P24 News Gujarat

સુરતના MLAના નામવાળા બાંકડા રાજકોટ પહોંચ્યા!:પ્રફુલ પાનસેરિયા સહિત ત્રણ નેતાઓના નામના બાંકડા જૂના પીપળીયામાં, વિપક્ષ કોર્પોરેટરે કહ્યું- શું રાજકોટના ધારાસભ્યો બાંકડા નથી આપતાં?

સુરતમાં હાલ એક અનોખો વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પ્રફુલ પાનસેરિયા સહિત ત્રણ નેતાઓના નામના બાંકડા સુરતથી લગભગ 500 કિલોમીટર દૂર રાજકોટ જિલ્લાના જૂના પીપળીયા ગામમાં કઈ રીતે પહોંચી ગયા! આ મુદ્દે વિપક્ષી કોર્પોરેટરે ભાજપના પૂર્વ ઉમેદવાર પર ગંભીર આક્ષેપો કરતાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વિપક્ષના કોર્પોરેટરે આ ઘટનાને મુદ્દો બનાવી શાસક પક્ષ પર આક્ષેપ કરતાં કહ્યું કે “પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી શાસન છતાં પણ બાંકડાની ગ્રાન્ટ મળતી નથી?” પ્રફુલ પાનસેરીયાની ગ્રાન્ટમાંથી ખરીદેલા 6 બાંકડા રાજકોટમાં મળ્યા
મહાનગરપાલિકા દ્વારા પ્રજાની સુવિધા માટે ફાળવવામાં આવેલા બાંકડાઓના ખાનગી દુરુપયોગના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ સામે આવ્યા છે ત્યારે આ નવા વિવાદે સૌને ચોંકાવી દીધા છે. કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયાની ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવેલા છ બાંકડા છેક રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જૂના પીપળીયા ગામમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ વાઈરલ ફોટોગ્રાફ્સ જાહેર કરતા ભાજપના પૂર્વ કોર્પોરેશન ઉમેદવાર ભરત વડાદોરીયા પર ગંભીર આક્ષેપો કર્યા છે. વિપક્ષના કોર્પોરેટરે બાંકડાના વાઈરલ ફોટો જાહેર કર્યા
કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયાની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા આ બાંકડા રાજકોટના જસદણ તાલુકાના જૂના પીપળીયા ગામમાં જોવા મળ્યાના આક્ષેપ સાથે વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ વાઈરલ ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતા. કોર્પોરેટર ​​​​​​​સુહાગિયાનો આક્ષેપ છે કે, સુરતના વોર્ડ નંબર-17માંથી ગત મહાનગરપાલિકાની ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવાર ભરત વડાદોરીયાએ આ બાંકડા પોતાના વતન જૂના પીપળીયા ખાતે પોતાના ઘરે મોકલી દીધા હતા. પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી શાસન છતાં 500 કિ.મી. દૂર બાંકડા કેમ લઈ ગયા?
વિપુલ સુહાગિયાએ પોતાની ટિપ્પણીમાં આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે, “શું રાજકોટના ધારાસભ્યો લોકોને બાંકડા નથી આપતાં? સુરતના લોકોના ટેક્સના પૈસાથી ખરીદાયેલા બાંકડા રાજકોટ કેવી રીતે પહોંચી ગયા?” તેમણે વધુમાં જણાવ્યું કે, “સુરતથી છ બાંકડાને રાતોરાત પગ આવી ગયા હોય તેમ, સુરતના ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટના બાંકડા રાજકોટ સ્થિત જસદણ પહોંચી ગયા. લોકોની સુવિધા માટેના બાંકડાનો પોતાના અંગત ઉપયોગમાં લેવાયો તે ખૂબ જ શરમજનક બાબત છે.” તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન હોવા છતાં, 500 કિલોમીટર દૂર બાંકડા લઈ જવાની શું જરૂર પડી, જ્યારે ત્યાંના સ્થાનિક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ બાંકડા મેળવી શકાયા હોત. મારા ગામમાં આ બાંકડા ક્યાંથી આવ્યા તે ખબર નથી- ભરત વાડોદરિયા
આ સમગ્ર મામલે જ્યારે કોર્પોરેશનની ચૂંટણી ભાજપ તરફથી લડી ચૂકેલા ભરત વાડોદરિયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું કે, “મારું જ ગામ છે પરંતુ, ત્યાં બાંકડા કઈ રીતે આવ્યા તે અંગે મને કોઈ જાણકારી નથી. મારી પાસે પણ ફોટા અને વીડિયો આવ્યા છે પરંતુ, મારા ગામમાં આ બાંકડા ક્યાંથી આવ્યા તે અંગે મને કશું ખબર નથી.” અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ મહાપાલિકાના બાંકડાના દુરુપયોગના ઘણા વિવાદો ઉઠ્યા છે, જેમાં બાંકડા ખાનગી ટેરેસ, રેસ્ટોરન્ટ અને બોક્સ ક્રિકેટના મેદાનોમાં વપરાતા હોવાની ફરિયાદોનો સમાવેશ થાય છે.

​સુરતમાં હાલ એક અનોખો વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પ્રફુલ પાનસેરિયા સહિત ત્રણ નેતાઓના નામના બાંકડા સુરતથી લગભગ 500 કિલોમીટર દૂર રાજકોટ જિલ્લાના જૂના પીપળીયા ગામમાં કઈ રીતે પહોંચી ગયા! આ મુદ્દે વિપક્ષી કોર્પોરેટરે ભાજપના પૂર્વ ઉમેદવાર પર ગંભીર આક્ષેપો કરતાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વિપક્ષના કોર્પોરેટરે આ ઘટનાને મુદ્દો બનાવી શાસક પક્ષ પર આક્ષેપ કરતાં કહ્યું કે “પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી શાસન છતાં પણ બાંકડાની ગ્રાન્ટ મળતી નથી?” પ્રફુલ પાનસેરીયાની ગ્રાન્ટમાંથી ખરીદેલા 6 બાંકડા રાજકોટમાં મળ્યા
મહાનગરપાલિકા દ્વારા પ્રજાની સુવિધા માટે ફાળવવામાં આવેલા બાંકડાઓના ખાનગી દુરુપયોગના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ સામે આવ્યા છે ત્યારે આ નવા વિવાદે સૌને ચોંકાવી દીધા છે. કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયાની ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવેલા છ બાંકડા છેક રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જૂના પીપળીયા ગામમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ વાઈરલ ફોટોગ્રાફ્સ જાહેર કરતા ભાજપના પૂર્વ કોર્પોરેશન ઉમેદવાર ભરત વડાદોરીયા પર ગંભીર આક્ષેપો કર્યા છે. વિપક્ષના કોર્પોરેટરે બાંકડાના વાઈરલ ફોટો જાહેર કર્યા
કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયાની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા આ બાંકડા રાજકોટના જસદણ તાલુકાના જૂના પીપળીયા ગામમાં જોવા મળ્યાના આક્ષેપ સાથે વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ વાઈરલ ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતા. કોર્પોરેટર ​​​​​​​સુહાગિયાનો આક્ષેપ છે કે, સુરતના વોર્ડ નંબર-17માંથી ગત મહાનગરપાલિકાની ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવાર ભરત વડાદોરીયાએ આ બાંકડા પોતાના વતન જૂના પીપળીયા ખાતે પોતાના ઘરે મોકલી દીધા હતા. પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી શાસન છતાં 500 કિ.મી. દૂર બાંકડા કેમ લઈ ગયા?
વિપુલ સુહાગિયાએ પોતાની ટિપ્પણીમાં આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે, “શું રાજકોટના ધારાસભ્યો લોકોને બાંકડા નથી આપતાં? સુરતના લોકોના ટેક્સના પૈસાથી ખરીદાયેલા બાંકડા રાજકોટ કેવી રીતે પહોંચી ગયા?” તેમણે વધુમાં જણાવ્યું કે, “સુરતથી છ બાંકડાને રાતોરાત પગ આવી ગયા હોય તેમ, સુરતના ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટના બાંકડા રાજકોટ સ્થિત જસદણ પહોંચી ગયા. લોકોની સુવિધા માટેના બાંકડાનો પોતાના અંગત ઉપયોગમાં લેવાયો તે ખૂબ જ શરમજનક બાબત છે.” તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન હોવા છતાં, 500 કિલોમીટર દૂર બાંકડા લઈ જવાની શું જરૂર પડી, જ્યારે ત્યાંના સ્થાનિક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ બાંકડા મેળવી શકાયા હોત. મારા ગામમાં આ બાંકડા ક્યાંથી આવ્યા તે ખબર નથી- ભરત વાડોદરિયા
આ સમગ્ર મામલે જ્યારે કોર્પોરેશનની ચૂંટણી ભાજપ તરફથી લડી ચૂકેલા ભરત વાડોદરિયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું કે, “મારું જ ગામ છે પરંતુ, ત્યાં બાંકડા કઈ રીતે આવ્યા તે અંગે મને કોઈ જાણકારી નથી. મારી પાસે પણ ફોટા અને વીડિયો આવ્યા છે પરંતુ, મારા ગામમાં આ બાંકડા ક્યાંથી આવ્યા તે અંગે મને કશું ખબર નથી.” અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ મહાપાલિકાના બાંકડાના દુરુપયોગના ઘણા વિવાદો ઉઠ્યા છે, જેમાં બાંકડા ખાનગી ટેરેસ, રેસ્ટોરન્ટ અને બોક્સ ક્રિકેટના મેદાનોમાં વપરાતા હોવાની ફરિયાદોનો સમાવેશ થાય છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *