P24 News Gujarat

મધ્ય ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસે ફરી માથું ઊંચક્યું:વડોદરની સયાજીમાં બે દિવસમાં ચાર બાળકનાં મોત, 3 બાળક ગંભીર હાલતમાં PICમાં દાખલ; ‘સેન્ડફ્લાય’ માખીથી સાવધાન

મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફરી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે માથું ઊંચક્યું છે. ખાસ કરીને પંચમહાલ અને દાહોદ જિલ્લામાં “સેન્ડફ્લાય” માખીથી થતા રોગચાળાએ હાહાકાર મચાવી મૂક્યો છે. આ શંકાસ્પદ “સેન્ડફ્લાય” માખીથી બીમારીનો ભોગ બનેલા દાહોદના એક વર્ષના બાળકનું આજે (5 જુલાઈ, 2025) સયાજી હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ બાળકમાંથી બેને PICમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે એકની તબિયત સુધાા પર આવતા જનરલ વોર્ડમાં સિફ્ટ કરવામાં આવ્યું છે. ગતરોજ વડોદરાની સયાજી હોસ્પિટલમાં પંચમહાલ જિલ્લાના 3 બાળકનાં મોત થવાની ઘટના બની હતા. આ બાળકોના મોત એક્યુટ વાઇરલ એન્સેફાલિટિસ (Acute viral encephalitis )ના કારણે થયાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. આ વાઇરસના કારણે તીવ્ર તાવ આવવાથી મગજમાં સોજા આવે છે. આ તમામ દર્દીઓને વડોદરાની સયાજી જનરલ હોસ્પિટલ-SSGમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં ‘સેન્ડફ્લાય’ માખીથી ફેલાતા ચાંદીપુરા વાઇરસની શક્યતા દર્શાવવામાં આવી હતી, પરંતુ 4 કેસની તપાસમાં ત્રણના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર) ગતરોજ મૃત્યુ પામેલા બાળકોની વિગત સયાજીમાં સારવાર હેઠળ રહેલ બાળક ચારમાંથી આજે એક બાળકનું મોતઃ ડો. ઓમપ્રકાશ શુક્લ
સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગના હેડ ડો. ઓમપ્રકાશ શુક્લએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસ દરમિયાન પંચમહાલ અને દાહોદ જિલ્લાના ચાર બાળકને સારવાર માટે પિડીયાટ્રીક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ચાર બાળકો પૈકી એક વર્ષના દાહોદના બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે 3 બાળકને હાલ સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગના PICમાં સારવાર આપવામાં આવી રહી છે. ‘9 વર્ષથી નાના બાળકોને ‘એન્ટા ફ્લાઇટીસ વાયરલની અસર’
વધુમાં જણાવ્યું કે, શંકાસ્પદ “સેન્ડફ્લાય” જતું કરડવાથી વાયરલનો ભોગ બનેલા બાળકોના લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને ગાંધીનગર ખાતે તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ “સેન્ડફ્લાય” પંચમહાલ અને દાહોદ જિલ્લામાં જોવા મળે છે. જે તબીબી ભાષામાં “એન્ટા ફ્લાઇટીસ” વાયરલ તરીકે ઓળખવામાં આવે છે. જે 8થી 9 વર્ષથી નીચેના બાળકોમાં આ વાયરલ જોવા છે. જે “સેન્ ફ્લાય” નામક જંતુ (માખી) કરડવાથી થાય છે. ‘બાળકને બચાવવા સમયસર સારવાર જરૂરી’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘એન્ટા ફ્લાઇટીસ’ વાયરલમાં શરૂઆતમાં તાવ આવે છે, માથું દુખે છે, ઝાડા-ઊલટી થાય છે. બાળક બેભાન થઇ જાય છે. ઉપરાંત ખેંચ આવે છે. આવા લક્ષણ ધરાવતાં બાળકોને સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ થઇ શકે છે. પંચમહાલ અને દાહોદ જિલ્લામાં માટીના કાચા મકાનોમાં “સેન્ડફ્લાય” માખીનો ત્રાસ વધારે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની શરૂઆત થતાં ઋતુજન્ય રોગચાળાની શરૂઆત થઇ ગઇ છે. વડોદરામાં પણ ડેંગ્યૂ મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. સયાજી હોસ્પિટલમાં 10 તબીબો શંકાસ્પદ ડેન્ગ્યુ તાવના ભોગ બન્યા છે. આ ઉપરાંત શહેરમાં સામાન્ય તાવ, શરદી, ઝાડા ઉલટીની ફરિયાદો શરૂ થઈ ગઈ છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્યલક્ષી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

​મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફરી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે માથું ઊંચક્યું છે. ખાસ કરીને પંચમહાલ અને દાહોદ જિલ્લામાં “સેન્ડફ્લાય” માખીથી થતા રોગચાળાએ હાહાકાર મચાવી મૂક્યો છે. આ શંકાસ્પદ “સેન્ડફ્લાય” માખીથી બીમારીનો ભોગ બનેલા દાહોદના એક વર્ષના બાળકનું આજે (5 જુલાઈ, 2025) સયાજી હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ બાળકમાંથી બેને PICમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે એકની તબિયત સુધાા પર આવતા જનરલ વોર્ડમાં સિફ્ટ કરવામાં આવ્યું છે. ગતરોજ વડોદરાની સયાજી હોસ્પિટલમાં પંચમહાલ જિલ્લાના 3 બાળકનાં મોત થવાની ઘટના બની હતા. આ બાળકોના મોત એક્યુટ વાઇરલ એન્સેફાલિટિસ (Acute viral encephalitis )ના કારણે થયાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. આ વાઇરસના કારણે તીવ્ર તાવ આવવાથી મગજમાં સોજા આવે છે. આ તમામ દર્દીઓને વડોદરાની સયાજી જનરલ હોસ્પિટલ-SSGમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં ‘સેન્ડફ્લાય’ માખીથી ફેલાતા ચાંદીપુરા વાઇરસની શક્યતા દર્શાવવામાં આવી હતી, પરંતુ 4 કેસની તપાસમાં ત્રણના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર) ગતરોજ મૃત્યુ પામેલા બાળકોની વિગત સયાજીમાં સારવાર હેઠળ રહેલ બાળક ચારમાંથી આજે એક બાળકનું મોતઃ ડો. ઓમપ્રકાશ શુક્લ
સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગના હેડ ડો. ઓમપ્રકાશ શુક્લએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસ દરમિયાન પંચમહાલ અને દાહોદ જિલ્લાના ચાર બાળકને સારવાર માટે પિડીયાટ્રીક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ચાર બાળકો પૈકી એક વર્ષના દાહોદના બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે 3 બાળકને હાલ સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગના PICમાં સારવાર આપવામાં આવી રહી છે. ‘9 વર્ષથી નાના બાળકોને ‘એન્ટા ફ્લાઇટીસ વાયરલની અસર’
વધુમાં જણાવ્યું કે, શંકાસ્પદ “સેન્ડફ્લાય” જતું કરડવાથી વાયરલનો ભોગ બનેલા બાળકોના લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને ગાંધીનગર ખાતે તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ “સેન્ડફ્લાય” પંચમહાલ અને દાહોદ જિલ્લામાં જોવા મળે છે. જે તબીબી ભાષામાં “એન્ટા ફ્લાઇટીસ” વાયરલ તરીકે ઓળખવામાં આવે છે. જે 8થી 9 વર્ષથી નીચેના બાળકોમાં આ વાયરલ જોવા છે. જે “સેન્ ફ્લાય” નામક જંતુ (માખી) કરડવાથી થાય છે. ‘બાળકને બચાવવા સમયસર સારવાર જરૂરી’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘એન્ટા ફ્લાઇટીસ’ વાયરલમાં શરૂઆતમાં તાવ આવે છે, માથું દુખે છે, ઝાડા-ઊલટી થાય છે. બાળક બેભાન થઇ જાય છે. ઉપરાંત ખેંચ આવે છે. આવા લક્ષણ ધરાવતાં બાળકોને સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ થઇ શકે છે. પંચમહાલ અને દાહોદ જિલ્લામાં માટીના કાચા મકાનોમાં “સેન્ડફ્લાય” માખીનો ત્રાસ વધારે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની શરૂઆત થતાં ઋતુજન્ય રોગચાળાની શરૂઆત થઇ ગઇ છે. વડોદરામાં પણ ડેંગ્યૂ મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. સયાજી હોસ્પિટલમાં 10 તબીબો શંકાસ્પદ ડેન્ગ્યુ તાવના ભોગ બન્યા છે. આ ઉપરાંત શહેરમાં સામાન્ય તાવ, શરદી, ઝાડા ઉલટીની ફરિયાદો શરૂ થઈ ગઈ છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્યલક્ષી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *