ગુજરાતના 8 હજાર ગામોને નવા સૂકાનીઓ મળ્યા છે. આ વખતના પરિણામમાં ઊડીને આંખે વળગે તેવી વાત એ હતી કે અનેક જગ્યાએ યુવાનો સરપંચ બન્યા છે. ક્યાંક કોલેજ જતી યુવતીઓ તો ક્યાંક ડિગ્રીધારક યુવકો સરપંચ બન્યા છે. આ સાથે ગુજરાતના રાજકારણમાં યુુવાઓના પ્રવેશનો નવો ટ્રેન્ડ શરૂ થયો હોય એવું લાગી રહ્યું છે. આ વખતની ચૂંટણીમાં યુવાનોનું કેમ્પેઈન પણ હટકે રહ્યું હતું. ક્યાંક સોશિયલ મીડિયા પર તો ક્યાંક વીડિયો બનાવીને અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તો કોઈકે લોક-લાલચ આપ્યા વગર ગામની સમસ્યા ઉકેલવાનો પ્લાન બતાવી મતદારોને આકર્ષ્યા હતા. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં નવા ચૂંટાયેલા સરપંચોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. દિવ્ય ભાસ્કરે આ તકે યુવા સરપંચો સાથે વાતચીત કરી હતી, જેમાં ચૂંટણી લડવાના અનુભવથી લઈને તેમના આગામી વિઝન અંગે વાતો કરી હતી. સૌ પહેલા અમે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામના યુવા સરપંચ દિલીપભાઈ સોલંકી સાથે વાતચીત કરી. દિલીપભાઈ પોતે દિવ્યાંગ છે. તેમની પાસે જોવા માટે ભલે દૃષ્ટિ ન હોય પણ વિચારથી ખૂબ દીર્ઘદૃષ્ટિ ધરાવે છે. ગામની તકલીફો અને ભ્રષ્ટાચારને લઈ તેઓ 2018થી સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અવાજ ઉઠાવતા આવ્યા છે. આ લડાઈનું પરિણામ એ આવ્યું કે ગામ લોકોએ જ તેમની પાસે સરપંચ માટે દાવેદારી કરાવી અને જીતાડ્યા. દિલીપભાઈ કહે છે કે, ‘મેં ખરી શરૂઆત 2018માં કરી હતી. લોકોના પ્રશ્નોની વાત સોશિયલ મીડિયામાં લાઈવ કરીને જણાવતો. એટલું જ નહીં સોશિયલ મીડિયાથી લોકોના પ્રશ્નોનો નિરાકરણ પણ લાવતો હતો. વિધવા સહાય, વૃદ્ધ પેન્શન વગેરે જેવી યોજનાનો લાભ લોકોને અપાવતો હતો. આ સિવાય અમારા ગામમાં જ્યાં પણ કામોમાં ભ્રષ્ટાચાર થતો હતો તેની સામે અવાજ ઉઠાવતો હતો.’ ‘ગામ લોકોના ભરોસા પર ખરો ઉતરીને બતાવીશ’
દિલીપભાઈએ આગળ કહ્યું, ‘આ લડાઈ દરમિયાન મને એવું લાગ્યું કે મારે જ સરપંચ બનવું પડશે તો જ ગામનો ખરા અર્થમાં વિકાસ થશે અને એ પછી મેં ફોર્મ ભરવાનું નક્કી કર્યું. મારી લડાઈના કારણે જ ગામ લોકોએ મારા પર ભરોસો મૂકી વોટ આપ્યા છે. મેં એક પણ રૂપિયાનો ખર્ચ ચૂંટણીમાં કર્યો નથી. મારા અનુભવથી ગામ લોકોના ભરોસા પર ખરો ઉતરીને બતાવીશ. તમે કોનાથી પ્રેરાઈને રાજકારણમાં આવ્યા? તેના જવાબમાં દિલીપભાઈએ કહ્યું,’હું કોઈ વ્યક્તિથી નહીં પરંતુ મારા ગામની સમસ્યાઓથી પ્રેરાઈને રાજનીતિમાં આવ્યો છું. ગામમાં અનેક પ્રકારની દુવિધાઓ છે. અને મને લાગ્યું કે જો મારા ગામને સ્માર્ટ અને ડિજિટલ ગામ બનાવવું હશે તો મારે રાજનીતિમાં આવવું પડશે અને આ વાતથી પ્રેરાઈને હું રાજનીતિમાં આવ્યો છું.’ દિવ્યાંગ હોવાના કારણે મારી સાથે ખરાબ વર્તન પણ થતું હતું
એક દિવ્યાંગ વ્યક્તિ તરીકે ભ્રષ્ટાચારીઓ સામે અવાજ ઉઠાવવામાં કેવી તકલીફો આવી? આ પ્રશ્નના જવાબમાં દિલીપભાઈએ કહ્યું, ‘મને તકલીફ તો ઘણા પ્રકારની આવી હતી રાજનીતિ કરવી એ ખરેખર અઘરું કામ છે. જ્યારે હું ખોટા લોકોનો વિરોધ કરતો હતો ત્યારે મારી સામે બે-ત્રણ વખત પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. જ્યારે હું ચૂંટણી લડતો હતો ત્યારે મારા વિરોધીઓ મને ઘણા બધા અપશબ્દો પણ બોલતા હતા, પરંતુ મારે એ બધી વાતો વધારે નથી કહેવી. એટલું ચોક્કસ કહીશ કે જે મારા પર વીત્યું છે એ હું મારા ગામ પર નહીં વીતવા દઉં. આ સિવાય સરકારી કચેરીએ જતો ત્યારે દિવ્યાંગ હોવાના કારણે ક્યારેક મારી સાથે ખરાબ વર્તન પણ થતું હતું. પરંતુ હું ક્યારે હાર્યો નહોતો.’ તેમણે આગળ કહ્યું, ‘કોઈપણ વ્યક્તિ એવું ન વિચારવું જોઈએ કે પરિસ્થિતિ ખરાબ હોય તો પાછું પડી જવું. પણ તમારા લક્ષ્ય કરતા તમારે ડબલ વિચારવું જોઈએ. દસ વર્ષ પછી દિલીપભાઈ પોતાની જાતને ક્યાં જુએ છે? જેના જવાબમાં તેમણે કહ્યું, આ બધું મતદારે નક્કી કરવાનું છે કે તેઓ મને ક્યાં સુધી લઈ જશે. તેમનો સપોર્ટ હશે તો હું ધારાસભ્ય પણ બનીશ. મોટા શહેરોને પણ ટક્કર મારે એવી જગ્યાએ આંકલાવને પહોંચાડવા માગું છું.’ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વડવાસા ગામે વકીલાત કરતી 24 વર્ષીય યુવતી સરપંચ બની છે. અમે નવનિયુક્ત સરપંચ સતિષાબેન જગદીશચંદ્ર લેઉવા સાથે વાતચીત કરી હતી. સતિષાબહેન કહે છે, ‘મેં BSc કર્યા પછી LLB અને LLM કર્યું છે. જ્યારે હું ગામડે રહેતી હતી ત્યારે મેં જોયું કે પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા સારી ન હતી. બાળકોને પ્રાંતિજ અભ્યાસ કરવા જવું પડતું હતું. આપણે ભલે ડિજિટલ અને મોર્ડન ઈન્ડિયાની વાત કરતા હોય, પરંતુ આજે પણ ગામડાઓમાં દીકરીઓને ઘરથી બહાર નીકળીને ભણવા કે નોકરી કરવા જવું એક મોટો પ્રશ્ન છે.’ ‘વ્યવસ્થાના અભાવે ઘણી યુવતીઓ આગળ ભણી ન શકી’
તેમણે આ વ્યવસ્થા ન હોવાને કારણે બીજી ઘણી યુવતીઓ આગળ ભણી ન શકી. આ અંગે વધુમાં તેમણે કહ્યું, ‘પ્રાંતિજમાં બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી મારે અમદાવાદ આવવું પડ્યું. મારી સાથે અભ્યાસ કરતી બધી વિદ્યાર્થિનીઓમાંથી માત્ર હું એક જ અમદાવાદ અભ્યાસ કરવા આવી શકી અને માસ્ટર ડિગ્રી મેળવી શકી. વ્યવસ્થા ન હોવાને કારણે બીજી ઘણી યુવતીઓ આગળ ભણી ન શકી.’ સતિષાબહેને વધુમાં કહ્યું, ‘આમ તો મારું ચૂંટણી લડવાનું પહેલેથી નક્કી ન હતું પણ ઉમેદવારી ફોર્મના આગલા દિવસે જ્યારે ગામના યુવાનોને મળી ત્યારે તેમણે કહ્યું હતું કે સરપંચ કોઈ યુવાને જ બનવું જોઈએ. તેમણે મને આ માટે આગળ આવવા કહ્યું. પછી મેં સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવાનું નક્કી કર્યું હતું.’ ‘મારા કેમ્પેનિંગને લોકોએ વધાવી લીધું’
‘ગામની દરેક નાની નાની સમસ્યાનો વીડિયો બનાવ્યો હતો અને તેનું સમાધાન કેમ થઈ શકે એ પણ સમજાવ્યું હતું. આ વીડિયો મેં લોકો સુધી પહોંચાડ્યા હતા. આ સિવાય ગામ માટે કયા-કયા કામો કરવા માગુ છું એને સમજાવતા વીડિયો બનાવીને પણ લોકો સુધી પહોંચાડ્યા હતા. આ રીતનું અનોખું કેમ્પિંગ ચલાવ્યું હતું, જેને લોકોએ વધાવી લીધું હતું. આ સિવાય મેં ઓફલાઈન કેમ્પિંગ પણ કર્યું હતું. ઘરે ઘરે જઈને લોકોને મળી. વરસાદની સિઝનમાં પણ છત્રી સાથે રાખી એક-એક લોકો સુધી જનસંપર્ક કર્યો અને તેમને મારી વાત સમજાવી હતી.’ એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, ‘હું ભગતસિંહથી વધારે પ્રેરાયેલી છું. ભગતસિંહએ કહ્યું હતું વિદ્યાર્થીઓનું કામ ચોક્કસપણે સૌથી પહેલા ભણવાનું છે. પણ તમે તમારી વિદ્યા થકી આસપાસની સમસ્યાનું નિવારણ ન લાવી શકતા હોય તો તે વિદ્યા નકામી છે.’ સરપંચ બન્યા પછી એ ફોન કોલથી ચોંકી ઉઠી
પોતાનો એક કિસ્સો યાદ કરતાં તેમણે જણાવ્યું હતું, ‘ચૂંટણી જીત્યા પછી મને એક પત્રકારનો ફોન આવ્યો અને કોઈ સવાલ પૂછ્યા વગર કહ્યું ‘તમારા પતિ સાથે વાત થઈ શકશે?’ સૌ પહેલા તો હું ચોંકી ઉઠી. પછી મેં સામે પૂછ્યું કે કેમ મારા પતિ સાથે વાત કરવી છે? તો તેમણે કહ્યું કે તમે સરપંચ બન્યા એ અંગે મારે તમારા પતિ સાથે વાતચીત કરવી છે. આ પછી મેં તેમને જવાબ આપતા કહ્યું કે પહેલી સ્પષ્ટતા તો એ કરું કે હું અપરણિત છું. હું મારી કાબેલિયત અને વિઝન પર સરપંચ બની છું. જો હું પરણીત હોત તો પણ હું જ વાતચીત કરત, મારા પતિ નહીં.’ સતિષાબહેને આગળ કહ્યું, ‘આપણે મહિલાઓને આગળ લાવવાની વાતો કરીએ છીએ. પરંતુ અનેક ગામો એવા છે જ્યાં મહિલાઓ સરપંચ તો બની જાય છે, પણ તેમનું બધું જ કામ પતિ કરતા હોય છે.’ ‘પંચાયત’ વેબ સીરિઝથી પ્રેરણા મળી
