P24 News Gujarat

દેશની પ્રથમ નેશનલ લેવલની ત્રિભુવન સહકારી યુનિવર્સિટી:આણંદમાં ભૂમિપૂજન-શિલાન્યાસ, અમિત શાહે કહ્યું, સહકાર ક્ષેત્રમાં પારદર્શકતા આવશે, ભાઈ-ભત્રીજાવાદનો અંત આવશે

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસર પર કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહના આણંદના બે દિવસીય કાર્યક્રમ અન્વયે એન.ડી.ડી.બી. અને અમૂલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે “ત્રિભુવન સહકારી યુનિવર્સિટી”નું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો છે. ત્યાર બાર અમિત શાહે કહ્યું હતું કે સહકાર ક્ષેત્રમાં પારદર્શકતા આવશે, અહીં ભણનારને જ નોકરી મળશે, ભાઈ-ભત્રીજાવાદનો અંત આવશે. આજે (5 જુલાઈએ) કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ સૌપ્રથમ આણંદના વાલ્મી ખાતેથી દેશની સૌપ્રથમ સહકાર યુનિવર્સિટી “ત્રિભુવન સહકારી યુનિવર્સિટી”નું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યા બાદ આણંદ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે જનસભાને સંબોધી હતી. ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો શિલાન્યાસ
સહકાર ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવતી ઐતિહાસિક પહેલ તરીકે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. 125 એકર જમીન પર 500 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલી આ યુનિવર્સિટી સહકાર ક્ષેત્રના વિકાસ માટે મિલનો પથ્થર સાબિત થશે. સહકાર મંત્રાલયની સ્થાપના
કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સહકાર ક્ષેત્રને મજબૂત અને સંગઠિત બનાવવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી. છેલ્લાં ચાર વર્ષમાં આ મંત્રાલયે 60થી વધુ નવી પહેલો શરૂ કરી છે, જેનો હેતુ સહકાર આંદોલનને પારદર્શક, લોકશાહી અને સમૃદ્ધ બનાવવાનો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી સહકારી આંદોલનને દરેક જિલ્લા અને તાલુકાઓ સુધી પહોંચાડવા માટે મંત્રાલયે મજબૂત યોજનાઓ બનાવી છે. ત્રિભુવન સહકારી યુનિવર્સિટી: સહકાર ક્ષેત્રની કરોડરજ્જુ
ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સહકાર ક્ષેત્રના કર્મચારીઓ અને સભ્યોના તાલીમ અને વિકાસ માટે સમર્પિત સંસ્થા હશે. આ યુનિવર્સિટી 30 કરોડ સહકારી સભ્યો અને 80 લાખ બોર્ડ સભ્યોને ટેક્નિકલ, એકાઉન્ટન્સી, માર્કેટિંગ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તાલીમ આપશે, સાથે જ તે સહકારનાં મૂલ્યો અને સંસ્કારોને પણ પ્રોત્સાહન આપશે. પારદર્શિતા અને રોજગારીના નવા અવકાશ
આ યુનિવર્સિટી સાથે સહકાર ક્ષેત્રમાં પારદર્શિતાને પ્રોત્સાહન મળશે. હવે માત્ર તે જ લોકો સહકારી સંસ્થાઓમાં નોકરી મેળવી શકશે, જેમણે આ યુનિવર્સિટીમાંથી તાલીમ મેળવી હશે. આથી ભાઈ-ભત્રીજાવાદની સમસ્યા દૂર થશે અને સહકાર ક્ષેત્રમાં લાયકાત ધરાવતા અને તાલીમપ્રાપ્ત માનવશક્તિ ઉપલબ્ધ થશે. સહકાર આંદોલનનું વિસ્તરણ
પ્રધાનમંત્રી મોદીએ 2 લાખ નવા પેક્સ (પ્રાથમિક કૃષિ સહકારી સમિતિઓ) બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાંથી 60,000 પેક્સ આ વર્ષ સુધીમાં બની જશે એવી અપેક્ષા છે. આ પેક્સના સંચાલન માટે 17 લાખ કર્મચારીની જરૂર પડશે, જેની પૂર્તિ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી કરશે. સહકાર ક્ષેત્ર માટે નવી યોજનાઓ
આ યુનિવર્સિટી સહકાર ક્ષેત્રમાં નીતિ નિર્માણ, ડેટા વિશ્લેષણ અને લાંબા ગાળાની યોજનાઓ પર કામ કરશે. 5, 10 અને 25 વર્ષની યોજનાઓ દ્વારા સહકાર આંદોલનને વધુ સંગઠિત અને અસરકારક બનાવવામાં આવશે. ચાર વર્ષમાં 200થી વધુ હાલની સહકારી સંસ્થાઓને જોડવા પ્રયાસ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના આધારે યુનિવર્સિટીનું શૈક્ષણિક માળખું લવચીક અને બહુ-શાખાકીય કાર્યક્રમોની શ્રેણી પ્રદાન કરશે, જેમાં પીએચડી, મેનેજરિયલ સ્તરે ડિગ્રી, સુપરવાઇઝરી સ્તરે ડિપ્લોમા અને ઓપરેશનલ સ્તરે પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. યુનિવર્સિટી તેના કેમ્પસ અને અન્ય રાજ્યોમાં વિષય-વિશિષ્ટ શાળાઓ સ્થાપિત કરશે અને સહકારી શિક્ષણ અને તાલીમની ગુણવત્તાને પ્રમાણિત કરવા માટે એક રાષ્ટ્રીય નેટવર્ક બનાવશે. યુનિવર્સિટી આગામી ચાર વર્ષમાં 200થી વધુ હાલની સહકારી સંસ્થાઓને જોડવાનો પણ પ્રયાસ કરશે, જેથી રાષ્ટ્રીય નેટવર્ક બનાવવામાં આવે. પાંચ વર્ષમાં 20 લાખ કર્મચારીને તાલીમ આપશે
ભારતના અંદાજિત 40 લાખ સહકારી કર્મચારી અને 80 લાખ બોર્ડ સભ્યોની કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે યુનિવર્સિટી આગામી પાંચ વર્ષમાં પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટી (પીએસીએસ), ડેરી, મત્સ્યઉદ્યોગ વગેરે જેવી સહકારી સંસ્થાઓના લગભગ 20 લાખ કર્મચારીને તાલીમ આપશે. પીએચડી કાર્યક્રમો દ્વારા મજબૂત શિક્ષક આધાર બનાવશે
લાયક શિક્ષકોની અછતને દૂર કરવા માટે યુનિવર્સિટી સહકારી અભ્યાસ પર આધારિત પીએચડી કાર્યક્રમો દ્વારા મજબૂત શિક્ષક આધાર બનાવશે. હાલમાં સહકારી શિક્ષણ થોડાં રાજ્યો સુધી મર્યાદિત છે અને વિવિધ સંસ્થાઓમાં પથરાયેલું છે, જે ક્ષેત્રની વધતી માગને પહોંચી વળવા માટે અપૂરતું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સંકલન કરાશે
ભારતમાં હાલમાં સહકારી સંસ્થાઓમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, નવીનતા અને સસ્તી ટેક્નોલોજી પર કેન્દ્રિત સંશોધન અને વિકાસને સમર્થન આપવા માટે કોઈ સંસ્થાકીય પદ્ધતિ નથી. આને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીમાં એક સમર્પિત સંશોધન અને વિકાસ પરિષદની સ્થાપના કરવામાં આવશે. જે સહકારી ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ કરશે અને સંલગ્ન સંસ્થાઓમાં પણ તેનો પ્રચાર કરશે. આ ઉપરાંત તે ભારતમાં વિશ્વની શ્રેષ્ઠ પ્રથાઓ સ્થાપિત કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સંકલન કરશે.

​સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસર પર કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહના આણંદના બે દિવસીય કાર્યક્રમ અન્વયે એન.ડી.ડી.બી. અને અમૂલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે “ત્રિભુવન સહકારી યુનિવર્સિટી”નું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો છે. ત્યાર બાર અમિત શાહે કહ્યું હતું કે સહકાર ક્ષેત્રમાં પારદર્શકતા આવશે, અહીં ભણનારને જ નોકરી મળશે, ભાઈ-ભત્રીજાવાદનો અંત આવશે. આજે (5 જુલાઈએ) કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ સૌપ્રથમ આણંદના વાલ્મી ખાતેથી દેશની સૌપ્રથમ સહકાર યુનિવર્સિટી “ત્રિભુવન સહકારી યુનિવર્સિટી”નું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યા બાદ આણંદ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે જનસભાને સંબોધી હતી. ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો શિલાન્યાસ
સહકાર ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવતી ઐતિહાસિક પહેલ તરીકે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. 125 એકર જમીન પર 500 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલી આ યુનિવર્સિટી સહકાર ક્ષેત્રના વિકાસ માટે મિલનો પથ્થર સાબિત થશે. સહકાર મંત્રાલયની સ્થાપના
કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સહકાર ક્ષેત્રને મજબૂત અને સંગઠિત બનાવવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી. છેલ્લાં ચાર વર્ષમાં આ મંત્રાલયે 60થી વધુ નવી પહેલો શરૂ કરી છે, જેનો હેતુ સહકાર આંદોલનને પારદર્શક, લોકશાહી અને સમૃદ્ધ બનાવવાનો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી સહકારી આંદોલનને દરેક જિલ્લા અને તાલુકાઓ સુધી પહોંચાડવા માટે મંત્રાલયે મજબૂત યોજનાઓ બનાવી છે. ત્રિભુવન સહકારી યુનિવર્સિટી: સહકાર ક્ષેત્રની કરોડરજ્જુ
ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સહકાર ક્ષેત્રના કર્મચારીઓ અને સભ્યોના તાલીમ અને વિકાસ માટે સમર્પિત સંસ્થા હશે. આ યુનિવર્સિટી 30 કરોડ સહકારી સભ્યો અને 80 લાખ બોર્ડ સભ્યોને ટેક્નિકલ, એકાઉન્ટન્સી, માર્કેટિંગ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તાલીમ આપશે, સાથે જ તે સહકારનાં મૂલ્યો અને સંસ્કારોને પણ પ્રોત્સાહન આપશે. પારદર્શિતા અને રોજગારીના નવા અવકાશ
આ યુનિવર્સિટી સાથે સહકાર ક્ષેત્રમાં પારદર્શિતાને પ્રોત્સાહન મળશે. હવે માત્ર તે જ લોકો સહકારી સંસ્થાઓમાં નોકરી મેળવી શકશે, જેમણે આ યુનિવર્સિટીમાંથી તાલીમ મેળવી હશે. આથી ભાઈ-ભત્રીજાવાદની સમસ્યા દૂર થશે અને સહકાર ક્ષેત્રમાં લાયકાત ધરાવતા અને તાલીમપ્રાપ્ત માનવશક્તિ ઉપલબ્ધ થશે. સહકાર આંદોલનનું વિસ્તરણ
પ્રધાનમંત્રી મોદીએ 2 લાખ નવા પેક્સ (પ્રાથમિક કૃષિ સહકારી સમિતિઓ) બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાંથી 60,000 પેક્સ આ વર્ષ સુધીમાં બની જશે એવી અપેક્ષા છે. આ પેક્સના સંચાલન માટે 17 લાખ કર્મચારીની જરૂર પડશે, જેની પૂર્તિ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી કરશે. સહકાર ક્ષેત્ર માટે નવી યોજનાઓ
આ યુનિવર્સિટી સહકાર ક્ષેત્રમાં નીતિ નિર્માણ, ડેટા વિશ્લેષણ અને લાંબા ગાળાની યોજનાઓ પર કામ કરશે. 5, 10 અને 25 વર્ષની યોજનાઓ દ્વારા સહકાર આંદોલનને વધુ સંગઠિત અને અસરકારક બનાવવામાં આવશે. ચાર વર્ષમાં 200થી વધુ હાલની સહકારી સંસ્થાઓને જોડવા પ્રયાસ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના આધારે યુનિવર્સિટીનું શૈક્ષણિક માળખું લવચીક અને બહુ-શાખાકીય કાર્યક્રમોની શ્રેણી પ્રદાન કરશે, જેમાં પીએચડી, મેનેજરિયલ સ્તરે ડિગ્રી, સુપરવાઇઝરી સ્તરે ડિપ્લોમા અને ઓપરેશનલ સ્તરે પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. યુનિવર્સિટી તેના કેમ્પસ અને અન્ય રાજ્યોમાં વિષય-વિશિષ્ટ શાળાઓ સ્થાપિત કરશે અને સહકારી શિક્ષણ અને તાલીમની ગુણવત્તાને પ્રમાણિત કરવા માટે એક રાષ્ટ્રીય નેટવર્ક બનાવશે. યુનિવર્સિટી આગામી ચાર વર્ષમાં 200થી વધુ હાલની સહકારી સંસ્થાઓને જોડવાનો પણ પ્રયાસ કરશે, જેથી રાષ્ટ્રીય નેટવર્ક બનાવવામાં આવે. પાંચ વર્ષમાં 20 લાખ કર્મચારીને તાલીમ આપશે
ભારતના અંદાજિત 40 લાખ સહકારી કર્મચારી અને 80 લાખ બોર્ડ સભ્યોની કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે યુનિવર્સિટી આગામી પાંચ વર્ષમાં પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટી (પીએસીએસ), ડેરી, મત્સ્યઉદ્યોગ વગેરે જેવી સહકારી સંસ્થાઓના લગભગ 20 લાખ કર્મચારીને તાલીમ આપશે. પીએચડી કાર્યક્રમો દ્વારા મજબૂત શિક્ષક આધાર બનાવશે
લાયક શિક્ષકોની અછતને દૂર કરવા માટે યુનિવર્સિટી સહકારી અભ્યાસ પર આધારિત પીએચડી કાર્યક્રમો દ્વારા મજબૂત શિક્ષક આધાર બનાવશે. હાલમાં સહકારી શિક્ષણ થોડાં રાજ્યો સુધી મર્યાદિત છે અને વિવિધ સંસ્થાઓમાં પથરાયેલું છે, જે ક્ષેત્રની વધતી માગને પહોંચી વળવા માટે અપૂરતું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સંકલન કરાશે
ભારતમાં હાલમાં સહકારી સંસ્થાઓમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, નવીનતા અને સસ્તી ટેક્નોલોજી પર કેન્દ્રિત સંશોધન અને વિકાસને સમર્થન આપવા માટે કોઈ સંસ્થાકીય પદ્ધતિ નથી. આને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીમાં એક સમર્પિત સંશોધન અને વિકાસ પરિષદની સ્થાપના કરવામાં આવશે. જે સહકારી ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ કરશે અને સંલગ્ન સંસ્થાઓમાં પણ તેનો પ્રચાર કરશે. આ ઉપરાંત તે ભારતમાં વિશ્વની શ્રેષ્ઠ પ્રથાઓ સ્થાપિત કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સંકલન કરશે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *