરસાદ વચ્ચે પ્રશ્નોના શક્ય હોય ત્યાં સુધી ઓન રોડ જ ઉકેલ આવે તેવી વ્યવસ્થા ગોઠવવાનો હેતુ છે. ગઇકાલે બપોર બાદ ડેપ્યુટી કમિશનરો મનીષ ગુરવાની, ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સિટી ઇજનેરો શ્રીવાસ્તવ, કુંતેષ મહેતા, અતુલ રાવલ, ડેપ્યુટી ઇજનેરો, અને વોર્ડના અધિકારીઓ પોતપોતાના વિસ્તારોમાં પહોંચી ગયા હતા. જ્યાં શક્ય હોય ત્યાં તાત્કાલિક મેટલીંગ અને લેવલીંગ કામ કરાવવામાં આવ્યું હતું. ત્રણેય ઝોનમાં જ્યાં વધુ વરસાદી પાણી ભરાય છે તેવા પોપટપરા નાલા સહિતના વિસ્તારમાં અધિકારીઓએ જઈને પાણીના નિકાલ સહિતની વ્યવસ્થા કરાવી હતી. વિવિધ વિસ્તારોમાં સમારકામ
ડેપ્યુટી કલેક્ટર કિર્તન રાઠોડ દ્વારા વોર્ડ નંબર 7-અમાં સફાઈ કામદારો સાથે મીટીંગ કરવામાં આવી હતી. બાંધકામ, ડ્રેનેજ, ગાર્ડન, અને મેલેરિયા વિભાગની હાજરીમાં સફાઈ અને નાના મોટા પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા સૂચના આપી હતી. વોર્ડ નંબર 13ના ગોંડલ રોડ પર ભારત પેટ્રોલિયમ પાસે બ્લોક અને પેચવર્ક કામ કરવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 18માં સ્વાતિ ઈએસઆર સામે ખાડા બુરવા અને રોડ રીપેરીંગની કામગીરી કરવામાં આવી હતી. વોર્ડ નંબર 7 જુના જાગનાથ શેરી નંબર 7માં DI પાઇપલાઇનમાં ચરેડામાં વેટ મિક્સ કરવાનું કામ હાથ પર લેવાયું છે. તો સર્વેશ્વર ચોક વોંકળા અને યાજ્ઞિક રોડના કામની અધિકારીઓએ મુલાકાત લીધી હતી. વેસ્ટ ઝોનમાં એચસીજી હોસ્પિટલવાળા 18 મીટરના TP રોડ પર મેટલીંગ અને મોરમ પેચવર્ક કરવામાં આવ્યું હતું. જુના રાજકોટમાં જ્યાં DI પાઇપલાઇનના કામ થયા છે ત્યાં ચરેડાના રીસ્ટોરેશનનું કામ કરાયું છે. વોર્ડ નંબર 15માં સત્યમ પાર્ક સહિતના વિસ્તાર, અમુલ સર્કલ, વોર્ડ નંબર 1માં વર્ધમાનનગર (ઘંટેશ્વર), વોર્ડ નંબર 12, વેસ્ટ ઝોનમાં કટારીયા ચોકડી, વોર્ડ નંબર 2માં બજરંગવાડી, અને વોર્ડ નંબર 11ના ગોવિંદ બંગલામાં મેટલીંગ કામ કરાવવામાં આવ્યું છે. ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલે પોપટપરાના નાલાથી માંડી આજી નદીના વરસાદી પાણીના વહેણની મુલાકાત લઈ અડચણો દૂર કરાવી હતી. આમ, ગઇકાલથી પૂરું મનપા તંત્ર રસ્તા ઉપર ઉતરી ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરમાં ઘણી જગ્યાએ પેચવર્ક, મોરમ અને મેટલ પેચ પણ કરવામાં આવ્યા છે. મેઇન રોડના મોટા ખાડા પર જરૂર હોય ત્યાં CC કામ અને પેવીંગ બ્લોક કામ પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ ચોમાસુ જામે ત્યારે આવા વિસ્તારોમાં લોકોને ઓછામાં ઓછી હેરાનગતિ થાય તેવું આયોજન જરૂરી લાગી રહ્યું છે. ખોદકામ અને રીસ્ટોરેશનના પડકારો
છેલ્લા 1 વર્ષમાં લગભગ ધારણાથી 2 ગણા ખોદકામ કરવામાં આવ્યા છે. DI પાઇપલાઇન માટે અગાઉના વર્ષમાં ટેન્ડર પર રી-ટેન્ડરમાં અનેક સંજોગોના કારણે મોટો સમય વ્યય થયો હતો. આ બાદ એકસાથે તમામ ઝોન અને વોર્ડમાં DIનું અનિવાર્ય કામ ઉપાડવું પડ્યું હતું. આ કારણે છેલ્લા વર્ષમાં સૌથી વધુ ખોદકામ થયા છે. સામાન્ય રીતે ખોદકામ પર 1 ચોમાસુ ગયા બાદ થતો ડામર ટકી શકે છે. ઉલ્લેખનીય છે કે શેરી અને ઘરઆંગણા સુધી થયેલા ખોદકામથી લોકોની મુશ્કેલી વધતા રોષ પણ ઉઠ્યો હતો અને કોર્પોરેટરોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. યોગ્ય મેટલીંગ અને લેવલીંગ થાય તે માટે અવારનવાર રજૂઆતો સાથે બેઠકોમાં તડાપીટ બોલતી હતી. વેસ્ટ ઝોનમાં ઘણી જગ્યાએ અધિકારીઓએ પેચવર્ક પણ કર્યા છે, પરંતુ ઘણા વિસ્તારમાં રોલર પણ જઈ શકે તેમ ન હોઈ, અમુક જગ્યાએ તંત્રની હાલત કફોડી બની છે.
માત્ર વેસ્ટ ઝોનની વાત કરીએ તો 1 વર્ષમાં રૂ. 150 કરોડના રોડ અને DI પાઇપલાઇનના કામ થયા છે. માત્ર વોર્ડ નંબર 11માં 125 કિલોમીટરનું કામ થયું છે. આથી આ અનિવાર્ય કામ બાદ રીસ્ટોરેશનમાં સમય જાય તેવું લાગતું હતું. જોકે આ કામગીરી ઝડપી કરવામાં આવી રહી હોવાનો મ્યુ. કમિશનરે દાવો કર્યો છે.