‘પંચાયત’ વેબ સીરિઝના સવાલમાં તેમણે કહ્યું, ‘પંચાયત’ સીરિઝમાં ખૂબ સારી રીતે ગામની સાચી વાસ્તવિક વાસ્તવિકતા રજૂ કરવામાં આવી છે. જેમાં તમે જોઈ શકો છો કે સરપંચ પહેલા રાષ્ટ્રગીત ન ગઈ શક્યા પરંતુ એ પછી તેઓ હિંમત ન હાર્યા અને પોતાની જાતને મજબૂત કરી અને રાષ્ટ્રગીત ગાવાનું નક્કી કર્યું. આવી અનેક રીતની પ્રેરણાઓ આવી સીરિઝ દ્વારા મળતી હોય છે.’ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામમાં ચાર-ચાર ડિગ્રી ધરાવતાં ધ્રુવ પંચાલ સરપંચ બન્યા છે. અમદાવાદ શહેરની નોકરી છોડીને તેમણે ગામડાનું જીવન પસંદ કર્યું છે. ધ્રુવ પંચાલ કહે છે, ‘અમદાવાદમાં ખૂબ સારી વ્યવસ્થાઓ જોઈને પછી જ્યારે વેકેશનમાં ગામડે જતો હતો ત્યારે મને હંમેશા ત્યાંની સમસ્યાઓ દેખાતી હતી. આ બેઝિક સમસ્યાના નિવારવા માટે ઇનિસીએટિવ લેવું ખૂબ જરૂરી હતું. મારે લોકોને કહેવું હતું કે ગામડામાં પણ ઉજવળ ભવિષ્ય બની શકે તેમ છે એટલા માટે મેં ગામ તરફ પાછા વળવાનું નક્કી કર્યું હતું. લોકોએ મારી નિષ્ઠાને અને ઈમાનદારીને જોઈને મને વધાવી લીધો અને મને સરપંચ તરીકે નિયુક્ત કર્યો છે.’ ‘તમારે કંઈક મેળવવું હોય તો કંઈક છોડવું પડે’
શહેરની સારી જિંદગી છોડવાના સવાલના જવાબમાં તેમણે કહ્યું, ‘જ્યારે પણ તમારે કંઈક મેળવવું હોય તો કંઈક છોડવું પડે છે. હું શહેરથી ગામમાં આવ્યો છું, પરંતુ સરપંચ બની સારું કામ કરીશ તો મારા ગામનું નામ થશે. ગામનું નામ થશે તો સાથે-સાથે મારું નામ પણ થશે તેમજ યુવાનોને સરપંચ બનતા જોઈને ગામના લોકોને અને બીજા યુવાનોને પણ પ્રેરણા મળશે અને યુવાનો જો રાજનીતિમાં આવશે તો જ ગામડાઓનો વિકાસ થશે. જો ગામડાઓનો વિકાસ થશે તો તાલુકાનો વિકાસ થશે અને તેના થકી જિલ્લાનો વિકાસ થશે. વિકાસ કરવા માટે દરેકે બેક ટુ બેઝિકનો મંત્ર અપનાવો પડશે.’ ‘એક વાત નક્કી હતી કે મારે મત ખરીદવા ન હતા’
એક પણ પૈસાનો ખર્ચ કર્યા વગર ઈમાનદારીથી ચૂંટણી લડવામાં કેટલી તકલીફ આવી? જેના જવાબમાં તેમણે કહ્યું, ‘એક વાત નક્કી હતી કે મારે મત ખરીદવા ન હતા, મારે મત કેળવવા હતા. હું દરેક મતદારને મળ્યો છું. તેમના આંખમાં આંખ મેળવીને વાત કરી છે. મને તેમની સમસ્યા ખૂબ સારી રીતે સમજાઈ છે. જે વ્યક્તિ દારૂની લોભ-લાલચમાં આવીને પણ મત આપતો હોય છે તે પણ એવું ઇચ્છતો હોય છે કે મારો દીકરો આવું ન કરે. ગામના લોકો પણ મારી વાતને સમજ્યા અને કોઈ પણ લોભ-લાલચમાં આવ્યા વગર પોતાના ગામના વિકાસને ઝાંખીને મને વોટ આપવાનું નક્કી કર્યું હતું.’ તેમણે આગળ કહ્યું, ‘સામેવાળા લોકો લોભ-લાલચ આપીને મત ખરીદતા હતા ત્યારે મારી સાથેના સમર્થકોએ પણ કહ્યું કે જો ચૂંટણી જીતવી હોય તો આપણે પણ આવું કરવું પડશે પણ હું આ ઘડીએ મક્કમ હતો. સમર્થકોને કહેતો કે ચૂંટણી હારી જઈશ એ મને મંજૂર છે, પરંતુ જે નીતિ-નિષ્ઠાથી નીકળ્યો છું તેને છોડી દેવું મને મંજૂર નથી.’ ‘પરિણામની આગલી રાત્રે ચિંતામાં હતો’
ચૂંટણીના પરિણામની આગલી રાતની વ્યથા જણાવતા તેઓ કહે છે, ‘હું તો ખૂબ ચિંતામાં હતો, પરંતુ મારા પિતાએ મને સમજાવ્યું કે જો તું હારીશ તો ગામ લોકોને નુકસાન છે અને જો જીતીશ તો ગામ લોકોને જ ફાયદો છે.’ રાજનીતિમાં કોનાથી પ્રેરાઈને આવ્યા? આ પ્રશ્નોના જવાબમાં ધ્રુવ પંચાલે કહ્યું, ‘હું આને રાજનીતિ નહીં પરંતુ લોકનીતિ કહેવાનું વધું પસંદ કરીશ.’ આની પાછળની કહાની જણાવતા ધ્રુવ પંચાલ કહે છે, ‘જ્યારે હું નાનો હતો ત્યારે મારા ઘરની બહાર એક મોટું પાણીનું ખાબોચિયું ભરાઈ રહેતું હતું. મારે કૂદકો મારીને ત્યાંથી પસાર થવું પડતું હતું. આ સમસ્યા સાથેનો મારો ફોટો પણ ન્યૂઝ પેપરમાં આવ્યો હતો અને એ વખતે જ મેં વિચારી લીધું હતું કે આ પરિસ્થિતિને બદલવા માટે લોકનીતિમાં આવું ખૂબ જરૂરી છે.’ ‘રાજકીય પાર્ટીમાં જોડાવા અંગેના સવાલમાં તેમણે કહ્યું, જ્યારે તમે કોઈ પક્ષ-નેતાની સાથે જોડાવ છો ત્યારે તેમના વિચારો તમારા પર હાવી થઈ જવાની સંભાવના વધુ છે અને આવા સમયે તમારા કામ પર પણ અસર થાય છે. એટલા માટે જ લોકશાહીમાં દરેકને સ્વતંત્રતાનો અધિકાર મળ્યો છે તો પછી તેને કેમ ના નિભાવવો?’ આ ચૂંટણીમાં ગુજરાતને એવા પણ સરપંચો મળ્યા છે જેમણે પોતાનું સપનું છોડીને ગામલોકોની સેવાનું બીડું ઝડપ્યું છે. આમાંથી એક છે વિસનગર તાલુકાના કડા ગામના દીકરી ખુશાલીબેન રબારી. પિતાનું સપનું હતું કે પરિવારમાંથી કોઈ રાજકારણમાં આવે
ખુશાલીબેન રબારી કહે છે, ‘મારે વિદેશ જવાનું હતું પરંતુ મેં મોદી સાહેબને કામ કરતા જોયા છે અને તેમનાથી પ્રેરાઈને મને લાગ્યું કે મારે સરપંચ બનવું જોઈએ. તેવામાં જોગાનુજોગ આ વખતે અમારી સીટ ઓબીસી માટે અનામત રાખવામાં આવી અને મેં ચૂંટણી લડવાનું નક્કી કર્યું. મારા પપ્પા છેલ્લા 20 વર્ષથી રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે. તેમનું સપનું હતું કે મારા પરિવારમાંથી અન્ય કોઈ રાજકારણમાં આવે અને મેં એ સપનું પૂરું કર્યું છે.’ તમે વિદેશની મોર્ડન લાઈફના બદલે ગામડામાં રહેવાનું કેમ પસંદ કર્યું? તેના જવાબમાં તેમણે કહ્યું, ‘હું ઇચ્છું છું કે ગામના લોકો એક્ટિવ થાય અને શિક્ષણ અને સુખ સુવિધાઓ વધે. હું ગામના લોકોનું કામ કરીને ગામને સારું બનાવવા માંગુ છું.’ મારી જ્ઞાતિના ઓછા મત હતા છતાં ગામના લોકોએ મને જીતાડી
પોતાના ગામના જ્ઞાતિ સમીકરણ અંગે વાત કરતા ખુશાલીબેન કહે છે, ‘ગામમાં મારી જ્ઞાતિના માત્ર 133 વોટ છે. જ્યારે ગામનું કુલ વોટિંગ 5600 છે. આવી સ્થિતિમાં 133 મત ધરાવતી જ્ઞાતિના ઉમેદવાર તરીકે જીતવું ખૂબ અઘરું કામ હતું છતાં પણ મને 2100થી વધારે વોટ મળ્યાં છે અને 1300ની લીડ છે. હું યુવા અને શિક્ષીત હતી એટલે લોકોએ મને સમર્થન આપ્યું છે. પોતાની વાત પૂરી કરતા ખુશાલી રબારી કહ્યું હતું કે મારું સપનું ધારાસભ્ય બનવાનું છે.’ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં 4 જુલાઈ, શુક્રવારના રોજ રાજ્યના નવનિયુક્ત સરપંચોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં ઉદબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, એક PhD ડિગ્રી ધરાવતી વ્યક્તિ પણ સરપંચ બન્યા છે. મુખ્યમંત્રીએ જેમના વખાણ કર્યા હતા એ નવસારીના ગણદેવી તાલુકાના તલોદ ગામના PhD ડિગ્રી ધારક સરપંચ નીલ દેસાઈ સાથે પણ ત્યાર બાદ અમે વાતચીત કરી. નીલ દેસાઈ કહે છે, ‘મનમોહનસિંહ જેમ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર હતા તેમ હું એક્સિડેન્ટલ સરપંચ બન્યો છું. હું અગાઉ પાણીની સમસ્યાને લઈને શંકર ચૌધરી અને સી.આર.પાટીલ સાથે કામ કરી ચૂક્યો છું. ત્યારે ગામના લોકોએ મને કહ્યું કે તું બીજા લોકોની સમસ્યાને લઈને લડે છ, પરંતુ ગામની વાત આવે ત્યારે ગામનું પ્રતિનિધિત્વ કરવામાં કેમ પાછીપાની કરે છે? આ પછી ગામલોકોના કહેવાથી મે સરપંચ બનવાનું નક્કી કર્યું.’ નીલ દેસાઈએ આગળ કહ્યું, ‘અમે સમરસ ગ્રામ પંચાયત બનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ન થઈ શક્યું એટલે ચૂંટણી લડ્યા અને લોકોએ ભારે બહુમતીથી જીતાડ્યા.’ ‘પ્રચાર દરમિયાન લોકોની સાચી સમસ્યાઓને વધુ સારી રીતે સમજી શક્યો’
તેમણે વધુમાં કહ્યું, ‘ચૂંટણી લડવાનો ફાયદો એ છે કે, પ્રચાર દરમિયાન ગામલોકોની સાચી સમસ્યાઓને હું વધુ સારી રીતે સમજી શક્યો. જેનાથી મને ખરી રીતે આ સમસ્યા દૂર કરવાનું પ્રેરકબળ મળ્યું છે.’ પોતાના આગામી વિઝનને લઈને નીલભાઈ કહે છે કે, ‘હું આગામી સમયમાં પાંચ S પર કામ કરવાનો છું. સૌ પહેલા સ્વચ્છતા, બીજું સ્વાસ્થ્ય, ત્રીજું સલીલ (પાણી), ચોથું શિક્ષણ અને સૌ છેલ્લે સૌથી મહત્વનું શિસ્ત. કારણ કે શિસ્ત વગર આગળનું બધું નકામું છે. એટલે હું આ પાંચ સ (S)ને પ્રાધાન્ય આપીને ગામ માટે કામ કરવાનો છું.’